Wanted Love by Rinku shah | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... - Novels Novels વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... - Novels by Rinku shah in Gujarati Novel Episodes (1.3k) 42.9k 59.4k 60 પ્રસ્તાવના પ્રેમ ,લવ,ઇશ્ક ... જીવન માં જીવવા માટે શું જરૂરી છે શ્વાસ ,હ્રદય નુ બરાબર ચાલવું ,આપણ પરિવાર જન ,દોસ્ત કે પ્રેમી પ્રેમીકા. લગભગ આ બધું જ. પણ કુશ અને કિનારા ના જીવન મા શ્વાસ અને હ્રદય સિવાય બીજા ...Read Moreમા કઇંક મિસીંગ છે શું સાથે આવી તે એકબીજા ની જીવન ની ખુટતી કડીઓ જોડશે? કઇંક વોન્ટેડ છે તેમના જીવન માં શું વોન્ટેડ છે તેમના જીવન માં જાણીએ મારી નવી નવલકથા વોન્ટેડ લવ ...લવ ની શોધ માં . મારી આગલી બધી રચનાઓ ને પ્રેમ આપવા માટે ધન્યવાદ .તમારો સાથ અને પ્રતિભાવ મને લખવા ની હિંમત આપે છે. રીન્ક Read Full Story Download on Mobile Full Novel વોન્ટેડ લવ ....લવ ની શોધ માં... ભાગ - ૧ (36) 1.7k 3k પ્રસ્તાવના પ્રેમ ,લવ,ઇશ્ક ... જીવન માં જીવવા માટે શું જરૂરી છે શ્વાસ ,હ્રદય નુ બરાબર ચાલવું ,આપણ પરિવાર જન ,દોસ્ત કે પ્રેમી પ્રેમીકા. લગભગ આ બધું જ. પણ કુશ અને કિનારા ના જીવન મા શ્વાસ અને હ્રદય સિવાય બીજા ...Read Moreમા કઇંક મિસીંગ છે શું સાથે આવી તે એકબીજા Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ - 2 (33) 1.2k 1.3k WANTED LOVE સોમવાર ની સવાર સીટી કોલેજ મા સ્ટુડન્ટ ની ચહલ પહલ શરૂ થઇ ગઇ છે.આજે સ્પેશિયલ રેકમેન્ડેશન સાથે આવલો નવો સ્ટુડન્ટ આવવા નો છે. બીજી બાજુ રોકી ,શીના અને તેમની ગેંગ સ્વીટુ ને કેન્ટીન માં હેલ્પ કરી રહ્યા ...Read Moreઆજુબાજુ બીજા બધાં તેમની ઉપર હસે છે. " આ સોલીડ અપમાન છે આ કિનારા ને તો હું નહીં છોડુ એવો વાર કરીશ ને કે રડી પણ નહીં શકે કઇંક અલગ જ પ્રકાર ની તકલીફ.તો જ મારા જીવ ને શાંતિ થશે." રોકી. " હા રોકી પણ તે શું વિચાર્યું છે.?" શીના. " હમણા તો કશું નહીં ." રોકી તેટલાં માં એક Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ - 3 (31) 1.1k 1.3k રાત્રે રોકી,શીના ,કુશ અને તેમના અન્ય મિત્રો ક્લબ માં મળેલા હોય છે.ડિનર પતાવી ને તે લોકો ગેમિંગ એરિયા માં ગેમ રમી રહ્યા હોય છે." યાર આ બધી ગેમ તો બોરીંગ છે ચલ તને એક અમેઝીંગ જગ્યાએ લઇ જઉં." રોકી ...Read Moreના ખભે હાથ મુકતા કહે છે.તે બધાં ક્લબ ના નવા બનેલા રેસીંગ એરીયા માં જાય છે." ચલ થઇ જાય કુશ એક રેસ જો જીતા વો સીકંદર બોલ શુ કહે છે."" હારવા માટે તૈયાર થઇ જા રોકી." કુશ અને રોકી હેલ્મેટ પહેરી ને રેસીંગ ટ્રેક પર રેડી થાય છે"સેફ્ટી ફર્સ્ટ હેલ્મેટ ઇઝ મસ્ટ."5....4...3...2...1 એન્ડ ગોપણ આ શું બીજું એક બાઇક તેમની Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ - 4 (26) 1.1k 1.4k લેકચર ચલાતા રહે છે.પણ બધાં નું ધ્યાન આજે કિનારા પર છે.કેમ કે રોજ એકલી બેસતી કિનારા ની બાજુમાં આજે કોઇ બેસેલુ છે એ પણ એક છોકરો .પણ એ બન્ને નું ધ્યાન તો માત્ર ભણવા પર જ છે.કિનારા કુશ ને ...Read Moreસમજાવવા જેટલી જ વાતો કરે છે તેની સાથે. લંચબ્રેક પડે છે અને કિનારા પોતાની બેગ લઇને ઊભી થાય છે તે જતી હોય છે અને અચાનક ઊભી રહી જાય છે. " કુશ તું શું કરીશ?" " અમ્મ્ કોઇ કેન્ટીન મા કે કયાંક જમી લઇશ." કુશ કિનારા ના જવાબ ની રાહ જોવે છે. " ચલ મારી સાથે કેન્ટીન નું ખાઇશ તો બીમાર Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ - 5 (29) 1.1k 1.4k રાત્રે કિનારા તેની એકમાત્ર બેસ્ટફ્રેન્ડ શીવાની જોડે ક્લબ માં બેસેલી છે .આ લગભગ તેનો રોજ નો ક્રમ છે.શીવાની એકમાત્ર વ્યક્તિ છે આ દુનિયામાં જેની સાથે કિનારા તેના મન ની વાત શેયર કરી શકે છે.જે બધું જ જાણે છે તેના ...Read Moreતેની કડવાશ અને ગુસ્સા નું કારણ.ક્લબ માં કિનારા નું એક અલગ જ વ્યક્તિત્વ હોય છે.બ્લેક કલર ના શોર્ટ ફ્રોક માં કિનારા એકદમ હોટ લાગી રહી છે.સ્ટાઇલ કરેલા ખુલ્લા ખભા સુધી ના વાળ અને રેડ લિપ્સટીક માં તે એક અલગ જ કિનારા લાગે છે. શીવાની જેટલો પ્રેમ કિનારા ને કરે છે.તેટલી જ નફરત તેનો પરિવાર કિનારા ને કરે છે.તેનો ગુસ્સાવાળો સ્વભાવ Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ - 6 (25) 1k 1.3k કુશ સિગ્નલ પર ઉભા ઉભા વિચારે છે કે હું કાલે કિનારા ને દોસ્તી માટે પુછીશ.પણ શું એ મારો પ્રસ્તાવ સ્વિકારશે? શીવાની નું ધ્યાન તેની પર જાય છે. પણ હેલ્મેટ પહેરેલી હોવાથી તે તેનો પુરો ચહેરો નથી જોઇ શકતી.પણ તે ...Read Moreસમયે કુશ તે બાજુ જોવે છે. એટલે તેની બ્રાઉન આંખો તે જોઇ શકે છે અને પાછળ બેસેલા રોકી ને જોઇ તે મોઢું બગાડી મોં ફેરવી લે છે. બીજા દિવસ સવારે કિનારા એ બ્રેકફાસ્ટ ટેબલ સુંદર રીતે સજાવ્યો છે.આજે તેણે નાસ્તા માટે સ્પેશિયલ મેનુ રાખેલુ છે.ફુદીના આદુવાળી ચા,ઇડલી -મેંદુવડા,સાંભાર ચટણી,ડ્રાયફ્રુટ વાળો ઉપમા.તે શીવાની અને કુશ ની રાહ જોઇ રહેલી છે.તેટલાં માં Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ - 7 (31) 968 1.1k કુશ એક અસમંજસ માં હોય છે.તેના હાથ કિનારા તરફ લંબાય છે તેને રોકવા.પણ શબ્દ ગળા માં જ અટકી જાય છે.તેના આંખો ના ખુણા ભીના થઇ જાય છે.તેને પોતાને પણ આશ્ચર્ય થાય છે.અને અચાનક કિનારા ઊભી રહી જાય છે.અને ખડખડાટ ...Read Moreલાગે છે. " કેવી લાગી મજાક ઓહ તારી તો આંખ માંથી પાણી આવી ગયાં .શું લાગ્યું તને ? મજાક કરું છું ઇડીયટ." કુશ ને રાહત થાય છે.સાથે ગુસ્સો પણ આવે છે. " ઓહ ગુસ્સો .માય ગોડ.કમોન યાર હું તો મજાક કરતી હતી.હવે પુરી કોલેજ માં મારા એકમાત્ર બેસ્ટ ફ્રેન્ડ ની મજાક પણ ના કરી શકું . અને હા કોલેજ માં Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ - 8 (30) 997 1.3k બીજા દિવસે સવારે બે હૈયાઓ એક નિશ્ચિય સાથે ઉઠે છે. નાહી ને નીકળેલો કુશ જેણે શરીર પર માત્ર ટુવાલ વીટેલો છે.તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે.જેને જોઇને કોઇ પણ છોકરી તેનું દીલ ખોઇ દે.તે પહેલા ની જેમ જ તેના ...Read Moreવાળ ને તેલથી ફ્રી રાખે છે.ડાર્ક બ્લુ ડેનિમ તેની ઉપર વ્હાઇટ ટીશર્ટ જેમા તેના મસ્લ્સ અને સિક્સ પેકસ ક્લીયર દેખાય છે.જીન્સ નું જેકેટ,હાથ માં બ્રાન્ડેડ વોચ અને પગ માં બ્રાન્ડેડ શુઝ. તેના સ્પોર્ટ્સ બાઇક ની ચાવી લઇ ને તે કિનારા ને મળવા નિકળી પડે છે. કિનારા પણ નાહી ને તેના બાથરોબ માં અરીસા સામે ઉભી છે.તેના ભીના વાળ માંથી પાણી Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ - 9 (26) 935 1.2k આજ ની સવાર કિનારા માટે સ્પેશિયલ છે.તે ખુબ જ ખુશ છે જીવન માં આવેલા નવા બદલાવ થી.તેના ચહેરા પર સ્માઇલ છે.ગીતો સાંભળી રહી છે.નાચી રહી છે.તે બસ બપોર પડવા ની રાહ જોઇ રહી છે.તે કુશ ના ત્યાં જવા માટે ...Read Moreછે.તે તેનું ઘર સજાવવા માં તેની મદદ કરવા ની છે. અહીં કુશ વહેલો ઉઠી ને તૈયાર થઇ ને તેના ઘરે જવા નિકળી જાય છે. " ગુડ મોર્નિંગ રોકી.તે નવ વાગ્યે કીધું હતું મને મળવા નું તો હું આવી ગયો." " બાય ધ વે કાલે પાર્ટી માં મજા આવી નહીં ?" "હા ઇટ વોઝ નાઇસ પાર્ટી .તો રોકી..." "યસ બ્રો ડોન્ટ Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ - 10 (31) 954 1.2k અડધી રાત્રે કિનારા નો રડવા નો અને જોરજોરથી કઇંક પછાડવા નો અવાજ આવે છે.કુશ ઝબકી ને જાગી જાય છે.તે દોડી ને જાય છે.દરવાજો ખખડાવે છે. " કિનારા શું થયું ? પ્લીઝ દરવાજો ખોલ? કુશ બહુ જ દરવાજો ખખડાવે છે.પણ ...Read Moreદરવાજો નથી ખોલતી.કુશ ચાવી લાવી ને દરવાજો ખોલે છે.તે અંદર નું દ્રશ્ય જોઇને આઘાત પામે છે.કિનારા ની આંખ માંથી અાંસુઓ ની અને હાથ માંથી લોહી ની ધાર વહે છે. " કિનારા શું થયું ?"તે ફર્સ્ટ એડ બોક્ષ લાવી તેના હાથ માં રૂ થી સાફ કરીને ડેટોલ લગાડે છે.અને લોહી વહેતું બંધ કરે છે. " કિનારા શું થયું બોલીશ? " કુશ Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ - 11 (32) 965 1.4k WANTED LOVE કુશ નો પગ આજે સાતમા આકાશ પર છે.આજે પહેલી વાર મકસદ કરતાં પણ કોઇ વધારે મહત્વનું થઇ ગયું છે તેના માટે.તે કોલેજ જાય છે જયાં તે જોવે છે કે સ્વીટુ ના કેફેટેરીયા ની આસપાસ બધાં ટોળુ વળી ...Read Moreઊભા છે.રોકી બધાં ને મિઠાઈ વહેંચી રહ્યો છે અને બધાં તેને કોન્ગ્રેચ્યુલેશન કહે છે. રોકી કુશ ને જોવે છે તે બીજા બધાં ને ત્યાંથી જવા નું કહી ને કુશ ને બોલાવે છે. " હાય કુશ લે આ મિઠાઈ ખા .આખરે તું પણ મારો દોસ્ત છે." "થેંક યુ પણ કઇ ખુશી માં રોકી." "અરે તારા ભાઇ નાં લગ્ન નક્કી થઇ ગયાં Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ - 12 (28) 929 1.2k WANTED LOVE બીજા દિવસે બપોરે કોલેજ ના ટાઇમ પર કુશ રોકી અને શીના સાથે ઊભો છે.પણ તેનું મન કિનારા માં અટવાયેલુ છે.તેને તેની તબિયત ની ચિંતા છે. " શું થયું હશે કિનારા ને તેની તબિયત બહુ ખરાબ તો નહીં ...Read Moreને?આવવા દે વાત છે તેની." તેટલાં માં એક ગાડી આવી ને ઊભી રહે છે.ડ્રાઇવર દરવાજો ખોલે છે.કિનારા તેમાંથી ઉતરે છે.તેણે તે જ લાલ ડ્રેસ અને ડાયમંડ ઇયરરીંગ્સ પહેરયા છે જે કુશે તેને આપ્યો હતો. " ડ્રાઇવર આ મારી બાઇક ની ચાવી છે.તે લઇને તમે ઘરે જાઓ." તે રોકી,કુશ અને શીના જયાં ઉભા છે ત્યાં આવે છે. " હાય બેબી લુકીંગ Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ -13 (32) 908 1.1k WANTED LOVE " તું પ્રેમ કર ,લગ્ન કર , બાળક પેદા કર કઇ પણ કર પણ તારું અહીં આવવા નું મકસદ નાં ભુલીશ. જે વાત થી આપણું ભવિષ્ય અને ભુતકાળ જોડાયેલું છે.જે વાત નાનપણ થી તે જોઇ છે સમજી ...Read Moreઅગર ભુલી જાય ને તો તારી મા ના કપાળ પર આ કાળો ટીકો યાદ કરી લે જે." તેમની આંખ માં ગુસ્સો અને કપાળ પર કાળો ટીલો છે. " મા સાહેબ પ્લીઝ કંટાળી ગયો છું .નાનપણ થી બસ માત્ર એક ની એક જ વાત મકસદ.સાંભળી લો કશું જ નથી ભુલ્યો અને મારું મકસદ પુરું ના થાય ત્યાં સુધી કશું જ નહીં Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ - 14 (27) 857 1.1k WANTED LOVE રોકીના ઘરે આજે ખુબ જ ધમાલ છે.આજે રોકીનો બર્થડે અને તેની સગાઇ છે.રોકી ડિઝાઇનર સુટ પહેરીને તૈયાર થઇ ગયો છે. રાજીવભાઇ પર વીશાલભાઇનો ફોન આવે છે. " હેલો રાજીવ અમને થોડું મોડું થશે.તમે કેક કટીંગ સેરેમની પતાવી ...Read Moreહા સગાઇની જાહેરાત હમણા કરતા નહીં.પ્લીઝ." રાજીવભાઇ કિનારાના પપ્પાની વાત સાંભળીને આશ્ચર્ય પામે છે.તે આ વાત રોકીની મમ્મીને કહે છે.તે ડરી જાય છે.તે અંતે રાજીવભાઇનર બધું જણાવી દે છે. " શું કહી રહ્યા છો તમે? તેના લગ્ન કરાવી દીધા પણ કેમ?" " રોકીના લગ્ન અગર તે છોકરી સાથે થઇ જાત તો તેનું જીવન બરબાદ થઇ જાત.આમપણ તે છોકરી તે છોકરાના Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ - 15 (26) 898 1.2k WANTED LOVE સવારે નાહીને તૈયાર થઇને ,બ્રેકફાસ્ટ કરીને કુશ અને કિનારા ગાડીમાં કોલેજ જવા નિકળે છે.કિનારા અને કુશની લગ્ન પછીની પહેલી સવાર સામાન્ય દિવસો જેવી જ છે.કિનારા સામાન્ય રીતે તૈયાર થયેલી છે.તે જ સીમ્પલ પેન્ટ અને સાદી ટીશર્ટ.કિનારા અને ...Read Moreહવે એકમાત્ર લક્ષ્ય છે તેમનું ભણવાનું અને કિનારાની હેલ્થ. કુશ અને કિનારા કોલેજમાં પ્રવેશે છે.બધાં સ્ટુડન્ટ તેમની સામે જોઇને ગુસપુસ ચાલું કરી દે છે.પટાવાળો આવે છે.તેમને પ્રિન્સિપલની કેબિનમાં બોલાવવામાં આવે છે. ત્યાં બે-ત્રણ સ્ટુડન્ટનાં પેરેન્ટ્સ બેસેલા છે. " સર અમારી વિનંતી છે.આ બન્નેને કોલેજ માંથી કાઢી મુકો.કેમ કે તેમણે જે કર્યું છે તેનાથી અમારા નહીં બીજા બધાંના બાળકો પર પણ Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં ....ભાગ - 16 (23) 841 1.1k WANTED LOVE કુશ અને કિનારા ડોક્ટર પાસે રેગ્યુલર ચેકઅપ માટે ગયેલા છે.તે ડોક્ટર પણ કુશ અને કિનારા સાથે લાગણીના સંબંધથી જોડાઇ ગયેલા છે.તે કુશ અને કિનારાની આ ઉંમરે પરીપક્વતા અને હિંમત જોઇને દંગ છે.ડોક્ટર કિનારાનું ચેકઅપ કરે છે.તેમને કિનારા ...Read Moreતેમની દિકરી જેવી લાગણી થાય છે. " કિનારા ગુડ ગોઇંગ.બધું સરસ છે.કુશ તું કિનારાની સારી રીતે સારસંભાળ લઇ રહ્યો છે." તેટલાંમાં ડોક્ટરને ફોન આવે છે.તે બહાર આવીને વાત કરે છે. " હેલો." " હેલો વેલો છોડો ડોક્ટર અત્યારે તમારી સામે જે પેશન્ટ બેસેલી છે.કિનારા રાવત તેને તમારે ફરજીયાત આરામ કરવાનું કહેવાનું છે.કમ્પલીટ બેડરેસ્ટ.સમજ્યા?" " હા સમજી પણ તું સમજી લે Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ -17 (28) 819 1.1k WANTED LOVE કુશ સાથે વાત કરી જાનકીદેવી ફોન મુકે છે.તે તેમનાં અંગત કામ કરતા વર્ષો જુના બહેનને તેમનો સામાન પેક કરવા કહે છે. હું થોડા મહિનાઓ માટે જાઉં છું.તમને તો ખબર છેને બધું.કઇ પણ હોય તો મને ...Read Moreકરજો.એક મિનિટ પણ ચુકતા નહીં.હું બધું છોડીને આવી જઇશ.હોં. જી બેનબા. જાનકીદેવી રડે છે. મન તો નથી જવાનું પણ જવું પડશે.મજબૂરી છે.આજે મારા દિકરાને તેની માઁની જરૂર છે.મારી વહુને તેની સાસુની જરૂર છે.કુશ મને માફ કરજે આકરુ વચન લેવા માટે તારી જોડેથી.પણ આ મકસદ જ મારું જીવવાનું કારણ છે.તે ખતમ તો મારા શ્વાસ ખતમ. બીજા દિવસે સવારે કિનારાને હોસ્પિટલ Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ -18 (25) 767 951 WANTED LOVE " હું પણ શું વિચારુ છું.કુશ મારી સાથે મજાક કરતો હશે.અથવા તો કાયનાને શરદી ખાસી હતાં તેને હોસ્પિટલ લઇ ગયાં હશે." કિનારા ઊભી થાય છે.કપડાં બદલીને તેના બાઇકની ચાવીલે છે.અને નિકળી પડે છે.એક એક કરીને બધી ચિલ્ડ્રન્સ ...Read Moreઅને મ્લટીસ્પેશીયાલીટી હોસ્પિટલમાં જઇને ચેક કરે છે.પણ કયાંય તેમની કોઇજ ખબર નથી મળતી.લગભગ પુરી બપોર તેમાં વિતી જાય છે. " લગભગ બધી હોસ્પિટલમાં ચેક કર્યું.કયાંય નથી શું કરું? મંદિરમાં ચેક કરું?" કઇપણ ખાધાપીધા વગર પાગલોની જેમ શહેરના બધાં જાણીતા મંદીરમાં જઇને તપાસ કરે છે.પણ પરિણામ શુન્ય.પુરા શહેરની હોસ્પિટલ અને મંદિર તેણે ચેક કરી લીધા વચ્ચે વચ્ચે તે બધાંનો ફોન વારાફરતી Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ - 19 (28) 880 1.3k WANTED LOVE કિનારાના જીવનનું નવું અધ્યાય. બે વર્ષ પછી મુંબઇમાં પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં લોકઅપમાં બે રોમિયોની ધુલાઇ થઇ રહી છે.બહાર બે કોન્સ્ટેબલો વાત કરી રહ્યા છે. " આ બે રોમિયો નાની નાની સ્કૂલ જતી છોકરીઓની છેડતી કરતા હતા " ...Read Moreકોન્સ્ટેબલ " હા માલા માહિત.મેડમને રંગે હાથો પકડા હૈ.દોનોકો મે થા સાથમે મેડમકે." બીજો કોન્સ્ટેબલ. " હા મેડમ છોડશે નહીં તે બન્નેને." " હા ઇન સબ મામલોમે મેડમ બહુતહી સેન્ટી હૈ." "હા મેડમ છેલ્લા દોઢ વર્ષમાં એન્ટી રોમિયો સ્કવોડ શરૂ કર્યો છે.જેમાં છોકરીઓને સ્વરક્ષણ શીખવાડે છે.તેમને માનસીક અને શારીરીક રીતે મજબુત બનાવે છે.જેથી આવા કેસ બહુ જ ઓછા આવે છે.પણ Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ - 20 (31) 835 1.2k WANTED LOVE આરોહી મમતા કેન્દ્ર દુર્ગાનું નીવાસસ્થાન આ કોઇ બંગલાનું કે ફ્લેટનું નામ નથી.આ એક અનાથ બાળકો અને નીસહાય સ્ત્રીઓને આશરો આપતું આશ્રમ છે. નીરાશ્રીત અને નીસહાય મહિલાઓને અહીં સ્વનિર્ભર બનાવવામાં આવે છે.તેઓને ગૃહઉધોગ ,સીલાઇકામ અને ઘણુંબધુ શીખવાડવામાં આવે ...Read Moreપ્રેમ ,સારું ભણતર મળે છે.પોતાની તમામ મિલકત અને થોડી લોન લઇને આ આશ્રમનો પાયો નાખ્યો હતો. અહીં દુર્ગાનું અલગ જ રૂપ છે.બાળકો સાથે બાળક બનીને રમે છે.સમય વીતાવે છે.તેમને સારી સારી વાત શીખવાડે છે.પોતે એક નાના રૂમમાં રહે છે.જયાં એક પલંગ ,કબાટ અને ટેબલ-ખુરશી છે.એક સાવ સામાન્ય જીવન જીવે છે.અને સામે તેની મમ્મી આરોહી પટેલ અને દાદી મમતા મોતીવાલાનો ફોટો Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ - 21 (31) 791 1.2k WANTED LOVE " દુર્ગા દુર્ગા" ગાડીમાં બેઠા બેઠા લવ હોર્ન મારી રહ્યો છે. " લવ સ્ટોપ ઇટ.મને ઇરીટેટ થાય છે.અને આમપણ આપણે ટ્રેન કે બસથી નથી જતાં અમદાવાદ.આપણે આપણી કારમાં જઇએ છીએ.અને તે આ જે નાસ્તાનું લિસ્ટ આપ્યું છે.તે ...Read Moreસમય લાગે." "હા હા હજી તો મેડમને તૈયાર પણ થવાનું છે."લવ કંટાળી રહ્યો છે. ફાઇનલી દુર્ગા તેની બેગ,નાસ્તાની બેગ અને ખભે પર્સ લટકાવીને આવે છે.લાઇટ યલો કલરની જ્યોર્જટની ફુલોની ડિઝાઇન વાળી સાડી.ગળામાં નાનો પર્લનો નેકલેસ,એક હાથમાં ઘડિયાળ અને બીજા હાથમાં બ્રેસલેટ.બાંધેલા વાળમાં તે સુંદર લાગે છે. " સુંદર લાગી રહી છો.પણ આ વાળ ખુલ્લા રાખને."લવ તેના માથામાં લાગેલી ક્લીપ કાઢી Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ - 22 (29) 907 1.4k WANTED LOVE બીજા દિવસે દુર્ગા તૈયાર થઇને નીચે આવે છે.લવ પણ તેનો યુનિફોર્મ પહેરીને તૈયાર હોય છે.તે આજે તે ઓફિસરને મળવાનો છે. લવે સામાન્ય રીતે દુર્ગાને સાડી અથવા યુનિફોર્મમાં જોયેલી છે.પણ આજે તે અલગ જ લાગી રહી છે.પણ આજે ...Read Moreઅલગ જ લાગી રહી છે.તેણે ટાઇટ જીન્સ,બ્લુ કલરનું શર્ટ અને સ્પોર્ટ્સ શુઝ પહેરેલા છે.વાળને બાંધેલા છે.તેની અંદર કિનારા જાણે જીવતી થઇ ગઇ છે. " દુર્ગા તને આ રીતે પહેલી વાર જોઇ.તું સુંદર લાગે છે." " થેંક યુ લવ.આ મારા બાઇકની ચાવી છે.હું તારી કાર લઇ જઉં છું.અને ત્યાં ટેબલ પર તારા માટે બ્રેકફાસ્ટ અને ટીફીન તારા અને પેલા ઓફિસર બન્ને Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ - 23 (30) 831 1.2k WANTED LOVE " લવ પ્રોમીસ મી હમણાં આ વાત આપણા બે વચ્ચે જ રહેશે." "ડોન્ટ વરી કુશ.પ્રોમીસ કોઇને નહીં કહું ઇવન દુર્ગાને પણ નહીં." "લવ આ મારા જીવનનું મકસદ છે.જેના માટે મે બહુ જ ત્યાગ આપ્યા છે." " ચિંતા ...Read Moreકર હવે હું અને દુર્ગા પણ તારી સાથે છીએ.જલ્દી જ આ કેસ સોલ્વ થઇ જશે." લવ કુશને ફરીથી ગળે લગાવે છે. " હેય બધું ઠીક થઇ જશે." લવ ઘરે આવે છે.(કિનારા)દુર્ગા હજી આવી નથી.તે સ્વિમિંગપુલ જોઇને સ્વિમિંગ કરવાનું વિચારે છે.તે રૂમમાં જાય છે.તેનો યુનિફોર્મ કાઢીને સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરે છે.શાવર લઇને સ્વિમિંગ પુલમાં જાય છે.થોડી વાર સ્વિમિંગ કરીને.સ્વિમિંગપુલ મેટબેડમાં આડો પડી Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ - 24 (26) 726 1.1k WANTED LOVE " કિનારા અને નેહા તમને બન્નેને હું છોડીશ નહીં.એકવાર પપ્પાને આવવા દો આમ ચપટી વગાડતા જ મને બહાર કાઢશે." રોકી પોલીસ સાથે જાય છે.કિનારા( દુર્ગા ) અને નેહા પણ પોલીસસ્ટેશન જાય છે.કિનારા( દુર્ગા ) હવે તેને યુનિફોર્મમાં ...Read Moreરાજીવભાઇ અને તેમના પત્ની પાસે આ સમાચાર પહોંચે છે.તે દોડતા પોલીસ સ્ટેશન પહોંચે છે.તે ખુબ જ ચિંતામાં અને ગુસ્સામાં છે. " મારા દિકરાને વગર વાંકે જેલમાં નાખવાની કોની હિંમત થઇ." ત્યાં હાજર પોલીસને પુછે છે. " સર તેમણે પોતે જ પોતાના ગુના કબુલ કર્યા છે." "તે નશામાં હશે તેને ખબર નહીં હોય કે તે શું બોલે છે." રાજીવભાઇ. " સર Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ 25 (27) 687 1k WANTED LOVE રોકીના વીશે બ્રેકિંગ ન્યુઝ જોઇને કુશને આધાત લાગે છે. " વોટ! રોકી આટલી હદ સુધી જઇ શકે છે.મને વિશ્વાસ નથી આવતો.કિનારા મને આ વાત કેમ નહીં જણાવી હોય? એનો મતલબ કે કિનારા અહીં તે જ તેના મકસદને ...Read Moreકરવા આવી છે." તેટલાંમાં શીનાનો ફોન આવે છે. "કુશ તે ન્યુઝ જોયા?" " હા શીના.કિનારા અહીં આ મકસદ પુર્ણ કરવા આવી હશે." " અને બની શકે કે પેલો છોકરો જે તેની સાથે હતો તે કોઇ ઓફિસર હોય તેનો બોયફ્રેંડ કે હસબંડ નહીં." " હા એવું જ હશે.બસ એક વાર કાલે દુર્ગા આવી જાયને પછી તેને કામ સોંપીને હું કિનારાને શોધીશ.અને Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ 26 (30) 750 1.1k WANTED LOVE ધીમેથી કુશ બોલે છે. "કિનારા." તેની આંખનાં ખુણા ભીના હોય છે. તેટલાંમાં લવ બોલે છે. " કુશ મીટ દુર્ગા.દુર્ગા આ છે ઓફિસર કુશ." તે બન્ને હાથ મીલાવે છે.તેટલાંમાં લવને કમીશનર સાહેબનો ફોન આવે છે. " યસ સર ...Read Moreવીલ બી ધેર ઇન ટેન મીનીટ." " સોરી કુશ અને દુર્ગા મને કમીશનર સાહેબે એક કેસ માટે બોલાવ્યો છે.હું તમને કંપની નહીં આપી શકું.દુર્ગા મને રાત્રે લેટ થશે.કદાચ એક કે બે વાગશે તો જમવામાં રાહ ના જોતી." " લવ લંચ માટે તો આવીશને પાછો." " ના દુર્ગા નોટ પોસીબલ." " લવ હું એ કશુંજ નથી જાણતી.તું લંચ માટે આવી રહ્યો Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ 27 (26) 697 1.1k WANTED LOVE કુશના જતા જ શીના કિનારા પાસે આવીને બેસે છે.કુશે શીનાને કિનારા જોડેથી વાત કઢાવવા કહ્યું છે. " કિનારા આ એ.સી.પી દુર્ગા પટેલ કઇરીતે? અને તું કયાં હતી?તે દિવસ પછી મે તારો સંપર્ક કરવાનો ઘણો પ્રયત્ન કર્યો.અહીં આવ્યા ...Read Moreમે તને ખુબ શોધી." કિનારા તેના એ.સી.પી દુર્ગા બનવાના સફર વીશે જણાવે છે અને અરોહી મમતા કેન્દ્ર વીશે પણ જણાવે છે. " હું તો વીખેરાઇ ગઇ હતી તે દિવસે અગર તે લેટર મને ના મળ્યો હોત તો.પછી મે કિનારાના નામ અને ભુતકાળને પાછળ છોડી નવા નામ સાથે નવી જિંદગી શરૂ કરવાનું વિચાર્યું.પણ નસીબ ફરીથી તે જ જગ્યાએ લઇ આવ્યું મને." Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ .28 (26) 708 1k WANTED LOVE કુશ કિનારાને ઉંચકીને બાથરૂમમાં લઇ જાય છે.તે બારણું અંદરથી બંધ કરે છે.તે કિનારાને પકડીને શાવર નીચે ઉભો રહે છે.તે કિનારાને એકદમ નજીક આવી જાય છે.તેને પોતાની બાહુપાશમાં જકડી રાખે છે. તે કયાંય સુધી એમ જ રહે છે.એકબીજાની ...Read Moreજકડાયેલા.તે કિનારાના હોઠ પર હળવી કીસ કરે છે.અને તેને પોતાની બાહુપાશમાંથી મુક્ત કરે છે. "કિનારા તું ફ્રેશ થઇને બહાર આવ.ત્યાં ટોવેલ અને મારા કુર્તા પાયજામા છે તે પહેરી લેજે." કુશ બહાર જતો રહે છે.કિનારા હજી પણ જાણે તેના સંમોહનમાં છે.તે કશો જ વિરોધ નથી કરી શક્તી.તે માથું હકારમાં હલાવે છે. કિનારા કપડાં બદલીને બહાર આવે છે.તેના ભીના વાળ માંથી પાણી Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ 29 (30) 756 986 WANTED LOVE " કુશ મે તને તે વખતે પણ ગુનેગાર માનીને તને નફરત નહતી કરી.મારા નસીબમાં તકલીફો લખી હોય તો મને એ જ મળેને.રહી વાત માફ કરવાની તો એ તો હું તને કરી ચુકી હતી.પછી જ હું દુર્ગા તરીકે ...Read Moreનવું જીવન શરૂ કરી શકી. તારી અને પરિવાર સાથે જે પણ થયું તે દુખદ હતું.ભગવાન કરે તે કોઇની પણ સાથે ના થાય.તું પણ આપણી દિકરીને નથી મળ્યો એ વાત જાણી દુખ થયું.તને ખબર હતી કે તે કયાં છે તો એટલિસ્ટ તારે તો તેને મળવું જોઇતું હતું. મે કાયનાની અને તારી યાદ માંથી મુક્ત થવા આરોહી મમતા કેન્દ્ર ખોલ્યું.ત્યાં થોડા નાના Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... - ભાગ .30 (27) 763 1.1k WANTED LOVE લવ અને કિનારા શાંત બેસેલા છે.લવ દુખી છે તેને જીવનમાં પ્રેમ પહેલી વાર થયો છે.કિનારા તેના મનની વાત સમજી શકે છે.તે લવની નજીક જાય છે.તેને ગળે લગાવે છે.લવ રડે છે.કિનારા તેને રડવા દે છે.તે તેના માથે હાથ ...Read Moreછે. " સોરી લવ હું છું જ એવી.મારી સાથે રહેલી વ્યક્તિ કયારેય પણ ખુશ નથી રહી શકતી.મમ્મી મને જન્મ આપીને મરી ગઇ,પપ્પા આજીવન મમ્મીના વીયોગમાં દુખી થયા,દાદી મારા કારણે મરી ગયાં,રોકી મને ના મળ્યો હોત તો કદાચ તેના જીવનમાં ખુશ હોત,કુશ તેના જીવનમાં તેના મકસદ સાથે સ્થીર હતો મારા આવવાથી તે પણ દુખી થયો,શીવાની મારી બેસ્ટ ફ્રેન્ડ તેને મારા કારણે Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ .31 (27) 2.7k 2.9k WANTED LOVE " નેહા શાંત થા આ હાલતમાં ગુસ્સો સારો નથી.તું મારા રૂમમાં આવ આપણે ત્યાં વાત કરીએ.અને આ બેગ્સમાં શું છે?" " આલ્બમ છે દીદી.છોકરાઓના ફોટા છે એમા.એમાંથી એક ફોટો તમારે પસંદ કરવાનો છે અને પપ્પાજી તેમાંથી એક ...Read Moreસાથે તમારા લગ્ન કરાવશે.જેને તમે પસંદ કરશો.એ પણ જલ્દી."નેહા હજી ગુસ્સામાં છે. આ વાત સાંભળીને કુશ અને લવ આધાત પામે છે. " શાંત નેહા અને પ્લીઝ આ છોકરાઓનો આલ્બમ અને લગ્ન પ્લીઝ મને તેમા કોઇ રસ નથી તો એ તો હું જોવાની નથી.તું ચલ મારા રૂમમાં." કિનારા નેહાને તેના રૂમમાં લઇ જાય છે.તે કુશ અને લવને રીલેક્ષ થવાનો ઇશારો કરે Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ .32 (23) 2.5k 2.8k WANTED LOVE અંતે પંદર દિવસની ટ્રેનિંગ પછી કમિશનર સાહેબ દ્રારા તેમની ટેસ્ટ આજે લેવામાં આવી છે.જેનું પરિણામ અને મીશનની આગળની વિગતો અાવતીકાલે જાહેર થવાની છે.લવ અને કિનારા ઘરે આવે છે.કુશ હજી પણ ઓફિસમાં જ રોકાયેલો છે. લવ અને કિનારા ...Read Moreથઇને ચા ના કપ લઇને દાદીના રૂમમાં ઝુલામાં બેસેલા છે.કિનારા કુશની રાહ જોઇને બેસલી છે.તે તેના જ વિચારોમાં ખોવાયેલી છે. " દુર્ગા તું કુશના આવ્યા પછી બદલાઇ ગઇ છો.તું હંમેશા ખોવાયેલી ખોવાયેલી અને કોઇ ધુનમાં જ હોય છે.તું પહેલા જેવી નથી રહી." " એવું નથી હમણાંથી મને ખુબજ થાક અનુભવાય છે.બેચેની લાગ્યા કરે.પહેલા આવું નહતું થતું." " તું ઠિક તો Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ .33 (24) 704 1.1k WANTED LOVE " યસ અફકોર્ષ.હું તને ત્રણ નહીં પણ પાંચ દિવસ આપું છું દુર્ગા.શારીરિક રીતે તો તું મજબુત છે.પણ હું તારો માઇન્ડ ટેસ્ટ લઇશ.તારોજુસ્સો, તારું મક્કમ મનોબળ ,અને તારી એકાગ્રતા." "થેંક યુ સર હું તમને ડિસઅપોઇન્ટ નહીં કરું.સર એક ...Read Moreછે.શું હું આ મીશન માટે મારી ટીમના ત્રણ સભ્યોને બોલાવી શકું છું?" કમિશનર સાહેબ હકારમાં માથું હલાવે છે.કિનારા કતરાયેલી નજરથી કુશની સામે જોવે છે.અને તે લવની સામે જોઇ હસે છે તેને રીલેક્ષ થવાનો ઇશારો કરે છે. તે ઘરે જતા રસ્તામાં બે ત્રણફોન કરે છે.પછીતે મુંબઇ તેની ટીમને ફોન કરે છે. " પાટીલભાઉ,રમેશભાઇ અને રીમા બેગ્સ પેક કરો અને અમદાવાદ આવવા Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં ....ભાગ .34 (27) 736 1.2k WANTED LOVE કિનારા અને તેની ટીમ નેહાના ગામડાના મકાનમાં પહોંચે છે.ત્યાં નેહાના કાકા કાકી તેમનું ઉમળકા ભેર સ્વાગત કરે છે.કિનારાની આરતી ઉતારી તેનું સ્વાગત કરે છે.નેહાની મોટી બહેન આનલના ગુનેગારને સજા અપાવવા માટે તેનો આભાર માને છે. કિનારા અને ...Read Moreઉપર અલાયદો રૂમ આપવામાં આવે છે.પાટીલ અને રમેશભાઇ સામેચાલીને વાડીમાં ખાટલા પર સુવાની ઇચ્છા વ્યક્ત કરે છે.ગામડાનું વાતાવરણ એકદમ સ્વચ્છ અને શાંત છે.લહેરાતા ખેતરો,ચોખ્ખી હવા,તાજા શાકભાજી.કિનારાના મનને અનહદ શાંતિ મળે છે.રાત્રે શુદ્ધ અને મજેદાર જમવાનું જમીને તે લોકો સુઇ જાય છે. સવારે છ વાગ્યે કિનારા અને તેની ટીમ તૈયાર છે.શરૂઆત તે લોકો પ્રાણાયામથી કરે છે.પછી ૐના જાપ સાથે એક કલાક Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... ભાગ .35 (23) 667 1k WANTED LOVE " એક્સક્યુઝ મી ગાયઝ." લવ ત્યાંથી નિકળી જાય છે.તે ત્યાંથી નિકળીને ઘરે આવે છે.તેના રૂમમાં તે શીવાનીને ફોન કરે છે. " હાય લવ શું થયું? કેમ આજે આ સમયે ફોન કર્યો?" તે કઇ જવાબ આપવાની જગ્યાએ રડવા ...Read Moreછે. " હેય લવ શું થયું? મને ડર લાગે છે." " શીવ્સ કિનારા પ્રેગન્નટ છે." " ઓહ.મને હતું જ.લવ તું પ્લીઝ રડ નહીં.કદાચ કુશ અને કિનારા એકબીજા માટે જ બનેલા છે.પહેલી વાર પણ તેમના એક થવાના ચાન્સ નહતા અને તે બાળકે તેમને જોડી દીધાં.અને આ વખતે પણ જયારે તે અલગ થઇ શકે તેવી શક્યતા છે.ત્યારે આ બાળક.સાવ ઓછા ચાન્સમાં કિનારા Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ 36 (16) 628 906 WANTEDL OVE કિનારા પણ તેની સર્વિસ રિવોલ્વર લઇને બહાર આવે છે. તું કેમ આવી?તું સુઇ જા. કુશ ચુપ મારી પાછળ આવો બન્ને મારા ત્રણ ગણતા જ દરવાજો ખોલીને બી રેડી ફોર એકશન.૧ ૨ ૩. દરવાજો ખુલે ...Read More હેન્ડ્સ અપ. તે ત્રણેય એકસાથે ગન તાકીને ઊભા છે.સામેવાળી વ્યક્તિ પણ ડરીને હાથ ઉંચા કરી લે છે. શીવાની. કિનારા ગન મુકીને તેને ગળે લગાવે છે. વોટ અ સરપ્રાઇઝ. હેય લવ કુશ હવે તો ગન નીચે કરો. શીવાની હસે છે.તે તેનો સામાન લઇને અંદર આવે છે. હું હંમેશા માટે આવી ગઇ મારી કિનુ પાસે.મારી જાન અાઇ લવ યુ.કિનુ હું ફ્રેશ થઇને આવું પ્લીઝ મને બહુજ ભુખ લાગી Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ 37 (18) 652 1k WANTEDL OVE " હું શું બોલુ લવ? તું સાવ આમ અચાનક મને પ્રપોઝ કરીશ મે તો સ્વપને પણ નહતું વિચાર્યું." "હા બોલ.આઇ પ્રોમિસ યુ.હું તને કયારેય પણ દુખી નહીં કરું.હંમેશા ખુશ રાખીશ." "પણ લવ તું કાલ સુધીકિનારાને પ્રેમ કરતો ...Read More" હા તો પહેલો પ્રેમ તો દરેકને એક વારતો પહેલો પ્રેમ થાય.એક ચાન્સ આપને પ્લીઝ." તે ઘુંટણિયે બેસી બે હાથ જોડે છે.શીવાની હકારમાં માથું હલાવે છે. " ઓહ શીવ્સ થેંકયુ."તે શીવાનીને ગળે લગાવે છે.શીવાની પણ ખોવાઇ જાય છે.લવ તેના ચહેરાને બે હાથમાં પકડીને નજીક લાવે છે.તેના કપાળને ચુમે છે.તેને ગળે લગાવે છે.તે કયાય સુધી એમ જ રહે છે. "શીવાની ચલ Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ 38 (22) 644 956 WANTED LOVE કુશ મનોમન કઇંક વિચારે છે.તે ખુશ થાય છે. " શીવાની તું પણ આવ અમારી સાથે કચ્છ."કુશની વાત સાંભળીને બધાં ચોંકે છે. "પણ તું અમારી સાથે નહીં આવે તું મારા ગામ,મારા ઘર મા સાહેબ, વિશાલડેડીજી અને કાયના પાસે ...Read Moreફોન પર રેગ્યુલર તને અપડેટ આપતા રહીશું જેથી તારું જર્નાલિસ્ટ તરીકેનું કામનાં અટકે.અને કાયનાને તેની માસી પાસે રહેવાનો મોકો મળે." " વાઉ કુશ ગ્રેટ આઇડિયા."શીવાની ખુશીથી ઉછળી પડે છે. " વાહ કુશ મસ્ત."કિનારા. "શીવાની તારો વધારાનો સામાન અમને આપી દે અમારી સાથે લઇ જઇશું."શીવાનીના માતાપિતા શીવાનીનો વધારાનો સામાન લઇને જાય છે.અને તેમને સફળ થવાનો આશિર્વાદ આપે છે. કુશ કિનારાને તેના Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ 39 (20) 660 992 .WANTED LOVE શીવાની પાછળ ફરે છે.એક ક્યુટ નાનકડી છોકરી જે ૩ વર્ષની છે તે તેને ગુસ્સામાં તાકી રહી છે.તેના હાથમાં ટોય ગન છે. શીવાનીને સમજતા વાર નથી લાગતી કે આ કાયના છે. " હેન્ડસ અપ કોન છો તમે?" તેના ...Read Moreઅવાજમાં બોલે છે.કુશ અને કિનારાના દેખાવનું મિશ્રણ,કિનારા જેવી ગાઢ ભુરી આંખો.દુધ જેવી સફેદ ,કુદરતી ગુલાબી ગાલ અને હોઠ. "હેય લિટલ એન્જલ કાયના હું તારી માસી છું.તારી મમ્મીની બેસ્ટ ફ્રેન્ડ છું." "હું એન્જલ નહીં ડેન્જર છું.અને મારું નામ કાયના નહીં કિશા છે.ઓફિસર કિશા.હું પોલીસ છું." "ઓ બાપરે.મને તો ડર લાગે છે.પણ કિશા?" " હે ભગવાન સમજાવું.કિનારાનો કિ અને કુશનો શ.કિશા." શીવાની Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ 40 (20) 656 1.2k WANTED LOVEલવ,કુશ અને પાટીલ ત્રણેય રોમિયોના ગામમાં ફરી રહ્યા છે.તે ખુબ જ મોટું બજાર છે.તેમને અહીં ગાડીમાં આવતા તેમના ડ્રાઇવર સુખી સાથે થયેલી વાત યાદ આવે છે."સાહેબ આ ગામ કેમ જવું છે તમારે?""કેમ શું વાંધો છે ત્યાં જવામાં?""સાહેબ ખુબ ...Read Moreખતરનાક છે ત્યાં જવું.તમારે ખરીદી કરવી હોય તો ઘક્કો પડશે કેમકે ત્યાં કોઇ માલ વેંચવા નથી બેઠું.ખાલી હાથે પાછા આવશો.""કેમ? "લવ કુશ સમજી જાય છે કે સુખી ઘણુંબધું જાણે છે.તે તેમની પાસેથી વાત કઢાવવા માંગે છે."કેમ ભાઇસુખી અમે તો સાંભળ્યું છે કે ખુબ જ સરસ અને મોટું માર્કેટ છે."" શું કહું સાહેબ.આ બધું તો દેખાડવા માટે બાકી તો રોમિયોના કાળા Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ 41 (22) 632 980 WANTED LOVE ગાડીમાં કિનારા અને અદા બાજુમાં બેસેલા છે.કિનારા વાત કરવાનું બહાનુ શોધે છે. "તમે માઁ બનવાના છો?" " હા ત્રીજી વાર એ પણ.પાંચમો મહિનો છે." "હું પણ બીજીવાર માઁ બનવાની છું." અદા રમેશભાઇને રસ્તો બતાવી રહી છે.ગાડી તેમના ...Read Moreઆવી જાય છે.થોડીક આગળ ગયાં પછી એક કિલ્લા જેવું મકાન દેખાય છે.ગાડી એક દરવાજા પર આવીને ઉભી રહે છે.પહેરેદાર આવે છે.અદા તેને ઇશારો કરે છે.ગાડીને અંદર જવા દેવામાં આવે છે.બીજા અને ત્રીજા એમ ત્રણ દરવાજા પાર કરીને ગાડી એક જુના પણ સુંદર કોતરણી વાળા મકાન પાસે આવીને ઉભી રહે છે. " અદાજી તમારા પતિ કોઇ રાજકારણી છે.આટલી બધી કડક સિક્યુરિટી." Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ 42 (23) 609 920 WANTED LOVE અદા કિનારાને તેના રૂમમાં લઇ જાય છે. "કિનારાજી મને માફ કરજો.મને મુકવા આવ્યા તેમા ફસાઇ ગયાં તમે."અદા ખુબજ ખરાબ અનુભવી રહી છે. "માફી ના માંગશો.તમારી ગાડી મે જ પંકચર કરી હતી.અમે રોમિયો સુધી પહોંચવા માંગતા હતા.અમે તેને ...Read Moreઆવ્યા છીએ." " શું?" અદાને આધાત લાગે છે. "તમે અમને મદદ કરશો?" "અહીંથી ભાગવામાં?" "ના તેને પકડવામાં?"કિનારાના સવાલથી અદા ચોંકે છે. "અને તમે એવું કેમ ધારી લીધું કે મારા જ પતિને પકડાવવામાં હું તમને મદદ કરીશ." "તમારો પતિ જે કાલે મારો પતિ થવાનો છે તે.એ જ તમારો પતિ જે મારી પાછળ પાગલ થઇ ગયો છે.તમને ખબર છે.તમારી પાસે મને મદદ Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ 43 (19) 662 872 WANTED LOVE વૃદ્ધ નોકર અને અદાની સાથે આવેલા લોકો તેમના કહેવાથી છુપાઇ જાય છે.