krossing ગર્લ - 16


                      ચોમાસું લગભગ પૂરું થવાની તૈયારીમાં હતું. હવામાન વિભાગે છેલ્લા વરસાદની આગાહી કરી હતી. હું આ વર્ષના છેલ્લા વરસાદમાં નહાવાની કલ્પનામાં વ્યસ્ત હતો. મને વરસાદમાં નહાવું ખૂબ ગમતું પણ છેલ્લા ત્રણ દિવસથી સખત તાવ અને શરદી હતા. ડૉક્ટરે બે દિવસ માટે બેડરેસ્ટની સલાહ આપી હતી. ઘરે ખબર પડી ત્યારે મમ્મીએ દેશી ઉપચારોનું આખું લીસ્ટ સંભળાવ્યું. ગીતાની રીસ હજુ પૂરેપૂરી ઊતરી નહોતી. અમારી વચ્ચે કોઈક વાર જ આવો મોટો ઝઘડો થતો. પછી નૉર્મલ થતાં થોડી વાર લાગતી. ક્લાસમાં થતાં સ્ટડીના રોજના વિડિયો મારા લેટરપેડમાં અપલોડ થઈ જતાં હતાં. ટેક્સ્ટબુક ભણાવાની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ હજુ હ્યુમન લૅબમાં એન્ટ્રી નહોતી મળી. રાહુલ અને હેપ્પી રોજ ફોન કરીને ખબર પૂછી લેતાં હતાં. બંને એક વાર ઘરે ખબર કાઢવા પણ આવી ગયા. તેમનાં આવવાથી થોડી રાહત મળેલી. Tv, કમ્પ્યુટર, મોબાઈલ, લેટરપેડ બધું હોવા છતાં મને એકલું એકલું લાગતું. ક્યારેક લાગતું માનવીને એકબીજાની કંપનીમાં મળતી હૂંફની કમી ટેકનોલોજીનું કોઈપણ ઇનોવેશન ક્યારેય પુરી નહીં કરી શકે.

સાગર પાછો ગુમ થઈ ગયો હતો. ઘરે કામ કરવા આવનાર બંને પતિ-પત્નીએ મારી બહુ સેવા કરી. આજે થોડું સારું હતું. છેલ્લા વરસાદમાં નહાવાની મારી ઇચ્છા અધૂરી જ રહી ગઈ. ડાયરીના પન્નાઓમાં બીમારીના કંટાળાજનક કલાકો વિશે લખતાં પણ સખત કંટાળો આવતો. સાગર ઘરમાં નહોતો. ઘર સાવ સૂનું સૂનું લાગતું હતું. ઇશિતાને તો બોલાવાનો સવાલ જ નહોતો. તેને મને 10 દિવસ માટે બ્લોક મારી દીધો હતો. તે બાલ્કનીમાં આવતી પણ બંધ થઈ ગઈ હતી. પ્રો. પવન દેસાઈને સાંભળ્યા પછી એ ફર્સ્ટ ડેટ મીસ કરવાનો કોઈ અફસોસ નહોતો. મારો બેડરેસ્ટ વધુ બે દિવસ લંબાયો. આ દિવસોમાં મને પહેલા જેવો કંટાળો ના આવ્યો. હું ઈન્ટરનેટના વિશાળ દરિયામાં ફોટોગ્રાફીના ટાપુ પર ભૂલો પડી ગયો હતો.

* * * * *

આખરે એક અઠવાડિયા પછી હું સ્કૂલમાં દાખલ થઈ રહ્યો હતો. આ દિવસોમાં જાણે કેટલું બધું ગુમાવ્યું હોય એવું લાગ્યું. હું ક્લાસમાં દાખલ થયો અને મારા સોફા પર લંબાવ્યું. રાહુલ અને હેપ્પી સાથે કેટલીય વાતો કરી. હેપ્પીએ મને ઇશારાથી કંઈક દેખાડ્યું. ઓહ ! મારું ધ્યાન જ નહોતું તેમની સાથે વાતો કરવામાં. મારી બાજુમાં આવીને કોઈ બેઠું હતું. 

તે ઊંધું ઘાલીને કંઈક લખી રહી હતી. તેના કર્વ કરેલા વાળ તેના ચહેરાને ઢાંકી દેતાં હતાં. તેમાંથી શેમ્પૂ કે કન્ડીશનર, ખબર નહીં શેની ! પણ.. મસ્ત સુગંધ આવી રહી હતી. તેની સાથે જ અત્તરની એક અજાયબ સુગંધ મારા શ્વાસમાં ભરાઈ ગઈ. તે પોતાની ધુનમાં મસ્ત હતી. કદાચ મને મારી પાર્ટનર મળી ગઈ હતી. બધા તેના વિશે અંદરોઅંદર ગુસપુસ કરી રહ્યા હોય તેવું લાગ્યું. અમારી સ્કૂલનો કોઈ ફિક્સ ડ્રેસ નહોતો. તેણે જીન્સનું પેન્ટ અને આખી બાંયનું ટીશર્ટ પહેર્યું હતું. મેં ધ્યાનથી જોયું. તે હેપ્પીની નોટબુકમાંથી નોટ્સ કોપી કરી રહી હતી. કોણ હશે એ અને કેવી હશે હું ફર્સ્ટ ટાઈમ બે વર્ષ માટે કોઈ છોકરીની બાજુમાં બેસવાનો હતો.

