exsorchism books and stories free download online pdf in Gujarati

એકસોરસીઝમ

Exsorcism…..

(વાત માનવ શરીર પર આત્માનાં વર્ચસવની…)


     મારુતિ અલ્ટો 800 એક ઘટાદાર વૃક્ષ સાથે અથડાયેલ હાલમાં હતી, વૃક્ષ સાથે એકાએક ધડાકા સાથે અથડાવાથી આગળનો કાચ સંપૂર્ણપણે તૂટી ગયો હતો, ગાડીમાં બઠેલાં બધાજ યુવકો એકદમ બેભાન હાલતમાં હતા, ગાડીમાંથી સિગારેટ અને મદિરાની વાસ આવી રહી હતી, એક યુવકના હાથમાં રોયલ સ્ટેગની બોટલ હતી, અને પ્લાસ્ટિકનાં ડિસપોઝેબલ ગ્લાસ અસ્તવ્યસ્ત રીતે પડેલા હતાં. ગાડીમાં હની સિંગનું રેપ સોંગ…… .ચાર બોટલ વોડકા...કામ મેરા રોજ કા…………વાગી રહ્યું હતું.

     અચાનક ગૌરાંગ ધીમે - ધીમે પોતાની આંખો ખોલી, આંખો ખોલતાની સાથે જ ગૌરાંગ આશ્ચર્યમાં પડી ગયો,એવામાં પોતાને વધુ પડતા પ્રમાણમાં આલ્કોહોલ લેવાથી, હાલ તે હેંગઓવરથી પીડાય રહ્યો હતો, ગૌરાંગે પોતાની ડ્રાઇવર સીટની બાજુની સીટ પર નજર કરી, તો રાહુલ પણ પોતાની બાજુની સીટ પર બેશુદ્ધ હાલતમાં સુતેલ હતો, જ્યારે પોતાની કારની પાછળની સીટ પર, રાજ, પરેશ અને મહેશ પણ એકદમ બેશુદ્ધ હાલતમાં સુતેલા હતા,ગૌરાંગને કપાળના ભાગે થોડી ઇજા થવાને લીધે થોડુંક લોહી વહી રહ્યુ હતું, આથી પોતે દરવાજો ખોલીને બહાર આવ્યો, બહાર આવીને પોતે જોયું કે પોતાની કાર એક વૃક્ષ સાથે અથડાય ગઈ હતી, અને વૃક્ષને લીધે જ અત્યારે બધા જીવતા હતાં, કારણ કે વૃક્ષની એકદમ પાછળ એક ઊંડી ખાય હતી.પાછળની તરફ એક નજર કરી તો તેની પાછળના ભાગે મોટા મોટા ઘટાટોપ જેવા વૃક્ષો સિવાય કંઈ નજરે ચડી રહ્યું હતું નહીં, એની કાર ગીરના જંગલના કોઈ એક વિસ્તારમાં આવી ચડી હોય તેવું લાગી રહ્યું હતું.

     ગૌરાંગે 108ને કોલ કરવા માટે પોતાનો મોબાઇલ ઉઠાવ્યો પરંતુ તેમાં આખી રાત ગીતો વાગવાને લીધે, મોબાઈલ સ્વિચઓફ થઈ ગયો હતો, આથી પોતે નજીકમાં પડેલો રાહુલનો ફોન ઉપાડ્યો,અને પોતે રાહુલના મોબાઇલની સિક્યુરિટી પેટર્ન ખૂબ સારી રીતે જણાતો હોવાથી, મોબાઈલ અનલોક કરીને 108 માં કોલ જોડ્યો, પરંતુ કોલ લાગ્યો નહી, કારણ કે હાલ તે બધા જે જગ્યાએ હતા, ત્યાં મોબાઈલ નેટવર્ક આવી રહ્યું ન હતું,આથી ગૌરાંગે એક નિશાશો નાખીને પોતાના બધા મિત્રોને જગાડવા લાગ્યો.

    બધા મિત્રો એકપછી એક એમ ભાનમાં આવી કારની બહાર આવવા લાગ્યા, થોડીવાર પહેલા જે નવાઈ અને આશ્ચર્ય ગૌરાંગને થયું હતું તેવું જ આશ્ચર્ય હાલ તેના બધા જ મિત્રો અનુભવી રહ્યા હતાં, રાજ એટલીવાર માં કારમાંથી પાણીની બોટલ લઈ આવ્યો,મહેશે પોતાના જીન્સના ખિસ્સામાં હાથ નાખ્યો, તો સિગારેટનું પેકેટ હાથમાં આવ્યું જેમાં છેલ્લી બે જ સિગારેટ બચી હતી, આથી મહેશે એક સિગારેટ સળગાવી, અને બધા મિત્રો વારાફરતી એક-એક દમ ખેંચવા લાગ્યા, જેવી રીતે ડૂબતા માણસને તણખલું મળે અને આનંદ થાય તેવો આનંદ અત્યારે આવી પરિસ્થિતિમાં સિગારેટ મળવાથી થતો હતો.

