A new beginning - 12 books and stories free download online pdf in Gujarati

અ ન્યૂ બિગિનિંગ - પ્રકરણ-૧૨

વાતાવરણ આખુ શાંત અને ગમગીન બની ગયુ હતુ. ત્રણેય મિત્રો એકદમ ચુપ થઈને સાબરમતીને જોઈ રહ્યા હતા.

“સતિષ આમ ચુપ રહેવાથી પ્રિયા તને મળી નથી જવાની. જે સફર શરૂ જ નથી થઇ તેને હવે ફરી શરૂ કરવામાં કોઈ ફાયદો નથી. યાર તુ થોડો વધારે મોડો પડ્યો. હવે દુખી થવાને બદલે તારી પાસે ખુશ રહેવાના ઘણા કારણ છે. એ કારણ શોધ અને જિંદગી ખુશી ખુશી જીવ. અમારે બસ એટલુ જ જોઈએ છે.” નરેશે કહ્યું.

“ના નરેશ હું દુખી નથી. બસ હવે પસ્તાવો થાય છે. નરેશ હું પ્રિયાને મેળવવામાં મોડો નથી પડ્યો. હું તો માણસ બનવામાં મોડો પડ્યો છુ. જો વહેલા માણસ બની ગયો હોત તો આજ પ્રિયા મારી પાસે હોત. યાર મને સજા તો મળવી જ જોઈએ. તુ આરુ વખતે મને કહેતો હતો ને કે મારે સ્ત્રીઓની રીસ્પેક્ટ કરતા શીખવાની વધારે જરૂર છે. યાર તારી વાત સો ટકા સાચી હતી પણ હું તો એ શીખવામાં પણ મોડો પડ્યો. તેથી મને સજા મળવી જ જોઈએ. મને સજા મળવી જોઈએ કારણ કે જે જન્મદાતા થકી હું આ દુનિયામાં આવ્યો તેઓની સાથે પણ મેં કોઈ દિવસ સમય પસાર નથી કર્યો. સોરી નરેશ. હું તો મિત્ર કહેવાને પણ લાયક નથી. ભાઈ જેવા ભાઈબંધના લગ્નમાંથી હું એક નાનકડી વાતને લઈને પાછો ચાલ્યો ગયો. મેં જે કર્યું એ દુશ્મન પણ ન કરે. સોરી ખેંગાર હું મિત્ર કહેવાને લાયક નથી.” સતિષ રડવા લાગ્યો.

“એય અત્યારે શું આ બધુ તુ યાદ કરીને રડે છે. જે થવાનુ હતુ એ થઇ ગયુ હવે એ બધુ યાદ કરીને રડવાથી કોઈ ફાયદો નથી. મેં તને હજી હમણાં જ કહ્યું કે ભૂતકાળને ભૂલીને જ નવી શરુઆત થાય છે તેને સાથે લઈને નહિ પણ તુ ફરી ભૂતકાળને યાદ કરીને રડે છે?” નરેશે કહ્યું.

“આઈ થીંક નરેશ આપણે ફરી એક વખત પ્રિયા સાથે વાત કરી લેવી જોઈએ. કદાચ એ માની જાય.” ખેંગારે કહ્યું.

“ખેંગાર એવી થોડી પણ શક્યતા હોત તો હું સતિષને આમ રડવા દેત? મેં ઘણી વખત કોશિશ કરી પણ તે ન માની. છેલ્લે તેણે મને કહ્યું કે હું તેની સાથે વાત મનાવવા જબરદસ્તી ન કરી શકું. બોલ આ સાંભળીને પણ ફરી મારે તેની સાથે વાત કરવી જોઈએ?” નરેશે કહ્યું.

“વાત તો પ્રિયાની પણ સાચી છે.” ખેંગારે કહ્યું.

“નરેશ પ્લીઝ મારી એક ઈચ્છા પૂરી કરીશ?” સતિષે કહ્યું.

“એક નય સો ઈચ્છા પૂરી કરીશ બસ પ્રિયા સિવાય. બોલ તારે શું જોઈએ છે?” નરેશે પૂછ્યું.

“યાર મારે છેલ્લી વખત પ્રિયાને મળવુ છે. પ્રિયાને મળીને હું અહીંથી પાછો ચાલ્યો જઈશ. બસ એક વખત મારે પ્રિયાને મળવુ છે. પ્લીઝ.. પ્લીઝ.” સતિષે કહ્યું.

“ઓકે તારી ઈચ્છા પૂરી થઇ જશે પણ અત્યારે તુ રડવાનું બંધ કર. હવે આપણે ઘરે જઈએ. રાત થઈ ગઈ છે. ચાલો નીકળીએ.” નરેશે કહ્યું.

ત્રણેય મિત્રો ઘરે જવા માટે નીકળી ગયા. ઘરે પહોચી નરેશ અને ખેંગાર તો સુઈ ગયા પણ સતિષની આંખો હજી તેની સામે તેના વીતી ગયેલા ભૂતકાળને જોઈ રહી હતી. તેને એ જોઇને ઘણુ દુખ થતુ હતુ. તે મનોમન વિચારતો હતો, “પહેલા શ્રી, પછી આરુ અને હવે પ્રિયા. શું મારી લાઈફ એક છોકરીના પ્રેમને મેળવવામાં જ વીતી જશે? ઓલરેડી જીવવામાં કોઈ રસ રહ્યો નહતો અને હવે પ્રિયા પણ નફરત કરે છે. શું મને પ્રેમ કરનારું કોઈ નહિ મળે? શું કોઈ વ્યક્તિ વગર ન જીવી શકાય? પણ કોઈ ખાસ વ્યક્તિ વગર જીવવામાં પણ કોઈ મજા નથી. પ્રભુ મને ખબર નથી કે પ્રેમ શું છે? પણ મારે પ્રિયા જોઈએ છે. એ મારી જીવનસાથી ન બને તો વાંધો નય પણ હમેશા માટે મારી સારી મિત્ર બની જાય એટલુ ઘણું છે મારા માટે.” વિચારમાં અને વિચારમાં સતિષ ઉંઘી ગયો. સવારે તેને ખબર પડી કે ખેંગાર પથારીમાં નથી. તેણે ઘરમાં બધી જગ્યાએ તપાસ કરી લીધી પણ ખેંગાર ન મળ્યો. તેને આમતેમ ફાફા મારતો જોઈ નરેશે કહ્યું,

“શું થયુ તને સવાર સવારમાં? શું ખેંગારને ગોતસ?”

