call girl books and stories free download online pdf in Gujarati

કોર્લ ગર્લ

કોલ ગર્લ


સવારનાં - 10 વાગ્યાનો સમય

સ્થળ - રાધનપુર રેલ્વે સ્ટેશન


       સવાર ધીમે - ધીમે પોતાનો મિજાજ પકડી રહી હતી, વાતાવરણમાં તાજગી સંપૂર્ણપણે ફેલાઈ ગઈ હતી, નોકરિયાત લોકો પોતાની ઓફિસે જવાં માટે એકદમ વ્યવસ્થિત તૈયાર થઈને સજ્જ બનીને ટ્રેનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં.


      વાતાવરણમાં એકદમ શાંતિ ફેલાયેલ હતી, એવામાં અચાનક ખૂબ દૂરથી ટ્રેનની વિસલ સંભળાય જે આ નીરવ શાંતિને ચીરીને આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા લોકોના કાને અથડાયો, જે સાંભળીને લોકોનાં જીવમાં જીવ આવ્યો.

     

      ટ્રેન વિસલની સાથે ધીમે - ધીમે આગળ વધી રહી હતી, અને બીજી બાજુએથી એક 24 વર્ષની એક યુવતી દુલ્હનના પોશાકમાં રેલ્વેસ્ટેશનમાં પ્રવેશી, આ યુવતી એટલી સુંદર દેખાતી હતી કે જાણે ઘનઘોર જંગલમાં વહેતુ ઝરણું.

     જેને જોઈ મનહર ઉદાસની ગઝલની પંક્તિઓ


             “એના હાથની મહેંદી હસતી તી,

              એની આંખનું કાજળ હસતું તું,

              એક નાનું સરખું ઉપવન જાણે

              મૌસમ જોઈ વિકસતું તું”


     જાણે આ યુવતી માટે જ લખાયેલ હોય તેવું લાગી રહ્યું હતું...પરંતુ તેના ચહેરા પર એકદમ ઉદાસી અને માયુસી છવાયેલ હતી, જેવી રીતે ચાંદની શોભામાં તેના પર રહેલ ડાઘ ઉણો લાગે,તેવી રીતે ઉદાસી અને માયુસી આ યુવતીની સુંદરતામાં ઉણી લાગતી હતી. તનો ચહેરો જોતા એવું લાગી રહ્યું હતું કે તે યુવતી થોડીવાર પહેલા દુઃખને લીધે ખૂબ જ રડી હશે, જોત- જોતામાં એ યુવતી ટ્રેનનાં એક ડબ્બામાં ચડી..


      એટલીવારમાં એક 25 વર્ષની આસપાસની ઉમરનો યુવાન બેબાકળો થતા - થતા પ્રવેશ્યો, એની નજર ચારેતરફ થોડીવાર પહેલા રેલ્વેસ્ટેશનમાં પ્રવેશલી યુવતીને શોધી રહી હતી….અચાનક તેનું ધ્યાન ટ્રેનનાં એક ડબ્બા પર પડી જેમાં તેણે પેલી યુવતીને ચડતા જોઈ………


“માનસી” - આવી એક જોરદાર બુમ પાડી પેલો યુવક માનસી તરફ પુરવેગે દોડ્યો.


“પ્લીઝ, માનસી મારી સાથે આવું ના કરીશ ! બધા લોકો ભલે જે કહે તે...તું એ લોકોનું બોલેલું ધ્યાનમાં ના લઈશ…”


“બધાં લોકો તો ઠીક ! પણ તારો પરિવાર ?? કે જેની સાથે મારે લગ્ન પછી આજીવન રહેવાનું છે ! એનું શું ????”


“છે ? તારી પાસે આનો જવાબ?” - આટલું બોલતાની સાથે જ માનસીની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી.


“ હું ! એનો કંઈક ઉકેલ કાઢી લઈશ, પણ તું મહેરબાની કરીને મને આવી રીતે અધવચ્ચે મૂકીને ના જઈશ !”


“રોહિત ! હવે ખૂબ જ મોડું થઈ ગયું છે ! જે સબંધ હવે શકય જ નથી….તેના વિશે વિચારવાનો કોઈ મતલબ જ નથી..માટે તું મને ભૂલી જા એ જ તારા અને મારા માટે સારું રહેશે…”


“પણ ! માનસી હું તને ખૂબ જ પ્રેમ કરું છું, કદાચ મારા શ્વાસથી પણ વધારે !” - રોહિત હાંફતા સ્વરમાં બોલ્યો.


