કાલે તો પુછી જ લઈશ.. - 10

આ વાર્તાલાપ ચાલુ જ હતો ત્યાં કવિતા અને નિરવ (કવિતા નો બોયફ્રેન્ડ) આવી ગયા. ત્યારબાદ બધા આગળ ના કાર્યક્રમ અનુસાર ફ્રેશ થઈને પછી રિસોર્ટ ના કેન્ટિન હોલમાં જમવા માટે રવાના થયા.

રિસોર્ટ નું કેન્ટિન પણ શાનદાર હતું. અંદર પ્રવેશતાની સાથે જ આશી સ્મેલવાળા રોઝ સ્પ્રેની ખુશ્બુ દરેક ના ફેફસાં સુધી તાજગી પ્રસરાવતી હતી. લાઇન ટુ લાઈન ગોઠવાયેલા ડાઇનિંગ ટેબલ જોતા સ્પષ્ટ જણાતું હતું કે અહીં નું મેનેજમેન્ટ કેટલું અનુશાસન સભર છે. કેન્ટિનની દરેક દિવાલ પર નેચરને લગતા કાર્પેટ પથરાયેલા હતા. દરેક ડાઇનિંગ ટેબલ આરસપહાણ થી બનેલા હતા.

બધાં એક ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા અને પછી મોનાલી એ મેનુ કાર્ડ હાથમાં લીધું.

બધાએ પોત પોતાનું મનપસંદ જમવાનું ઓર્ડર કર્યું અને ત્યારબાદ જમવાનું પતાવીને બધા રુમ નં 105 માં આવી ગયા.

આગળ નો કાર્યક્રમ તો અંતાક્ષરી નો હતો એટલે એકતા એ બે ગ્રુપ પાડી દીધા પહેલાં ગ્રુપમાં વિવેક, કવિતા અને વંદના અને બીજા ગ્રુપમાં નિરવ, મોનાલી અને કવિતા હતા.

આ અંતાક્ષરી માં જે ગ્રુપ હારે એને ટ્રુથ એન્ડ ડેર માં જીતેલી ટીમના બધા સવાલો ના સાચે સાચા જવાબ આપવાના એવું નક્કી થયું.

ધીમે ધીમે અંતાક્ષરી ચાલુ થઈ.
સૌપ્રથમ મોનાલી એ શરૂઆત કરી એક વિલન ફિલ્મ ના બંજારા ગીત થી અને ત્યારબાદ ગીતો નો દોર ધીમે ધીમે અવિરત ચાલતો રહ્યો. લગભગ બે કલાક જેટલો સમય વિત્યો પણ હજુ હારજીતનો ફેંસલો બહુ અઘરો બનતો જતો હતો.

અંતે અંતાક્ષરી માં વિજેતા ટીમ મોનાલી ની બની અને વંદના ની ટીમ હારી ગઈ.

શરત પ્રમાણે મોનાલી, નિરવ અને એકતા એ વારાફરતી વારા પ્રશ્નો નો મારો ચાલુ કર્યો વિવેક ઉપર.
આમ તો હારેલ ટીમમા તો ત્રણ વ્યક્તિઓ હતા પણ વિવેક ગ્રુપમાં જરા નવો હતો એટલે સ્વાભાવિક વધારે પ્રશ્નો તો વિવેકને જ માથે આવવાના હતા એ પણ ફાઈનલ હતું.

મોનાલી એ પહેલો પ્રશ્ન પુછ્યો કે વિવેક ભુતકાળમાં કેટલી છોકરીઓ ગર્લફ્રેન્ડ રહી ચુકી છે તારી.??

એકપણ નહીં વિવેકે આન્સર આપ્યો.
પણ હા એક છોકરી હતી જેને હું પ્રેમ કરતો.

ઓહ્ નાઇસ.
તો એ છોકરીનું નામ શું છે?

 વિરાલી એનું નામ છે પણ એ મને અત્યારે નફરત કરે છે વિવેકે થરથરતા અવાજે કહ્યું.

