નકાબ

નકાબ
(The naked truth of our society)

સમય - સવારનાં 10 કલાક
સ્થળ - સિટી પોલીસ સ્ટેશન રાજકોટ

 પોલીસ સ્ટેશનમાં બધા કર્મચારીઓ આવી ગયાં હતાં, અને રાબેતા મુજબ દૈનિક કામ પણ શરૂ થઇ ગયું હતું, એટલીવારમાં પી.એસ.આઇ રોનક શાહ પણ આવી પહોંચ્યા, બીજા બધા કર્મચારીઓએ રોનક શાહને સલામી ભરી, અને રોનક શાહે પણ સલામી ભરી પોતાની કેબીન તરફ ચાલવા લાગ્યાં. કેબિનમાં પોતાની ખુરશી પર બેસતાની સાથે જ રોનક શાહે પોતાના ટેબલ પર રહેલ કોલબેલ દબાવ્યો, થોડીવારમાં પ્યુન રમેશભાઈ આવી ગયાં, રોનક શાહે રમેશભાઈને એક કડક ચા લઈ આવવાનું કહ્યું,
થોડીવારમાં રમેશભાઈ ચા લઈને આવી પહોંચ્યા, અને રોનક શાહ ચાની ચૂસકીઓ મારવા લાગ્યાં, એવામાં તેમનાં ટેબલ પર રહેલ ફોન રણક્યો.

“હેલો ! રોનક શાહ, હું ડી.જી.પી. ઈમાન શેખ વાત કરી રહ્યો છું.”

“જય હિન્દ સર !” - રોનક શાહ થોડાક ગભરાતા અવાજમાં બોલ્યા.

“જય હિન્દ ! મેં તમને અત્યારે એટલા માટે ફોન કર્યો છે કે ગઈકાલે આપણા રાજ્યનાં મુખ્યમંત્રીની ભત્રીજી લાપતા થઈ ગઈ છે, જે કેસની જવાબદારી હું તમને આપી રહ્યો છું મને તમારી કાબેલિયત પર પુરે-પૂરો વિશ્વાસ છે.”

“જી ! સર, મારી કાબેલિયત પર વિશ્વાસ કરવાં બદલ આભાર સાહેબ, હું મારાથી આ કેસને સોલ્વ કરવાં પૂરેપૂરો પ્રયત્ન કરીશ.”

“સારું ! ગુડ લક ! જયહિન્દ”

“જય હિન્દ ! સર”- આટલું બોલી રોનક શાહે ફોનનું રીસીવર મૂક્યું.

   એટલીવારમાં રોનક શાહનાં કાને દુઃખ ભરેલો અને હતાશ હોય તેવો રડવાનો અવાજ સંભળાયો, જે કોઈક 45 વર્ષની આસપાસની ઉંમરની સ્ત્રીનો હોય તેવું લાગ્યું.

   આથી રોનક શાહ પોતાની ખુરશી પરથી ઉભા થયા અને ફરિયાદના કાઉન્ટર તરફથી આવતા પેલા અવાજ તરફ ચાલવા લાગ્યાં, ત્યાં જઈને જોયું તો એક 45 વર્ષની લાચાર માં કોન્સ્ટેબલની સામે ઉભેલ હતી તે રડી રહી હતી, રોનક શાહને જોઈ પેલી સ્ત્રી દોડીને તેમની પાસે આવીને કહ્યું કે, -

“સાહેબ ! મહેરબાની કરીને મારી મદદ કરો, હું એકદમ લાચાર છું, મારી એકની એક દીકરી વિશ્વા ચાર દિવસ પહેલાં લાપતા થયેલ છે, જેના હજુ સુધી કોઈ જ સમાચાર નથી, મેં તમને મળવા માટે પણ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ મને કોઈએ તમને મળવા માટેની પરમિશન ન આપી.” - આટલું બોલી પેલી સ્ત્રી રડવા લાગી.

“તમારૂ શું નામ છે..?” - રોનક શાહે પૂછ્યું.

“જી ! મારૂ નામ ભાવના છે.” - રડતા અવાજે ભાવનાબેન બોલ્યાં.