“ઓકે ! હું એ બાબત પર સો ટકા સહમત છું કે તું મને અપાર પ્રેમ કરે છો ! પરંતુ જ્યારે તારી સાથે સાત - સાત જન્મોમાં જે યુવતી બંધાવાની હતી, તે યુવતી ને જાહેરમાં તારા પરિવારનાં બધા સભ્યો અને બીજા બધા લોકો, જેમ- તેમ બોલીને બે - ઈજજત કરી રહ્યા હતાં ત્યારે તારો આ અપાર પ્રેમ કયાં ગયો હતો……?????” - આટલું બોલી માનસીએ પોતાનો હાથ રોહિતના હાથમાંથી છોડાવીને રડતા - રડતા ટ્રેનનાં ડબ્બામાં દોડી ગઈ.


   માનસી જાણે પોતાનું સર્વસ્વ લૂંટાય ગયું હોય તેમ, પોતાના ચહેરાને હાથ વડે ઢાંકીને ખૂબ જ જોર- જોરથી રડવા લાગી….એક જ ક્ષણમાં પોતે જોયેલા કે સજાવેલા હજારો સપના તૂટી રહ્યાં હોય એવું લાગી રહ્યુ હતું, જેવી રીતે તાશનાં બનાવેલા મહેલને એક પવનની લહેરકી, વેર વિખેર કરી દે છે, તેવી જ એક લહેરે અત્યારે માનસીના સપનાઓને વેરવિખેર કરી નાખ્યા હતાં.


   આ બાજુ રોહિતનાં  પોતાના જીવથી પણ વ્હાલી માનસી દ્વારા બોલાયેલા દરેક શબ્દો હજુપણ રોહિતના કાનમાં ગુંજી રહ્યા હતાં, માનસીએ પૂછેલા પ્રશ્નોનો જવાબ રોહિત પાસે હતો જ નહી, એટલીવારમાં ટ્રેન એક વિસલ વગાડી અને આગળ વધવા લાગી. રોહિત ટ્રેન તરફ દોડ્યો અને માનસી જે બારી પાસે બેસી હતી, તે બારી પાસે જઈને માનસીને પોતાને માફ કરવા માટેની આજીજી કરી રહ્યો હતો...પરંતુ માનસીના હૃદયમાં ખૂબ જ ઊંડો ઘાવ લાગેલ હતો… આથી તે એકપણ શબ્દ બોલ્યા વગર માત્ર રડતી રહી.


   હવે ટ્રેન ખૂબ જ સ્પીડ પકડી રહી હતી, અને ધીમે - ધીમે માનસી અને રોહિત એકબીજાથી દૂર થઈ રહ્યા હતાં, રોહિત એકદમ લાચાર થઈને પ્લેટફોર્મ પર જ પોતાના ગોઢણ પર બેસીને, જ્યાં સુધી ટ્રેન દેખાતી બંધ ના થઇ ત્યાં સુધી જોતો રહ્યો…...ખરેખર એ ટ્રેન પાટા પર નહિ પરંતુ રોહિતના હૃદય પરથી પસાર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.


******************************************************

એક વર્ષ પહેલાં

    

    રોહિત એક હોસ્પિટલમાં એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવતો હતો, દરરોજ સવારે પોતે રાધનપુરથી ટ્રેન દ્વારા પોતાના ગામથી 71 કિ.મી દૂર આવેલ પાટણ જતો હતો.

અને સાંજે 6 વાગ્યાની આસપાસ તે ટ્રેન દ્વારા જ પોતાના ઘરે પાછો ફરતો હતો.


     રોહિતનો રવિવાર સિવાયનો આ નિત્યક્રમ હતો, એક દિવસ જ્યારે રોહિત પોતાની હોસ્પિટલથી પરત ફરી રહ્યો હતો, અને પાટણ રેલ્વેસ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો, તેવામાં તેની નજર માનસી પર પડી, પહેલી જ નજરે માનસીને રોહિતે પસંદ કરી લીઘી, માનસી જીન્સ અને લોન્ગ સ્લીવનું ટીશર્ટ પહેરેલ હતું, તેને જોતા એવું લાગી રહ્યું હતું કે જાણે વસંત ૠતુ આવવાથી જેવી રીતે ફૂલો પૂરબહારમાં ખીલી ઉઠે તેમ માનસીની કાયા સંપૂર્ણપણે ખીલી ઉઠ્યું હતું. જીન્સ અને ટીશર્ટ માંથી ઉપસી આવેલું માનસીનું યૌવન જોઈ રોહિત એકદમ મોહિત થઈ ગયો હતો.


   ત્યારબાદ ધીમે - ધીમે દિવસો, અને મહિનાઓ વીતતા ગયાં, રોહિત માનસીને પસંદ કરતો હતો પરંતુ તેને એ બાબત જણાવી શકે એટલી હિંમત રોહિત પાસે હતી નહી.


   માનસીને પણ મનોમન ખ્યાલ આવી ગયો હતો કે રોહિત તેને પસંદ કરે છે, પરંતુ હજુ સુધી બંનેમાંથી કોઈ કહેવાની હિંમત કરતું ન હતું.