કેમ પણ એવું તો શું બન્યું કે એ તારી જેવા શાંત અને સમજુ છોકરાને નફરત કરી શકે.

વિવેકે પોતાના ભુતકાળને બધાની સામે રજુ કરવાનું શરૂ કર્યું. જેમ જેમ વાત આગળ વધતી જતી એમ દરેકને મનમાં ઉત્સુકતા પણ વધતી જતી આગળ ની કહાની સાંભળવા માટે.

લગભગ પાંત્રીસ મીનીટ સુધી વિવેકે પોતાની અસફળ રહેલી એકતરફી લવસ્ટોરી ને બધા સમક્ષ રજુ કરી. પોતાની વાત પુરી ત્યાં સુધી માં તો હસી મજાક કરતું આખું ગ્રૂપ શાંત અને ગંભીર બની ગયું. થોડા સમય માટે તો કોઈને સુજ્યુ નહીં કે  શું બોલવું.

થોડા સમય પછી વંદના એ શરૂઆત કરી કે હાઉ સેડ... આવું પણ કાંઈ હોતું હશે કે કરે કોઈ ઔર અને ભરે કોઇ ઓર.

હા યાર ખરેખર બહુ ખોટું થયું વિવેક સાથે વિરાલીએ છાવ આવું તો નહોતું કરવું જોઈતું વિવેક સાથે વંદના ના સુરમા સુર પુરાવતા મોનાલી એ કહ્યું.

વિવેક શું તું હજુ વિરાલીને પ્રેમ કરે છે જેટલો પહેલાં કરતો હતો..?? વંદના એ સવાલ પુછ્યો.

હું પ્રેમ કરતો હોય તો પણ હવે શું ફેર પડવાનો છે. આમ પણ સમય હવે વિતી ગયો છે.વિવેકે હતાશ હ્રદયે પોતાની વાત રજુ કરી.

લગભગ સાડા બાર સુધી આમ જ વાર્તા લાપ ચાલ્યો અને પછી બધા સુઇ ગયા.

સવારે વહેલા ઊઠીને પછી કાર્યક્રમ પ્રમાણે આજુબાજુ ના પ્રદેશ માં ફરવા માટે નીકળી ગયા અને ત્યારબાદ લગભગ બપોરના બાર વાગ્યા ની આસપાસ રિસોર્ટ પાછા આવી ગયા. બપોરનું જમવાનું પતાવીને પછી એકાદ કલાક ત્યાં રોકાયા અને ત્યારબાદ લગભગ દોઢેક વાગ્યે પાછા શીટી તરફ રવાના થયા.

                            *.    *.    *

લગભગ પોણા ત્રણ વાગ્યે એ ભક્તિ સર્કલે પહોંચી ગયા.

ત્યાંથી બધા છુટા પડે છે.

વિવેક હોસ્ટેલ પહોંચી ને થોડોક આરામ કરવાનું વિચારે છે અને પોતાના બેડ પર લંબાવે છે.

લગભગ સવા પાંચ વાગ્યા અને મોબાઇલ ની રીંગ વાગી. વિવેકની આંખો ખુલી અને મોબાઇલ માં જોયું તો વંદના નો કોલ હતો.

હા બોલ વંદના.

હા વિવેક તું ઝડપથી પેલા વિલિયમ્સ કાફે એ આવ મારે તારું કામ છે.વંદના એ કહ્યું.

હા પણ કામ શું છે એ તો કે..? વિવેકે કહ્યું.

એ તું આવ એટલે બધું જ કહું. તું પહેલા આવ તો ખરા.

ઓકે ચાલ હું પંદરમા પહોંચ્યો વિવેકે કહ્યું.

ઓકે બાય કહી વંદના એ કોલ રાખી દીધો.

વિવેકના મનમાં ઘણા બધા સવાલો અત્યારે રમી રહ્યા હતા.

એવું તો શું કામ હશે કે વંદના એ મને અત્યારે બોલાવ્યો..??

જે હોય તે ચાલો જાવ તો ખરા.

