the untold moment books and stories free download online pdf in Gujarati

ધ અનટોલ્ડ મોમેન્ટ


હું રાહુલ મકવાણા

આપ સૌ વાચકવર્ગ મિત્રો તરફ થી મારી પ્રથમ સ્ટોરી - એક સ્પર્શ  ને આપના તરફ મળેલા પ્રતિભાવો બદલ હું આપ સૌ મિત્રો નો આભાર માનું છું.


    આપ લોકોના પ્રતિભાવો થી પ્રેરાય ને અને બધાના મંતવ્યો ને ધ્યાને લઈને ફરી એકવાર આપ લોકો સમક્ષ રજુ કરવા જઈ રહ્યો છું મારી બીજી સ્ટોરી - The Untold Moment


              સવાર નો સમય હતો અને ઘરે પપ્પા સાથે ચર્ચા કર્યા બાદ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરિક્ષા સફળતા પૂર્વક પૂર્ણ કરેલ હોવાથી નવા કોર્સ મા પ્રવેશ મેળવવા માટે બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે જવાનું નક્કી થયું.


      આથી અમરેલી થી અમદાવાદ જવા માટે પ્રાઇવેટ બસ માં રાત્રિ ના બાર કલાકની ટિકિટ બુક કરાવી પરંતુ સંજોગો  કે પરિસ્થિતિ કઇક બીજું જ કંઈક ઈચ્છતી હોય એવું લાગ્યું .


      રાત્રિ ના 8: 30 કલાકે ટ્રાવેલ્સ ઓફિસથી ફોન આવ્યો.


‘હેલો રાહુલ મકવાણા બોલે છે ‘


‘હા ! રાહુલ મકવાણા બોલું છું’


‘ રાહુલભાઈ તમે જે રાત્રે 12 વાગ્યે અમદાવાદ જવા માટેની જે ટિકીટ બૂક કરવી છે એ બસ કેન્સલ થઈ છે : જો તમે કહેતા હોય તો હું તમારી ટિકિટ 9: 30 કલાક ની બસમાં બુક કરી આપું ?.


   એ સમયે મારી પાસે અન્ય કોઈ વિકલ્પ ના હોવાથી મેં પેલા ટ્રાવેલ્સ વાળાની વાત સાથે સહમત થઇ ગયો.


    આથી હું મારા આયોજન માં થોડો ફેરફાર કરી ને 9: 15 કલાકે ટ્રાવેલસ ઓફિસ પર પહોંચી ગયો અને બસ તેના રાબેતા મુજબ આવી ગઈ અને હું મારી શીટ પર જઇને બેસી ગયો.


     રાત્રિ ના 2: 30 કલાકે હું અમદાવાદ પહોંચી ગયો. હું ટ્રાવેસ ના છેલ્લા સ્ટોપ ઠકકર નગર પર ઉતર્યો. ધીમે - ધીમે કોઈક રીક્ષા કરીને , તો કોઈક એના તેડવા માટે આવેલ સગા સાથે જતા રહ્યો , જોત- જોત મા આખો વિસ્તાર ખાલી થઇ ગયો અને બસ પણ જતી રહી.

વાતાવરણ એક શાંત અને નીરવ થઈ ગયું.


      મારી બસનો સમય બદલાવને લીધે હું મારા ધાર્યા સમય કરતા વહેલો પહોંચી ગયો હતો અને રિક્ષાવાળા એ ભાડું વધારે કહ્યું આથી હું રિક્ષામાં ગયો નહિ, અને મારે કોઈ ઉતાવળ પણ હતી નહીં.


      વાતાવરણ એકદમ શાંત હતું અને એકદમ સન્નાટો ફેલાયેલો હતો , જાણે રસ્તાઓ માં જીવ ના હોય એવી રીતે એકદમ નિર્જીવ લાગી રહ્યા હતા આથી મેં વિચાર્યું કે ત્યાં સિટી બસના પ્લેટ ફોર્મ પર એકાદ - બે કલાક માટે આરામ કરું અને પછી કોઈ વાહન મળે તો એમાં બેસી જઈશ.

      આ વિચાર આવતાની સાથે જ હું પ્લેટફોર્મ પર લંબાવ્યું, પણ વાતાવરણ તો હજુ ગંભીર લાગતુ હતું , માણસના નામે સંપૂર્ણ શૂન્ય અવકાશ હતો માત્ર ત્રણ કે ચાર ગલી ના કુતરા ઓ આંટા મારતા નજરે ચડ્યા હતાં.

        પંદર - વીસ મિનિટ આરામ કર્યા બાદ મચ્છરો વધારે હોવાને લીધે કઇ ઊંઘ આવી નહીં આથી મેં વિચાર્યું કે થોડું આગળ જઈશ તો કદાચ મને કોઈ વાહન મળી જાય આ વિચાર આવતા ની સાથે જ મેં બેગ કંભે નાખી ચાલવા નું શરૂ કરી દીધું.

        લગભગ વિસેક મિનીટ ચાલ્યા બાદ એ સુમસામ રસ્તા કે હાઇવે પર મને મારી સામે તરફ થી કોઈ આવતું દેખાયું , થોડું અંધારું હોવાથી એકદમ સ્પષ્ટ કઈ દેખાતું હતું નહીં.

        છતાં પણ હિમ્મત કરી ને મેં ચાલવાનું શરૂ રાખ્યું હવે મને સામે થી આવતી વ્યક્તિ નું ચિત્ર પહેલા કરતા થોડું સ્પષ્ટ દેખાય રહ્યું હતું એ કોઈ સ્ત્રી હતી અને લાલ રંગના વસ્ત્રો પહેરેલા હતા અને એકદમ ખુલ્લા વાળ હતા જે થોડા પવન ને લીધી ઉડી રહ્યા હતા .

        છતાં પણ મેં મન માં હિંમત રાખી ને મન મક્કમ કરી ને એની સામે જવાનું નક્કી કર્યું અને આ સિવાય અન્ય કઈ રસ્તો પણ હતો નહીં. આખા એ સુમસામ સડક પર અન્ય કોઈ હતું નહીં માત્ર હું અને સામે થી લાલા રંગના વસ્ત્રો પહેરીને મારી સામેથી આવતી પેલી સ્ત્રી .

        જોત જોતમાં જ એ સ્ત્રી અને હું એકદમ થી નજીક સામસામે આવી ગયા લગભગ બે કે ત્રણ મીટર જેટલું જ અંતર હશે ! હવે મારી પાસે અન્ય કંઈપણ રસ્તો હતો નહીં અને હાઇવે હોવાને લીધે કોઈ ગલી કે ખાચો પણ હતો નહીં જેથી હું નવો રસ્તો જઇ શકાય અને પાછું જવું પણ શક્ય હતું નહીં. પણ એક્વાર હિમ્મત કરી ને ભગવાન ને યાદ કરી જે થવુ હોય તે થાય એવા વિચાર થી મેં ચાલવાનું ચાલુ જ રાખ્યું . આગળ પાછળ કોઈ આવતા કે જતું નજરે દેખાયું નહીં.


       આ દરમિયાન મારા મનમાં અનેક વિચારો આવવા લાગ્યા એક જ સેકન્ડમાં સો વિચારો આવવા લાગ્યો કે કોણ હશે પેલી સ્ત્રી ? જેને લોકો  આત્મા કે ભૂત ગણે છે તે હશે ? કે કોઈ માનસિક રીતે જેને લોકો પાગલ કહે એ હશે ?


        આ દરમિયાન એકાએક અચાનક જ મારી પાછળ થી એક રીક્ષા આવી મને કહ્યું


‘સાહેબ ક્યાં જવું છે ‘

‘ ઘોડાસર ‘ - મેં થોડાં ગભરાયેલા અને ડરેલા અવાજમાં કહ્યું.

‘ સાહેબ બેસી જાવ ચાલીસ  રૂપિયા આપજો ‘


મેં કંઈ વિચાર્યા વગર જ રિક્ષામાં બેસી ગયો અને એક રાહત નો શ્વાસ લીધો અને ઉપરવાળા નો અને પેલા રિક્ષાવાળા ભાઈનો મનોમન હર્દય પૂર્વક આભાર માન્યો .


     અચાનક મનમાં પેલી સ્ત્રી વિશે વિચાર આવ્યો આથી રીક્ષા ની પાછળ જે રેકઝીન માંથી બનાવેલી બારી હિમ્મત કરી ને ખોલી ને જોયું , બારી ની બહાર જોતાની સાથે જ મારી હાલત એકદમ અશુદ્ધ જેવી થઇ ગઈ એનું કારણ હયું કે એ રસ્તો ફરીથી પેલાની જેમ સુમસામ થઈ ગયો હતો અને પેલી સ્ત્રી ક્યાંય મારા ધ્યાને ચડી નહીં, મનમાં ઘણી ગડમથલ ચાલી કે એ સ્ત્રી અચાનક ક્યાં જતી રહી હશે ! આજુ બાજુ માં કોઈ રસ્તો કે શેરી પણ હતી નહીં કે એવું વિચારી શકાય કે એ તેમાં અંદર જતી રહી હોય.


      આ સાથે જ મેં ફરી એકવાર ઉપરવાળા ભગવાન અને પેલા મારા માટે જાણે કોઈ ભગવાન ના દૂત બનીને આવેલા રીક્ષા વાળા પેલા ભાઈ નો મેં મનથી ફરી એક્વાર આભાર માન્યો.


        મને જયારે પણ આ પ્રસંગ યાદ આવે છે ત્યારે ફરી મારા અંગેઅંગના રૂંવાડા ઊભાં થઇ જાય છે જે પ્રસંગ હજુ સુધી હું ભુલ્યો નથી.



      મિત્રો આપણી જિંદગી માં પણ ઘણી ઘટના એવી બનતી હોય છે કે જે આપણને એ વિચારવા માટે મજબુર કરી દે છે કે શુ ખરેખર આત્મા , ભૂત કે પ્રેતનું કોઈ અસ્તિત્વ હશે કે નહીં. મને ખબર નહીં કે પેલી સ્ત્રી કોણ હતું પણ આ આખો બનાવ મારા માટે એક - Untold Story  જેવો બની ગયો હતો.


         સાહિત્યની દુનિયાનું એક નાનકડું ઊગતું ફૂલ

                

                           આપનો મકવાણા રાહુલ.એચ