krossing ગર્લ - 12


શબ્દોને પૂરતી સ્વતંત્રતા અને સુરક્ષા આપો. દુનિયામાં કોઈ પણ ક્રાંતિ શક્ય છે.” આવું બહુ ફેમસ ક્વોટ જેમનું છે એ પત્રકાર પોતાની વિચક્ષણ બુદ્ધિ અને અવલોકન દૃષ્ટિ માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેમની કૉલમમાં લખાયેલા શબ્દો રાજકારણીઓ પણ ગંભીરતાથી લે છે. તેઓ પત્રકાર જગતના બહુ જ લોકપ્રિય અને વિશ્વસનીય ચહેરામાનાં એક છે. જેમણે પોતાની કલમ થકી દુનિયાભરમાં દેશનું નામ રોશન કર્યું છેતેવા નીડર પત્રકાર સમીર ભાટિયાને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ. 

તાળીઓના જોરદાર ગડગડાટ સાથે સેનેટ હોલમાં તેમને સત્કારવામાં આવ્યા. આપણે નસીબદાર છીએ તેમની સાથે સંવાદ કરવાની તક મળશે. આપણી"રિવોલ્યુશન ટોક શો" સિરિઝના તેઓ મહેમાન છે. સ્કૂલની હ્યુમન લૅબનું ઉદ્ઘાટન તેમના હાથે થશે. તેમણે હાથ ઊંચો કરી બધાનું અભિવાદન ઝીલતાં સ્ટેજ પર પોતાનું સ્થાન લીધું. અમારા મોટાભાગના પ્રોગ્રામની જેમ કોઈ પરિચય કે અભિવાદન વગર તેમની સ્પીચ શરૂ થવાની હતી.

અરે યારઆમને તો મેં ક્યાંક જોયા છે. આ ભાઈ સામેવાળાની તો... આમને મેં ક્યાં જોયા છે... હા... પેલી ચાની હોટલ પર મસાલાપાન ખાતી વખતે.” મેં રાહુલને કહ્યું.

શું કહે છે તું ?” રાહુલે અકળાઈને કહ્યું.

મેં આખી વાત મનમાં ગોઠવી. તે ધ્યાન દઈને સાંભળી રહ્યો હતો. પરંતુ મને તેમની જોડે મારો સંબંધ સ્થાપિત કરવાની બહુ જલ્દી હતી. મેં બધું ગોઠવી રાહુલ સામે જોયું ત્યાં તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો હતો. મેં માંડી વાળ્યું. મારી વાતોથી તેને કોઈ ફર્ક પડવાનો નહોતો.

"શબ્દોને પૂરતી સ્વતંત્રતા અને સુરક્ષા આપો કોઈ પણ ક્રાંતિ શક્ય છે – લોકોને આ ક્વોટ બહુ ગમે છે ફક્ત સાંભળવામાં. જ્યારે તેમને ના ગમતી સત્ય. પરંતુ કડવી હકીકત લખો ત્યારે સહુથી વધુ વિરોધ પણ તેઓ જ કરે છે.

ફ્યુચર લૅબ’ દેશ માટે ગૌરવ લઈ શકાય તેવું નામ છે. અમેરિકા કે ગ્રેટ બ્રિટનની શ્રેષ્ઠ સ્કૂલ સિસ્ટમ કરતાં પણ ક્યાંય ઍડવાન્સ છે. હ્યુમન લૅબ’ સાંભળતાં જ લાગે શું અહીં પ્રયોગશાળામાં ગર્ભાશયની માનવી ઉછેરવામાં આવશે. નામ પણ કેવું મજાનું.  સ્કૂલ કેમ્પસની મુલાકાત લીધા પછી પછી દૃઢપણે માનું છું. આ સ્કૂલ તમને માનવતાના શ્રેષ્ઠ આયામો માટે તમને તૈયાર કરવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છુંમને "હ્યુમન લેબના ઉદ્દઘાટનની અને તમારી સામે મૂળ સ્વરૂપે રજૂ થવાની તક મળી છે.

દુનિયા અત્યારે જેટ ગતિએ આગળ વધી રહી છે એમ કહેવા કરતાં કહીશ કે સુપરસોનિક ગતિએ આગળ ધપી રહી છે. બધાને ઝડપથી શિખર પર પહોંચવું છે. સફળતાકિર્તી અને પૈસા માટે બધા આંધળી દોટ મૂકી રહ્યા છે. સંબંધોની મજબૂતાઈ ઘટી રહી છે. જીવનમાં અમુક સંબંધો ક્યારેય વળતર નથી આપતાં. આર્થિક રીતે કે સામાજિક રીતે તેમાં મોટેભાગે ઘસાવું પડતું હોય છે. પણ સમય આવે ત્યારે તમને ટેકો આપીને સાચવી લે છે. આ વાતો અનુભવશો નહીં ત્યાં સુધી ખબર નહીં પડે. માટે સાચવજો. સફળતા અને સુખને કોઈ સીધો સંબંધ નથી. મોટેભાગે તો વધુ દુઃખી થયેલા લોકો જ વધુ સફળતા મેળવતા હોય છે. તમારી શાળાએ હ્યુમન ઇન્ડેક્સની બહુ સુંદર શરૂઆત કરી છે. બે વર્ષ હ્યુમન લૅબના દરેક લેસન ધ્યાનથી શીખજો. ભવિષ્યમાં એ તમને માણસ બનાવી રાખવા માટે ચોક્કસ કામ લાગશે.