વિવેક ઝડપથી ફ્રેશ થઈને પછી વિલિયમ્સ કાફે તરફ રવાના થાય છે.

વિલિયમ્સ કાફે ના એ કાચના દરવાજાને ખોલીને એ અંદર દાખલ થયો.

આજુબાજુ નજર કરી તો....આ શું????? એક ખુણામાં રહેલ ટેબલ પર વંદના અને વિરાલી બિરાજમાન હતા.

એકાએક વંદના ની નજર વિવેક પર પડી.
ત્યાં કેમ ઉભો છે વિવેક અહીં આવ વંદના એ કહ્યું.

વિવેક ત્યાં પહોંચ્યો.
વંદના એ તેને ચેયર ખેંચી ને વિવેકને બેસવા માટે આપી.

હાઈ વિરાલી તું અહીં. અને તમે બંને એકબીજાને ઓળખો છો?? આશ્ચર્ય સાથે વિવેકે પુછ્યું.

હા અને આ વિરાલી તને તારી કોઈ વસ્તુ પાછી આપવા માટે આવી છે.વંદનાએ કહ્યું.

હા વિવેક તારી એક વસ્તુ ઘણા સમયથી મારી પાસે છે. કદાચ તને નથી ખબર વિરાલી એ કહ્યું.

એવી તો શું વસ્તુ છે મારી તારી પાસે??
ફરી આશ્ચર્ય ના ભાવ સાથે વિવેકે પુછ્યું.

વિરાલી એ પોતાના બેગમાંથી એક બુક કાઢી અને વિવેકને આપી.

વિવેકે એ બુક તરફ ધ્યાન કર્યું તો એ એ જ બુક હતી જેમાં એ પોતે પોતાના બી.એ. દરમિયાન ડાયરી લખતો હતો.

આ બુક તને ક્યાંથી મળી?? વિવેકે આતુરતા પૂર્વક પુછ્યું.

આ તારી ડાયરી મને તે દિવસે નિમેષ સર ના ઘરેથી જ મળી હતી જે દિવસે આપણો અચાનક ત્યાં ભેટો થઈ ગયો હતો.તુ એ તારી પેલી ચોપડીઓ સાથે ભુલી ગયો હતો.આ આખી ડાયરી મેં વાંચી . અને હા આ વંદના એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે.
અને મેં એને પહેલેથી જ કહ્યું હતું કે એ તારી પર ધ્યાન રાખે.

હા હો અને તું પાસ થઈ ગયો વિવેક એક હાસ્ય સાથે વંદના એ કહ્યું.
આમ વિવેક અને વિરાલી વચ્ચે ની બધી ગેરસમજ વિવેકની લખેલી ડાયરીમાથી દુર થઇ ગઈ.

ત્યારબાદ વિરાલી અને વિવેકની લવસ્ટોરી ફરી થી પટરી ઉપર ચડી ગઇ અને હા આ વખતે એક તરફી નહીં પણ બંન્ને તરફથી પ્રેમનું બીજ રોપાયું.

                (સંપૂર્ણ)


તો મિત્રો આ મારી પહેલી લઘુનવલ કથા હતી. પહેલો પ્રયત્ન હતો એટલે જેટલું પરફેક્શન લખાણમાં હોવું જોઈ એટલું તો નહોતો આપી શક્યો પણ તમારો આ અખુટ પ્રેમ મળ્યો છે એ ઉપરથી આશા રાખું છું કે બધાને ગમી હશે.

કદાચ ક્યાંક ભુલ રહી ગઇ હોય તો આપ સૌની હું ક્ષમા ચાહું છું. અને આગળ કોઈ ભુલ ના થાય એની પુરતી કાળજી રાખીશ.

આ સાથે નવું વર્ષ સૌના જીવનમાં અખુટ ખુશીઓનો ખજાનો લઈને આવે એ માટે ભગવાનને પ્રાર્થના.

              (આભાર)

***

Rate & Review

Bhoomi Yadav 4 months ago

Jrv 9 months ago

Jay 7 months ago

rutvik zazadiya 7 months ago

Indu Malvaniya 8 months ago