“જી ! તમે ચિંતા ના કરો ! અમે અમારી દીકરી વિશ્વાને શોધવા માટે અમારાથી બનતા પ્રયત્નો કરીશું, તમે શાંતિથી ઘરે જાવ.”

  ત્યારબાદ ભાવનાબેન રોનક શાહનો બે હાથ જોડી, આભાર માની, પોતાનો કોન્ટેક નંબર આપી, પોતાનાં ઘરે જવા માટે રવાના થયાં. રોનક શાહ ત્યારબાદ પોતાની કેબિનમાં ગયાં, પોતાની ખુરશી પર બેસીને, વિચારોમાં ડૂબી ગયાં કે પોતાની પાસે અત્યારે બે કેસ હતાં જે લગભગ સરખા જ હતાં, ફર્ક માત્ર એટલો જ હતો કે એક કેસ વી.આઈ.પી.ની દીકરી લાપતા થવાનો હતો, જ્યારે બીજો કેસ એક સામાન્ય પરિવારની દિકરી લાપતા થવાનો હતો, પરંતુ રોનક શાહ કોઈપણ પ્રકારનો ભેદ રાખ્યા વગર પોતાની ટિમ સાથે આ કેસ સોલ્વ કરવામાં લાગી ગયાં.

*******************************************************

ત્રણ દિવસ બાદ

સ્થળ - સિટી પોલીસ સ્ટેશન
સમય - 8 વાગ્યાની આસપાસ.

   સિટીપોલિસ સ્ટેશનમાં રહેલ ફોન રણક્યો, 

“હેલો ! સીટી પોલીસ સ્ટેશન.”

“હેલો ! નમસ્કાર સાહેબ, હું મોરબી રોડ પરથી બોલું છું.”

“હા ! બોલો.”

“સાહેબ ! મારૂ નામ મહેશ છે, મારી મોરબી રોડ પર દુકાન આવેલ છે, મારી દુકાનથી થોડેક દૂર આવેલા ગરનાળા પાસે લગભગ 18 વર્ષની આસપાસની યુવતીનો મૃતદેહ પડેલ છે,આથી મેં તમને તરત જ ફોન કર્યો, તમે તાત્કાલિક આવી જાવ.”

“ઓકે..! હું મારી ટિમ સાથે ત્યાં પહોંચું છું” - આટલું બોલી કોન્સ્ટેબલ શિવદાસે ફોન મુક્યો, અને પી.એસ.આઈ. રોનક શાહને ફોન કરીને આખી વિગત જણાવી.

“સારૂ ! શિવદાસજી, તમે ટિમ સાથે ઘટના સ્થળે પહોંચો હું સીધો ત્યાંજ આવું છું.” - રોનક શાહે કોન્સ્ટેબલ શિવદાસને મૌખિક સૂચના આપી, અને શિવદાસ પોતાની ટિમ સાથે જીપ લઇ ઘટના સ્થળે જવા રવાના થયા.

   થોડીવારમાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયાં, અને ત્યારબાદ રેસ્ક્યુ ટીમ, મેડિકલ ટીમ અને મીડિયા ટીમને પણ આ બાબતની પોલીસ દ્વારા જાણ કરાતા તેઓ પણ આવી પહોંચ્યા અને એટલીવારમાં રોનક શાહ પણ આવી ગયાં.

   ત્યારબાદ રેસ્ક્યુ ટીમ દ્વારા ડેડબોડીને ગરનાળાની બહાર કાઢવામાં આવી, આ મૃતદેહનો ચહેરો એટલો બગાડી નાખવામાં આવ્યો હતો કે તેની કોઈ ઓળખ થઈ શકે તેમ હતું નહીં, આથી રોનક શાહે આ ડેડબોડીને પોસ્ટ મોર્ટમ કરાવવા માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવા માટે કહ્યું, અને પોલીસ સ્ટેશન તરફ જવાના રસ્તા તરફ પોતાની કાર વાળી.


   પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ રોનક શાહે ભાવનાબેનને ફોન કરીને જણાવ્યું કે -

“અમને એક યુવતીનો મૃતદેહ મળ્યો છે, તેનો ચહેરો એટલી હદે બગાડી નાખવામાં આવ્યો છે કે તેની કોઈ ઓળખ થઈ શકે તેમ નથી ક….દા…..ચ….એ તમારી દીકરી વિશ્વા હોય એવું બની શકે તો તમે તેની ઓળખ માટે જેટલું શક્ય હોય એટલી વહેલી તકે આવો…” - રોનક શાહ થોડુંક ખચકાતા અને ભાવનાબેનને હિંમત આપતા બોલ્યાં.
 
    આ સાંભળી જાણે ભાવનાબેનનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, હૃદયની અંદર તરફ ખુબજ દુઃખ અનુભવી રહ્યાં હોય તેવું લાગ્યું, છતાંપણ પોતે હિંમત કરીને રોનક શાહે જણાવ્યાં પ્રમાણે મૃતદેહની ઓળખ કરવાં માટે પહોંચી ગયાં.

    થોડીવાર બાદ ભાવનાબેન સરકારી હોસ્પિટલનાં પી.એમ રૂમે આવી પહોંચ્યા, તેનો ચહેરો જોઈને એવું લાગી રહ્યું હતું કે પોતે થોડાક સમય પહેલા ખુબજ રડેલ હોય, ત્યારબાદ રોનક શાહ ભાવનાબેનને પી.એમ રૂમની બાજુમાં રાખેલા કોલ્ડ રૂમમાં લઈ જાય છે, અને ત્યાં જઈને સ્ટ્રેચર પર રાખેલ મૃતદેહ પરથી કફન હટાવી ભાવનાબેનને બતાવે છે.

    આ જોઈ ભાવનાબેન એક જોરદાર ચીસ પાડી બોલી ઉઠ્યાં.

“વિશ્વા ! મારી દીકરી….તું તારી માંને એકલી મુકીને કેમ જતી રહી…મારૂ હવે શું થાશે તારા વગર…?” - આટલું બોલી રડવા લાગ્યાં.

    રોનક શાહ આ જોઈ એકદમ આશ્ચર્યમાં પડી ગયાં અને ભાવનાબેનને પૂછ્યું કે - 

“તમને ! પાકી ખાત્રી છે કે આ તમારી જ દીકરી વિશ્વા છે.”

“હા ! સાહેબ આ મારી જ દીકરી વિશ્વા છે.”

“કેવી રીતે….!” - નવાઈ સાથે રોનક શાહે પૂછ્યું.

“સાહેબ ! નવ - નવ મહિના સુધી જેને પેટમાં લઈને ફરતા હોય એને એક માં ના ઓળખે એવું બનતું હશે, સાહેબ આપણે જો પથ્થરને પણ વ્યવસ્થિત સાચવીએ તો એ પણ ભગવાન બની જાય છે. તો આ તો મારા કળાજાનો કટકો હતો, છતાં પણ જો તમને ખાત્રી ના હોય અને વિશ્વાસ ન આવતો હોય તો તેના ડાબા ખભાના ભાગે વીરા એવું લખેલું હશે.”

  ત્યારબાદ રોનક શાહે લેડીઝ પોલીસ કોન્સ્ટેબલની મદદથી ખભાનો ભાગ ચેક કરાવ્યો તો ત્યાં ખરેખર વીરા લખેલ હતું.

   આથી રોનક શાહે ભાવનાબેનને પૂછ્યું કે 
“આ વીરાનો અર્થ શું થાય….?”

“સાહેબ ! વિશ્વા મારા કરતાં પણ તેના પપ્પાને વધુ લાડકી હતી, અને તેઓ તેને રાજકુમારીની જેમ સાચવતાં હતાં, અને વિશ્વા પણ તેના પપ્પાને ખૂબ જ પ્રેમ કરતી હતી આથી વિશ્વાનો પહેલો અક્ષર અને તેના પિતા રાકેશનો પહેલો અક્ષર એમ ‘વીરા’ લખાવેલ હતું.”

   આ સાંભળી રોનક શાહની આંખમાં પણ આંસુ આવી ગયાં, છતાંપણ પોતે ભાવનાબેનને હિંમત આપી ઘરે જવાં માટે સમજાવ્યું, અને કાંઇ જરૂર હશે તો જાણ કરીશ એવું જણાવ્યું.

