પ્રેત સાથે ઈશ્ક ભાગ - ૧૧

કબરમાંથી મળેલી એક અજાણ લાશ, જેનો ચહેરો કેટલાંક નરાધમો એ પુરેપુરો છરીના ઘા થી છુંદી નાખ્યો છે. શું રણવીર સીંહ આ નરાધમોને પકડી પાડશે....વાંચો પ્રેત સાથે ઈશ્ક.

રણવીર સીંહ ઘડિયાળ લઈ આશીષ અને રાજ પાસે જઈ ઘડિયાળ વીશે પુછતાં કહે છે.

આ ઘડિયાળ વીશે તમને કંઈ ખબર છે? આ ઘડિયાળ કબર માંથી મળી છે. જેનાં પર આછાં લોહીના ડાઘ છે. પહેલાં ક્યારેય કોઈના હાથમાં આ ઘડિયાળ જોઈ છે? રોલેક્સ કંપનીની છે જે  બહુ મોંઘી આવે છે. બહુ ઓછાં લોકો આ ઘડિયાળ પહેરતાં હોય છે.

આશીષ થોડીવાર વીચાર્યા બાદ તરત જ કહે છે.

સર આવી ઘડિયાળ અમારી કોલેજના માત્ર બે જ વ્યક્તિ પહેરે છે. કોલેજના પ્રીન્સીપલ અને સ્ટેટના પ્રોફેસર મી.આનંદ વર્મા! આ બે જ વ્યક્તિ રોલેક્સ કંપનીની અને એકસરખી ઘડિયાળ પહેરે છે. મને તો લાગે છે કે આ ઘડિયાળ એ બંને માંથી જ કોઈ એક ની હોવી જોઈએ!....

આશીષ તને પુરેપુરો વીશ્ર્વાસ છે? કે આ ઘડિયાળ એ બંને માંથી જ કોઈ એકની હશે!.....રણવીર સીંહે પુછ્યૂં.

હા સર. મને ગળા સુધીનો વીશ્ર્વાસ છે કે આ ઘડિયાળ એ બંને માંથી જ કોઈ એક ની હશે!

આશીષ.......આ લાશ કોની છે? તેનો હત્યારો કોણ છે? તેના વીશે બધી જ માહિતી આ ઘડિયાળ માત્ર થી જ મળી જશે અને ઘડિયાળ પર રહેલાં લોહીના ડાઘ પણ સબુત બની જશે. અત્યારે આપણે આ કબર પાછી હતી તેમ જ માટીથી ભરી દેવી પડશે. રણવીર સીંહના કહેવા પ્રમાણે આશીષ અને રાજ રણવીર સીંહની સાથે મળીને કબરને પાછી માટીથી ભરી દે છે અને ત્યાં કંઈ થયૂં જ ના હોય તેવી રીતે નીકળી જાય છે.

કોલેજથી નીકળીને રણવીર સીંહ તુરંત ફોરેન્સીક લેબ જાય છે અને ઘડિયાળ પર પડેલાં લોહીના ડાઘનો રીપોર્ટ કાઢવાં માટે ડોક્ટરને કહે છે. લોહીનો રીપોર્ટ કાઢવામાં વધતી જતી એક એક ક્ષણુ મળેલી લાશના ગુનેગાર તરફ જઈ રહી હતી. અંદાજીત અડધીક કલાકની રાહ જોયા બાદ રીપોર્ટ આવે છે.જેનાં દ્વારા નક્કી થાઈ છે કે ઘડિયાળ પર લોહીના ડાઘ મળેલાં તે લોહી મળેલી અંજાન લાશનું જ હતું. રીપોર્ટ મળતાંની સાથે જ રણવીર સીંહે પોતાની જીપ દોડાવી મુકી. રણવીર સીંહ એ છોકરીના હત્યારાને ગીરફ્તાર કરવાં જઈ રહ્યો હતો. જો કે લાશ મળતાંની સાથે જ રણવીર સીંહનો ગુસ્સો આકાશને આંબી ચુક્યો હતો અને રણવીર સીંહના આવવાથી બેખબર કોલેજના પ્રીન્સીપલ પોતાની ઓફીસમાં ફરતી ખુરશીમાં કોઈપણ ચિંતા વિના બેઠાં હતાં, જ્યારે પ્રોફેસર આનંદ વર્મા સ્ટેટનો લેક્ચર લઈ રહ્યાં હતાં.

રણવીર સીંહ કોલેજના પાર્કિંગમાં પોતાની જીપ પાર્ક કરી સૌ પ્રથમ પ્રીન્સીપલની ઓફીસમાં દસ્તક દે છે. ઓફિસમાં જઈને તરત રણવીર સીંહે પ્રીન્સીપલનાં હાથમાં ઘડિયાળ છે કે નહિં તેની તપાસ કરી. પરંતુ પ્રીન્સીપલના હાથમાં ઘડિયાળ સહી સલામત જ હતી.

ઈન્સ્પેક્ટર તમે મારો હાથ કેમ ચેક કરો છો..? પ્રીન્સીપલે પુછ્યું.

થોડી રાહ જુવો! હમણાં ખબર પડી જશે. રણવીર સીંહે પ્રીન્સીપલના પ્રશ્ર્નનો ઉતર આપતાં કહ્યૂં.

રણવીર સીંહે ગોટલેકરને પ્રોફેસર આનંદ વર્માને તુરંત જ બોલાવી લાવવાં કહ્યું. ચાલું લેક્ચર માંથી ખાખી ધારણ કરેલ ગોટલેકર પ્રોફેસર આનંદ વર્માને પ્રીન્સીપલની ઓફિસમાં લઈ આવે છે. પ્રો.આનંદ વર્માના આવતાંની સાથે જ રણવીર સીંહે તેમનાં હાથમાં ઘડિયાળ છે કે નહિં તે ચેક કર્યું અને પ્રોફેસર આનંદ વર્માનાં હાથની ઘડિયાળ ગાયબ હતી.

તમારાં હાથની ઘડિયાળ ક્યાં છે? પ્રો.આનંદ વર્મા. રણવીર સીંહે પોતાની ભાષામાં પ્રશ્ર્નો છોડવાનું ચાલું કર્યું. રણવીર સીંહના આ પ્રશ્ર્ન થી જ પ્રો.આનંદ વર્માનાં પરસેવાં છુટી નીકળ્યાં. ગુનેગાર ના હોય એ પણ ગુનો સ્વીકાર કરી લે એવાં અવાજમાં રણવીર સીંહે પોતાનો પહેલો જ પ્રશ્ર્ન ફેંક્યો હતો.

પરંતુ ઘુડિયાળ વીશે કેમ પ્રશ્ર્ન પુછો છો?....મને સમજાયું નહિં કે તમે શું કહેવા માંગો છો!

તમને સમજાય કે ના સમજાય. તમને અહિં પ્રશ્ર્ન પુછવાં માટે નથી બોલાવ્યાં માત્ર જે પ્રશ્ર્ન પુછવામાં આવે છે તેનાં સાચાં ઉતરો આપતાં રહો. રણવીર સીંહે કહ્રૂં.

પરંતુ સર મારી ઘડિયાળ મારી પાસે જ છે. આનંદ વર્માએ રણવવીર સીંહના પ્રશ્ર્નનો ઉતર આપતાં કહ્યું.

ઘડિયાળ તમારાં હાથમાં તો નથી તો શું બેન્કના લોકર માં સાચવીને મુકી રાખી છે..? રણવીર સીંહે પુછ્યું.

નહિં સર મારી ઘડીયાળ મારી પાસે જ છે. આનંદ વર્માએ પોતાનાં પેન્ટના ખીસ્સાંમાંથી ઘડિયાળ કાઢી રણવીર સીંહના હાથમાં આપી. આનંદ વર્માના હાથમાં ઘડિયાળ જોઈને રણવીર સીંહના હોંશ ઉડી ગયાં. તે વીચારમાં પડી જાય છે કે જો પ્રીન્સીપલ અને આનંદ વર્માની પાસે એમની ઘડિયાળો છે તો લાશ પાસેથી મળેલી આ ઘડિયાળ છે કોની?

ઘડિયાળ ખીચ્ચાંમાં મુકી રાખવાનું કારણ હું જાણી શકું છું પ્રોફેસર આનંદ વર્મા!

સર એતો ઘડિયાળની કારણે હાથ પર પરસેવો વળી રહ્યો હતો એટલાં માટે ખીચ્ચાંમાં મુકી રાખી હતી..