મેં આખી સ્કૂલની મુલાકાત લીધી. જોયું કે સ્કૂલ મૅનૅજમૅન્ટ તમારા ભવિષ્ય પ્રત્યે કેટલું સજાગ છે. બધાનું નસીબ આટલું નસીબદાર નથી હોતું. તમને વિકસવા માટે શ્રેષ્ઠ તકો મળી રહી છે માટે ખૂબ શીખજો. મહેનત કરજો. મનમાં કોઈપણ વાહિયાત આઇડિયા આવે તો દોસ્તો કે શિક્ષકો સાથે બિંદાસ શેર કરજો. જેટલું શરમાશોઅચકાશો તેટલું ગુમાવશો.

જો તમને જર્નાલિઝમ પ્રત્યે આકર્ષણ હોય તો તેના વિશે પણ થોડી વાત કરીશ. જર્નાલિસ્ટની ડ્યૂટી 24 કલાકની હોય છે. સૌ પ્રથમ તો તેને માટે ગમે ત્યારેગમે તે પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની માનસિકતા કેળવવી પડે. સત્યો હંમેશાં મનુષ્યની લાગણીઓની ક્રૂર મજાક કરતાં રહેતાં હોય છે. ઘણી વાર આવા સ્તબ્ધ બનાવી દેતાં આંચકાઓ પચાવી લેતાં શીખવું પડે છે. કામ સમયે સાવ લાગણીશૂન્ય બની જવું પડે. તમે એક લેવલ ક્રોસ કરો પછી લોકપ્રિયતા સાથે જવાબદારી પણ વધી જાય છે.

કોઈ ઘટનાના પડદા પાછળનું સત્ય ભલે તમને ખબર હોયપરંતુ યોગ્ય સમયે અને યોગ્ય શબ્દોમાં તેની રજૂઆત કેમ કરો છોએ વધુ અગત્યનું છે. તમારે કલમ બહુ સમજી વિચારીને ચલાવવી પડે છે. ખાસ કરીને ધર્મની બાબતમાં. આમ પણ દેશમાં ધાર્મિક આસ્થા લાગણીઓ જેટલી જ નાજુક છે. વાતવાતમાં દુભાઈ જાય. છે. દુભાયેલા જીવને સત્ય કે અસત્યની કંઈ પડી નથી હોતી. આવા લોકોના ટોળાને કેમ સાચવવા તેની રાજકારણીઓને સારી રીતે ખબર હોય છે. આ તમારી લાઈફનો સહુથી નાજુક તબક્કો છે. તમને બ્રેઇનવોશ કરીને જે રસ્તે વાળવા હોય એ રસ્તે વાળી શકાય. હું ઇચ્છું છું કે તમે આવા કોઈ ટોળાનો ભાગ ના બનો. એ માટે શું તકેદારી રાખવી એ વિશે થોડી વાત કરીશ.

સફળતા ક્યારેય રાતોરાત નથી મળતી. હાએની ખબર લોકોને અચાનક જ પડે છે. આ ડિજિટલ યુગમાં દુનિયાની કોઈપણ માહિતી તમારાથી ફક્ત એક ક્લિક દૂર છે. તેની સામે એવા જ નવા પડકારો વધ્યા છે. આ માહિતીના ખજાનામાંથી શું સાચું ને શું ખોટું એ નક્કી કરવું બહુ અગત્યનું થઈ પડ્યું છે. હજુ એ માટેની કોઈ સ્ટાન્ડર્ડ પ્રોસેસ આપણી પાસે અવેલૅબલ નથી. તે માટે તમારે ખુદને જાતે જ તૈયાર કરવા પડશે. જે તે ફીલ્ડમાં કાબેલ બની,સ્પેશિયલાઇઝેશન જેટલું ચોકસાઈપૂર્વકનું પરફોર્મન્સ આપવું પડશે. ભારત એ અમેરિકા નથીજ્યાં તમને સારું બેકઅપ મળી રહેશે. અહીંયાં તમને તમારા જ લોકો આગળ જતો રોકશે. વાત થોડી હાસ્યાસ્પદ લાગશે પણ આ જ કડવી હકીકત છે.