*****************************************************
બીજે દિવસે

  વિશ્વાનો પી.એમનો રિપોર્ટ આવ્યો, આ રિપોર્ટ વાંચીને રોનક શાહને ખુબજ ગુસ્સો આવ્યો પરંતુ પોતે પણ હાલ લાચાર હતો, રિપોર્ટમાં લખેલ હતું કે વિશ્વા પર ખુબજ ખરાબ રીતે બળાત્કાર ગુજારવામાં આવેલ હતો, અને ત્યારબાદ ઠંડા કાળજે તેને મોતને ઘાટ ઉતારી દીધેલ હતી. - આ વાંચી રોનક શાહનાં હૃદયમાં ખુબ જ ઊંડો આઘાત લાગ્યો હતો.

  એવામાં રોનક શાહની ફોનની રિંગ વાગી, ડિસ્પ્લે પર લખાયને આવ્યું ‘હોમ’

“હેલ્લો ! પપ્પા હું તમારી પરી ‘સ્નેહા’ બોલું છું.’ 

“હા ! બોલ બેટા.” - દરરોજ જેનો અવાજ સંભાળીને આખાં દિવસનો થાક ગાયબ થઈ જતો હતો, એના અવાજ આજે રોનક શાહ વિશ્વાનો અવાજ હોય તેવું લાગી રહ્યું હતું.

“પપ્પા ! તમે ઘરે આવો ત્યારે મારા માટે ચોકલેટ લઈ આવશો ને..” - વ્હાલ ભરેલા શબ્દોમાં સ્નેહા બોલી.

“હા ! ચોક્કસ બેટા…” - આટલું બોલી રોનક શાહે કોલ ડિસ્કનેક્ટ કર્યો.

    ત્યારબાદ પોતાનો  મોબાઈલ કાઢી તેણે ડી.જી.પી સાહેબ ઈમાન શેખને કોલ કર્યો.

“જય હિન્દ ! સાહેબ..”

“જય હિન્દ ! રોનક શાહ.”

“સાહેબ ! સોરી ટુ સે આઇ કેન નોટ હેન્ડલ ધ કેસ વિચ ગીવન ટુ મી બાય યુ…” 

  આ સાંભળી ઈમાન શેખ એકદમ નવાઈ પામતા બોલ્યાં.

“ વોટ્સ ! રિઝન બિહાઇન્ડ ઇટ…”

“સર ! આઈ એમ વેરી ડિસ્ટર્બ નાવ...સો આઈ કેન નોટ હેન્ડલ ધીસ કેસ…” - આટલું બોલી રોનક શાહે ઈમાન શેખને વિગતવાર બધી વાત જણાવી.

“ પણ ! રોનક શાહ તમારી જેટલો બાહોશ પોલીસ ઓફિસર બીજું કોણ છે કે જેને હું આ કેસ સોંપી શકું…”

“સાહેબ ! મારા જ બેન્ચનો એટલે કે 1998 બેન્ચનો રેન્કર રાહુલ શર્મા…”

“યા ! આઈ રિમેમ્બર….”

“ઓ.કે ! બી રિલેક્સ ! હું આ કેસ તેમને સોંપી દઈશ.”

  ત્યારબાદ આ કેસ રાહુલ શર્માને સોંપવામાં આવ્યો, અને રાહુલ શર્માએ આ કેસનો ચાર્જ સંભાળી લીધો, અને રોનક શાહને તેમની મદદ માટે જાણ કરવામાં આવી.

*********************************************************
  
  ત્યારબાદ રાહુલ શર્મા અને રોનક શાહ બનેવ આ કેસને સોલ્વ કરવામાં લાગી ગયાં, પોલીસ સ્ટેશનના રેકોર્ડમાં રહેલા બધા મિસિંગ કેસનું એક લિસ્ટ બનાવ્યું, આ લિસ્ટની અમુક કોમન બાબતો સામે આવી જે જોઈને બનેવની આંખો આશ્ચર્યથી. પહોળી થઈ ગઈ જેમ કે મિસિંગ થયેલ બધી યુવતીઓ જ હતી જેની ઉંમર 18 થી 22 વર્ષની વચ્ચેની જ હતી, બીજું કે બધી યુવતીઓ પર પણ વિશ્વાની જેમ જ બળાત્કાર કરીને મોતને ઘાટ ઉતારવામાં આવેલ હતી, અને બધી જ યુવતીઓનો ચહેરો પણ વિશ્વાની માફક ઓળખાય નહીં તેવી રીતે બગાડી નાખવામાં આવેલ હતો.

