Maari Mammy books and stories free download online pdf in Gujarati

મારી મમ્મી

મારી મમ્મી

સુરજ ની પહેલી કિરણ ની છાયા પડતા ખીલી ઉઠેલુ આ અમુલ્ય મંદિર, અને ખાસ પુનમ ના દિવસે સુરજ ની પહેલી કિરણ અને રાત ની ધબકતી ચાંદની માં જિંદગી ના રંગ માનતો  આ પુનમ નો મેળો અને અને તે પણ નદી કિનારે આવેલા નંદી ગામ ખાતે એક મેળો, ખૂબ લોકપ્રિય અને સુંદર છે અને આ ગામમાં મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવે છે .આ મેળો પુનમ ની ચાંદની રાત્રે યોજાય છે .અને તે નદી કિનારે વસેલા શંકર ભગવાન નો અનુપમ આશિષ જોવા મળે છે જયાં જુઓ ત્યા ફૂલો અને ચાંદની ની ચમક દેખાય છે. પૂનમ ની ચાંદની માં કળા એ ખીલે છે આ મેળા નો પ્રસંગ, અનેરો મહિમા ઉજાગર કરતી આ નદી ઉપર નુ મંદિર એ ધામિક ધામ ગણાય છે

"તેમાં પણ એ ચાંદની માં તરબોળ થઇ ચારો તરફ ફરતો આ ઉત્સવ નો ઉમંગ ,દુર દુર થી અહી પોતા ના દિલ ની મુરાદ પુરી કરવા આવે છે કારણ કે અહી મંદિર માં આપણી બઘી ઈચ્છા પુરી થયા છે એવો મહિમા ઉજાગર છે."
"અને એટલે અહીં ઉત્સાહ થી લોકો ની ભીડ જામી છે અને દુર દુરથી લોકો પોતાની મુશ્કેલીઓ અને ઈચ્છા લઇ ને આવે છે "
"ઠંડા પવન ની મેળા પણ ખૂબ ઠંડી અસર થાય છે. નદી ના પાણી પડતો મંદિર નો અનેરો પડછાયો એ ઉલ્લેખનીય બાબત છે અને અહીં લોકો ખાસ નદી કિનારે બેસવા પણ આવે છે. અને છેલ્લા કેટલાક સમયથી અહીં દર પૂનમ ની રાત્રે મેળો ભરાય છે ."

"આ મેળો ખૂબ લોકપ્રિય અને મોટો ભરાય છે ,તે મેળા માં અને દુકાનોમાં જોવા મળે છે બધા લોકો પોતા ની દુનિયામાં ખૂબ જ મસ્ત હોય છે ત્યારે અચાનક તે મેળા માં એક બાળક અને તેની મમ્મી બન્ને નદી કિનારે બેઠા હતા અને બંને ખુબ જ રડતા હતા તેઓ ખૂબ જ દુઃખી હતા અેક બીજા ને બસ કોઈ ને કોઈ બહાને મનાવવા નો પ્રયત્નો કરતા હતા ત્યારે તે બાળક ના મમ્મી કહે છે

"નીલ બેટા થોડી વાર ચાલ મેળા માં ફળી આવીએ,"

"તેના મમ્મી ખૂબ જિદ કરે છે "

"તે બાળક ને મેળા માં લઈ જાય છે ત્યારે પણ જતા જતા તે બાળક પાછળ ફળી ને ફક્ત વહેતુ પાણી અને આકાશ નો ચાંદ બંને ને જોઈ ને ખૂબ રડે છે અને જોયા જ કરે છે અને વારંવાર તેના મમ્મી તેના આંસુ લુછે જ જાય છે . ત્યારે તે બાળક ના મમ્મી એ ભીની આંખે તે બાળક ને કહે છે "

" બસ બેટા રડ નહીં જો હું એક વાત કહું જો હું તારા પપ્પા ની જગ્યા તો તારા દિલ માં ના બનાવી શકું પણ હું તારી મમ્મી જ છુને મારી ખાતર ચુપ થઈ જાય જો ભલે તારા પપ્પા અહી નથી પણ તેઓ તારી આખ-પાસ જ છે. "

" પણ તે નીલ એવો જવાબ આપ્યો કે તેના મમ્મી પણ રડી પડ્યા "

"મમ્મી એક વાત કહું "

હા બોલ નીલ "

"પપ્પા એ આપણો સાથ કેમ છોડી દીધો તેમણા કેટલા બધા વાયદા અધુરા છે તેઓ એ કહ્યું હતું કે મને તેઓ દર પૂનમે અહી મેળા માં ફરવા લાવશે! "

" હા પણ બેટા જો તને ખબર છે કે અહી મહાદેવ એ બધા ની ઈચ્છા પુરી કરે છે અને સમસ્યા હલ કરે છે પણ ધણી સમસ્યાઓ ખૂબ મોટી હોય જે શંકર ભગવાન થી પણ દુર ના થાય પણ તું પપ્પા નો અકસ્માત ને યાદ ના કયા કર, તે સર્જાયો હતો અને હવે આપણે એકલા છીએ અને હવે એક બીજા સાથે મળીને જીવવુ પડશે  અને તુ આમ રડશે તો તારા પપ્પા ને ના ગમે !"

" પણ પપ્પા!!! "

" મમ્મી મને તો ફક્ત પપ્પા જોઈએ છે! "

" આ ice-cream ખા "

" સામે જો એક તારો છે તે તારા પપ્પા છે તુ એમને જોઈ શકે છે અને તેમની સાથે વાતો પણ કરી શકે છે પણ તને જવાબ ના આપે ત્યારે ફકત તારી આંખોમાં આવેલા ઝળઝળિયાં આસું રોકવા પડે અને આખો બંધ કરી દિલ થી તારા પપ્પા નો અવાજ સાંભળવા નો પ્રયત્નો કરવા ના તું દિલ થી વિચાર કરશે તો તારા પપ્પા અહી જ છે "

"એવુ મમ્મી તો સારુ તુ તો ice-cream ખા અને મારી શંકર ભગવાને ઈચ્છા પુરી કરી "

"ભીની આંખે તે કહે છે કે હા બેટા! "

" ચાલ હૂં તને બીજુ કંઈક બતાવુ બેટા"

" હા મમ્મી ચાલો "

" જો પેલા મંદિર ની બહાર છોકરાઓ બેઠા છે કોઈ દિવસ જોયા છે તારા પપ્પા સાથે આવતો હતો ત્યારે! "

" ના મમ્મી કોણ છે તેઓ "

" આ છોકરાઓ એજ છે જેના માં-બાપ નથી હોતા તું જો તેમના મોઠા પરની માસૂમ છવી અને પોતાને જો "

" હા મમ્મી તેઓ કેટલા મજામાં છે તેઓ પાસે તો મમ્મી અને પપ્પા બંને નથી અને મારી પાસે તો મારી મમ્મી છે તો પણ હું કેટલો દુઃખી છું. સોરી મમ્મી પપ્પા નથી તો શું થયુ તુ તો છેને મારી સાથે !"

" હા બેટા હંમેશા છું અને હું એમ પણ નથી કહેતી કે તું પપ્પા ને ભુલી જા પણ આટલુ બધુ રડવા નો કોઈ મતલબ ખરો! "

" હા મમ્મી હું હવે તારા બઘા સપના સાકાર કરા જે પપ્પા સાથે જોડાયેલા છે હવે તુજ મારી મમ્મી અને પપ્પા બંને છે "

" ચાલ તો બેટા પછી મેળા માં ફળીએ, જો પેલી ચકડોળ માં બેસ તારી મનપસંદ છેને "