સ્ટેજ પરનો દરવાજો ખુલ્યો. વાઇના મેમની ક્લાસમાં એન્ટ્રી થઈ. જરૂરી ફાઈલો ટેબલ પર મુકી તેઓ બોલ્યા હેલ્લો ડીયર ફ્રૅન્ડસ,મોહન સર આજે તમારો ક્લાસ લેવા માટે નહીં આવે. આ ફ્રી પિરિયડ છે. આપણે ફુલ ટુ ધમાલ અને મસ્તી જ કરીશું. પણ એ પહેલાં એક જરૂરી વાત. આજે આપણા ક્લાસમાં એક નવી સ્ટુડન્ટની એન્ટ્રી થઈ છે. આપણે બધા તેનું તાળીઓથી સ્વાગત કરીશું.” બધાએ તાળીઓ પાડી તેને વેલકમ કર્યું. મીરાપ્લીઝ કમ હીઅર.

મીરા પોતાની જગ્યાએથી ઉભી થઈ સ્ટેજ પર ગઈ. તો ફ્રૅન્ડ્સતેનું નામ મીરા મલિક છે. તેના ફાધર ACP વિનોદ મલિકનું આ શહેરમાં ટ્રાન્સફર થયું છે. સી ઇઝ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. મીરાએ સ્ટેટ અને નેશનલ લેવલની ઘણી ક્વિજ કોમ્પિટિશન્સમાં મેડલો જીત્યા છે. વી આર વેરી લકી કે તે આપણા ક્લાસની સ્ટુડન્ટ છે.” વાઇના મેમે તેનો પરિચય આપતાં કહ્યું. તેઓ અમારા ક્લાસટીચર હતા. 11 સાયન્સની બીજી પાંચ બેચ હતી. દરેક ટીચર્સને એક ક્લાસ સોંપવામાં આવ્યો હતો. અમારી બેચ સ્પેશ્યલ બેચ હતી. બીજી બધી બેચમાં 36 સ્ટુડન્ટ હતા. 5D ટૅકનૉલૉજી અત્યારે ફક્ત અમારા ક્લાક પૂરતી જ સિમિત હતી. તેમને સાયન્સ થિયેટરમાં આનો લાભ મળતો પણ અમુક ચેપ્ટર કે ઘટનાઓ પૂરતો. તેમના ક્લાસમાં આ ટૅકનૉલૉજી ડેવલોપ કરવાનું કામ ચાલુ હતું. સ્કૂલના અન્ય ધોરણોની જેમ આવતા વર્ષના અંત સુધીમાં આખી સ્કૂલના દરેક ક્લાસરૂમ આ ટૅકનૉલૉજીથી સજ્જ થઈ જવાના હતા.


 મીરાંએ સ્ટેજ પર આવી પોતાનો ઇન્ટ્રો આપવાનું શરૂ કર્યું." ફ્રેંન્ડ્સ મારા વિશે તો શું કહું. હું અત્યાર સુધી ત્રણ સીટીની ત્રણ અલગ-અલગ સ્કૂલોમાં ભણી છું. યુ નો પપ્પાનું ટ્રાન્સફર થાય તે મુજબ શહેર બદલતાં રહેવાનું. મને વાંચવાનો શોખ છે અને ટ્રાવેલિંગનો પણ. મારે નેચર સાથે વધુ ફ્રૅન્ડશીપ છે એટલે રીયલ લાઇફમાં બહુ ફ્રૅન્ડસ નથી.” મને તેના શબ્દો કરતાં તેને જોવામાં વધુ રસ હતો.

તેની ઊંચાઈ લગભગ  5’-8” હશે. તે અતિશય રૂપાળી હતી અને ઠીકઠાક નમણી કહી શકાય તેવી હતી. તે કોઈ ક્યૂટ પરી જેવી લાગતી હતી. તેના આછાલાલ કલરના હોઠનાનકડું નાક અને આંખો પર કાળી ફ્રેમના ચશ્માં. તેના લાંબા અને ખુલ્લા વાળ તેની કમર સુધી આવતાં હતાં. ગુલાબી ગાલોમાં પડતાં ખંજન તેની સ્માઈલને વધુ સુંદર બનાવતા હતા. તે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવું મસ્ત ફીગર ધરાવતી હતી. આનાથી પરફેક્ટ છોકરી મેં હજુ સુધી જોઈ નહોતી. તે એકદમ સિમ્પલ લાગતી હતી. કદાચ એટલે જ વધુ સુંદર લાગતી હતી. હું તેને જોઈ રહ્યો. અનિમેષ નજરે......