   આથી રાહુલ શર્મા અને રોનક શાહ એક એવા તારણ ઉપર આવ્યા કે આ બધાં પાછળ કોઈ એક જ વ્યક્તિનો હાથ હોવો જોઈએ.

    ત્યારબાદ રાહુલ શર્મા અને રોનક શાહે આ કેસ સોલ્વ કરવા માટે દિવસ રાત એક કારી દીધાં અને આ બધી યુવતીઓના માતા - પિતાના ઘરે જઈને રી- ઇન્વેસ્ટિગેશન કર્યું. જેના આધારે એક કોમન તારણ પર આવ્યા કે આ ઘટનાનો ભોગ બનનાર બધી યુવતીઓ એક જ કોલેજની હતી, ધીમે - ધીમે આ કેસ સોલ્વ થતો હોય તેમ એક પછી એક એમ બધી કડીઓ જોડાતી હોય તેવું રાહુલ શર્મા અને રોનક શાહને લાગ્યું.

   ત્યારબાદ બીજે દિવસે રાહુલ શર્મા અને રોનક શાહે કોલેજના બધા જ કર્મચારીઓની પૂછતાજ કરી, શંકાના દાયરામાં કોલેજના પ્રિન્સિપાલથી માંડીને કોલેજના પટ્ટાવાળા અને દરેક વિદ્યાર્થીઓ પણ હતાં, પરંતુ પૂછતાજના અંતે બનેવનાં હાથે કાંઈ લાગ્યું નહીં, અને પોતાની પાસે કોઈ આધાર પુરાવાના હોવાને લીધે કોઈની રિમાન્ડ પણ લઈ શકે તેમ ન હતાં, એક સમયે જે કેસ સોલ્વ થતો હોય તેવું લાગી રહ્યું હતું તે કેસ વધારેને વધારે ગુંચવણ ભરેલો બની રહ્યો હતો.

   આ બાબતને લગભગ બે દિવસ વીતી ગયાં, પરંતુ આ કેસ હજુ જ્યાં હતો ત્યાં જ હોય તેવું લાગી રહ્યું હતું, અને ઉપરથી પેલા એમ.એલ.એની ભત્રીજીના મિસિંગ કેસને સોલ્વ કરવાનું પણ દબાણ દિવસેને દિવસે વધી રહ્યું હતું.

   રાહુલ શર્મા પણ હવે રોનક શાહની જેમ હિંમત હારી રહ્યાં હોય તેવું અનુભવી રહ્યાં હતાં, આ કેસને સોલ્વ કરવાનો કોઈ રસ્તો મળતો ના હતો, જાણે બધા જ રસ્તા બંધ થઈ ગયાં હોય તેવું બને અનુભવી રહ્યાં હતાં, પરંતુ મિત્રો કહેવાય છે કે જ્યારે બધાં જ રસ્તા બંધ થઇ જાય ત્યારે, ભગવાન, અલ્લા કે જીજસ કોઈ એક રસ્તો ચોક્કસથી ખોલે જ છે, અને એ રસ્તો એવો હોય છે કે જાણે એક અંધકારમય ઓરડામાં જેમ એક મીણબત્તી સળગાવીએ અને ધીમે - ધીમે તેનો પ્રકાશ સંપૂર્ણ રૂમમાં છવાય જાય તેમ આપણી મુશ્કેલીઓ કે મુસીબતોમાં પણ આપણને રસ્તો મળી જાય. રાહુલ શર્મા અને રોનક શાહ સાથે પણ આવું જ બન્યું.

*******************************************************

દિવસ 7
સ્થળ : પોલીસ સ્ટેશનની નજીક આવેલ હોટલ
સમય : સવારના 11 : 30 કલાક

   રાહુલ શર્મા અને રોનક શાહ પોલીસ સ્ટેશનની નજીક આવેલ ચાની હોટલ પર ચા પી રહ્યાં હતાં, સાથે સાથે ગોલ્ડ ફ્લેકના એક પછી એક દમ મારી રહ્યાં હતાં એવામાં રાહુલ શર્માના મગજમાં એક ચમકાર થયો હોય તેમ તેણે રોનક શાહને કહ્યું.