“હા એ ક્યાં ચાલ્યો ગયો છે?” સતિષે પૂછ્યું.

“તુ સુઈ ગયો પછી ભાભીનો કોલ આવ્યો હતો. ખેંગારને થોડું કામ આવી ગયું છે એટલે તે વહેલા જ નીકળી ગયો છે. બપોર સુધીમાં તો તે પહોચી જશે. તુ એક કામ કર તૈયાર થઇ જા. આપણે કાંકરિયા જવાનુ છે. ચાલ ફટાફટ ફ્રેશ થઈને રેડી થઇ જા.” નરેશે કહ્યું.

“સોરી યાર હવે મારો ફરવા જવાનો કોઈ મૂડ નથી. પછી ક્યારેક જઈશું.” સતિષે કહ્યું.

“અરે ડોબા આપણે ફરવા નથી જવાનું.” નરેશે કહ્યું.

“તો ત્યાં શા માટે જવુ છે?” સતિષે પૂછ્યું.

“કાંકરિયા આપણે તારા માટે છોકરી જોવા જઈએ છીએ. તારે લગ્ન કરવા છેને? તને ત્યાં ઘણા બધા ઓપ્શન પણ મળી જશે. તને જે ગમે તે મને બતાવજે તારુ સેટિંગ કરી દઈશ. ચાલશે ને?” નરેશ હસવા લાગ્યો.

“યાર અત્યારે મજાક ન કર. સાચું બોલને ત્યાં શા માટે જવાનું છે?” સતિષે પૂછ્યું.

“ઓકે. કાલ તે કહ્યું હતુ ને કે તારે પ્રિયાને છેલ્લી વખત મળવુ છે. મેં આજ વહેલી સવારમાં ખેંગારને ડ્રોપ કરીને આવ્યો પછી પ્રિયાને કોલ કરી તારી સાથે વાત કરવા માટે મનાવી છે. જો યાર મેં તેને મહામહેનતે મનાવી છે તેથી તુ તેને કોઈ વાત મનાવવા ફોર્સ ન કરતો. જો એ ફરી તારી સાથે કોઈ સંબંધ રાખવા તૈયાર થાય તો ઠીક છે પણ તુ તેને ફોર્સ ન કરતો કે તારી સાથે તે કોઇપણ સંબંધ રાખે જ. ઓકે સમજી ગયો ને?” નરેશે કહ્યું.

“ઠીક છે. થેંક્યું યાર પણ તુ વાત એવી રીતે કરી રહ્યો છે જાણે તુ તો સાથે નથી આવવાનો. તુ આવે છે ને મારી સાથે કાંકરિયા?” સતિષે પૂછ્યું.

“હા હું આવુ છુ તારી સાથે પણ માત્ર તને ત્યાં ડ્રોપ કરવા. હું તને કાંકરિયા ડ્રોપ કરીને ઓફીસ ચાલ્યો જઈશ અને તને સાંજે મળીશ. કોઈ કામ પડે તો કોલ કરજે. જો તને ઘરે ન ગમે તો મારી ઓફીસ આવવા મને કોલ કરજે. હું મારી ઓફિસમાંથી કોઈકને તને પીકપ કરવા મોકલીશ ઓકે?” નરેશે કહ્યું.

“ઓકે સમજી ગયો મારા કરતા તારું કામ વધારે જરૂરી છે.” સતિષે કહ્યું.

“એય ખોટો ઈમોશનલ ન થા. તારાથી જરૂરી કાઈ નથી. એક કામ કર તુ ઘરે બેસ હું પ્રિયા સાથે વાત કરી લઈશ.” નરેશે કહ્યું.

“ઠીક છે ઠીક છે વાત મારે કરવાની છે એટલે મારે એકલા જવુ જોઈએ એમ જ ને? ઓકે તો હું રેડી થઇ જાવ.” સતિષે કહ્યું.

સતિષ રેડી થઈ ગયો એટલે નરેશે પોતાની બાઈક સ્ટાર્ટ કરી અને બંને મિત્રો કાંકરિયા તળાવના ગેટ નં. ૧ પર આવી ગયા. નરેશે સતિષ માટે એન્ટ્રી ટીકીટ લીધી અને સતિષને આપતા કહ્યું,

“સતિષ પ્રિયા અંદર જ છે. ક્યાં છે એ મને ખબર નથી એટલે તારે અંદર તેને તારી જાતે શોધવી પડશે. સમજી ગયો?” નરેશે કહ્યું.

“પણ એ અંદર જ છેને?” સતિષે કહ્યું.

“હા એ અંદર જ છે. સવારે તેની સાથે વાત થઇ ગઈ છે. તારી જાણ ખાતર તને કહી દવ કે કાંકરિયા તળાવ ત્રણ કે સાડા ત્રણ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ જાણ્યા પછી પણ તુ પ્રિયાને શોધીને વાત કરવા તૈયાર હોય તો જા અંદર નહિતર પછી ચાલ મારી ઓફિસે. ત્યાં તને જરાય કંટાળો નહિ આવે.” નરેશે કહ્યું.

“નરેશ, આજ સાંજ સુધી તો શું રાત સુધી પણ તેને શોધવી પડેને તોપણ હું તૈયાર છું. પ્રિયાને મળ્યા વગર તો પાછો જવાનો જ નથી.” સતિષે કહ્યું.