પરંતુ ઇન્સ્પેક્ટર રણવીર સીંહ! તમે અમારી ઘડિયાળ વીશે કેમ પુછો છો?...પ્રીન્સીપલે રણવીર સીંહને પુછ્યૂં.

પ્રીન્સીપલ ઘડિયાળ વીશે પુછતાછ કરવાનું કારણ જાણીને તમે આશ્ર્શ્રર્યચકિત થઈ જશો. તમારી કોલેજના પાછળના ગાર્ડનમાંથી એક લાશ મળી આવે છે. જેનો ચહેરો છરીના ઘા થી પુરેપુરો છુંદી નાખવામાં આવ્યો છે. જેથી લાશ કોની છે તેનાં વીશે ખબર ના પડે અને એ લાશની કબર માંથી અમને એક ઘડિયાળ મળી આવી છે જે તમારી અને પ્રો.આનંદ વર્માની ઘડિયાળ સાથે મેચ થાય છે.

ઈન્સ્પેક્ટર રણવીર સીંહ તમારી વાત તદન સાચી જ હશે! પરંતુ અમારી બંનેની ઘડિયાળ અમારી પાસે જ છે.....પ્રીન્સીપલે કહ્યૂં.

પ્રીન્સીપલ! એવું પણ હોય શકે કે તમે નવી ઘડિયાળ ખરીદી લાવ્યાં હોય! અત્યારે તો મારી પાસે કોઈ સબુત નથી. પરંતુ જ્યારે મને સબુત મળશે ત્યારે ગુનેગારને અહિંથી ઘસડીને લઈ જઈશ. બસ તૈયારી રાખજો કારણ કે ટુંક સમયમાં ગુનેગારને જેલની હવા ખાવાનો સમય આવશે..આમ, કહીં ઈન્સ્પેક્ટર રણવીર સીંહ અને ગોટલેકર ત્યાંથી નીકળી જાય છે.

રણવીર સીંહ કોલેજથી નીકળીને તરત જ ફોરેન્સીક લેબ પહોંચે છે.

ડોક્ટર ડેડ બોડીનો ચહેરો બન્યો કે નહિં?

જી. સર. ડેડ બોડીનો ચહેરો બની ગયો છે. ચહેરોતો પુરેપુરો છુંદાઈ ગયો હતો. પરંતુ અંદરના દરેક હાડકાં સહિસલામત હતાં. એટલે ચહેરો પણ તદન પરફેક્ટ બન્યો છે.

આમ, કહીં ડોક્ટરે ડેડ બોડીના ચહેરા પર વીંટેલી પટ્ટીઓ ખોલવાનું ચાલું કર્યૂં અને પટ્ટીઓ હટાવી ચહેરો રણવીર સીંહને બતાવ્યો. ચહેરો જોતાં ની સાથે જ રણવીર સીંહની આંખો ફાટી ગઈ.

રાધી....!!! રણવીર સીંહના મુખમાંથી દબાયેલ અવાજે આ શબ્દ સરી પડ્યો.

આ ડેડ બોડી સર રાધીની છે! એનો અર્થ તો એજ થયો કે રાધીની પણ હત્યા કરવામાં આવી છે! હા..અને જરૂર રાધીની હત્યા અને વીનયની આત્મહત્યા વચ્ચે ચોક્કસ કોઈક કનેક્શન છે......ગોટલેકરે કહ્યું.

હા! ગોટલેકર કનેક્શન તો છે જ પરંતુ અત્યારે રાધીના મમ્મી-પપ્પાને આ વાતની જાણ કરવી ખુબ જ જરૂરી છે. તેમના ઘરે જઈ આ વાતની જાણ કરો.....રણવીર સીંહે ગોટલેકરને કહ્યૂં.

રાધીની પણ લાશ મળી આવી છે...કોણ હશે તેનો હત્યારે?

શું ખરેખર વીનય અને રાધીના મર્ડર પાછળ કોઈ એક વ્યક્તિનો જ હાથ છે........?

માતૃભારતી પર તમે મારી પ્રથમ લઘૂનવલ ખામોશી પણ વાંચી શકો છો....સ્ટોરી વાંચ્યાબાદ તમારો અભીપ્રાય લેખકને અવશ્ય જણાવશો.

***

Rate & Review

Sapna 3 months ago

Vijay Kanzariya 4 months ago

Ajju Patel 4 months ago

Anita 5 months ago

Nikita 5 months ago