“મને ! એવું લાગે છે કે આ કેસનો અપરાધી પેલી કોલેજનો જ કોઈ કર્મચારી હશે….!”

“લાગે તો મને પણ એવું જ છે….રાહુલ…પણ કોણ હોઈ શકે આપણી શંકાના દાયરામાં તો ઘણાં બધાં છે…?” - રાહુલ શર્માની વાતોમાં સુર પુરાવતા રોનક શાહે કહ્યું.

“રોનક આપણે જે દિવસે કોલેજમાં પૂછતાજ કરી એ દિવસે કોલેજમા કેટલા કર્મચારીઓ હતાં….?” 

“આપણે કોલેજના કુલ 32 કર્મચારીઓની પૂછપરછ કરી હતી, જેમાં બધા કર્મચારીઓ આવી ગયાં….”

“યસ ! એક્ઝેટલી કોલેજમાં કુલ 32 નહીં પરંતુ 33 કર્મચારીઓ છે...મિ. રોનક શાહ…!” - રાહુલ શર્મા કોન્ફિડન્સ સાથે બોલ્યા, આ સાંભળી રોનક શાહને ખુબજ નવાઈ લાગી.

“પણ…..રાહુલ તું આટલા વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકે…?”

“આપણે જ્યારે પ્રિન્સિપાલની ચેમ્બરમાં બેઠા હતાં, ત્યારે એક શિક્ષક હાજરી પુરાવા આવેલ હતાં… તને યાદ છે….?”

“હા ! રાહુલ મને એ યાદ છે...ત્યારે મેં મારો મોબાઈલ અજાણતા જ પેલા હાજરી પત્રક પર રાખેલ હતો, પેલા શિક્ષક હાજરી પુરવા આવ્યા, બરાબર એ જ સમયે મેં મારો મોબાઈલ મારા હાથમાં લીધો, ત્યારે અનાયાસે મારું ધ્યાન છેલ્લા કર્મચારીના ક્રમ પર પડ્યું જેનો ક્રમ હતો…..33…!” મને પણ આ બાબત અત્યારે અચાનક જ યાદ આવી.

 ત્યારબાદ રાહુલ શર્મા અને રોનક શાહ હોટલેથી જ સીધા પેલી કોલેજ ગયાં, અને પ્રિન્સિપાલની ફરીવાર પૂછપરછ કરી, જેથી જાણવા મળ્યું કે તે દિવસે કોલેજના વાઇસ પ્રિન્સિપાલ મિ.અમિત દિવાકર હાજર ન હતાં.

  આથી રોનક શાહે પ્રિન્સિપાલને આ બાબતે કેમ ના જણાવ્યું તે વિશે દબાણ પૂર્વક પૂછ્યું, આથી પ્રિન્સિપાલે જણાવ્યું કે 

“સાહેબ ! અમિત દિવાકર આ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ તો છે જ તે સાથે - સાથે આ કોલેજના ટ્રસ્ટી પણ છે, તે દિવસે તેઓ હાજર હતાં નહીં, આથી અમે તેનો ઉલ્લેખ કર્યો ન હતો, આ ઉપરાંત તેઓ ખૂબ જ મિજાજી માણસ છે, તેને મનમાં આવે ત્યારે કોલેજ આવે, અને મન પડે ત્યારે રજા રાખે, મેં તેને આ બાબતે વાત કરી તો તેણે ઉલ્ટાનો મને ઠપકો આપતા કહ્યું કે 

“ જો ! તમને તમારી નોકરી વ્હાલી હોય, તો તમને સોંપવામાં આવેલ જ કામ કરો, મારી બાબતોમાં માથું મારવાનું રહેવા દ્યો, એ જ તમારા અને મારા બનેવ માટે સારું રહેશે..” અને સાહેબ મને મારી નોકરી ગુમાવવાની બીકે મેં પણ તેમને ટોકવાનું બંધ કરી દીધું હતું.” - પ્રિન્સિપાલે હતાશા સાથે જણાવ્યું.