" તે છોકરો ચકડોળ માં બેસે છે પણ નીચે તેના મમ્મી ખૂબ રડે છે અને ચકડોળ ની જેમ જિંદગી ફરી હોય તેમ લાગે છે અને મન માં ને મન માં એક ઉદાસી છવાઈ જાય છે અને જણે મન જ ભગવાન સાથે લડે છે કે( મે મારા દિકરા ના આંસુ તો દુર કયાં પણ હું મારા મન ને કેવી રીતે મજબૂત કરુ પણ કંઈ નહીં જયા મારુ બાળક ખુશ ત્યા આ આસું ની કોઈ કિંમત નથી) પછી આસું લુછે છે અને તે મહિલા ના શ્વાસ જાણે ચકડોળ ની જેમ આખી જિંદગી તે બાળક ની આજુ બાજુ ( ગોળ ગોળ)  સ્નેહ ફળે છે. અને હસી ને પોતા ના દિલ અને દિમાગ ને ખૂબ શાંત કરે છે "

"અને વિચાર કરે છે કે હું મજબૂત થઇ ને રહીશ હું આજ ની નારી શક્તિ છું અને હું રાણી લક્ષ્મી બાઈ ની જેમ આ જીંદગી ના પ્રવાસમાં માં હું લડીશ અને મારા બાળકને એક સંસ્કારી અને મોટો માણસ બનાવવાના ખૂબ પ્રયત્નો કરીશ.

"ઉપર ચકડોળ માં બેઠેલો છોકરો તેની મમ્મી ને હસવા નો ઈશારો કરે છે અને મન માં બોલે છે
હું તમને ખુબ પ્રેમ કરું છું મમ્મી
મમતાની મૂર્તિ,  એવી મારી મમ્મી એ મારા માટે માં-બાપ બંને છે અને હું ક્યારે ના પુછુ કે પપ્પા ક્યા છે કારણ કે તું ખૂબ દુખ થાય છે. love you mom "

"નીલ ચાલ બેટા ખૂબ મોડુ થયુ છે  "

" હા મમ્મી આવું છું અહી ખૂબ મજા આવે છે તમે પણ આવો "

" ના!  તુ બેસ "

" બીજા દિવસે સવારે ચાલ બેટા શાળા એ જવાનુ છે તૈયારી કરી લીધી? "

" હા મમ્મી! "

"તેના મમ્મી બુમ બરાડા પાડતા પાડતા તેના રૂમ તરફ ગયા ત્યારે અચાનક તેમની બુમ બંધ થઈ ગઈ અને  તે જોઈ છે કે નીલ તેના પપ્પા ના ફોટા ને હાથ જોડીને નમન કરતો હતો અને એક શ્લોક બોલતો હતો "

" નીલ બેટા શ્લોક ભગવાન સામે જ બોલવા નો "

" પણ મમ્મી મારા ભગવાન તો એજ હતા જેમ તું છે હમણાં  અને અચાનક તેના મમ્મી ને નમન કરે છે "

" અરે નીલ બેટા મને તો તું દરરોજ નમન કરે છે ! "

" તો આજ થી પપ્પા  ને પણ કરીશ "

"થોડા દિવસ પછી શાળા માં એક પ્રોજેક્ટ અંતર્ગત પપ્પા પર થોડુ બોલવા નું હતું અને નીલ ના મમ્મી ને પણ પ્રોગ્રામ માં બોલાવવામાં આવે છે અને તેના મમ્મી ને ત્યા ખબર પડે છે કે નીલ ને પપ્પા પર બોલવા માટે આપ્યુ છે અને ત્યારે તે એવુ કંઈક બોલે છે કે ત્યા  બેઠેલા બધા લોકો ને આંખ માં આંસુ આવી જાય છે અને પહેલો નંબર આપે છે "

" નીલ બોલવા નું શરુ કરે છે "

"(મમ્મી છે મારી આજે મારા પપ્પા !
મમ્મી છે મારી આજે મારા પપ્પા !