     સૌ કોઈ વિચારી રહ્યા હતાં કે આ અકસ્માત બન્યો જ કેવી રીતે ? આ ગાઢ જંગલમાં કેવી રીતે આવી ચડયાં ? આ કાર અથડાય એ કેમ કોઈન ખબર ના પડી? બધામાંથી શા માટે કોઈને મોટી ઇજા પહોંચી નથી? - આવા અનેક પ્રશ્નો બધાના મનમાં જાગી રહ્યા હતા,

એવામાં પરેશે બોલ્યો,

      “મિત્રો ! મને જ્યાં સુઘી યાદ છે ત્યાં સુધી આપણે બધા દિવથી 10 વાગ્યા બાદ, દારૂના નશામાં મદમસ્ત થઈને પાછા ફરી રહ્યા હતાં, બધાએ પોતાની કેપેસિટી કરતા વધુ દારૂ પી લીધો હતો,” - પરેશ પોતાનું માથું ખંજવાળાતા - ખંજવાળતા બોલ્યો.

“મને થોડુંક યાદ આવે છે.” - ગૌરાંગે પોતાની દાઢી પર હાથ ફેરવતાં - ફેરવતા બોલ્યો.

     બધા મિત્રોએ એકસાથે જ બોલી ઉઠયા શુ તને યાદ આવે છે ?? ગૌરાંગ????....? ત્યાર બાદ ગૌરાગે પોતાને જે યાદ આવ્યું હતું, તે તેના મિત્રોને જણાવતા કહ્યું.

“મિત્રો ગાડી હું ચલાવી રહ્યો હતો, મેં મારી બાજુમાં જોયું તો રાહુલ અને પાછળની સીટ પર રાજ, મહેશ અને પરેશ બધા દારૂના નશામાં ચૂર બનીને સુતા હતાં, પછી મેં ગાડી આગળ ધપાવવાનું કામ કર્યું….? આ દરમ્યાન મને એક અલગ પ્રકારની બેચેની લાગી રહી હતી, શા માટે એ ખ્યાલ નહોતો આવી રહ્યો, અને પછી શું થયું એ મને કાંઈ યાદ નથી આવતું,…...આટલું બોલતાની સાથે જ ગૌરાંગના મનમાં એક ઝબકારો થયો, આથી તે એકદમ ઝડપથી ઉભો થઈને કાર તરફ ગયો, અને થોડીક વારમાં પાછો આવ્યો.

       બધા મિત્રો એકદમથી ખૂબ જ ગભરાય ગયેલા લાગી રહ્યા હતા, કારણ કે મનોમન એ લોકોને એવો ભાસ થઈ રહ્યો હતો કે તે બધાની સાથે કંઇક તો અજુગતું કે અવિશ્વસનીય બન્યુ હશે,જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશકેલ હતું.

       બધા મિત્રોની ચિંતા દૂર કરવા અને ડર કે ગભરામણ ઓછી કરવા માટે ગૌરાંગે પોતાના હાથમાં રહેલ મહેશનો હેન્ડીકેમ બતાવતા કહ્યું…


“ભાઈઓ ! હવે, તમારે ડરવાની કે ગભરાવવાની કોઈ જરૂર નથી, આપણા બધાના મનમાં જે પ્રશ્ર્નો કે મૂંઝવણ છે તે બધાનો જવાબ આ હેન્ડીકેમ આપશે” - આટલું બોલી ગૌરાંગે હેન્ડીકેમ ચાલું કર્યો, પરંતુ આખી રાત હેન્ડીકેમમાં રેકોર્ડિંગ ચાલુ રહેલ હોવાથી તે સ્વીચઓફ થઈ ગયો હતો,આથી ગૌરાંગે મહેશને પૂછ્યું….

“મહેશ ! આ હેન્ડીકેમનાં વધારાનાં સેલ ચાર્જ કરેલા પડ્યા છે?”

“મેં ! લીધા તો હતાં પરંતુ તે મારી બેગમાં રાખેલ છે, હું બે જ મિનિટમાં લઈને આવું છુ.” - આટલું બોલી મહેશ પોતાની બેગમાંથી સેલ લેવા માટે ગયો, અને થોડીવારમાં ખુશ થતા -થતા પાછો આવ્યો અને બોલ્યો,

“મિત્રો ! મારી પાસે બે સેલ પડયા છે જે ફૂલ ચાર્જ છે,” - આટલું બોલી મહેશે પરેશના હાથમાં સેલ થમાવી દીધાં.


       ત્યારબાદ બધા જ મિત્રો પોતાની સાથે ખરેખર શું બન્યું હતું તે જાણવા માટે ઉત્સુકતા પૂર્વક નાનું રાઉન્ડ સર્કલ બનાવીને બેઠા,આ આતુરતામાં કોઈને સમયનું ભાન રહ્યું નહિ...લગભગ સવારનાં 11: 30 કલાક જેવો સમય થયો હતો, બધાએ હેન્ડીકેમમાં રહેલ વિડિઓ પ્લે કર્યા પરંતુ એ બધામાંથી કોઈપણ જણાતું ન હતું કે પોતાની સાથે જે બન્યું હતું તે અવિશ્વસનીય તો હતું જ પરંતુ સાથે - સાથે એકદમ ડરામણું અને ભયંકર હતું………..


***************************************************

    બધાંમિત્રો ગાડીમાં બસી ગયાં, દિવથી પરત આવવા માટે, ત્યારે બધા દારૂના નશામાં એકદમ મસ્ત બનેલ હતા, અને રાજે આ ટુરની યાદગીરી રહે તે માટે બધા મિત્રોનો વિડિઓ ઉતારવાનું શરૂ કર્યું હતું.

   દીવની બહાર નિકલતાની સાથે જ એકદમ ઠંડો પવન ફૂંકાવવાનું શરૂ થયું, જે આજકાલના એ.સી કરતાં તો ક્યાંય વધુ ઠંડો હતો, આથી ઠંડા પવનને લીધે બધા મિત્રોને થોડીક વધારે ફાટકી લાગી, આથી રાજે હેન્ડીકેમ રાહુલને આપ્યો અને રાહુલને હેન્ડીકેમ બંધ કરવાનું ભૂલી ગયો અને હેન્ડીકેમ ચાલુ જ હાલતમાં કારના બોનેટ પર મૂકી દીધો, અને ગૌરાંગ સિવાય બધા મિત્રો સુઈ ગયા હતાં.

  ત્યારબાદ 40 કિમી જેટલુ અંતર કાપ્યા બાદ હવે ગૌરાંગેને પણ ઝોકા આવવાનું શરૂ થઈ ગયા હતા, આથી ગૌરાંગે પોતાની કાર રસ્તાની એકબાજુએ પાર્ક કરી 30 મિનિટનો પાવર સ્નેપ લેવાનું નક્કી કર્યું.

   ત્યારબાદ હેન્ડીકેમમાં વિડીઓ તો શરૂ જ હતો પરંતુ એકપણ પ્રકારની મુવમેન્ટ જોવા મળતી હતી નહિ, આ જોઈ બધા મિત્રોને ધોળે દિવસે અંધારા આવી ગયાં હોય તેવું લાગ્યું.

   આથી પરેશે થોડુંક ફોરવર્ડ કર્યું, હજુ પણ ડિસ્પ્લે પર તો બ્લેક કલર સિવાય કંઈ દેખાય રહ્યું હતું નહિ, પરંતુ વાતાવરણ એકદમ શાંત હતું, વાતાવરણ એટલું શાંત હતું કે કારની આજુબાજુમાં જે જીવાતો કે કિટકોનો ગણગણાટ અને કારની પાસેથી પસાર થતા પવનનો અવાજ સ્પષ્ટપણે સાંભળી શકાતો હતો……..

   થોડીકવાર બાદ અચાનક એક ભચાનક ચીસ સંભળાય કે જે નબળા હૃદયનો વ્યક્તિ સાંભળે તો તેનું તો હર્દય બેસી જાય એટલી ભાયનક અને ડરામણી ચીસ હતી.

   હેન્ડીકેમની ડિસ્પ્લે પર એક પ્રકારનો ઝાટકો આવ્યો હોય અને ધ્રુજારી આવી હોય તેવું વિડીઓમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું.

   અચાનક હેન્ડીકેમની સામે એક ભયંકર પડછાયો આવીને ઉભો રહ્યો, પરંતુ તેની નોંધ લે તે માટે પોતાના માંથી કોઈ સક્ષમ હતું નહીં, આથી એ પડછાયો ધીમે - ધીમે પોતાની કારની અંદરની તરફ પ્રવેશી રહ્યો હોય તેવું લાગ્યું.

    થોડીવાર થઈ તો કારની આગળની તરફ મહેશ દેખાણો, પરંતુ તે મહેશ નહિ માત્ર તેનું શરીર હોય તેવું લાગી રહ્યું હતું, મહેશ પોતે નહિ પરંતુ તેના શરીર પર કોઈ અગોચર વિશ્વની શક્તિએ કાબુ કરી લીધો હોય તેવું લાગી રહ્યું હતું, અમે તેનો ચહેરો એકદમ ભયાનક લાગી રહ્યો હતો, જોત - જોતમાં મહેશે જમીન પર જેવી રીતે સાપ આળોટતો હોય તેવી રીતે આળોટવા માંડ્યો, અને કઈ ન સમજાય તેવા શબ્દો બોલી રહ્યો હતો, જોત - જોતામાં મહેશે, રાજ, પરેશ, રાહુલ અને ગૌરાંગ બધા જ કારની આગળની તરફ આવી ગયા. આ બધાને જોઈને એવું લાગી રહ્યું હતું કે આ બધાના શરીર ઉપર કોઈ આત્માઓ એ પોતાનું વર્ચસ્વ જમાવી દીધું હોઈ,

     હેન્ડીકેમની ડિસ્પ્લે પર આવું જોતા બધાજ મિત્રો એકદમ ગભરાઈ ગયા, બધાના હૃદયના ધબકારા વધી ગયા, કોઈપણ માનવ તૈયાર નહોતું થતું કે તે લોકો સાથે ખરેખર કાંઈ આવું બન્યું હશે.

     આ વિડિઓ જોતા જોતા રાહુલ અચાનક બોલી ઉઠ્યો, “મિત્રો ! આપણે જે દિવસે દિવથી પરત ફરી રહ્યા હતાં તે દિવસ અમાસનો દિવસ હતો, જેમાં ચંદ્ર સંપૂર્ણપણે ઝાંખો થઈ જાય છે અને આ જ એ સમય છે કે આ દુનિયામાં રહેલ ભટકતી આત્મા કે અધૂરી ઈચ્છા રહી ગઈ હોય તે બધી આત્માઓ આજે રાતે મુકતરીતે ફરતી હોય છે, અને પોતાના ગ્રુપનો ભેટો પણ આવી જ આત્મા સાથે થયો હોય તે હવે બધા ધીમે - ધીમે સ્વીકારવા લાગ્યા હતા. આ બધું જોતાની સાથે જ બધા જ મિત્રોને પરસેવો થવા લાગ્યો અને શરીરના તમામ રૂવાટા ડરને લીધે ઉભા થઇ ગયાં હતાં.

     ત્યારબાદ બધા મિત્રોએ વિડિઓ આગળ જોવાનું ચાલુ રાખ્યુ,

     ત્યારબાદ બધા જ મીત્રો એકબીજા સાથે કંઇક અલગ ભાષામાં જ વાત કરી રહ્યા હતા.

     પરેશે અચાનક હેન્ડીકેમમાં ચાલી રહેલ વિડિઓ પાઉસ કર્યો અને કહ્યું કે ….

“ મિત્રો ! શું આ ખરેખર સાચું હશે? શું આપણી સાથે હકીકતમાં આવું કંઈ બન્યું હશે? આપણાં માંથી તો કોઈને ગુજરાતી સિવાય અન્ય કોઈ ભાષા સારી રીતે બોલતા આવડતી નથી, તો આ શક્ય જ કેવી રીતે બને?”

    ત્યારબાદ રાજને મનમાં કંઇક ઝબકારો થયો હોય તેવી જ રીતે પરેશને અટકાવીને બોલ્યો….

“પરેશ ! મને આ ભાષા સાઉથ કે કેરેલની ભાષા લાગે છે.”

“પણ ! તું આટલા વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકે છો?” - બધા મિત્રોએ એકસાથે જ આશ્ચર્યપૂર્વક પૂછ્યું.

“મિત્રો ! મને સાઉથ કે કેરલ ભાષાતો નથી આવડતી, પરતું આ વીડિયોમાં આપણે બધા જે શબ્દો બોલી રહ્યા છીએ, એ બધા શબ્દો મેં અગાવ સાંભળેલા હોય એવું લાગ્યું, આથી મેં ખૂબ વિચાર કર્યો અને પછી મને યાદ આવ્યું કે મને સાઉથનાં મુવી જોવાનો શોખ છે, અને મેં આ બધા મૂવીમાં શબ્દો સાંભળ્યા હતાં.”

    હવે એતો નક્કી થઈ ગયું હતું કે આ બધા મિત્રોના શરીર પર, સાઉથના કોઈક વ્યક્તિઓની આત્માઓએ કબજો કરી લીધો હતો……..

    ત્યારબાદ બધા મીત્રો એકસાથે કંઇક અલગ ભાષામાં  વાતચીત કરી, કંઈક નિષ્કર્ષ સાથે બધા કારમાં બેઠાં,અને ગૌરાંગે કારનું સુકાન પદ સાંભળ્યું, કાર તો ગૌરાંગ ચલાવતો હતો, પરંતુ તેના શરીર પર પેલી આત્માનો કાબુ હતો, આથી ગૌરાંગે કારની સ્પીડ એકદમ વધારી ને 120 કી.મી પ્રતિ કલાક સુધી લઈ ગયો, જાણે આ બધાનાં શરીરમાં રહેલ આત્માઓ તે બધાનો જીવ લેવા માંગતી હોય એવું લાગી રહ્યું હતું.

    તેઓની કાર જંગલમાં આવેલ એક ખીણ તરફ પુર જોશમાં દોડવા લાગી, એવામાં રોડ પર અચાનક એક બમ્પ આવતાની સાથે જ રાહુલનો હાથ કારનાં બોનેટમાં રહેલ મ્યુઝિક સિસ્ટમની પાવર સ્વિચ પર અથડાયો, જેને લીધે કારની મ્યુઝિક સિસ્ટમ શરૂ થઈ ગઈ, અમે એમાં પણ આ બધા મિત્રોના નસીબ એવા સારા હતાં કે તેમાં હનુમાન ચાલીસા વાગવાનું શરૂ થયું.

    જેવા આ હનુમાન ચાલીસાના શબ્દો આ બધાના કાન સાથે અથડાયા તેની સાથો - સાથ આ લોકોના શરીરમાં ફેરફાર આવવા લાગ્યા, બધા જે ડરામણા કે વિચિત્ર લાગી રહ્યા હતા, તે બધા હવે પહેલાની માફક એકદમ સામાન્ય બની રહ્યા હતા.

    હિન્દૂ ધર્માંનુસાર હનુમાન ચાલીસા એ એટલા પવિત્ર અને શક્તિશાળી ગણવામાં આવે છે કે તેનો એક પણ શબ્દ જો વળગાડ વાળી વ્યક્તિના કાનમાં બોલવામાં આવે તો, તે વ્યક્તિના શરીર પર વર્ચસ્વ જમાવનાર ખરાબ કે શેતાની આત્માને ના છૂટકે એ શરીર છોડીને જાવું જ પડે છે.

    એકદમ આવુ જ આ બધા મીત્રો ના કિસ્સામાં બન્યું, એકાએક બધા સાધારણ થઈ રહ્યાં હતાં, હજુ તો જેવી એ લોકોની આંખો ખુલે અને આજુબાજુનું કાંઈ જોવે અને સમજે એ પહેલાં જ ગાડીની સ્પીડ વધારે હોવાને લીધે ગૌરાંગે એકદમ બળપૂર્વક બ્રેક લગાવી, અને આ સાથે હેન્ડબ્રેક પણ લાગાવી, તેમછતાં પણ વધુ ઝડપને લીધે કાર એક ઘટાદાર વૃક્ષ સાથે અથડાય ગઈ, અને બધા જ મિત્રો ફરી પાછા બેભાન થઈ ગયાં.


**************************************************

   આ બધું જોઈ બધા મિત્રોની આંખો એકદમ નવાઈ અને આઘાતને લીધે પહોળી થઇ ગઈ હતી, દરેકને પોત- પોતાના મનમાં ઉદભવેલા પ્રશ્નોના જવાબ હવે મળી ગયા હતાં, અને બધા મિત્રોએ એક વસ્તુ સ્વીકારી લીધી કે જો દુનિયામાં શેતાની તાકાતનું અસ્તિત્વ છે, તો તેની સામે લડવા માટે સારી અને પવિત્ર તાકાત પણ અસ્તિત્વ ધરાવે જ છે.

   બધા મિત્રોએ મનમાં ને મનમાં પોતાના ભગવાનનો આભાર માન્યો.


                  સાહિત્યની દુનિયાનું નાનું ફૂલ
                        મકવાણા રાહુલ.એચ
                                 બેેધડક