  આ સાંભળી જેવી રીતે હોકાયંત્રને થોડુક હલાવીને સ્થિર મુલાવામાં આવે અને તેનો દિશા દર્શક કાંટો એક દિશામાં સ્થિર થાય, તેવી જ રીતે એક જ પળમાં શંકાની સોય બધા બાજુએથી સીધી અમિત દિવાકર તરફ સ્થિર થઈ.
 
   રોનક શાહે પ્રિન્સીપાલ પાસેથી અમિત દીવાકરનો કોન્ટેક નંબર અને એડ્રેસ લીધાં, અને પોતાના મોબાઇલમાંથી અમિત દીવાકરનો નંબર ડાઈલ કર્યો, તો તેનો મોબાઈલ નંબર કવરેજ એરિયાની બહાર આવ્યો, આથી રોનક શાહ અને રાહુલ શર્મા પ્રિન્સિપાલે આપેલ અમિત દિવાકારના ઘરના એડ્રેસ પર ગયાં, પરંતુ ત્યાં પણ બનેવને નિષ્ફળતા જ હાથ લાગી, કારણ કે અમિત દિવાકારના ઘરે લોક મારેલ હતું.

    હવે, ધીમે ધીમે અમિત દિવાકર પર શંકાના વાદળો વધારેને વધારે ઘેરા બની રહ્યાં હતાં.

   એવામાં રોનક શાહનો મોબાઈલ રણક્યો 

“પપ્પા ! હું તમને ખુશ ખબર આપું…” - ખૂબ જ આનંદ સાથે સ્નેહા બોલી.

“હા ! બોલ બેટા…” 

“પપ્પા ! આપણાં ઘરે અનિતા દીદી આવ્યાં છે.” 

“શું ? વાત કરે છો બેટા ! આપ દીદીને ફોન…!”

“હેલો ! અંકલ ...કેમ છો…?”

“મજામાં ! હો બેટા…કેમ અચાનક તારે આવવાનું થયું..?”

“અંકલ ! મારે ટ્યુશન કલાસમાં ત્રણ દિવસથી રજા હતી, આથી મને ખુબ જ કાંટાળો આવતો હતો, આથી મેં વિચાર્યું કે સ્નેહા સાથે થોડાક દિવસ રોકાવ…!”

“સરસ ! કેટલા દિવસની રજા છે ? બેટા તારે ટ્યુશન કલાસમાં..?”

“અંકલ ! સરે એવું કહ્યું કે જ્યારથી ટ્યુશન કલાસ શરૂ થાશે ત્યારે સર અમને જાણ કરશે…!” 

“ઓકે ! બેટા ! ખુબજ સારું કર્યું...એક મિનિટ તારા સરનું નામ શું છે….?”

“મારા સરનું નામ અમિત દિવાકર સર છે…”

   આ સાંભળી જાણે રોનક શાહના શરીરમાં 420 વોલ્ટનો ઝટકો લાગ્યો હોય તેવું લાગ્યું. અને કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો, આ સાંભળી રાહુલ શર્માએ કહ્યું કે આપણે કોલેજમાં પણ ત્રણ દિવસ પહેલા જ પૂછતાજ કરેલ હતી.

   હવે આ કેસ સોલ્વ થવાની અણી પર જ હતો, પરંતુ અમિત દિવાકારના કોઈ અતો-પતો જ ન હતો, આથી રાહુલ શર્મા અને રોનક શાહે સાઇબર ક્રાઇમમાં રહેલા પોતાના મિત્રની મદદથી અમિત દિવાકરનું લોકેશન જાણ્યું, જેમાં છેલ્લા ઉપયોગ દરમ્યાનનું લાસ્ટ લોકેશન મળી ગયું.

   આથી રોનક શાહ અને રાહુલ શર્મા પોતાની ટીમ સાથે એ લોકેશન પર પહોંચ્યા તો એ શહેરની બહાર આવેલ ફાર્મહાઉસનું હતું, આથી આખી ટીમે રેડ પાડી તો અમિત દિવાકર ત્યાંથી અંતે મળી જ ગયાં, અને ફાર્મહાઉસના જ એક રૂમમાં ફૂલ જેવી યુવતી એટલે કે એમ.એલ.એની ભત્રીજીને પુરી રાખેલ હતી, જેના પર અમિત દિવાકરે અનેક વાર બળાત્કાર ગુજારેલ હોય તેવું લાગી રહ્યું હતું.
  