કિનારા ધીમેથી તેની ગન છુપાવી દે છે.રોમિયોની આંખો ગુસ્સાથી લાલ છે. " પકડી લો બધાંને." રોમિયોના માણસો લવ કુશ અને તેની ટીમને પકડવા આવે છે.લવ કુશ ...Read Moreતેમની ટીમ તે માણસો સાથે લડે છે.એક પછી એક તેમને પકડવા આવતા દરેક માણસને તેઓ મારી મારીને અધમુવા કરે છે.રોમિયોને આ વાતનો વધારે ગુસ્સો આવે છે.તે કિનારાને પકડવા પોતે જાય છે. કિનારા પણ તૈયાર જ છે.તે ફરીથી તેના જુના ગુસ્સાવાળા રૂપમાં આવી જાય છે.તે રોમિયોનું ગળું પકડીને તેને સેન્ડબેગ સમજીને તેના ચહેરા પર બોક્સીંગ કરે છે. "રોમિયો તને માત્ર મારા Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ 44 (20) 602 1.2k WANTED LOVE "શીના" જાનકીદેવી તેમને ઉભા થઇને આવકારે છે.અને તેને ગળે ભેંટે છે. "માફ કરજો આંટી પણ હું તમને પુછ્યા કે જણાવ્યા વગર જ આવી ગઇ.મારે થોડું કામ પણ હતું અને કુશ અને કિનારાની ખુબ જ ચિંતા થતી હતી.અહીં ...Read Moreઅમારી મોટી હોસ્પિટલ છે.અને હું એચ.આર હેડ છું.તો મારે અહીં આવીને ચેક કરતા રહેવું પડે કે બધું બરાબર છે કે નહીં.કોઇને કોઇ પ્રોબ્લેમતો નથી." "ઓહ સારું કર્યુ બેટા આવી ગઇ મને ખુબ જ ગમ્યું.શીવાની આ શીના છે.કુશ અને કિનારાની કોલેજની દોસ્ત.કિનારા પ્રેગન્નટ હતી ત્યારે તેણે ખુબ જ મદદ કરી હતી.ખુબ જ સારી અને ભલી છોકરી છે. "હાય શીના કિનારા જોડેથી Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ 45 (21) 660 996 WANTED LOVE રોમિયો ગમે તે ઘડીએ ગોળી ચલાવી શકે એમ છે.કિનારા જલ્દી જ કઇંક વીચારી લે છે.પગ પાસે એક લાકડી પડી છે.તેને તે ઉછાળે છે અને બાજુમાં પડેલા ખાલી ડ્રમને પાડી દે છે.બધાંનું ધ્યાન તે બાજુએ જાય છે.કિનારા આ ...Read Moreલાભ લે છે અને રોમિયોના હાથ પર લાત મારીને તેની ગન એક બાજુએ ઉછાળી દે છે. કિનારા રોમિયો પાસે જાય છે.બીજા બધાં પોલીસ ઓફિસર અને કોન્સટેબલ બાકી ગુંડાઓને પકડીને લઇ જાય છે.કિનારા દોડીને રોમિયોને પકડવા જાય છે.રોમિયો તેની તરફ મુક્કો ઉગામે છે.કિનારા તેનો હાથ મજબુતીથી પકડી લે છે.કુશ તેને મદદ કરવા જતો હોય છે.પણ કિનારા તેને ના પાડે છે. " Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ 46 (19) 636 878 WANTED LOVE " ડોક્ટર કિનારા ઠીક તો છે ને?" વિશાલભાઇના ચહેરા પર ચિંતા અને મનમાં આશા છે. " આંટી પ્લીઝ કહોને કિનારા કેમ છે?" કુશ " શું લાગે છે તને કુશ?" "આંટી પ્લીઝ મને ખુબ જ ચિંતા થાય છે." ...Read Moreકુશ,વિશાલભાઇ ચિંતા ના કરો.કિનારા એકદમ ઠીક છે.ગોળી તેને અડીને નિકળી ગઇ હતી.પણ કેમ કે તે પ્રેગન્નટ છે એટલે થોડી તકલીફ પડી." " એટલે અમારું બાળક?" કુશ ચિંતાતુર છે. "કુશ તમારું બાળક પણ તેની મમ્મીની જેમ ફાઇટર છે.એકદમ ઠીક છે.બન્ને ઠીક છે." " આંટી અમે તેને મળી શકીએ છીએ?" " થોડીવાર પછી અત્યારે તે આરામ કરી રહી છે."તેમનું ધ્યાન અચાનક શ્રીરામભાઇએ Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... - ભાગ 47 (21) 620 1k WANTED LOVE વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....અંતિમ ભાગ પાર્ટ-૧ અદા તે વૈધદાદી પાસે આવેલી છે.જેની પાસે ઝરણા કિનારાને લઇ ગઇ હતી.અદાને જોઇને શ્રીરામભાઇ સંતાઇ જાય છે.માત્ર તેમની વાત સાંભળી શકે તેમ. "મરી ગયો તે.પોલીસ અને લોકોને એમ ...Read Moreછે કે આ બહાદુરી ભર્યું કામ તે કોન્સ્ટેબલે કર્યું છે.પણ વાત તો અલગ જ છે. રોમિયો જ્યારે ગોળી ચલાવી રહ્યો હતો.ત્યારે મે નક્કી કર્યું કે તેના મૃત્યુનું આ તાંડવ તો રોકવું જ પડશે.મે એક જ ઘડીમાં નિર્ણય લીધો. મે દોડીને તે કોન્સ્ટેબલનાં હાથમાંથી ગન લીધી અને એક બે અને ત્રણ ગોળીઓ તેના શરીરમાં ધરબી દીધી.પછી તે ગન તે જ કોન્સ્ટેબલને Read વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .... - ભાગ - 48 અંતિમ ભાગ (60) 668 1.4k WANTED LOVE વોન્ટેડ લવ ....લવ ની શોધ માં .....ભાગ -48 અંતિમ ભાગ "બોલો." શ્રીરામભાઇ વૈધદાદીની સામે જોઇને બોલે છે. "હું વર્ષોથી વૈધનું કામ કરું છું.મે ઘણીબધી સ્ત્રીઓની સુવાવડ કરાવી છે.આ એ વખતની વાત છે.જયારે જાનકીદેવી માઁ બનવાના હતા.શ્રીરામભાઇ તેમની ...Read Moreમાટે દર મહિને મને હવેલી પર લઇ જતા. અમારી પરિસ્થિતિએ વખતે બહુ સારી ના હતી.એમાપણ મારો નાનો દિકરો કઇ ખાસ કમાતો ના હતો.હું એકવખત તેને મારી સાથે હવેલી પર લઇ ગઇ હતી.ત્યારથી તેની નજર શ્રીરામભાઇની મિલ્કત પર હતી.તેને યોગ્ય મોકો નહતો મળતો કેમકે દર વખતે કોઇકને કોઇક હાજર જ હોય. પણ જયારે બેનને નવમો મહિનો ચાલતો હતો.ત્યારે શ્રીરામભાઇના પિતાજીને લકવો Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Rinku shah Follow