   ત્યારબાદ માનસી અને રોહિત દરરોજ આવી રીતે એકબીજા સાથે પાટણ રેલ્વેસ્ટેશન પર ભેગા થઈ જતાં હતાં, અને એકબીજા સાથે માત્ર નજરથી નજર મેળવતા હતાં, પરંતુ પોતાની એકબીજા પ્રત્યેની લાગણી જણાવતા હતાં નહી.

  

   એક દિવસે રોહિતે ખૂબ જ હિંમત કરી, અને તેણે મનોમન વિચાર્યું કે પોતે માનસી વગર હવે રહી શકે તેમ નથી, આથી તેણે માનસી પ્રત્યેની પોતાની લાગણી, પરિણામ શું આવશે? તે વિચાર્યા વગર જ….કહી દેવાનું નક્કી કર્યું, આથી રોહિત એકદમ વ્યવસ્થિત ત્યાર થઈને રેલ્વે સ્ટેશને પહોંચ્યો, અને આજનો આખો દિવસ માનસીના વિચારમાં ક્યાં જતો રહ્યો તે ખ્યાલ ના રહ્યો, રોહિત ક્યારે સાંજ પડે અને પોતે માનસીને પોતાની લાગણી જણાવે એ જ વિચારતો રહ્યો.


    આથી રોહિત પોતાની હોસ્પિટલેથી ખૂબ જ ઉતાવળે રેલ્વેસ્ટેશન પર પહોંચ્યો, અને માનસીને શોધવા લાગ્યો, પરંતુ માનસી ક્યાંય દેખાય નહીં, આથી રોહિતના મનમાં થોડો આઘાત લાગ્યો...અને ઘણાં બધાં પ્રશ્નો એકસાથે રોહિતના મનમાં ઉદ્દભવ્યા…..શાં માટે માનસી આજે નહી આવી હશે ? શું કંઈ પ્રોબ્લમ થયો હશે ? શું હવે માનસી મને ક્યારેય નહીં મળે? આવા ઘણાં પ્રશ્નો ઉદ્દભવ્યા.


   બીજે દિવસે રોહિત હવે પોતાની લાગણીઓ માનસીને જણાવવા માટે પહેલા કરતા પણ ખૂબ આતુર હતો, આથી પોતે એ દિવસે પાટણ રેલ્વેસ્ટેશન પર પહોંચીને હોસ્પિટલમાં ફોન કરીને જણાવી દીધું કે પોતાની તબિયત આજે સારી ન હોવાથી, પોતે નોકરી પર આજે નહિ આવી શકે. રોહિત સવારનાં 9 વાગ્યાથી માનસીની રાહ જોવા લાગ્યો, આજે પોતે મન મક્કમ કરી લીધું હતું કે આજે જે કંઈપણ થાય, પરંતુ પોતાની લાગણીઓ માનસીને જણાવીને રહેશે….રોહિતને હાલ એક - એક સેકેન્ડ પણ એક કલાક જેવી લાગી રહી હતી.


   અચાનક સાંજના 4 : 30 કલાકની આસપાસ રોહિત જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો, તે માનસી રેલ્વેસ્ટેશનમાં પ્રવેશી, મનોમન તેને થયું કે આજે પણ જો પોતે પોતાના નિયત સમયે આવ્યો હોત તો માનસીને મળવાનો મોકો ચુકી ગયો હોત.


    આથી રોહિત માનસીને જોઈ તેનાં તરફ બેબાકળો થઈને દોડ્યો, અને માનસીને રસ્તામાં જ અધવચ્ચે રોકીને કહ્યું.


“મારું નામ ! રોહિત છે! અને હું પાટણની એક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં એચ.આર.મેનજર તરીકે ફરજ બજાવું છું, હું તમને છેલ્લાં ત્રણ મહિનાથી પસંદ કરું છું ! મેં ઘણું બધું વિચાર્યું પરંતુ પરિણામની ચિંતા કર્યા વગર જ હું તમને મારી લાગણી જણાવવાનું નક્કી કર્યું છે…...અને ગુલાબ આપતા આપતા રોહિતે કહ્યું કે હું તમને ખૂબ જે પ્રેમ કરું છું અને તમારા વગર મને નહીં લાગતું કે હું જીવી શકીશ.”


   આ બધું માનસી એકદમ નિઃશબ્દ જોઈ રહી હતી, પછી તેણે પોતાનું મૌન તોડતા કહ્યું કે, “ હું ! તમારી મારા પ્રત્યેની લાગણીને માન આપુ છું, પરતું મારા જીવનમાં પ્રેમ નામના શબ્દને ક્યાંય સ્થાન નથી.”


    રોહિત થોડો હતાશ થતા બોલ્યો, “ એવું તે શું કારણ છે કે તમારા જીવનમાં પ્રેમનું કોઈ સ્થાન ન જ નથી???”