   આથી અમિત દિવાકરને પોલીસે કેદ કરી લીધો અને સારીકાને હિંમત આપી, અને રાહુલ શર્માએ સારીકાને પૂછ્યું.

“બેટા ! તને આ વ્યક્તિએ કેવી રીતે કિડનેપ કરી હતી ?”

“સાહેબ ! હું એ સર પાસે ટયુશન કલાસમાં આવતી હતી, અને એ સર અમારા બધા સાથે ખુબજ પ્રેમથી વાતો- ચિતો કરતા હતાં, એક દિવસ મને તેમણે બુક અપાવવાના બહાને પોતાની કારમાં બેસાડી અહીં લઇ આવ્યા, અને ત્યારબાદ મેં અમિત સરનું નવું જ રૂપ જોયું જેની મેં તો ઠીક પરંતુ અન્ય કોઈપણ સ્ટુડન્ટે કલ્પના પણ નહીં કરી હોય, મને આ છેલ્લા 7 દિવસો નર્ક કરતા પણ ખુબ જ બતતર લાગ્યા, અને મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું કે હું મારા મમ્મી- પપ્પાને ફરી મળી શકીશ, તમે મારા માટે ભગવાનના કોઈ ફરિસતા બનીને આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારબાદ બનેવે સારીકાને તેના ઘરે હેમ ખેમ પહોંચાડી દીધી અને અમિત દિવાકરને પણ આવું બળાત્કાર, કિડનેપિંગ અને ખૂનના આરોપમાં આજીવન કેદની સજા ફરવામાં આવી.

   બીજે દિવસે સારીકા તેના માતા-પિતા સાથે રાહુલ શર્મા અને રોનક શાહનો આભાર માનવા માટે પોલીસ સ્ટેશન પર આવ્યા, 
આ સમયે સારીકામાં અનિતા, વિશ્વા બધા એક સાથે દેખાય રહ્યા હતાં, રોનક શાહ અને રાહુલ શર્મા વિશ્વાને તો ના બચાવી શક્યા પરંતુ વિશ્વા જેવી અસંખ્ય યુવતીઓને પેલા હેવાન કે જે આ સોસાયટીમાં સારા માણસનો નકાબ પહેરીને ફરતો હતો તનો ભોગ કે શિકાર બનતા અટકવામાં સફળ થયા હતાં, એટલીવારમાં પોતાની દીકરીના ગુનેગારને સજા આપાવવા બદલ ભાવનાબેન પણ આ બનેવ જાબાજ હીરોનો આભાર માનવા આવ્યા હતાં, અને ભાવનાબેને રડતા રડતા રાહુલ શર્મા અને રોનક શાહનો ખૂબ ખૂબ આભાર માન્યો, સાથે ખુશી પણ હતી કે પોતાની દીકરી સાથે આવું અપકૃત્ય કરનારને યોગ્ય સજા મળી..!!!!!


  મિત્રો, આપણી સોસાયટીમાં પણ અમિત દિવાકર જેવા કેટલાય લોકો રહે છે, જે પોતાના હેવાનીયત ભરેલા ચહેરા પર સારા અને ગુણાવાન હોવાનો નકાબ પહેરીને ફરે છે, જેને જો સમય રહેતા ઓળખવામાં ના આવે તો તે આ સમાજ કે સોસાયાટી કે આપણા પરિવાર માટે ચોક્કસપણે આફતરૂપ બને છે, અને તેનું પરિણામ એટલું ભયંકર હોય છે કે જેની આપણે ક્યારેય કલ્પના પણ કરેલ હોતી નથી.


                     સાહિત્યની દુનિયાનું નાનું ફૂલ
                        મકવાણા રાહુલ.એચ
                              બે ધડક
   
   

***

Rate & Review

Patel Ruchi 3 weeks ago

Janki Patel 1 month ago

N M Sumra 1 month ago

Neeta Soni 2 months ago

Abhijeet S. Gadhvi 2 months ago