“હા ભાઈ હા પણ ચિંતા ન કર બપોર થયા પહેલા જ એ તને મળી જશે. જા હવે અંદર અને મળી લે પ્રિયાને. આશા રાખું છુ કે એ તારી સાથે વાત કરશે.” નરેશે કહ્યું.

“હા જરૂર. હું હવે તને સીધો ઘરે મળીશ. નરેશ યાર થેંક્યું. દરેકની લાઇફમાં તારી જેવો મિત્ર હોવો જ જોઈએ. હું ઘણો લકી છું.” સતિષ નરેશને ભેટી પડ્યો.

“સતિષ. મારે થેંક્યું નથી જોઈતુ. બસ હમેશા તારા ચહેરા પર સાચી ખુશી જોવા માગુ છું. સાચી એટલે કારણ કે હવે ફેક સ્માઈલ આપતા તુ પણ શીખી ગયો છે. ઓકે બાય હવે મારે જવું જોઈએ. મારું કોઇપણ કામ પડે તો કઈપણ વિચાર્યા વગર કોલ કરી નાખજે ઓકે?” નરેશે કહ્યું.

નરેશ ત્યાંથી નીકળી ગયો અને સતિષ ગેટની અંદર પ્રવેશ્યો. કાંકરિયાની સુંદરતાએ સતિષને ખુબ પ્રભાવિત કર્યો હતો. તે જેવી રીતે કાંકરિયાની સુંદરતાને માણી રહ્યો હતો એ જોઇને એવું લાગતુ હતુ કે સતિષે પણ જીવનમાં એક વખત અહી આવવાનું સપનુ જોયેલુ હશે. ખરેખર તો તે શા માટે કાંકરિયા આવ્યો છે એ જ ભૂલી ગયો હતો. તેણે બપોર સુધીમાં કાંકરિયાની ઘણી જગ્યાઓ ફરી લીધી હતી. તે શાંતિથી ચાલતો ચાલતો તળાવને નિહાળી રહ્યો હતો એવામાં તેને બાંકડા પર એક કપલ દેખાયુ. કપલને જોતા જ તેને ખ્યાલ આવી ગયો કે તેને પ્રિયાને શોધવાની છે. સતિષ ફટાફટ ચાલવા માંડ્યો. તેણે ઘણી જગ્યાએ પ્રિયાને શોધી પણ પ્રિયા તેને ન મળી. આખરે તે એક ઝાડ નીચેના બાકડા પર બેસી ગયો. સમય ઘણો પસાર થઇ ગયો હતો. સતિષને હવે વિચાર આવવા લાગ્યા કે પ્રિયા કદાચ કંટાળીને ઘરે ચાલી ગઈ હશે. તે નિરાશ થઈ માથુ નીચુ કરી બેઠો હતો. તેની પાસે આવીને કોઈ બેઠું અને બોલ્યું,

“કેમ એ ન મળી? આઈ થીંક એ ઘરે ચાલી ગઈ હશે.”

સતિષે એ સાંભળી માથું ઊંચું કરી તેની બાજુમાં જોયુ તો એ બસ જોઈ જ રહ્યો. અચાનક જ તેણે કઈ નવાઈ લાગે તેવુ જોઈ લીધુ હોય એમ તે એ વ્યક્તિને જોઈ રહ્યો હતો. તે બસ એક જ શબ્દ બોલી શક્યો, “પ્રિયા.”

“હા પ્રિયા. સવારની અહી રાહ જોવ છું પણ તુ તો કાંકરિયા જોવામાં બીઝી હતો.” પ્રિયાએ કહ્યું.

“સોરી હું કાંકરિયા પહેલી વખત આવ્યો છું એટલે તેની સુંદરતાને માણવામાં ભૂલી જ ગયો કે હું અહી તને મળવા આવ્યો છું.” સતિષે કહ્યું.

“હા ખબર છે. હજી પણ કાઈ જોવાનુ બાકી રહી જતુ હોય તો જોઈને આવ. હું વેઇટ કરીશ સવારની કરું છું એમ.” પ્રિયાએ કહ્યું.

“પ્રિયા હું બસ તને મળવા આવ્યો છું. માનુ છું મારા લીધે તારે ઘણા સમય સુધી અહી રાહ જોવી પડી એ માટે હું માફી ચાહું છું. પ્લીઝ મને માફ કરી દે.” સતિષે કહ્યું.

“હા ઠીક છે માફ કર્યો તને. મળી લીધુને મને હવે ખુશ? બાય હવે ક્યારેય મળવાની આશા ન રાખતો.” પ્રિયા ઉભી થઇ ચાલવા લાગી.

“પ્રિયા પ્લીઝ ડોન્ટ ગો. તુ આમ મને છોડીને કેમ જાય છે? હું છુ તારો ગુનેગાર. તારે મને જે સજા આપવી હોય તે આપ પણ મારાથી દૂર ન જા. હું તારા વગર નહી જીવી શકું. હું તને ખૂબ ચાહું છું. પ્લીઝ મને મારો પ્રેમ સાબિત કરવાનો એક મોકો તો આપ.” સતિષે કહ્યું.

“આ કઈ ફિલ્મનો ડાયલોગ હતો? સારી તૈયારી કરી છે! એક વાત સાંભળી લે સતિષ મને તારા ફિલ્મી ડાયલોગમાં કોઈ રસ નથી. આ તો મારી જ મૂર્ખાઈ છે કે હું નરેશના કહેવાથી તને મળવા આવી. પ્લીઝ તુ મારી લાઈફમાં આવવાની કોશિશ ન કર. મેં તને મારા મનમાંથી કાઢી નાખ્યો છે.” પ્રિયાએ કહ્યું.

“ભલે તે મને તારા મનમાંથી કાઢી નાખ્યો. મારે તારા મનમાં રહેવું પણ નથી. મારે બસ તારા દિલમાં રહેવું છે. પ્રિયા હું તારો બનવા માંગું છું. પ્લીઝ મને રહેવા દે તારી પાસે.” સતિષે કહ્યું.