મમ્મી છે આજે મારો ચમકતો તારો
અને પપ્પા છે તે તારા નું બીજુ સફળ !


મમ્મી છે મારી મારા આંસુ લુછ નારી
અને પપ્પા છે તે આંસુ ના દર્પણ !


મમ્મી સાથે છે જીંદગી ની ખુશી  
અને પપ્પા છે એ ખુશી નું કારણ ! 


મમ્મી છે મારી જીંદગી નું હાસ્ય
અને પપ્પા છે તે હાસ્ય  ના કલાકાર ! 

મમ્મી એ ભીની આંખો  નો પ્રેમ છે 

પપ્પા મારા પપ્પા નથી મારી સાથે 

પણ તેઓ હમણાં પણ તમારી વચ્ચે બેસી ને મને સાંભળે છે કારણકે
મમ્મી છે મારી આજે મારા પપ્પા!
મમ્મી છે મારી આજે મારા પપ્પા!)


" આ સાંભળી ને તાળીઓ નો ગણગણાટ થી  આખો હોલ ઊભો થઈ ગયો અને બધા ની આંખ માં આંસુ સરી પડ્યા હતા અને તેના મમ્મી દોડતા દોડતા સ્ટેજ ઉપર આવી ને નીલ ને ભેટી પડ્યા અને ત્યારે નીલે તેની મમ્મી ના આંસુ લુછે છે "

" બેટા તારી આ રચના સાંભળી ને મને ગર્વ અનુભવું છું અને તું આ વિષય પર કવિતા બોલવા નો હતો તું બોલ્યો કેમ નહીં "

" તમારા માટે સરપ્રાઈઝ હતુ  કેવુ લાગ્યુ! "

" અરે ખૂબ સરસ અને મને એ પણ ખબર પડી કે તુ કયાં આગળ વધી શકે છે તારા પપ્પા એ તને રસ્તો ખુલ્લો કરી આપ્યો "

" શું મમ્મી! "

" તારી આ કવિતા તને ખૂબ સારા કવિ બનાવી શકે છે "

" સમય વીત્યો અને નીલ ને તેના મમ્મી ખૂબ ભણાવે છે અને સાથે સાથે તેના આ કવિતા ના ટેલેન્ટ ને આગળ વધારે છે અને સમય આવતા નીલ એક ખૂબ મોટા કવિ બને છે અને ખુબ સારા માણસ પણ બને છે "

" અહી આ સ્ટોરી પુરી થાય છે પણ   એક સ્ત્રી અને પુરુષ જીવન દરમિયાન જીદંગી ના મંચ પર ઘણા પાત્ર કરે છે પણ તે પાત્ર માં સૌથી અગત્યની છે હોય તો તે એક માતા અને પિતા ની હોય છે અને માતા તરીકે ફરજ બજાવવી ખૂબ અધરી વાત છે. અહી સ્ટોરી માં પણ એવી જ એક સ્ત્રી ની મહાનતા બતાવી છે તે પોતાના આસું છૂપાવી તે બાળક ના આસું પહેલાં લુછે છે એટલે કહેવાય છે કે સ્ત્રી ખૂબ જ મહાન હોય છે તેને સન્માન આપવું એ એક ભગવાન ના સન્માન બરાબર છે અને મજબૂત પાયો નાખે છે  અાજ ની સ્ત્રી હોય કે 1885 ની સ્ત્રી હોય કે 2050 ની સ્ત્રી  હોય જે પાત્ર કાલ્પનિક ફેરફાર નથી આવતો તે છે માં!!!!  નારી તમે તેટલી પણ ફેશન માં માનતી કેમ ન હોય પણ હજુ આ એકવીસમી સદી પછી પણ આ માં ની મમતા મા કયારે પણ ફેરફાર આવતો નથી "


"આ વાર્તા કાલ્પનિક લખાણ માં છે "
Richa Modi