Aapanu ghar - 3 books and stories free download online pdf in Gujarati

આપણું ઘર - 3

વૃધ્ધાઆશ્રમ

"એક ઘર"

                         સવાર થઇ નથી ને કે આદિત્ય એ બઘાને બુમ પાડી, ચાલો, ચાલો, ચાલો ઊભા થયા કે નહીં .બઘા  કાકા અને કાકી મારુ સરપ્રાઈઝ તમારી રાહ જોઇ છે.  કાલે કહ્યું હતું ને સવારે જલદી ઉઠી ને પોતાના કામ જલદીથી કરી લેવા, અને હજુ સુધી કોઈ પણ પોતાના કામ માટે નીકળ્યા  નથી, ત્યારે (અંદરથી અવાજ આવ્યો હા, બેટા અમે 10 વાગ્યા સુધીમાં આવી જઈશું). મે કહ્યું  હા કાકા, પણ તૈયાર થઇ ને . ત્યારે આદિત્ય ને કંઈક યાદ આવે છે.

આદિત્ય =બધી તૈયારી કરવામાં હું ભુલી ગયો કે મારી ચાંદની તૈયાર થઈ છે કે નહીં, હું બુમ પાડી ને તરત તેના રૂમ માં ગયો. 
ત્યા જઈ ન આદિ શું જોઈ છે.   ગુલાબી ઠંડીની તીવ્રતા ઓછી થઈ હોય તેમ લાગે છે અને ગરમી નો અનુભવ થાય છે ઘરમાં એક ગુલાબી પરી એ આગમન કયું હોય તેમ લાગે છે. આજે મારી ચાંદની દરરોજ કરતા એકદમ અલગ લાગતી હતી, મારી આંખો બસ એને જ જોયા કરે.  અને એના સુંદર વાળ અને તેમાં પણ ગાલ પર લટકતા વાળ અને તલવાર જેવી આંખ અને ગુલાબ ની પંખુડી જેવો ચેહરો, બસ આદિ ની તો નજર થંભી ગઈ.

આદિત્ય =આજે કોને ઘાયલ કરવા નો ઈરાદો છે.

ચાદંની=જેને ઘાયલ કરવા નો ઈરાદો હતો તે થઇ ગયો.

પછી શું સવાર માં બંને નું રોમાન્સ  નું મૂડ થઇ ગયુ. જ્યારે આદિ એક સુંદર ગુલાબ ચાંદની ના માથા માં નાખે તો ચાંદની એવી શરમાઈ કે એક ચાંદ શરમાઈ છે જ્યારે તે તેની ચાંદની ને મળે છે. તેઓ ની એક બીજા તરફ નો પ્રેમ અને કાળજી એજ સાચો પ્રેમ બતાવે છે. આદિત્ય અને ચાંદની એક બીજા ને hug કરે છે. અને એમ જ બસ એક બીજા સાથે હસી મજાક કરે છે.

આદિ =બસ આ પળ અહી જ થંભી જાય,
આ રોમાંચક રોમાન્સ નો સફળ ચાલતો રહે .

ચાંદની =હા,અાદિ પણ આપણા આ પ્રેમ ની ખબર ઘર માં પડશે ત્યારે શું થશે, આપણે શું કરીશું અને આપણે અલગ થઇ ગયા તો, ભલે આ ઘર મારુ નથી કે તારુ પણ નથી, પરંતુ હવે આ આપણું ઘર છે. અવે આ આપણી જવાબદારી અને જન્નત બંને છે. અને પોતાની જવાબદારી થી દુર જવુ પડે તો આ પ્રેમ મને મંજુર નથી. અને જન્નત ને ભગવાન નું સ્થાન મળ્યું છે . એટલે હું તેમને સહમતી વગર આગળ વધી શકુ તેમ નથી.

(આપણે કદાચ આ સંબંધ આગળ વધારીને ભુલ નથી કરી ને આદિ?? )

આદિત્ય = અરે ના પાગલ થઈ છે કે શું?  આપણે કોઈ ભૂલ કરી નથી અને એવુ હોય ને તો આપણે આજે સૌ ને કહી દઈશું, બસ શાંતિ, પણ આવી રીતે અલગ થવાની વાત ના કર, love you so much

ચાંદની = love you too

આદિત્ય = બસ હવે મોઢું થીક કરી લે ખરાબ થઈ ગયુ, નહીં તો સાચી મત ભીગી જવા .અને હા મારી વાત સાંભળ ઑ પગલી , ઍકલો હૂજ આ ગુના માટે જવાબદાર નથી, જ્યારે આપડી નજરો મળી થી ત્યારે તૂ પણ મારી સામે હસી હતી.

                   
આ વાત  સાંભળીને તરત ચાંદની હસે છે અને ઘર માંથી
પછી તરત અવાજ આવ્યો અમે આવી ગયા અને તરત ચાંદની અને આદિ નીચે આવે છે અને જુઅે તો થોડા જ હતા, તો આદિ બોલ્યો
આદિત્ય = આપણુ ઘર જેમાં કુલ 15  સભ્ય છે, જેમાં થી ફક્ત ચાર જણા આવ્યા.  રમીલા કાકી, રમણ કાકા, જતીન કાકા, અને કેતન કાકા પણ તેઓ ખૂબ ટોપ તૈયાર થઈ ને આવ્યા છે. સરસ કાકા અને કાકી

રમીલા કાકી = હા બેટા ઘણા સમય પછી તૈયાર થયા તે પણ તારા કહેવા પર પણ બઘા દેખાતા નથી  ,એક તો તારા સરપાઈઝ ને કારણે ઉંઘ ઉડી ગઈ છે. 

અાદિ = સોરી કાકી, પણ કયાં છે ?આપણા ચેસ ચેમ્પિયન જે દર રોજ તો 9 વાગે આવી જાય છે.  પણ કાકા કહેવુ પડે તેમણી દોસ્તી પાંચ વર્ષ થી આવી જ છે.  કયાં છે ? કિશોર કાકા અને અનિલ કાકા અને મારા કોકી કાકી કયાં છે, જે હજુ મંદિર થી ના આવ્યા,

પછી એક પછી એક કાકા અને કાકી તરત આવી જાય છે જેમાં અને તેમાં પણ ખૂબ સરસ રીતે તૈયાર થઈ ને આવે છે.

                       પણ આદિ ની નજર તો ચાંદની પર જ હતી ,ત્યારે આદિ એક ફૂલ લઇ ને ચાંદની ને પીઠ પર મારે છે અને પછી આંખો આંખો માં રમત રમાય છે  ત્યારે એક કાકા બુમ પાડે છે અને તેમાં બંને શરમાઈ જાય છે અને ત્યારે એક કાકા બોલ્યા આ શું ચાલે છે ત્યારે ચાંદની બોલી

ચાંદની =કંઈ નથી કાકા, ચાલો સરપ્રાઈઝ જોવા તૈયાર, તો ચાલો બહાર,

રમીલા કાકી = હા, પણ કયાં??

આદિ = હા, ચાલો તો ખરા,

બઘા બહાર જાય છે અને ત્યારે તેઓ જોય છે અને બધાં ના આંખ માં આંસુ આવી જાય છે.

અનિલ કાકા = આની શું જરૂર હતી, તમે તો છો અમારી પાસે ,અમારી કાળજી રાખવા માટે અને ખાસ કરીને આ એક વૃધ્ધાઆશ્રમ છે અને તેજ રહેશે અને આ વાત કોઈ કિમત ભુલી ના શકીએ, તમે ભલે અમારી માટે આ વૃધ્ધાઆશ્રમ નુ નામ બદલી ને " આપણું ઘર " જાહેર કયું, આ સરપ્રાઈઝ અમારી માટે ખૂબ મૂલ્યવાન છે, અને અમે તમારા ખૂબ વિચાર ક્યો. પણ એક વાત અમે ક્યારે પણ ના ભૂલી શકીએ અમને આ જગ્યા એક ભીખ માંગવા ના હેતુ થી અમારા બાળક તરફથી મળેલી ભેટ છે. તેઓ એ અમને તો એમની જીંદગી માંથી એવા કાઢી નાખ્યા છે કે અમારુ અેમણી જીદંગી માં કોઈ સ્થાન નથી. 

વાતાવરણ ખુબ ગંભીર હાલતમાં આવુ ગયુ, અને આદિ ને થયુ કે અમે આ વૃધ્ધાઆશ્રય નુ નામ " આપણું ઘર " કરી ને ભુલ નથી કરી ને અને આ અંગે વિચારણા કરવામાં તેની આંખો ભીની થઈ ગઈ ગઈ પણ તેના આંસુ દેખાઈ ના જાય તેથી તે તરત મોઢું સાફ કરે છે.