“ તમે ! મને પ્રેમ કરો છો એટલે જણાવી દવ કે આ જવાબ સાંભળવાની હિંમત તમારી પાસે નહી હોય.”


“ ના ! મને જણાવો જ તે કે શાં માટે તમારા જીવનમાં પ્રેમનું કોઈ સ્થાન નથી….?.


“ કારણ કે હું એક કોલ ગર્લ…..છું” - આ સાંભળતાની સાથે જ જેવી રીતે સુનામી આવે તેવી જ રીતે રોહિતના મનમાં એકદમ આશ્ચર્ય સાથે ઘણાબધા વિચારોની એક સુનામી આવી, પોતે માનસીને ગુલાબ આપવા આગળ ધપાવેલ હાથ, આ સાંભળી ગુલાબની ડાળીવાળા હાથની એકદમ મુઠ્ઠી વળવાથી, તેના હાથમાં કાંટા ચુભી જવાથી લોહી વહેવા લાગ્યું, જાણે પોતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું રોહિત અનુભવી રહ્યો હતો…...તેનાં મનનાં કોઈ એક ખૂણામાં એક પ્રશ્ન વારંવાર ઉદભવી રહ્યો હતો કે પોતે જેને પ્રેમ કરે છે તે….એક કોલ ગર્લ છે….આ વાત માનવા રોહિતનું મન તૈયાર હતું જ નહી.”


    રોહિતને માનસીને શું જવાબ આપવો? શું બોલવું ? તે સમજાય રહ્યુ ન હતું.


“હું ! પણ એક યુવતી જ છું, જેવી રીતે દરેક યુવતી સપના જોવે છે, તેવી જ રીતે મેં પણ ઘણાં સપનાઓ જોયા હતાં, મને પણ એવું થાય કે કોઈક મને પ્રેમ કરે, મારી કેર કરે, હું રડતી હોવ તો એ પણ મારી સાથે રડે, હું હસતી હોવ તો મારી સાથે એ પણ હસે….ટૂંકમાં મારા જીવનની દરેક પળોમાં એ મારી સાથે રહે, પરંતુ આ સમાજે અમારા નામ સાથે એવો કલંક લગાવી દીધો છે કે જાણે આવા બધા સપના જોવા એ અમારા માટે કોઈ એક મોટો ગુન્હો હોય એવું લાગી રહ્યું છે, બસ અમે આ સમાજ માટે એક સાધન બનીને જ રહી ગયાં છીએ જે આ સમાજનાં લોકોની હેવાનીયત અને તેની કામેક્ષા પૂરી કરવા માટે જ હોઈએ એવુ લાગે છે….”


    આ સાંભળી રોહિતે ખૂબ જ વિચાર કરીને કહ્યું કે..“ હું ! તેમ છતાં પણ તમને અપનાવું તો…..?”


     આ સાંભળીને માનસીને એક પ્રકારનું વિસ્મય લાગ્યું પરંતુ તેની સાથે - સાથે એક પ્રકારનો આનંદ પણ આવ્યો કારણ કે વર્ષો બાદ કોઈ તેને પોતાનું બનાવવા માંગતું હોય એવું અનુભવ્યું, રોહિતની વાતોના ઉંડાણમાં ક્યાંક પ્રેમ હોય તેવું માનસીને લાગી રહ્યુ હતું.


“ઓકે  ! મેં મારી વાસ્તવિકતા જે હતી એ જણાવી દીધી, તેમ છતાંપણ જો તું મને અપનાવવા માંગતો હોય તો જણાવજે, હું નિયમિત આ સમયે અહીં આવુ જ છું”  - આટલું બોલી માનસીની ટ્રેન આવી અને તે એમાં બેસી ગઇ..જોત જોતમાં માનસી અને ટ્રેન બનેવ રોહિતની નજરથી એકદમ દૂર થઈ ગયાં.


     રોહિતના મનમાં હવે એક ભયંકર તુફાન ઉદ્દભવેલ હતું, પોતે પોતાના ખિસ્સામાંથી સિગારેટનું બોક્ષ કાઢી, તેમાંથી એક સિગારેટ સળગાવી વિચારોના વમળોમાં ગરકાવ થઈ ગયો……પોતે માનસી વગર કોઈપણ સંજોગોમાં જીવી નહી શકે આ વાત રોહિત ખૂબ જ સારી રીતે જણાતો હતો, આથી તેણે મનોમન પ્લાન બનાવ્યો કે પોતે માનસીની ઓળખાણ છુપાવી રાખશે અને માનસી સાથે લગ્ન કરવા માટે પોતાના પરિવારના બધા સભ્યોને માનવી લેશે…એવામાં અચાનક પોતાના હાથમાં રહેલ સિગારેટથી દાઝી જવાને લીધે તે આ વિચારોની વમળો માંથી બહાર આવ્યા, એટલીવારમાં રાધનપુર જવાં માટેની ટ્રેન આવી અને પોતે એકદમ શાંતિથી ટ્રેનમાં ચડ્યો, પોતે માત્ર શારીરિક રીતે જ હાજર હતો, પરંતુ માનસિક રીતે તો રોહિત હાજર હતો જ નહી.


બીજે દિવસે…….


રોહિત મનોમન કંઈક મક્કમ નિર્ણય કરીને આવ્યો હોય તેમ પાટણ રેલ્વેસ્ટેશને પહોંચી ગયો, અને ત્યારબાદ પોતાની હોસ્પિટલે પહોંચ્યો, આજે કામ કરવાનો કાંઈ મૂડ ન હોવાથી આજે તેણે હાફ સી.એલ મૂકી બસ પોતે અને પોતાનું માઈન્ડ માત્ર માનસી માટે જ વિચારી રહ્યા હતાં.


   વિચારોમાં જ આખો દિવસ કયાં વીતી ગયો એ રોહિતને ખ્યાલ ના રહ્યો, આથી તે એકદમ ઝડપથી પોતાની નોકરી પૂરી કરીને રેલ્વેસ્ટેશનો રસ્તો પકડ્યો, આજે પોતે માનસીને પોતે જે નિર્ણય કર્યો હતો તે જણાવવાની ઉતાવળ હતી.


    એવામાં માનસી પણ ત્યાં આવી પહોંચી.રોહિતે માનસી પાસે જઈને જણાવ્યું કે કાલે તે મને જે પ્રશ્ન પૂછ્યો હતો તે પ્રશ્નનો જવાબ ત્યારે મારી પાસે હતો નહી, પરંતુ અત્યારે મારી પાસે તારા એ પ્રશ્નોનો જવાબ છે…..!”


“તો ! શું નિર્ણય લિધો તમે….?”


“માનસી ! હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને તારા વગર જીવી નહી શકીશ આ બાબતને ધ્યાને લઈને મેં નિર્ણય લીધો છે કે તું “કોલ ગર્લ” હોવા છતાંપણ હું તને અપનાવીશ અને તારો સ્વીકાર કરીશ અને તે જે સપનાઓ જોયેલા છે તે બધાંજ સપનાઓ હું પુરા કરીશ.” - રોહિત એક જ શ્વાસમાં આ બધું બોલી ગયો.


   આ સાંભળીને કોઈ અમૃતવાણીના શબ્દો સાંભળતી હોય તેવું માનસીને લાગી રહ્યુ હતું, જાણે વર્ષોથી એકદમ સૂકી જમીન પર ધોધમાર વરસાદ આવવાનો આનંદ માનસી અનુભવી રહી હતી, જાણે એક જ ઝાટકામાં પોતાની બ્લેક એન્ડ વાઈટ જિંદગી કલરફુલ થઈ ગઈ હોય તેવું માનસી અત્યારે રિયલાઈઝ કરી રહી હતી, માનસીના આનંદ નો કોઈ પાર ના રહ્યો, અને આજુબાજુની પરિસ્થિતિનો વિચાર કર્યા વગર જ માનસી આંખોમાં ખુશીઓના આંસુ સાથે રોહિતના ગળે વળગી ગઈ, અને ત્યારબાદ બનેવ એકબીજાને આવતી કાલે મળવાનું નક્કી કરી એકબીજાથી છુટ્ટા પડયા.


*******************************************************

એ જ દિવસે રાતે માનસી જમીને પોતાના બેડ પર પોતાના ખોળામાં ટેડી બિયર રાખીને વિચાર કરી રહી હતી કે પોતે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે કોઈ તેને આ દોઝખ કે નર્ક જેવી દુનિયામાંથી પોતાનો હાથ ઝાલીને કોઈ બહાર તારી આવશે….ત્યારબાદ માનસી પોતાની હાલની પરિસ્થિતી ને પોતાના ખરાબ ભૂતકાળ સાથે સરખામણી કરવા લાગી.


    માનસી પાંચ વર્ષની હતી ત્યારથી જ તેના માતા- પિતાની છત્રછાયા ગુમાવી બેઠી હતી, ત્યારથી માંડીને માનસી પોતાના દાદી સાથે રહેતી હતી, તેના દાદી આજુબાજુ વાળા લોકોને ત્યાં ઘરકામ કરે અને તેમાંથી જે કઈ આવક થતી, એમાંથી જ ઘરનું ગુજરાન ચલાવવું પડતું હતું, પરંતુ કુદરતે માનસીના નસીબમાં કંઈક અલગ જ લખેલ હતું.


     માનસી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી તેને ધોરણ 10માં 80℅ આવ્યા, આથી તેને વિજ્ઞાનપ્રવાહમાં એડમિશન લેવું હતું, આથી તે પોતાના શહેરની નામાંકિત સ્કૂલમાં એડમિશન માટે ગઈ, ત્યાં પ્રિન્સીપાલસરને મળી, પ્રિન્સીપાલ માનસીની સુંદરના જોઈને કામાંધ બની ગયો, અને પોતાના મોઢામાંથી હવસની લાળ ટપકાવતા કહ્યું…..