તાળીઓના અવાજથી હું ફરી વર્તમાનમાં આવ્યો. તેણે બોલવાનું પૂરું કર્યું હતું. તે મારી પાસે આવીને બેઠી. મારી સામે જોઈ હાય’ કહીને સ્માઈલ આપી. હું પણ હસ્યો. તે મારી આટલી નજીક બેઠી હોવા છતાં હું એકદમ કમ્ફર્ટ ફીલ કરતો હતો. મને તેની સાથે વાત કરવામાં કોઈ જાતનો ડર નહોતો લાગતો કે શરમ પણ નહોતી આવતી.

મેં પણ તેને હાય’ કહ્યું.

બડીવૉટ્સ યોર નેમ ?” તેનો અવાજ મીઠડો હતો.

ક્રિષ્ના પટેલફ્રોમ કાગરી એન્ડ...” હું અટક્યો.

હું ગુજરાતી પણ બોલી અને સમજી શકું છું. તને ઇંગ્લિશ ના ફાવે તો તું મારી સાથે ગુજરાતીમાં વાત કરી શકે છે.” તે દાંતમાં પેનને રમાડી હસતાં હસતાં બોલી. મેં ભોઠપ અનુભવી.

સૉરીમને એમ કે તું પોલીસ ઑફિસરની પુત્રી છો માટે તને....” ખબર નહીં મારી જીભે કોઈ પરફેક્ટ શબ્દો નહોતા આવી રહ્યા.

કોઈ વિશે અગાઉથી કશું પણ ધારી કે માની ના લેવુંપછી ભલે ને તે પર્સન કોઈ પણ બૅકગ્રાઉન્ડમાંથી આવતો હોય.” તે બોલી.

તે એકદમ સહજ ભાવે વર્તી રહી હતી. હું મનમાં ને મનમાં મૂંઝાઈ રહ્યો હતો. મારે તેની સાથે શું વાત કરવી તેની સમજ નહોતી પડતી. તે સતત મારી સામે જોઈ રહી હતી.

આઈ ફીલ યુ. યુ આર ડિફરન્ટ. યુ આર નોટ ઓર્ડિનરી. હું મારા ફ્રૅન્ડસને ક્યારેય તેના ઓરિજિનલ નામથી નથી બોલાવતી. તને પણ નહીં બોલાવું. ફ્રૅન્ડસ.” તેણે ટીશર્ટમાં અડધો ઢંકાયેલો પંજો મારી સામે ધર્યો. મેં વગર કંઈ બોલ્યે મારો હાથ તેના હાથમાં પરોવી દીધો. મને અજબની શાંતિ મળીજાણે મારી તમામ ચિંતા કરવાવાળું કોઈ મળી ગયું હોય એમ લાગ્યું.

ક્રિષ્ના અને મીરા... તમે ફ્રૅન્ડશીપની ફૉર્માલિટી પછી પણ કરી શકો છો. અત્યારે આ બાજુ ધ્યાન આપો.” વાઇના મેમ બોલ્યા.

અમને બંનેને ભોઠાં પડ્યા હોય એવી લાગણી થઈ. આખા ક્લાસ સાથે અમે પણ એકબીજાની સામે જોઈને હસી પડ્યા.

મીરાક્રિષ્ના અત્યાર સુધી સિંગલ હતો. આ કારણે ક્લાસના સ્ટુડન્ટસ તરફથી એને બહુ સહન કરવું પડ્યું છે. હવે તું એની પાર્ટનર છે. અથવા એમ પણ કહી શકાય કે એ તારો પાર્ટનર છે. રિલેસનશીપની તંદુરસ્તી માટે તમને જોડીમાં બેસાડવામાં આવ્યા છેજેથી ઉંમર સહજ આકર્ષણને લીધે તમારું ધ્યાન ભણવામાંથી ડાયવર્ટ થઈને આ જ બાબતોમાં ગૂંચવાયેલું ના રહે. તો ફ્રૅન્ડસહવેથી કોઈ ક્રિષ્નાના સિંગલ હોવાના સ્ટેટસની મજાક નહીં ઉડાડેઓ.કે. એગ્રી..” બધાએ યસ’ કહીને જવાબ આપ્યો.

બટ મેમમીરા જે દિવસે હાજર ના હોય ત્યારે તો....” એક છોકરો બોલ્યો. બધા ફરીથી હસી પડ્યા.

તો હવે મસ્તીમજાક બહુ થઈ. એકાદ નાનકડી ફન ગેમ રમીએ.

વાઇના મેમ.... બહુ મસ્ત છે. આઈ લાઇક હર નેચર. મને ખરેખર અહીંયાં મજ્જા પડશે.મીરાએ મારી સામે જોયું.

હું માત્ર હસ્યો. મને વાઇના મેમ સાથે કરેલો ટાસ્ક યાદ આવી ગયો. કોણ જાણે કેમ પણ હવે વાઇના મેમની સુંદરતા મને મીરા પાસે ફિક્કી લાગવા માંડી હતી. હું તેમની સરખામણી શા માટે કરવા લાગ્યો તેનું કારણ હું સમજી ના શક્યો. બસ હું ખુશ હતો.... કોઈ અજબ રીતે.....


***

Rate & Review

Heena Suchak 5 months ago

ashit mehta 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago