Aapanu ghar - 4 books and stories free download online pdf in Gujarati

આપણું ઘર - 4

આપણું ઘર

   ભાગ 4 


ભાગ 3 જોયુ તેમ એક અલગ પાત્રો જોવા મળે છે આદિત્ય અને ચાંદની એક પત્રકાર છે તેઓ અહીં એક લેખ માટે આવે છે અને તથા ત્યા રહે છે તેવા સમયે કિશોર કાકા અને અખિલેશ કાકા સાથે કરણ અને કોમલ એ બહાર એક મહીના માટે શહેર માં જવાનુ થાય છે ત્યારે કરણ અને કોમલ એ આદિત્ય અને ચાંદની ને આ વૃધ્ધા આશ્રમ ની કાળજી માટે રાખે છે અને પછી કહાની તો ખબર છે કે તેઓ પ્રેમ માં પહેલા જ હતા પણ લગ્ન દરમિયાન પણ બઘા ની મંજુરી લેેેય છે. અને આ આશ્રમ ને પોતા નું ઘર ગણે છે પણ દુઃખ ની વાત એ છે કે તે બંને અનાથ બાળકો જ હતા અને અહી તેઓ ને ઘર જેવુ વાતાવરણ મળે છે અને ત્યારે કરણ અને કોમલ તો યાદ જ રહેતા નથી એક મહિના માં આ ઘર ને પોતા નુ બનાવે છે અને વૃધ્ધા આશ્રમ નું નામ પણ બદલી નાખે છે અને બધા ને સરપ્રાઈઝ આપે છે અને આપણું ઘર નામ આપ્યું છે. 

એક મહીના પછી બધા પરત આવે છે અને તેપણ રાત્રે આવે છે અને તેઓ નું ધ્યાન પહેલા આપણું ઘર જે લખ્યુ હતુ તેના પર નજર  કેન્દ્રિત થાય છે

કોકી કાકી= આ આદિત્ય અને ચાંદની એ સારુ કયું છે. 

કરણ = હા કાકી ખૂબ સારુ થયુ 

કરણ અને બધા દરવાજો થોકે છે અને બધા સરપ્રાઈઝ થઈ જાય છે કે કરણ અને કોમલ સાથે બઘા આવી જાય છે અને ત્યારે બઘા મળે છે અને ખુબ ખુશ થઇ જાય છે અચાનક બધા મળે છે એટલે ઘરમાં અડધી રાત્રે એક પાર્ટી જેવો માહોલ જોવા મળે છે આદિત્ય અને ચાંદની પણ કરણ અને કોમલ ને મળે છે અને સાથે કરણ અને કોમલ ના બાળક ને પણ મળે છે અને ત્યારે પછી બધા સૂઈ જાય છે.

અને પછી કરણ અને કોમલ આદિત્ય ના રૂમ માં જાય છે અને ધન્યવાદ કરે છે અને પછી રાત ની એ  ચાંદની માં ચારે જણા આખી રાત સુધી જાગી ને વાતો કરે છે અને એક બીજા ની લવસ્ટોરી કહે છે અને ગરમ ગરમ કોફી પીય છે અને લગભગ બે વાગ્યે 

કિરણ = ચાલો આપણે સૌ બહાર ચા પીવા જઈ જયારે  અમે લગ્ન  પહેલા છાનામાન જતા હતા. 

કરણ = હા ચાલ, અરે તમે પણ ચાલો આદિત્ય અને ચાંદની 

અને ચારો જણા ભાગતા ભાગતા ચા સ્ટોલ પર જાય છે 

આદિત્ય = અહી ચા આખી રાત સુધી મળે છે કેમ? 

કરણ = હા આખી રાત મળે અને આને કારણે તો અમારી સ્ટોરી આગળ વધી છે. 

અને ચા પીતા પીતા આખી રાત સુધી વાતો કરે છે અને રાત નો આ સમય નિકળે છે 

બીજા દિવસે બધા આંગણા માં  બેઠા બેઠા  પરોઢે ચા પીય રહ્યા હતા અને બરાબર પરોઢિયે કરણ અને કોમલ બધા માટે જે શહેર માંથી ગિફ્ટ લાવ્યા હતા તે આપ્યા પછી અચાનક કોકી કાકી  બેહોશ થઇ જાય છે અને ત્યારે તેઓ ને તરત  હોસ્પિટલ ખસેડવામાં આવ્યા  અને રિપોર્ટમાં એક રોગ આવે છે અને ઘર માં ગભીર વાતાવરણ થઈ જાય છે અને ડોક્ટર એક ઓપરેશન કરવા નું કહે છે . પણ એટલા બધા રુપિયા મળતા નથી. કોમલ અને ચાંદની પોતાના લગ્ન ના ઘરેણાં વેચે છે અને બાકી બઘા કાકા અને કાકી એ પોતા ની બચેલી પૂંજી  આપે છે તો પણ ધટે છે એક દિવસ કરણ અને કોમલ અને સાથે આદિત્ય અને ચાંદની સાથે વાતચીત કરતા હતા ત્યારે એક હિંમત મળે છે. 

ચાંદની = કોમલ દીદી એક કામ કરીએ કરણ ભાઈ તમે એક લોન લઈ લો જેથી રુપિયા મળી જાય. 

કરણ = હા ચાંદની  સાચી વાત અને જેથી કોકી કાકી સારા થઈ જશે. 

 લોન મળવે છે અને નાણા મેળવે છે ત્યારે ડોક્ટર થકી ઓપરેશન કરવામાં આવે છે. અને આ દુઃખ ની ઘડી માં આખુ પરિવાર સાથે જોવા મળે છે અને પછી કોકી કાકી નું ઓપરેશન થાય છે અને સહીસલામત રીતે ઘરે આવે છે . અને બઘા ખૂબ ખુશ થઈ જાય છે ત્યારે ત્યારે જ કિશોર કાકા ને હાટૅએટેક આવે છે અને તેઓ આ દુનિયામાં માથી વિદાય લીધી આખુ ઘર એક ગમ માં ડુબી જાય છે અને બઘી બાંજુ કાકા સાથે ના હસી ખુશી ના ચિત્ર ઉપસી આવે છે અને કરણ ,કોમલ અને આદિત્ય અને ચાંદની  ખુબ કોશિશ કરી રહ્યા હતા કે બઘા આ ધા માથી જલદીથી બહાર આવે.  પણ કિશોર  કાકા ની યાદ ખૂબ આવતી હતી અને તેમા તેમણા મિત્ર તો ખુબ રડયા અને ભગવાન સાથે લડયા પણ કે મારો સૌથી સારો મિત્ર લઇ લીધો અને કોમલ તેમણા દાદા ની મોત નીપજ્યું છે તે ગમ માં બેહોશ થઇ જાય છે ત્યારે કરણ કિશોર કાકા ના પત્ની યમુના કાકી ને સંભાળે છે .અને બધા એક બીજા ની  સંભાળ રાખવા નો પ્રયત્ન કરે છે. 



Richa Modi 
કમશઃ