“માનસી ! તારું એડમિશન તો થાય એમ છે..અને હું તેને તેના માટે એક રસ્તો છે એ બતાવીશ...પરંતુ તેના માટે…….?”


“ તેના માટે ..? તેના માટે શું ? મને મહેરબાની કરીને જણાવો સર ! મારે કોઈપણ સંજોગોમાં વિજ્ઞાનપ્રવાહમાં એડમિશન લેવુ જ છે જેના માટે હું કઈ પણ કરવા તૈયાર છું,”


“તેના ! માટે તારે મારી સાથે એક રાત વિતાવવી પડશે !.....”


    આ સાંભળીને માનસીને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો અને પ્રિન્સીપાલના ચહેરા પાછળ છુપાયેલો હેવાનનો ચહેરો હવે માનસીની સામે આવી રહ્યો હતો, માનસી પાસે કોઇ વિકલ્પ ન હોવાથી તેણે પ્રિન્સીપાલની હા માં હા ભળવતા પોતાનું માથું હલાવ્યું.


    તે જ દિવસે રાતે પેલા હેવાન પ્રિન્સિપાલે એક નાનકડા પંખી જેવી માનસીને પિતાની હેવાનીયતથી વેર વિખેર કરી નાંખી.


    થોડાસમય બાદ આંખોમાં આંસુ અને પુરેપુરા શરીરમાં દુખાવા સાથે માનસીએ પ્રિન્સીપાલને કહ્યું કે….


“સાહેબ ! તમારી ઈચ્છા હવે મેં પૂરી કરી, હવે મારા એડમિશન માટે તમે જે ઉપાય બતાવવાના હતાં તે મહેરબાની કરીને જણાવો.”


“ જો ! તારા એડમિશન ફોર્મમાં કોઈ ધારાસભ્ય પોતાનો રેફરન્સ આપતી સહી કરી આપે તો હું તારું એડમિશન મારી સ્કૂલમાં કરી આપું…!”


“ સાહેબ ! પણ મને કોઈ ધારાસભ્ય નહિ ઓળખતું, હું કોની પાસે સહી કરાવવા જાવ..?”


“મારો એક મિત્ર છે જે ધારાસભ્ય છે, જો તું કહે તો હું તેની સાથે વાત કરી લવ..?”


“હા ! સાહેબ ! ચોક્કસથી તમે એમની સાથે વાત કરી લો.”


     ત્યારબાદ પ્રિન્સીપાલે પોતાના મિત્ર સાથે વાત કરી અને માનસીને જણાવતા કહ્યું કે “તારું કામ થઈ જાશે પરંતુ તેના માટે પણ તારે પેલા ધારાસભ્ય સાથે એક રાત વિતાવવી પડશે...માનસી એકદમ લાચાર હતી, તેની પાસે બીજો કોઈ રસ્તો ન હોવાથી તે પ્રિન્સીપાલની વાત સાથે સહમત થઈ ગઈ.


બીજે દિવસે રાતે ધારાસભ્યએ પણ પેલા પ્રિન્સીપાલની જેમ એક નાદાન અને નિર્દોષ બાળકી પર પોતાની હવસ પૂરી કરી, અને ત્યારબાદ માનસીના એડમિશન ફોર્મ પર સહી કરી આપી….માનસી મનોમન પોતે આટલી સુંદર હોવા પર ધિક્કાર અનુભવી રહી હતી, તેને લાગી રહ્યું હતું કે જાણે સુંદર હોવું એ કોઈ ગુનો હોય….!


   ત્યારબાદ માનસીનું સ્કૂલમાં એડમિશન થઈ ગયું, અને પોતાની સાથે જે કાંઈ બનાવ બન્યો હતો, તે બધો પોતાના મનના કોઈ એક ખૂણામાં દબાવીને પોતાનું બધું ધ્યાન ભણવામાં આપવા લાગી…..કુદરત કે નસીબ હજુ પણ માનસીની પરીક્ષા લઈ રહ્યુ હોય તેવું લાગી રહ્યું હતું, એડમિશનના થોડાક જ સમયબાદ પોતાનો એકમાત્ર આધાર એવા એના દાદી પણ ભગવાનના ધામે સિધાવ્યા.


    આવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં પણ માનસીએ પોતાનું મન મક્કમ રાખી, નસીબ સાથે લડવાનું ચાલુ રાખ્યું, જોત જોતામાં 6 મહિના વીતી ગયાં, અને સ્કૂલના બીજા સમેસ્ટર માટે ફી ભરવાનો સમય આવી ગયો, અને પોતાની પાસે રૂપિયા ના હોવાથી માનસી ખૂબ જ ચિંતિત હતી.


   તે દિવસે માનસી જ્યારે પોતાની સ્કૂલથી પરત ફરી રહી હતી, ત્યારે તે બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહી હતી, અને આ બધા વિચારોથી આવવાથી રડવા લાગી.


   એટલીવારમાં એક 30 વર્ષની યુવતીએ માનસીને આ હાલતમાં જોઈ તેને દયા આવતા માનસી પાસે ગઈ અને તેના માથા પર હાથ ફેરવી સાંતવના આપતા કહ્યું કે, “ બેટા ! શા માટે તું રડે છો ? તને શું તકલીફ છે?...


   ત્યારબાદ માનસીએ પોતાની સાથે બનેલ બધી જ ઘટના પેલી યુવતીને જણાવી, માનસીની વાત સાંભળીને પેલી યુવતી ખૂબ જ દુઃખી થઈ ગઈ અને રડવા લાગી અને કહ્યું કે, “ બેટા ! આ સમાજ જ એવો છે...જાણે સુંદરતા પામીને આપણે કોઈ ગુનો કર્યો હોય એવું લાગે છે…..જો તું ખોટું ના લાગડે તો એક રસ્તો બતાવું, જે હું તને માત્ર મદદ કરવા માટે જ બતાવું છું જેની પાછળ મારો કોઈ બદ ઈરાદો જરાપણ નથી.”


“હું ! એક કોલ ગર્લ છું, મારી સાથે પણ તારી જેવું જ કંઈક બન્યું હતું, જો તું ઈચ્છે તો તું મારી જેમ પૈસા કમાઈ શકે છો, ત્યારબાદ માનસી તરફથી સહમતિ મળતા, પેલી યુવતી તેને પોતાની સાથે લઈ ગઈ...જેનું નામ હતું હેતલ…..ત્યારથી માંડી ને કે આજસુધી જો માનસીનું આ દુનિયામાં કોઈ હોય તો એ હતી હેતલ, માનસી માટે સર્વસ્વ હવે હેતલ જ હતી એમ કહેવામાં પણ કંઈ ખોટું ન હતું. ત્યારબાદ હેતલ માનસીને પાલનપોષણ કર્યું અને પોતાની સાથે ધંધામાં ભેળવી દીધી જે હાલ પણ કોલ ગર્લ નો જ ધંધો કરી રહી હતી.


ત્યારબાદ માનસીને પણ આ સમાજની જે સાચી પ્રતિકૃતિ છે તે હવે ખૂબ જ સારી રીતે સમજાય ગઈ હતી, આથી તેણે પોતાના પ્રિન્સીપાલને પોતાની સાથે કરેલા બદકૃત્ય ખુલ્લું પાડીને તેને સજા અપાવી પોતાની સ્કૂલ અને અભ્યાસને કાયમિક માટે અલવિદા કહી દીધું.


*******************************************************

આ બાજુ


રોહિતે ધીમે - ધીમે પોતાના પરિવારને માનસી સાથે લગ્ન કરવા માટે રાજી કરી લીધાં, પરંતુ પોતાના બધા પરિવારજનો થી રોહિતે માનસીની સાચી ઓળખાણ છુપાવી રાખેલ હતી.


જોત જોતામાં બનેવ લગ્ન પણ નક્કી થઈ ગયાં, અને લગ્નનો દિવસ પણ આવી ગયો, માનસી મનમાં હજારો અરમાનો અને સપનાઓ સાથે દુલહનના રૂપમાં સોળે શણગાર સજીને મંડપમાં આવી, પોતાને આજે ખૂબ આનંદ થઈ રહ્યો હતો જે અંતે તેને પેલી દોઝખ ભરી જિંદગીમાંથી કોઈ બહાર લાવ્યો.


માનસીની સુંદરતા જોઈને આખે - આખા મંડપમાં વાહ- વાહ થવા લાગી, બધા જ રોહિત અને તેના પરિવારજનોને આવી સુંદર અને રૂપાળી નવવધૂ લાવવા માટે અભિનંદન આપવા લાગ્યા.


એવામાં જ રોહિતના સગામાંથી એક વ્યક્તિ આગળ આવીને બોલ્યો….


“ઉભા ! રહો ! આ લગ્ન કોઈ સંજોગોમાં સંભવ નથી !”


“ શુ ! તમે આ કન્યાને ઓળખો છો…? કોઈના વિશે સંપૂર્ણપણે જાણ્યા વગર ખોટી વાહ વાહ ના કરવી જોઈએ….આ કન્યા એ એક કોલ ગર્લ છે….આપણી ભાષામાં કહીએ તો એ એક વેશ્યા છે…..”


આ સાંભળીને આખો લગ્ન મંડપમાં એક સન્નનાટો છવાઈ ગયો, થોડીક ક્ષણો પહેલા જે લોકો વાહ વાહ કરી રહ્યા હતાં, તે બધા ધિક્કાર વરસાવવા લાગ્યાં, રોહિતના પરિવારજનો પણ માનસી વિશે મનમાં આવે તેમ બોલવા લાગ્યા અને રોહીતને મંડપમાંથી ઉભો કરી લીધો….માનસીને એવું હતું કે રોહિતે ઘરે બધાને પોતાના વિશે બધી જ હકિકત સાચે સાચી જણાવી હશે…...પરંતુ માનસી ખોટી હતી….રોહિત મુખ્ય વાત કે હકીકત છુપાવી રાખેલ હતી.


પોતાનું આટલું બધું અપમાન અને પોતાના પતિ બધાને ચુપચાપ એકપણ શબ્દ બોલ્યા વગર જ સાંભળી રહ્યો હતો, અને સાથે- સાથે પોતાના બધા જ સપનાઓ ચકચૂર થતાં લાગેલા આઘાતને લીધે…...માનસી પોતે એકપણ શબ્દ બોલ્યા વગર મંડપ છોડી, રેલ્વેસ્ટેશન તરફનો રસ્તો પકડ્યો.


*******************************************************

 ટ્રેન હવે ધીમે - ધીમે આગળ વઘી રહી હતી, પરંતુ એનાથી ચાર ગણી ગતિએ માનસીના મનમાં વિચારો દોડી રહ્યા હતાં, મનોમન ભગવાનને ફરિયાદ કરતા કહ્યું કે


“ભગવાન ! તમે મને મારી લાઈફમાં ખુશી આપી અને એ પણ આટલી ક્ષણો પૂરતી જ, મેં જોયેલા હજારો સપનાઓ તે એક જ ક્ષણમાં મારાથી છીનવી લીધાં….? બાકી નાનપણથી જ તે મારા નસીબમાં ખૂબ જ દુઃખ અને હેરાનગતિ જ લખેલ હતી………!!!!”


“બસ હવે બહુ થયું હવે નહી, હવે હું પણ જોવ છું કે તું મને કેવી રીતે હેરાન કરે છો.” - આટલું બોલી માનસી ઉભી થઇ અને પોતાના આંસુઓ લૂછતાં - લૂછતાં ટ્રેનનાં દરવાજા પાસે ગઈ અને રસ્તામાં ડેમ આવતાની સાથે જ તેણે એક કૂદકો લગાવી દીધી અને પોતાનું આયુષ્ય ટૂંકાવી દીધું અને તેનું પ્રાણ પંખેરૂ કાયમિક માટે ઉડી ગયું….


મિત્રો આ સ્ટોરી લખવા પાછળનો મારો હેતુ માત્ર એટલો છે કે આપણે જ્યારે કોલ ગર્લ કે વેશ્યા આ શબ્દ જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણે એક પ્રકારનો ધિક્કાર કે ઘૃણા અનુભવીએ છીએ….પરંતુ એક વાત હું ચોક્કસ કહેવા માંગીશ કે એ લોકો છે તો અત્યારે તમારા બધાના  ઘરની હજારો માં, બહેન, ભાભી, પુત્રી, વધુઓ સુરક્ષિત છે...નહીતો એ કોઈને કોઈને બળાત્કારીનો ભોગ બની ચુક્યા હોત, અને એ બધામાં રહેલ ખુમારી કે એ લોકો ભીખ તો નથી માંગતાને તે પૈસાની સામે તમને સર્વિસ પણ પૂરી પાડે છે…….અને તેને કોલ ગર્લ કે વેશ્યા બનાવનાર કોણ આપણો આ સમાજ જ બીજું કોઈ નહી.

    તમે તમારી જાતને પ્રશ્ન પૂછજો કે માનસીને કૉલગર્લ બનાવવા માટે જવાબદાર કોણ હતું…..પેલા પ્રિન્સીપાલ…??....પેલો ધારા સભ્ય….???.....તેની પોતાની સુંદરતા….??...પોતાની પરિસ્થિતિ…??? કે પછી આપણે જેના નામે મોટા મોટા બુંગણો ફૂંકીએ છીએ એ આપણો સમાજ…...જો તમને આ બધા પ્રશ્નોના જવાબ મળી જશે તો પછી ક્યારે પણ કોલ ગર્લ કે વેશ્યા નામ કે શબ્દ સાંભળતા તમને ધિક્કાર નહિ પરંતુ આ સમાજ પર કે તેને એવું કરવા માટે મજબૂર કરનારા લોકો પર ધિક્કાર આવવા લાગશે અને માનસી જેવી અન્ય ઘણી યુવતીઓ પ્રત્યે તમારા મનમાં માનની લાગણી જાગશે……



                 સાહિત્યની દુનિયાનું નાનું ફૂલ

                    મકવાણા રાહુલ.એચ

બેધડક