રમણ કાકા = બેટા રડ નહીં અમે તારી ભાવના સમજીએ છીએ પણ અનિલ ભાઈ ની વાત પણ સાચી છે, પણ તુ રડ ની અમારી પાસે ફક્ત તમે બેજ જણા છો કે જેને અમે અમારા બાળક કહી શકીઅે . અમને ખબર છે અમારી આ વૃધ્ધાઆશ્રમ માં જે કોઈ કાળજી રાખે છે તો તે આદિ અને ચાંદની છે, અને અમારા બાળક પણ અમારી દવા થી લઇને ટાઈમ પસાર કરવા માટે ના એક સાધન બની ને તમે હમેશાં અમારી પાસે છો, અને આ વાત ને સાત વરસ થઈ ગયા, એ પહેલાં પણ અમારી પાસે આ આશ્રમ દ્વારા સુખ હતુ, પણ જયાર થી તમે અમારી મદદ કરવા આવ્યા છો ત્યાર પછી થી અમારો નવો જન્મ થયો છે.

કોકી કાકી = હા, બેટા જયાં સુધી અમણે અમારી ચાં અને દવા  અમારી ચાદંની ના હાથ થી મળતી નથી ત્યા સુધી અમારી અમારી સવાર પડતી નથી. અને કદાચ રાતે દસ વાગ્યે આપણે બઘા ચાલવા ના જઈએ ત્યા સુધી રાત નથી થતી. હવે અમારા દુખ તમે લઈ લીધા છે, પણ આ સરપ્રાઈઝ અમણે ખૂબ સરસ મજાનું લાગ્યુ. હવે અા આપણુ ઘર છે.

આદિ = હા, આ આપણું ઘર છે અને ઘરમાં આપણા સુખ અને દુખ છુપાયેલા છે. એક વાત અમે તમણે કેહવા માંગીઅે છીએ, હું અને ચાંદની બંને અનાથ બાળકો છીએ અમે એક જ આશ્રમ માં હતા, અને પછી એક સાથે પત્રકાર બન્યા બાદ અમે અહીં એક ન્યુઝ ચેનલોના પ્રતિનિધિઓ થકી અહી આવેલા એક એક લેખ ના અભ્યાસ માટે અને આ આપણાં આશ્રમમાં એક લેખ માટે અહી આવ્યા હતા અને અહી જ થંભી ગયા, અને તમારી સેવા માં રોકાય ગયા અને આજે અમને માં-બાપ મળી ગયા, આ વાત હમણાં તમણે કરીએ છીએ અમને માંફ કરશો. 

અનિલ કાકા = ઓ બેટા તુ અમને માંફ કરી દે, તમે જ અમારા થકી એક પરિવાર પ્રેમ શોધો છો અને અમે તમારા માં એક બાળક નો પ્રેમ શોધીએ છીએ. આપણે એક બીજા સાથે મળીને આ આશ્રમ આપણું ઘર બનાવીઅે, હવે આ સાથ થકી આ ઘર આપણું ઘર થશે.

ચાદંની = અને અમારી પાસે એક નહીં પણ ધણાં બધા મમ્મી પપ્પા છે .અનિલ કાકા, કોકીકાકા,   રમણકાકા, કિશોર કાકા   રમીલા કાકા,   જતીન કાકા, કેતન કાકા , અને આમ અાપણું પંદર વ્યકિત નું નાનુ સુખી ઘર એટલે" આપણું ઘર "

આદિ = તમે પણ આજથી યાદ રાખજો આ વૃધ્ધાઆશ્રમ નથી આપણું ઘર છે અને આ ઘર પ્રેમ, અને સમર્પણ થી બનેલુ છે. આજે અમને માં-બાપ મળી ગયા છે.
     " ना हार चाहिए "
       " ना जीत चाहिए "
जीवन मे अच्छी सफलता के लिए  परिवार का साथ चाहिऐ...!!

જતીન કાકા = અને અમને અમારા બાળક નો પ્રેમ મળી ગયો.

આદિ = અને કાકા એક વાત કેહવી છે.

જતીન કાકા = હા, બોલ બેટા,

આદિ = હું અને ચાંદની એક બીજા ને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ કરીએ છીએ , અને અમને લગ્ન કરવા ની છુટ આપો અમને .તમે કહેશો તો લગ્ન થશે એવુ ચાંદની કહે છે.

રમીલા કાકી = હા કેમ નહીં તેમ અમને જણાવ્યુ એજ મહત્વ નુ છે. પણ આ વાત પહેલા કેમ   ના કરી અને હું કહું કે આજે દિવસ સારો છે એટલે તમારા લગ્ન ની તારીખ જાહેર કરીએ.

પછી આદિ અને ચાંદની બંને એ બધા કાકા અને કાકી નો આભાર માન્યો .

?वो जमीं मेरा वो ही आसमान है
वो खुदा मेरा वो ही भगवान् है,
क्यों मैं जाऊं उसे कहीं छोड़ के
माँ -बाप के क़दमों में सारा जहान है।
और परिवार सबकुछ है ।?