કાલે તો પુછી જ લઈશ...-7

રાત પડી.
વિવેક હોસ્ટેલ ની બાલ્કની માં ખુરશી પર બેઠા બેઠા ઠંડા પવનની લહેરમાં વિચારે છે કે આજે દિવસ તો સારો રહ્યો પણ આવતા સન્ડેનો જે વંદના અને એની બધી ફ્રેન્ડ્સ એ પ્લાન બનાવ્યો છે પીકનીક માં જવાનો એમાં એ લોકો કંઈ રીતે એન્જોય કરતા હશે!!
અને જો ત્યાં બધી છોકરીઓ જ હોય તો મારે ત્યાં જવાનો કોઈ મતલબ નથી એટલે મારે વંદનાને એ વિશે પુછી લેવુ જોઈએ.
પછી વિચાર કર્યો કે કાલે કોલેજથી છુટીએ એટલે નિરાંતે વાત કરી લઈશ.
બસ પછી તો વિવેક પોતાના પહેલાં દિવસના અનુભવો મિત્રો સાથે શેર કરવા માટે આકાશ ને કોલ કરે છે અને ત્યારબાદ કોન્ફરન્સથી રાકેશને જોડે છે અને પછી ત્રણેય મિત્રો વાતો કરવામાં લાગી જાય છે.

              *     *     *

સવાર પડી.

વિવેકની આંખો ખુલી.ઘડિયાળમા જોયું તો સવારના ૬:૦૦ વાગ્યા હશે.

પોતાના ડેઇલી નિત્યક્રમ પતાવી ને પછી કોલેજ લાઈબ્રેરી તરફ જવા નીકળે છે.

લાઈબ્રેરીના ઓડીટોરીયમમાથી ન્યૂઝ પેપર વાંચીને જેવો બહાર નીકળે છે કે મોબાઇલની ટોન વાગે છે.

ખીસામાંથી ફોન કાઢી ને જોયું તો વંદનાનો કોલ હતો.

હેલો...

હા વિવેક ક્યાં છે તું??

હું બસ આ લાઈબ્રેરીમાથી બહાર આવ્યો અત્યારે.

ઓકે તો આપણા ડિપાર્ટમેન્ટે આવ અમે ત્યાં જ છીએ.

ઓકે હું બસ પાંચ મિનિટ માં પહોંચ્યો.

ઓકે બાય કહી વંદના એ કોલ મુકી દીધો.

ધીમે ધીમે વિવેકે ડિપાર્ટમેન્ટ તરફ ચાલવાનું શરૂ કર્યું.
થોડે દૂર પહોંચ્યો ત્યાં એક સાઈડમાં એક યુગલ હાથમાં હાથ પરોવીને બેઠું હતું. બંન્ને ના ખભા પર બેગ હતું એટલે સ્પષ્ટ થતું હતું કે એ કોઈ ડિપાર્ટમેન્ટ ના સ્ટુડન્ટ્સ છે.

વિવેક ઘડીક માટે પોતાના બી.એ. ના કોલેજકાળ ના દિવસોમાં ખોવાઈ ગયો અને વિચારતો કે "કેટલા નસીબદાર હોય છે એ લોકો કે જેઓ ને સમજવા વાળું આ દુનિયામાં કોઈ છે".

ઝડપથી પાછો વર્તમાન સમયમાં આવી ગયો અને ડિપાર્ટમેન્ટ તરફ રવાના થાય છે.

ડિપાર્ટમેન્ટ એ પહોંચ્યો તો ત્યાં વંદના એન્ડ ગ્રુપ પાર્કિંગ બાજુ ગપ્પા મારતું હતું.
ગ્રુપમાં બધી છોકરીઓ હતી એટલે વિવેકને થોડોક સંકોચ રહેતો પણ વંદના ને ખોટું ના લાગે એટલે ગ્રુપ માં ભળ્યા સિવાય ઉધ્ધાર પણ નહોતો.

વિવેક ત્યાં પહોંચ્યો અને હાઈ હેલો ની ફોર્માલીટી પુરી કરી.

થોડીવાર બધાએ ગપ્પા માર્યા ત્યાં લેક્ચર નો ટાઇમ થઈ ગયો અને પછી બધા ક્લાસ તરફ રવાના થયા.

બધાં લેક્ચર પુરાં થયાં.

વિવેક ને યાદ આવ્યું કે મારે વંદના સાથે પેલી વાત કરવાની છે કે જો પીકનીક માં બધી ગર્લ્સ જ આવવાની હોય તો મારે ત્યાં નહીં આવવું તમે જંઈ આવજો.

વિવેકે પાર્કિંગ તરફ નજર કરી તો મોનાલી, એકતા અને વંદના કાંઈક ચર્ચા કરી રહ્યા હતા.આજે કવિતા કોઈ કારણોસર કોલેજ નહોતી આવી.

થોડીવાર પછી એકતા અને મોનાલી પોત પોતાની સ્કુટી લઈને ઘરે જવા નીકળ્યા.

વિવેક ઝડપથી વંદના પાસે પહોંચી ગયો.

હાઈ વંદના મારે તારી સાથે કાંઈક વાત કરવી છે.

હા બોલ ને....ના ના એક કામ કરીએ આપણે અહીં નજીકમાં એક વિલીયમ્સ કાફે છે ત્યાં જઈએ. આમ પણ મને કોફી પીવાની ઈચ્છા છે.

ઓકે ચાલ.

બંન્ને ધીમે ધીમે કાફે તરફ રવાના થાય છે.

વિલીયમ્સ કાફે આવી ગયું.
વિવેકે ઉપર નજર કરી તો વિશાળ બોર્ડ લાગેલું હતું.
આખું પારદર્શક કાચથી સજ્જ એ કાફે હતું.
અંદર પ્રવેશ કરતા જ ધીમી એસીના ઠંડા પવનનો અને રોઝ સ્પ્રેની ખુશ્બુ નો આહલાદક એહસાસ અનુભવ્યો.

ઘડીક તો વિવેક એ વિલીયમ્સ કેફેના અંદરના ડેકોરેશન ને જોતો જ રહી ગયો.

થોડા સમય પછી એક ટેબલ પર બંને ગોઠવાયા.

વંદનાએ અલગ અલગ વેરાયટી વાળા કોફી ના લિસ્ટવાળા મેનુ કાર્ડ ને વિવેક તરફ લંબાવ્યું અને કહ્યું 
વિવેક આમાંથી તું કઈ કોફી લઈશ??

મારે તો ફીક્સ જ હોય છે.
મને તો કોલ્ડ કોફી જ ભાવે છે એટલે.

તો હું પણ કોલ્ડ કોફી જ લઈશ વિવેકે કહ્યું.

બે કોલ્ડ કોફી નો ઓર્ડર અપાઈ ગયો.

એટલે પછી વંદના એ પુછ્યું બોલ વિવેક શું વાત કરવી છે તારે??

હા...મારે પુછવું હતું કે આવતા સન્ડેનો જે પ્લાન છે એમાં કોઈ બીજા બોયઝ છે કે હું એક જ છું??

વંદના બોલવા જ જતી હતી કે ત્યાં તેના મોબાઈલ ની રીંગ વાગી.

વંદના એ કોલ રિસીવ્ડ કર્યો અને.‌‌..

હાઈ...બોલ કેમ યાદ કરી મને.!!
....
હા એ કામ તારું થઈ જ જશે.
બસ જો સન્ડે ની જ રાહ છે. તૈયારી તો મેં બધી જ કરી લીધી છે.

ના ના આવતા સન્ડે એ એની અગ્નિ પરિક્ષા કરી જ લેવી છે. જોઈએ કે પાસ થાય છે કે નહીં.

મને તો વિશ્વાસ છે કે એ પાસ થઈ જશે‌. આ વંદના નું અનુમાન ક્યારેય ખોટું નથી પડતું.