તમારા રોજબરોજ ઉપયોગી કામોને લગતી જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારો. વિરોધ કરવા માટે પણ પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. નહીં તો કોઈના વાણીવિલાસથી અંજાઈ જતાં વાર નહીં લાગે. ખૂબ રખડો. લોકોને મળો. દુનિયામાં સમય સિવાય કશું જ અંતિમ સત્ય નથી. તમારી માન્યતાથી વિરુદ્ધના જવાબો સ્વીકારવાની ખેલદિલી કેળવો. ભૂલ હોય ત્યાં સ્વીકારી લેવી. તેનાથી તમે નાના નહીં બની જાઓ. હવે તમને તક કે સમય વિશે ફરિયાદ કરવાનો કોઈ હક્ક નથી. ટાઇમપાસ કરનારા લોકોથી દૂર રહેવું. તેમની લાગણીભરી ધમકીઓને વશ ના થવું. તમે બધા લોકોને તો ક્યારેય ખુશ નહીં કરી શકો. વધુ વાતો નહીં કરું. મને આમ પણ ભાષણ કરતાં સંવાદમાં વધુ રસ પડે છે. તો હવે આપણે સવાલ-જવાબ તરફ આગળ વધીશું.

બે-ત્રણ આંગળીઓ ઊંચી થઈ, “યસ બ્યુટીફૂલ ગર્લ’, પૂછો તમારો સવાલ.

સરનામ સ્નેહા છે. મારો સવાલ એ છે – તમે નીડર બની કોઈ અન્યાય માટે અવાજ ઉઠાવો તો તમને ન્યાય મળવાની પૂરી ગેરંટી ખરી ?” તેણીએ પૂછ્યું.

નાઇસ ક્વેશ્ચન. ખરેખર તો મળવો જોઈએ પણ આપણા દેશની જ્યુડિશિયલ સિસ્ટમ આવી કોઈ ગૅરંટી આપતી નથી. કાયદા સારા છે પરંતુ તેની અમલવારીની નિયતમાં ખોટ છે. પોલીસતંત્ર પોતાની મજબૂત ધાક ઉભી કરી સુશાસન આપવામાં સફળ નથી થયું. તેનું મુખ્ય કારણ રાજકારણીઓ અને સરકારી બાબુઓનો સ્વાર્થ છે. પરિસ્થિતિમાં પરિવર્તન ત્યારે જ આવશે જ્યારે લોકો પોતાનો સ્વાર્થ છોડી દેશ માટે વિચારવાનું શરૂ કરશે. પ્રજા પોતાનું કામ કરાવવા લાંચ આપવા તૈયાર હોય પછી શું કરી શકાય ?

સહુથી અગત્યનું તમે અન્યાય સામે સવાલ કઈ રીતે ઉઠાવો છો એ છે. એ માટે સંપૂર્ણ સત્ય કરતાં અર્ધસત્યનો આશરો લેવો પડશે કારણ અહીંયાં લોકો લાગણીથી ન્યાય તોળે છે,કાયદાથી નહીં. માટે જ આટલા ભ્રષ્ટ નેતાઓ વારંવાર ચૂંટાઈ આવે છે. આ અર્ધસત્યનો પરિચય તમને જ્ઞાન અને સમાજમાં થતાં અન્યાયના અનુભવો જ શીખવાડી શકશે. સૌ પ્રથમ તો જેમનામાં અન્યાય સામે લડવાની ખરેખર હિંમતનિષ્ઠા અને આવડત છે તેવા પ્રામાણિક લોકોનું દરેક ગામમાં સંગઠન બનવું જોઈએ.કોઈ સારી વ્યક્તિ આગેવાની લેવા તૈયાર થાય તો ટોળાઓ ઘેટાં ચાલે તેમની પાછળ ચાલવા તૈયાર જ છે. બાકી રોડ-રસ્તા પર આવી... બૂમબરાડાતોડફોડ કે આંદોલનો કરવાથી કશું નહીં વળે.

સવાલ-જવાબોનું સેશન ખાસ્સું લાંબુ ચાલ્યું. અમુક મુદ્દે ખરેખર ગંભીર ચર્ચાઓ થઈ. ગુલાબી સપનાઓના ઘેનમાં રાચતી અમારી પેઢીને તેમણે સમાજની વાસ્તવિકતાનો અરીસો બતાવ્યો. એક માણસ ધારે તો શું કરી શકે એનો મને તેમના ઇન્વેસ્ટીગેટિવ જર્નાલીઝમના કેટલાક કિસ્સા પરથી અહેસાસ થયો.

તેમણે હ્યુમન લૅબનું ઉદઘાટન કર્યું. કૅન્ટિનમાં જમવાના સમયે પણ અમારે આ વિશે જ ચર્ચાઓ ચાલી. પહેલી વાર દેશ માટે કશુંક કરી છૂટવાના વિચારો આવ્યા.


***

Rate & Review

Heena Suchak 4 months ago

ashit mehta 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago