vahu tamri jevi dikri books and stories free download online pdf in Gujarati

વહુ તમારી જેવી દિકરી

વહુ તમારી જેવી દિકરી ભગવાન બધાજ ના ઘરમા દે...!!!

ગામમાં એક જ કુવો હતો રમીલા દરરોજ સવારે કુવામાથી પાણી ભરવા જાય દરરોજ કુવે માથાકૂટ પાણી માટે કરવાની ઘરે આવીને સવારે વહેલા ઘરનું બધુ જ કામ કરવાનું અને ઘરમા ખુણામા રહેલ ગાયનું કામ પણ રમીલા એ જ કરવાનું રમીલાના લગ્ન થયા હજી છ મહિના થયા હતા.રમીલા એ માસ્ટર ડીગ્રી કરી હતી..
રમીલાને ઘણી વાર થતું મારા બાપુજી એ મને આવા ઘરમા કેમ પરણાવી હશે..હું એટલુ બધુ ભણી માસ્ટર ડીગ્રી કરી પણ મારા બાપુજી એ મારા માટે આવુ ઘર શા માટે ગોતું હશે..

પરેશ દરરોજ સવારે વહેલા વાડીએ કામ કરવા જતો વાડીનું કામ પુરુ થાય ત્યારે રાત્રે ઘરે આવે.પણ રમીલાને તે ઘરમા બધા જ ખુબ પ્રેમ કરતા ખુબ જ રાખતા પરેશ પણ એટલો જ પ્રેમ કરતો રમીલાને કયારેક રમીલાને તાવ આવ્યો હોય તો ઘરના બધા જ રમીલાના સેવામાં લાગી જતા.પરેશ દોડીને ડોકટરને બોલાવી લાવતો.રમીલાના સાસુ તેને શીરો કરી આપતા રમીલાનુ ખુબ જ ધ્યાન રાખતા..

એક વષઁ એવું બન્યું કે ખેતરમાં જે પાક થયો તો તે વરસાદને કારણે બધો જ ધોવાય ગયો ઘરમા તે વષઁ ખાવાના પણ ફાફા પડતા હતા.
રમીલા ઘણા દિવસથી કેહતી હતી કે આપણે કોઈ શહેરમાં જયે.પણ પરેશ માનતો ન હતો..આ જ રુમ બંધ હતી રમીલા પરેશને કહી રહી હતી કે તમારે શહેર ન આવું હોય તો કહી નહી હુ કાલે જઈ રહી છુ.

બાપુજી બારણેથી સાંભળી રહીયા હતા પરેશ રુમમાંથી બહાર નીકળતા જ બાપુજીએ તેને બોલાવો.પરેશ આ વષઁ જમીનમાં પાક સારો નથી થયો તમે શહેર જઈને તમે કંઈક કમાય શકતા હોવ તો તમે જઈ શકો.
વહુ પણ ભણેલા છે..
તે પણ કંઈક નાની નોકરી કરી શકશે.
ના પણ બાપુજી હું તમને મુકીને કેવી રીતે જઈ શકુ.ના બેટા તુ જા અને વહુને પણ લેતો જા મારી પાસે પાંચ હજાર રુપીયા છે એ હું તમને આપું છુ.
સારુ બાપુજી.!!

રમેશને ઘર છોડીને જવાનું મન નોહતુ થતું પણ હવે શહેર જવું જ પડે તેમ હતું.રમેશ અને રમીલાને શહેર જવા માટે રવાના થયા..
શહેરમાં એક નાનકડું ઘર ભાડે રાખી બન્ને રેહવા લાગ્યા.થોડા દિવસમાં જ રમેશને એક સ્ટોરમાં નોકરી મળી ગઈ છ હજાર પગારમાં જ રમીલા પણ ધીમે ધીમે નાના બાળકોને ટયુશન કરાવા લાગી ગઈ.ધીમે ધીમે એક વષઁ થઈ ગયુ રમેશ સારુ કમાવા લાગ્યો હતો.