“સતિષ. તે એ હક એ દિવસે જ ગુમાવી દીધો હતો જ્યારે તે મારા પ્રેમને સિમ્પથી કહીને ઠુકરાવી દીધો હતો. જ્યારે જ્યારે તારું નામ મારા કાને પડે છે ત્યારે માત્ર મને એ દિવસ જ યાદ આવે છે. સતિષ તને દુખ થાય તો ભલે થાય પણ હું સાચું બોલવા માંગું છું. તુ એક મશીનથી વધારે કાઈ નથી. તને કોઈની ફીલીન્ગ્સની પડી જ નથી. મને વિશ્વાસ છે કે તુ કદી માણસ બનવાનો પણ નથી. તુ જ જવાબ આપ ને જે વ્યક્તિ પોતાના માબાપની લાગણીઓની ચિંતા નથી કરતો તે મારી લાગણીઓની શું વેલ્યુ કરશે? મારી પાસે આવવુ એ તારો પ્રેમ નથી. બસ તારા શરીરની ભૂખ તને મારી પાસે આવવા માટે મજબૂર કરે છે કારણ કે તને લાગે છે કે મેં તને સામેથી પ્રપોઝ કર્યો એટલે હું તને ફરીથી સ્વીકારી લઈશ. સતિષ તારી ભૂખને સંતોષવાના બીજા ઘણા રસ્તા છે એટલે મારો ખ્યાલ મનમાંથી કાઢી નાખ.” પ્રિયાએ કહ્યું.

“શરીરની ભૂખ? મારો પ્રેમ તને શરીરની ભૂખ લાગે છે? હા એ વાત સાચી છે કે હું નાની ઉમરથી જ છોકરીઓ પાછળ ભાગુ છુ પણ સાંભળ મેં કદી કોઈ છોકરીને ખરાબ નજરથી નથી જોઈ. જેને હું પ્રેમ કરતો હતો તેને પણ નહિ. પ્રિયા આટલી નફરત છે તને મારાથી કે તને હવે મારા કેરેક્ટર પર સવાલ થાય છે! નરેશ સાચુ જ કહેતો હતો કે હવે તુ એ પ્રિયા નથી રહી જે મને પ્રેમ કરતી હતી. સોરી તને અહી ડીસ્ટર્બ કરવા આવ્યો. બની શકે તો મને માફ કરજે. બાય હવે તને કદી મારો ચહેરો નહિ બતાવું.” સતિષ ત્યાંથી નીકળી ગયો.

રાતે નરેશ ઘરે આવ્યો. ઘરમાં તેણે ચારેબાજુ નજર ફેરવી પણ બધી જ જગ્યાએ અંધારું હતુ. તેને થયુ કે સતિષ હજી આવ્યો નથી લાગતો. તેણે સતિષને બે થી ત્રણ વખત બૂમ પાડી પણ કોઈ જવાબ ન આવ્યો. તેણે લાઈટની સ્વીચ ઓન કરી તો તેને ખબર પડી કે સતિષ ઘરમાં નથી. તેણે સતિષને કોલ કર્યો તો તેને ખબર પડી કે તે રીવરફ્રન્ટ ગયો છે. તે ફરી તેની બાઈક સ્ટાર્ટ કરી રીવરફ્રન્ટ પહોચ્યો. તે સતિષ પાસે ગયો તો તેણે જોયું કે સતિષ સાબરમતી સામે જોઈ રડી રહ્યો હતો. નરેશને જોતા જ તે તેને ભેટી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.

“સતિષ રડવાનું બંધ કર. પ્રિયા મળી તને? શું વાત થઇ પહેલા એ જણાવ.” નરેશે કહ્યું.

“યાર પ્રિયા મારાથી સાચે જ નફરત કરે છે. એ મારા પ્રેમને શરીરની ભૂખ કહે છે. માનું છું મેં એની સાથે અન્યાય કર્યો હતો એના પ્રેમને સિમ્પથી ગણીને પણ એનો અર્થ એ થોડી છે કે અત્યારે તે મારા પ્રેમને શરીરની ભૂખ કહે? નરેશ હું પ્રિયાને કઈ રીતે સમજાવું કે હું તેને કેટલો પ્રેમ કરું છું. પ્રિયા વગર હું નહિ જીવી શકું. હું મરવા માગુ છું યાર. પ્રિયા એક છેલ્લી આશા હતી મારા માટે અને હવે એ જ નથી તો આ જીવનનું હું શું કરું? મારે પ્રિયા જોઈએ છે યાર મારે પ્રિયા જોઈએ છે.” સતિષે કહ્યું.

“યાર પ્રિયા કોઈ વસ્તુ થોડી છે કે તુ માગીશ અને મળી જશે? સતિષ તારા ઈમોશનને કન્ટ્રોલ કરતા શીખ. જીવનમાં ઉતાર-ચડાવ તો આવ્યા કરે. તારા મરવાથી જ જો તારી સમસ્યાનું સમાધાન થતું હોય તો મરી જા હું તને નહિ રોકું. જેવી હાલત તારી આરુના રીજેક્સન વખતે હતી આજે ફરી એ મને દેખાઈ રહી છે. એ દિવસે હું તારાથી દૂર ચાલ્યો ગયો હતો કારણ કે તારી અક્કલ ઠેકાણે લાવવાનો મારી પાસે એ એક જ વિકલ્પ હતો અને આજ તારી આ હાલત જોઇને લાગી રહ્યું છે કે આજે પણ મારી પાસે એ જ વિકલ્પ છે. ગઈ વખતે તને ખબર હતી કે હું અમદાવાદ ગયો છું પણ આ વખતે એવું નહિ બને.” નરેશે કહ્યું.

“નરેશ તુ મને છોડીને જવાની વાત કરે છે? એક મિત્ર તરીકે મદદ કરવાને બદલે તુ મને છોડીને જવાની વાત કરે છે? ઓકે જા તુ પણ છોડીને ચાલ્યો જા જેવી રીતે પ્રિયા ગઈ.” સતિષે નરેશને ધક્કો મારતા કહ્યું.

“હવે તને મારી મિત્રતા પર શંકા છે? પ્રિયાને તારી લાઇફમાં લઈ આવીશ તો તને મારી મિત્રતાની સાબિતી મળી જશે? પણ મને એક વાતનો જવાબ દે જે વ્યક્તિના દિલમાં તારા માટે હવે કોઈ જગ્યા નથી એની સાથે તુ આખી લાઈફ ખુશીથી જીવી શકીશ? અરે આખી લાઈફને છોડ એક દિવસ પણ જીવી શકીશ? યાર પ્રેમ થવો અને કરવો બંને જુદી બાબત છે. પરાણે પ્રેમ ન મળી શકે. પહેલા મને લાગતુ કે તુ મશીન બની ગયો છે પણ હવે મને તારી લાઇફમાં અને એક પશુની લાઈફમાં કોઈ અંતર દેખાતુ નથી. પશુ હમેશા ખોરાક શોધ્યા કરે છે. ખોરાક મળી જાય એટલે ઊંઘ્યા કરે છે અને પછી માદા પશુની ખોજમાં ભટક્યા કરી અંતે મરી જાય છે. તને નથી લાગતુ તુ પણ એ પ્રકારનું જીવન જીવી રહ્યો છે? સતિષ હું એમ નથી કહેતો કે કોઈ છોકરીની ચાહના કરવી ગુનો છે પણ તુ એ મેળવવામાં તારી લાઈફ બગાડી રહ્યો છે. એક વખત ખુદને જો તારી હાલત કેવી થઈ ગઈ છે? આરુના કારણે હું મારા મિત્રને એક વખત ગુમાવી ચુક્યો છું પણ હવે પ્રિયાને કારણે ફરી ગુમાવવા નથી માંગતો. પ્લીઝ સતિષ તારી લાઈફને બગાડવાનું બંધ કરી દે. મારે બસ એટલું જ જોઈએ છે કે તુ હમેશા ખુશ રહે. હવે પ્રિયાને ભૂલી જા. એક સમય આવશે જ્યારે તને તારો સાચો પ્રેમ મળી જશે. બસ એ સમયની રાહ જો.” નરેશે કહ્યું.

“પ્રિયા મારી લાઈફમાં ન આવી હોત તો મને કદી જાણ જ ન થાત કે મારી પાસે સૌથી સારા મિત્રો છે. હું ઘણો લકી છું નરેશ હું ઘણો લકી છું.” સતિષ નરેશને ભેટી પડ્યો.

“સતિષ અફસોસ તો મને હમેશા રહેશે કે હું પ્રિયાને તારી લાઈફમાં લાવી ન શક્યો. તુ કહેતો હોય તો હું તેને ફરી મનાવવાની કોશિશ કરું?” નરેશે પૂછ્યું.

“મને ખબર છે તુ કહીશ એટલે તે મારી લાઈફમાં આવવા તૈયાર થઇ જશે પણ મારે પરાણે તેને મારી લાઈફમાં નથી લાવવી. યાર પ્રેમને તો વિદ્વાનો પણ નથી સમજી શક્યા હું ક્યાંથી સમજી શકું? એક છોકરીએ જ્યારે મને કહ્યું કે એ મને પ્રેમ કરે છે ત્યારે હું કઈક બીજું જ સમજ્યો હતો. જ્યારે મેં તેને પૂછ્યું કે તુ મને પ્રેમ કરે છે? ત્યારે તેણે મને કહ્યું કે હા હું તને પ્રેમ કરું છું. શું એક છોકરી મિત્ર બનીને પ્રેમ ન કરી શકે? તેણે એક વાક્યમાં ઘણું બધુ કહી દીધુ હતુ. અત્યારે પ્રિયા બરાબર જ કરી રહી છે મારી સાથે. મેં કદી ન વિચાર્યું કે મારા એ વર્તનથી તેને કેટલું દુખ થયુ હશે. એ મારી પાસે તેના પ્રેમનો પ્રસ્તાવ લઈને આવી હતી અને હું તેને છોડીને ચાલ્યો ગયો હતો. યાર આજ ખબર પડી કે પ્રિયાએ કેટલું સહન કર્યું છે. બસ એક દિવસમાં મારી આવી હાલત થઇ ગઈ તો મારા ગયા પછી પ્રિયા પર શું વીતી હશે? યાર મેં પ્રિયાને ઘણું દુખ પહોચાડ્યું છે. તેની સજા તો મને મળવી જ જોઈએ.” સતિષે કહ્યું.

“તારી વાત બરાબર છે સતિષ પણ તને તારી ભૂલનો પસ્તાવો થયો એટલે તારી ભૂલ માફ થઇ ગઈ. હવે ખુદને દોષ દેવાનું બંધ કર અને ચાલ ઘરે. મને ખબર છે તે સવારનું કઈપણ ખાધુ નહિ હોય. ચાલ ઘરે અને જમીને સુઈ જજે. બીજી વાત સવારે કરશું.” નરેશે કહ્યું.

“નરેશ હું સવારે ઘરે જઈ રહ્યો છું મારુ એક કામ કરીશ?” સતિષે પૂછ્યું.

“પણ આમ અચાનક કેમ? તારે ક્યાંય જવાનું નથી. તુ ઘરે જઈને દુખી રહીશ અને મને ખબર પણ નહિ પડે. તુ મારી આંખ સામે જ હોવો જોઈએ. કાલ મારી ઓફિસે રહેજે. તારે કોઈ કામ કરવાની જરૂર નથી. તારે આગળ શું કરવાનું છે એ બધુ પછી વિચારીશુ ઓકે સમજ્યો?” નરેશે કહ્યું.

“હું ઠીક છું નરેશ બસ હમણાં થોડો વધારે ઈમોશનલ થઈ ગયો હતો. મને યાદ નથી કે ક્યારે મેં ઘરમાં બધા સાથે વાત કરી હતી? એટલે હવે થોડો સમય ફેમીલી સાથે ગાળવો છે. હવે તો જઈ શકુને?” સતિષે કહ્યું.

“જો એ માટે જતો હોય તો જા પણ જો મારી પાસે ખોટું બોલ્યો છેને તો હું તને ખબર ન પડે એમ ક્યાંક ચાલ્યો જઈશ અને પાછો ક્યારેય નહિ આવું. ઠીક છે બોલ તારે શું કામ હતુ?” નરેશે કહ્યું.

“તને દુખ લાગે એવુ હું કદી નહિ કરું એ તને મારો પ્રોમિસ છે. બસ કાલ પ્રિયાને રેલ્વે સ્ટેશન પર એક વખત મળીને જ ઘરે જવું છે. થોડી વાત કરવી છે. ખબર નહિ પાછો ક્યારે આવીશ? પ્લીઝ તુ પ્રિયાને છેલ્લી વખત મને મળવા માટે મનાવી લેજે. પ્લીઝ ના ન કહેતો.” સતિષે કહ્યું.

“ઓકે એ સવારે આવી જશે. હવે આપણે ઘરે જઈએ? યાર ભૂખ પણ લાગી છે. ચાલ હવે અહી રાત નથી કાઢવાની.” નરેશ હસવા લાગ્યો.

બીજા દિવસે સતિષ વહેલી સવારે ઉઠી ગયો અને જવા માટે પોતાના કપડા અને બીજો લગેજ પેક કરવા લાગ્યો. સતિષ જવા માટે તૈયાર થઇ ગયો એટલે તેણે નરેશને ડ્રોપ કરવા કહ્યું. નરેશે પણ ફટાફટ તૈયાર થઇ તેની બાઈક સ્ટાર્ટ કરી. બંને મિત્રો રેલ્વે સ્ટેશન પહોંચી ગયા. નરેશે બાઈક પાર્ક કરી અને બંને પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોવા લાગ્યા.

“નરેશ તે પ્રિયા સાથે વાત કરી? તે અહી આવે છેને?” સતિષે પૂછ્યું.

“હમ્મ..હા આવવી તો જોઈએ.” નરેશે કહ્યું.

“એટલે એ આવશે ને?” સતિષે પૂછ્યું.

“સતિષ સોરી બટ મારે અત્યારે નીકળવું પડશે. મારે થોડું કામ આવી ગયુ છે. તને વહેલી સવારે જાણ કરત તો કદાચ તુ ગુસ્સે થાત એટલે અત્યારે કહી રહ્યો છું. સોરી અત્યારે મારે જવુ જરૂરી છે.” નરેશે કહ્યું.

“પણ ક્યાં? આમ અચાનક એવુ શું કામ આવી ગયુ?” સતિષે પૂછ્યું.

“યાર એ બધુ હું તને પછી કહીશ. અત્યારે તને કહેવા બેસીસ તો મારા લીધે ઓફિસનું કામ અટકી જશે. હું ઓલરેડી ઘણો લેટ છું. પ્લીઝ મારે જવુ જરૂરી છે. હું તને બધુ જ જણાવીશ પણ અત્યારે હું જાવ છું. બાય એન્ડ હેપી જર્ની. સોરી આમ અચાનક જ અહીંથી જઈ રહ્યો છું.” નરેશે કહ્યું.

“ઇટ્સ ઓકે નરેશ સમજી શકું છું કે તુ ઓફીસનો બીઝનેસ પાર્ટનર છે એટલે તારા પર થોડું પ્રેસર હશે. તુ મારી ચિંતા ન કર. તારે સોરી કહેવાની કોઈ જરૂર નથી. બસ સાંજે મને કોલ કરવાનું ન ભૂલતો. ઓકે જા બાય.” સતિષે કહ્યું.

“બાય” કહી નરેશ પ્લેટફોર્મ છોડી જતો હતો ત્યાં સતિષે તેને રોક્યો અને તેને ભેટી પડ્યો.

“યાર થેન્ક્સ ફોર એવરીથીંગ. થેન્ક્સ ફોર એવરીથીંગ.” સતિષે કહ્યું.

“મેં તને કહ્યું છેને કે મારે થેન્ક્સ નથી જોઈતુ. બસ તુ હમેશા ખુશ રહે એ જ મારે જોઈએ છે. હું થોડા સમય પછી આવું છું તારી પાસે. મારી રાહ જોજે. હવે હું જાવ છું. બાય.” નરેશ ત્યાંથી નીકળી ગયો.

નરેશના ગયા પછી સતિષ બાંકડા પર બેસી ટ્રેનની રાહ જોવા લાગ્યો. સમય જતો હતો એમ પ્લેટફોર્મ પર લોકોની સંખ્યા વધતી જતી હતી. તે તેની આસપાસ જોઈ રહ્યો હતો ત્યાં તેને પ્રિયા તેની તરફ આવતી દેખાઈ. તે તેને જોઇને તેની તરફ ચાલવા લાગ્યો. તે તેની પાસે જઈ શાંતિથી ઉભો રહી તેની સામે જોઈ રહ્યો. બંને થોડીવાર સુધી એકબીજાની સામે જોઈ રહ્યા.

“થેંક્યું પ્રિયા કે તુ નરેશના કહેવાથી મળવા આવી. નરેશ અત્યારે તને મળ્યો હતો ને? સતિષે કહ્યું.

“ના.” પ્રિયાએ કહ્યું.

“ઓકે. સોરી તને ડીસ્ટર્બ કરું છું પણ મને નથી ખબર કે મને કેમ વારંવાર તને મળવાની ઈચ્છા થાય છે? પ્રિયા હું બસ એક વખત તારી પાસે માફી માંગી મારું મન હળવું કરવા માંગું છુ. પ્રિયા મેં તારી સાથે ઘણો અન્યાય કર્યો છે. પ્લીઝ મને માફ કરી દે. સોરી પ્રિયા મારે તારી લાગણીઓની કદર કરવાની જરૂર હતી પણ મેં એવુ ન કર્યું. હું માનુ છું કે હું માફ કરવાને લાયક નથી પણ છતાય બની શકે તો મને માફ કરજે.” સતિષે કહ્યું.

“ઓકે ઠીક છે તારે હવે વધારે માફી માંગવાની જરૂર નથી. સોરી તો મારે કહેવું જોઈએ. કાંકરિયામાં મેં તને ઘણું ન કહેવાનુ કહ્યું એટલે. તુ બસ મને મળવા આવ્યો હતો અને હું તને જેમ ફાવે તેમ બોલવા લાગી. સોરી સતિષ કે મેં તારા પર ગુસ્સો કર્યો. હું તો એ વાતને હવે ભૂલી ગઈ છું એટલે હવે તારે પણ ભૂલી જઈ જોઈએ. એ આપણા બંને માટે પણ સારું રહેશે. નરેશે કહ્યું કે તુ ઘરે જઈ રહ્યો છે ફેમીલી સાથે ટાઈમ કાઢવા માટે. શું આ વાત સાચી છે?” પ્રિયાએ પૂછ્યું.

“હા હું અત્યારે ઘરે જ જઈ રહ્યો છું. બે મહિના સુધી ઘરે જ છું એટલે હવે એ બે મહિના ફેમીલી સાથે ગાળીશ. પ્રિયા સાચુ કહું તો તારા ગયા પછી જ મને ફેમિલીનું મહત્વ સમજાયુ છે.” સતિષે કહ્યું.

સતિષ અને પ્રિયા વાતો કરી રહ્યા હતા એવામાં ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગઈ. ટ્રેન ઉભી રહી એટલે તેને જોઇને સતિષે કહ્યું,

“આઇ થીંક હવે મારે નીકળવાનો ટાઈમ થઇ ગયો. ઓકે પ્રિયા થેન્ક્સ ફોર કમિંગ. બાય તારું ધ્યાન રાખજે. જાણું છું કે હવે સોરી કહેવાની જરૂર નથી પણ સોરી પ્રિયા મને માફ કરી દેજે.” સતિષે કહ્યું.

“હા હવે માફ કર્યો તને. તુ પણ તારું ધ્યાન રાખજે. બેસ્ટ ઓફ લક ફોર ન્યૂ બિગિનિંગ ઓફ લાઈફ. બાય.” પ્રિયાએ કહ્યું.

“થેન્ક્સ પ્રિયા. બાય.” કહી સતિષ તેના કોચમાં જઈ રહ્યો હતો ત્યાં જ પ્રિયાએ કહ્યું,

“સતિષ. હું નરેશના કહેવાથી તને મળવા નથી આવી.”

“વોટ! તુ નરેશના કહેવાથી નથી આવી?” સતિષે પૂછ્યું.

“હા હું નરેશના કહેવાથી આજે પણ નથી આવી અને કાંકરિયામાં જ્યારે આપણે મળ્યા ત્યારે પણ.” પ્રિયાએ કહ્યું.

“પ્રિયા મને કાઈ સમજાતુ નથી કે તારા કહેવાનો અર્થ શું છે? પ્લીઝ મને સમજાવ.” સતિષે કહ્યું.

“સતિષ નરેશ તારી પાસે ખોટું બોલ્યો હતો કે હું કાંકરિયામાં તારો વેઇટ કરું છું. તે તને ત્યાં ડ્રોપ કરીને મને પીકપ કરવા મારી પાસે આવ્યો હતો. તેણે જ મને કહ્યું હતું કે જ્યારે હું તને મળું ત્યારે મારા ઈમોશનને કન્ટ્રોલ કરી તારી સાથે એવી રીતે વર્તન કરું કે તને એમ લાગે કે હું તને નફરત કરું છું. આ બધુ કરીને નરેશ તને ફિલ કરાવવા માંગતો હતો કે તારા ગયા પછી મારા પર શું વીતી હશે? મારી વાત સાંભળીને તુ નરેશને ખરાબ ન સમજતો. તને ખબર જ હશે કે નરેશની સમજાવવાની રીત કેવી છે? આજે સવારે જ્યારે તેનો કોલ આવ્યો ત્યારે તેણે મને માત્ર એટલું જ કહ્યું હતુ કે -તારો પ્રેમ હવે માણસ બની ગયો છે અને અત્યારે તેના પરિવાર પાસે જઈ રહ્યો છે. હજી સમય છે તેની પાસે તારે જવુ હોય તો. તેનો કોલ કટ થયો એટલે હું વધારે વિચાર્યા વગર તારી પાસે આવી ગઈ.” પ્રિયાએ કહ્યું.

પ્રિયાની વાત સાંભળી સતિષ એકદમ ચુપ થઇ ગયો અને પ્રિયાની સામે બસ જોઈ રહ્યો. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા હતા.

“સતિષ. ગઈ વખતે જ્યારે આપણે મળ્યા ત્યારે તુ ખેંગારના ગામના તળાવે મને એકલી છોડીને ચાલ્યો ગયો હતો. શું આ વખતે પણ તુ તારી લાઈફની હિરોઈનને અમદાવાદના રેલ્વે સ્ટેશન પર એકલી છોડીને ચાલ્યો જઈશ.” પ્રિયાની આંખમાં આંસુ હતા.

પ્રિયાનું એ વાક્ય સાંભળીને સતિષની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે પ્રિયાને જોરથી ભેટી પડ્યો. તે રડતો રડતો કહેવા લાગ્યો,

“હું એક વખત મારી હિરોઈનને ગુમાવવાની ભૂલ કરી બેઠો છું. ફરી એ ભૂલ કરવા નથી માંગતો. પ્રિયા એક મિનીટ હું આવું છું.” કહી સતિષ પ્લેટફોર્મ પરના પ્રવેશ દ્વાર તરફ દોડવા લાગ્યો.

“સતિષ ક્યાં જાય છે તુ?” પ્રિયાએ પૂછ્યું.

થોડીવાર થઇ અને સતિષ દોડતો દોડતો પ્રિયા પાસે આવ્યો અને કહેવા લાગ્યો, “પ્રિયા તારા પેરેન્ટ્સને કોલ કરીને જણાવી દે કે તુ મારી સાથે જઈ રહી છે. હું તારી ટીકીટ લઇ આવ્યો છું. ચાલ ફટાફટ કોલ કર.” સતિષે કહ્યું.

“સતિષ કોઈને કોલ કરવાની જરૂર નથી. હું બસ તારી સાથે આવું છું.” પ્રિયાએ કહ્યું.

“પણ પ્રિયા હું તારા મમ્મી-પપ્પાને પૂછ્યા વગર આમ અચાનક તને ન લઇ જઈ શકું.” સતિષે કહ્યું.

“સતિષ હવે મારી ફેમિલી અને બીજુ બધુ જ તુ છે.” પ્રિયાએ કહ્યું.

“પ્રિયા તારી વાત બરાબર છે પણ મારે તારા મમ્મી-પપ્પાની પરમીશન તો લેવી જ પડશે. તેઓની રજા સિવાય હું નથી જવાનો.” સતિષે કહ્યું.

“એ બધુ હું પછી સંભાળી લઈશ. અત્યારે બસ હું તારી સાથે આવું છું. ઓકે? પ્રિયાએ કહ્યું.

“ઓકે” કહી સતિષ હસતો હસતો પ્રિયાને ભેટી પડ્યો. એ જ સમયે ટ્રેનની વ્હીસલ રણકી અને સતિષ પ્રિયાનો હાથ પકડી ટ્રેનમાં ચડી ગયો. પ્રિયા વિન્ડો સીટ પાસે સતિષના હાથમાં હાથ પરોવી તેના ખભા પર માથુ રાખી બેઠી હતી. સતિષ બહુ ખુશ હતો. ટ્રેન ધીમી ગતિએ ચાલવા લાગી હતી. ટ્રેન પ્લેટફોર્મથી દુર પહોચી અને રોડ દેખાવાનો શરૂ થયો. સતિષનુ ધ્યાન બારીની બહાર હતુ. તે રસ્તા પર ચાલતા વાહનોને જોઈ રહ્યો હતો. થોડેક આગળ જતા એક ફાટક આવી અને અચાનક જ સતિષની આંખો ચમકી. તેણે કહ્યું,

“પ્રિયા… પ્રિયા એક વખત બહાર તો જો.”

પ્રિયાએ તેનુ માથુ સતિષના ખભા પરથી લીધું અને બારીની બહાર જોયુ તો નરેશ તેની બાઈક સાઈડમાં રાખી બાઈકની બાજુમાં ઉભો રહી ઇશારા વડે તેમને બાય કહી રહ્યો હતો. તેણે સતિષ તરફ જોયું અને અંગુઠો ઉંચો કરી બેસ્ટ ઓફ લકનો ઈશારો કરવા લાગ્યો. એ જોઈ સતિષની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સતિષે નરેશને કોલ કર્યો. નરેશે કોલ રીસીવ કરી કહ્યું,

“હવે તો તુ ખુશ છેને? તને કહ્યું હતુ ને કે એક સમય આવશે જ્યારે તને તારો સાચો પ્રેમ મળી જશે. જો એ સમય આવી ગયો.”

“હા ખુશ છું. સોરી ખુશ નથી પણ ઘણો ખુશ છું. એ જ દિવસે તારે કહી દેવું હતુ કે એ સમય હું જલ્દી લઇ આવીશ. પણ તને તો ટેવ છેને મને સરપ્રાઈઝ આપવાની!” સતિષે હસતા કહ્યું.

“તારી વાત પરથી લાગી રહ્યું છે કે તુ ઘણો ખુશ છે. હાશ! જાન છૂટી તારાથી. પ્રિયાને ફોન આપ.” નરેશે કહ્યું.

“ચિંતા ન કર. તારો પીછો તો હું ક્યારેય નહિ મૂકું. હંમેશા તારા માટે નવા નવા પ્રોબ્લેમ લઇ આવીશ. ઓકે ઠીક છે. પ્રિયા સાથે વાત કર.” સતિષે પ્રિયાને ફોન આપ્યો.

“પ્રિયા હવે મારું ટેન્શન તને આપું છું. સોરી મને માફ કરજે.” નરેશે કહ્યું.

“ઇટ્સ ઓકે ભાઈલા. મને આ ટેન્શન ખૂબ ગમે છે. મારે આ ટેન્શન હંમેશા મારી સાથે જોઈએ છે.” પ્રિયા હસવા લાગી.

“ચિંતા ન કર. એ ટેન્સન આમય તને છોડીને ક્યારેય નહી જાય. હું જવા જ નહિ દવ. ઠીક છે બંને હંમેશા ખુશ રહેજો. પ્રિયા મારી તને રીક્વેસ્ટ છે કે પ્લીઝ તુ સતિષને કદી એકલો ન છોડતી. મને તારા પર પૂરો ભરોસો છે કે તુ સતિષને એક સેલ્સમેનમાંથી ફેમિલીમેન બનાવીશ. સતિષને કહેજે કે હવે તેના જીવનની નવી શરૂઆત થઇ ગઈ છે. બાય. ટેક કેર.” નરેશે કોલ કટ કર્યો.

પ્રિયાના ચહેરા પર સ્માઈલ આવી ગઈ. તેણે સતિષને ફોન આપ્યો અને તેના હાથમાં હાથ રાખી તેના ખભા પર માથું રાખી સુઈ ગઈ. સતિષ મૌન રહ્યો અને પ્રિયાના માથા પર ચુંબન કરી સ્માઈલ કરતો કરતો બારીની બહાર જોઈ રહ્યો……

The end…

Thanks for reading….