ઓકે ઓકે ચાલ બાય પછી કોલ કરીશ તને.

અને પછી વંદના એ કોલ રાખી દીધો.

હા વિવેક જો ત્યાં કવિતા નો બોયફ્રેન્ડ પણ હશે એટલે ખોટું ટેન્શન ના લઈશ.

ત્યાં તને જરા પણ બોરીન્ગ ફીલ નહીં થાય એની જવાબદારી મારી ઓકે...એમ કહી વંદના એ ધીમેથી વિવેકના ખભાને પોતાના હાથ દ્વારા થબડાવ્યો જેવી રીતે કોઈ શાબાશી આપતું હોય.

ઓકે ઓકે પણ ત્યાં તમે શું શું કરો  છો એ તો કે મને વિવેકે પુછ્યું.

કાંઈ ખાસ નહીં બસ અલગ અલગ ગેમ્સ રમીએ લાઈક અંતાક્ષરી, ટ્રુથ એન્ડ ડેર વગેરે વગેરે. વંદના એ જવાબ આપ્યો.

ઓકે ઓકે તો તો આવતો સન્ડે ઈન્ટ્રેસ્ટિન્ગ રહેશે વિવેકે કહ્યું.

હા યાર અલગ જ આનંદ હોય છે પીકનીકનો.
અમે તો બી.એ ના ત્રણ વર્ષ માં એક પણ સન્ડે બાકી નહીં રાખ્યો.

અને હા તૈયાર થઈ જાજે ટ્રુથ એન્ડ ડેર રમવા માટે.
એવા એવા સવાલો પુછવામાં આવશે કે ના પુછો વાત.

એન્ડ તું તો અમારા ગ્રુપનો નવો મેમ્બર છે એટલે તને તો સવાલ બધા એવા એવા કરશે કે..... આટલું બોલતાં વંદના ના ચહેરા ઉપર એક નિર્દોષ હાસ્ય આવી ગયું.

ઓહ્ તો તો મારે ઘણી બધી તૈયારીઓ કરી ને પછી આવવું પડશે વિવેકે કહ્યું.

હા તો તૈયાર થઈ જા આવતા સન્ડે માટે અને બતાવી દે અમદાવાદીઓને કે અમે સૌરાષ્ટ્રવાળા પણ કોઈનાથી કમ નથી. વંદના એ કહ્યું.

હા હો એવું જ કાંઈક કરવું છે. વિવેકે કહ્યું .

થોડો ટાઈમ આવી રીતે હસી મજાક ચાલી અને ત્યારબાદ બંને હોસ્ટેલ તરફ રવાના થયા.


તો શું થશે હવે આગળ??
વંદના ને જે કોલ આવ્યો હતો એ કોનો હશે??
અને કોની અગ્નિ પરિક્ષા લેવાની વાત વંદના કરી રહી હતી.

અને જ્યારે આવતા સન્ડે એ બધા પીકનીક પર જશે તો ત્યાં ટ્રુથ એન્ડ ડેર માં કેવાં કેવાં સવાલો વિવેકને પુછવામાં આવશે??

આ બધા જ સવાલોના જવાબ મેળવવા દોસ્તો વાંચજો આગામી પ્રકરણ-8.

                              *.    *.    *

( મિત્રો જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો તમારા મિત્રોને પણ સજેસ્ટ કરજો વાંચવા માટે અને રેટીન્ગ ચોક્કસ આપજો.
અને હા તમારા નિષ્પક્ષ પ્રતિભાવો પણ જરુરથી આપજો જેથી કરીને હું મારી ભૂલો સુધારી શકું.)


(મિત્રો હવે આ સ્ટોરી ના માત્ર 3 જ પ્રકરણ બાકી છે એટલે દરેક પ્રકરણ વાંચજો અને 10 માં પ્રકરણમાં જાણજો કે વિવેકને એની જિંદગી ક્યાં લઈને જાય છે.)

મો.નં.7016634847

***