બાપુજીને થયું એક વષઁથી હું મારા દીકરાને અને વહુને શહેરમાં મળવા નથી ગયો બે દિવસ લે ને હુ જઈ આવુ.શરુવાતના ત્રણ દિવસ ગયો હતો તે પછી ગયો જ નથી.
બાપુજી એ દિકરા ને ફોન કર્યો બેટા હું બે દિવસ તમારા ઘરે આવુ છુ.પણ બાપુજી મારે રવિવારે રજા હોય અને રમીલા પણ ટયુશન કરાવે તેને પણ સમયનો હોય એટલે તમે રવિવારે આવજો.હા બેટા કોઈ વાંધો નહી..
હુ રવિવારે આવીશ.તેમ કહીને બાપુજી એ ફોન કટ કરી દીધો.રમેશને થયું રવિવારે તો મારા ઘરે મારા દોસ્ત આવવાના છે.
તરત જ રમેશે બાપુજીને ફોન કર્યો  તમે મહિનાના છેલ્લા રવિવારે આવજો આ રવિવારે મારા દોસ્ત ઘરે આવવાના છે.
હા બેટા કોઈ વાંધો નહી.બાપુજીને થયું શું શહેરમાં લોકોના ઘરે તેની પાસે સમય જ નહી હોય..કે એક દિકરો તેના બાપને આવવાની ના પાડી રહ્યો છે આજે..
ફોન મુકતા જ બા એ પુછયુ શું કીધું દિકરા એ
મજામાં તો છે ને એ બન્ને .હા બન્ને મજામાં છે અને તેમણે એમ કહ્યું કે તમે અને મારી બા મહિનાના છેલ્લા રવિવારે આવજો જો એમને અત્યારે કામ હોય તો તમે એકલા નહી આવતા સાથે આવજો.આજ પહેલી વાર જીવનમાં તે તેની પત્ની સામું ખોટું બોલ્યા હતા.મારા રમેશ પર મને ભરોસો હતો જ કે મને પણ તે બોલાવા વગર નહી રહે.ચાલો હુ પણ તમારી સાથે આવીશ.મહિનાના છેલ્લા રવિવારે બાપુજી અને બા રમેશના ઘરે ગયા ..

ઘરમા આવતા જ વહુ તેને હસીને આવકાર આપ્યો અને તેમના પગ સ્પશઁ કર્યા .
રમેશ પણ ઘરમાંથી તરત જ બહાર આવો.
રમેશ તેના બાપુજીને અને બા ને ઘરમા લઈ ગયો આ તમારો રુમ ..
બાપુજી રુમ જોયને આસુ પડવા લાગ્યા આ શું બેટા..હા બાપુજી તમે પહેલા ખુણામા માટલું રાખતા પાણીનું એ માટલું ત્યાં જ છે ..
અને હા પહેલા ખાટલા પર તમારી ભગવતગીતા તમે દરરોજ વાંચો તે બાપુજી મને અને રમીલાને તમારા વગર રહેવું અહીં જરા પણ ગમતું નથી..
તમે પહેલા આવ્યા તા ત્યારે રમીલા એ મને કીધું કે બાપુજીને અહીં નથી ગમતું એવું મને લાગે છે.તમારો ફોન આવ્યો એટલે મે તમને એક મહીના પછી આવવાનું કહ્યું કેમકે મારે અને રમીલાને તેવો જ કમરો બનાવો હતો જેવો આપડે ગામડે છે..
મે જયારે રમીલાને કહ્યું બાપુજી અને બા આવવાના છે તે એક મહીનાથી ખુશ થઈને ઘરમા ફરતી હતી.અને આ બધી જ વ્યવસ્થા રમીલા એ કરી છે.

રમીલા આંસુ સાથે બોલી..
હા બાપુજી મને તમારી અને બા વગર જરા પણ અહીં ગમતું નોહતુ.
મને અને રમેશને કહી થયું હોય તો દોડીને તમે અમારી પાસે આવતા ખુબ જ પ્રેમ કરતા બાપુજી હજી અમારે એવો જ પ્રેમ જોય છે 
તમારા માટે મે આ રુમ તૈયાર કર્યો છે તમે રહેશો ને અહીં.બાપુજી તમે ના તો નહી કહો ને..!!!

વહુ તમારી જેવી દિકરી ભગવાન બધા જ ના ઘરમા દે..તમે એટલી મેહનત કરી રુમ તૈયાર કર્યો છે ને અમે અહીં કેમનો રહેવી.વહુ બેટા હું અને તારી બા હવેથી અહીં જ રહેશું ..
રમીલા દોડીને રુમમાં ગઈ અને પૈડાનુ બોકસ
લઈ આવી.....લો બાપુજી પૈંડા...!!
વહુ બેટા તારી બાને નહી આપતી પૈડા હો..
નહી તો ડાયાબિટીસ વધી જાશે.બાપુજી 
બે તો પૈડા બા એ લઈ લીધા..બાપુજી અને રમેશ હસી પડયા..
ગામડાની જેમ જ શહેરમાં આજ રમીલા એ બાપુજીના રુમમાં વાતાવરણ ઊભું કરી દીધું  હતું .     
                            
                            
લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...