પ્રેત સાથે ઈશ્ક ભાગ-૧૫

મુસ્કુરાહટના ઈશારાથી અજયને એટલું તો પાક્કું થઈ જ ગયૂં હતું કે દિવ્યાની પણ હા છે. પરંતુ તે કહેવામાં શરમાય છે. દિવ્યાના પ્રેમમાં મસ્ત-મગન થયેલો અજય કોલેજથી ઘરે જાય છે. પછી તો એકલામાં પણ પ્રેમમાં પડેલો વ્યક્તિ ખુશ થાય. બસ એજ હાલત અત્યારે હતી અજયની.

કબુલાત તો દિવ્યા તરફથી પણ થઈ ચુકી હતી. વળતે દિવસે સાડા અગિયારની જગ્યા પર દસ વાગ્યે દિવ્યાએ કોલેજમાં દસ્તક દિધી. આજે મનમાં કંઈક અલગ જ ફીલીંગ ઉપડી હતી. ઘણાં દિવસો પછી દિવ્યાના મનમાં અજય સાથે વાત કરવાની ઉત્સુકતા હતી. એજ ઉત્સુક્તામાં અજય સાથે વાત કરવાં માટે દિવ્યા કોલેજના સમય પહેલાં જ આવી ગઈ હતી.

તો આ બાજુ અજય પણ દુર થી અનુભુત થયેલાં પ્રેમને પારખીને કોલેજ આવવાં માટે ઘરેથી પોણાં દસ વાગ્યાનો નીકળી ગયો હતો. બંનેના નસીબ પણ જોડાયેલાં હતાં. એટલે કોલેજના પાછળના ગાર્ડનમાં બંને એકસાથે ભેગા થઈ જાય છે. દિવ્યાની સાથે તેની બહેનપણી હતી. પરંતુ સામેના પક્ષે અજય કોઈપણ પ્રકારનો ડર રાખ્યાં વીના દિવ્યાના મુખે તેનો જવાબ સાંભળવા આતુરતાથી આવ્યો હતો.

અજયે દિવ્યાની એકદમ નજીક જઈ હળવેકથી તેનો હાથ પકડી લીધો.

" દિવ્યા શું તું પણ મને પ્રેમ કરે છો? હું તારાં જવાબની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. શું મારી ખોજ  અહિં પુરી થાય છે?" અજયે એક પછી એક પ્રશ્ર્નનો દોર બાંધ્યો.

" અજય! ખરેખર હું પણ તને પ્રેમ કરું છું. આઈ લવ યૂ! ઘણાં સમયથી આ વાત મારાં દિલમાં દબાયેલી હતી. પરંતુ ગઈકાલે તે તારાં પ્રેમની કબુલાત કરીને મને હિંમત આપી. અને હા! તારી ખોજ અહિંયા સુધીની જ હતી." દિવ્યાએ પોતાનો પ્રેમ કબુલ કરતાં કહ્યૂં.

ત્યારથી દરરોજ દિવ્યા અને અજય કોલેજ પર વહેલાં આવી જતાં અને કોલેજનાં પાછળનાં ગાર્ડનમાં રહેલાં એક બાકડાં પર બેસતાં અને કોલેજનો બેલ વાગે ત્યાં સૂધી સાથે જ રહેતાં. પરંતુ કોણ જાણે કે એમના પ્રેમનો અચાનક એક દિવસ કોઈની નજર લાગી ગઈ. 

લગભગ અજય અને દિવ્યાની પ્રેમકહાની શરૂ થયાને એક મહિના જેવું થયૂં હશે ત્યારે અજય અને દિવ્યાએ એક દિવસ બપોરના સમયે જ્યારે હોસ્ટેલનાં બધાં વિધ્યાર્થીઓ કોલેજ પર હોય છે. ત્યારે હોસ્ટેલમાં એકલાં મળવાનો પ્લાન બનાવ્યો અને પ્લાન મુજબ બપોરે અજય દિવ્યાનાં રૂમમાં જાય છે. ત્યારે રૂમમાંમાત્ર દિવ્યા એકલી હતી અને તે બેડ ઉપર છાતી પર સુતી હતી. અજય પણ દિવ્યાના બેડરૂમમાં જઈને દિવ્યાને ખબર ના પડે એવી રીતે એની આંખો પર પોતાના હાથ મુકી દે છે. પરંતુ દિવ્યાને તો હાથના સ્પર્શ માત્રથી જ ખબર પડી ગઈ હતી કે આ અજય છે અને તે હળવેકથી અજયના બંને હાથ પોતાની આંખો પરથી દુર કરી પીઠ પર સુઈ જાય છે. આ ક્ષણે અજયનું યુવાની ભર્યૂ શરીર દિવ્યાના દેહને અડકી રહ્યૂં હતું અને બંને એ આ પળોને ખુબ સુંદરતાથી માણી લીધી. બંનેએ પોતાના રૂહની ઈચ્છાઓને છેક ઉંડે સુધી સ્પર્શી લીધી હતી.

વળતે દિવસે સવારે દિવ્યા અને અજય બંનેને એકસાથે પ્રિન્સિપલની ઓફિસમાં બોલાવવામાં આવે છે. પ્રિન્સિપલે શું કામ બોલાવ્યા હશે? આ બાબત વીશે દિવ્યા અને અજય તદન અજાણ હતા. બંને પ્રિન્સિપલની ઓફિસમાં પહોંચે છે

"મારાં ખ્યાલથી તમારાં બંનેનુ નામ દિવ્યા અને અજય છે! આઈ એમ રાઈટ?" પ્રિન્સિપલે પુછ્યૂં.

"હા સર મારું નામ અજય અને આમનું નામ દિવ્યા છે" અજયે દિવ્યા તરફ ઈશારો કરતા કહ્યું.

આ સમયે પ્રિન્સિપલની ઓફિસમિં આનંદ વર્મા, પ્રોફેસર શિવ પણ ઉપસ્થિત હતા. અચાનક પ્રિન્સિપલ પોતાનો મોબાઈલ હાથમાં લઈ તેમાં એક વિડિયો શરૂ કરે છે અને ત્યારબાદ મોબાઈલ અજયના હાથમાં આપે છે. મોબાઈલ હાથમાં લેતાની સાથે જ તેમાં ચાલી રહેલો વિડિયો જોઈને અજય અને દિવ્યા બંનેના હોશ ઉડી જાય છે. એમની આંખો પણ ચોંકી જાય છે. બસ એવું જ લાગી રહ્યું હતું કે એ બંનેની જીંદગી જાણે ખતમ થઈ ગઈ હોય.

ગઈકાલે બપોરે દિવ્યા અને અજયે માણેલી સેક્સની મજાનો વિડિયો અત્યારે પ્રિન્સિપલના મોબાઈલમાં કેદ હતો. આ વિડિયો રેકોર્ડિંગ કોણે કર્યૂં? કેવી રીતે કર્યું? આ એકપણ સવિલના જવાબ અત્યારે અજય કે દિવ્યાનાં મનમાં ન હતા.

"સર આ વિડિયો......" બસ આટલું બોલતાંની સાથે જ અજયનાં શબ્દો મુખમાંથી બહાર નીકળતા અટકી જાય છે.

"હા આ વિડિયો. આ વિડિયોમાં તમે બંને જ છો ને! ગઈકાલે બપોરે મજા આવી હશે ને? કોઈપણ ટેન્શન વીના એકબીજાની ઈચ્છાઓ પુરી કરી."  પ્રિન્સિપલે બોલેલાં આ શબ્દોએ દિવ્યા અને અજયને પોતાની જાતને ધીક્કારવા પર મજબુર કરી દિધા હતા. બંનેને કંઈ જ સમજાતું નથી કે હવે શૂં કરીશૂં? બસ મનમાં એક જ સવાલ વારંવાર પેદા થતો હતો. કે જો આ વિડિયો તેમના મમ્મી-પપ્પા પાસે પહોંચી ગયો તો?

" Sorry sir. પ્લીઝ આ વિડિયો ડીલીટ કરી દ્યો. અમે બંને હવે ક્યારેય નહિં મળીયે. પ્લીઝ સર હવે આવી ભુલ ક્યારેય નહિં કરીએ." અજય પ્રિન્સિપલની સામે બે હાથ જોડી વિડિયો ડિલિટ કરવા માટે કહે છે.

" No No... આ વિડિયો હવે તમારાં પેરેન્ટ્સ સુધી પહોંચશે. અને પછી એજ નક્કિ કરશે કે તમારું શું કરવું?" વચ્ચે જ પ્રોફેસર શિવ બોલી ઉઠ્યો.

" ના..ના.. સર પ્લીઝ એવું ના કરશો. આ વિડિયો અમારાં પેરેન્ટ્સ સુધી પહોંચશે તો અમે જીવી નહિં શકીએ. અમે આત્મહત્યા કરવા પર મજબુર થઈ જઈશૂં. પ્લીઝ સર આ વિડિયો અમારાં પેરેન્ટ્સને ના મોકલતાં." પ્રિન્સિપલના એક પછી એક બોલાતાં શબ્દો અત્યારે અજય અને દિવ્યા માટે મોતનો સવાલ બની ગયો હતો.

"નહિં...નહિં...આત્મહત્યા કરવાની કંઈ જ જરૂર નથી. અમે આ વિડિયો તમારાં પેરેન્ટ્સને નહિં મોકલીએ. પરંતુ અમે જે કહિએ તે તમારે કરવું પડશે." પ્રિન્સિપલે કહ્યૂં.

"હા સર. તમે જે કહેશો તે અમે કરીશું. પણ પ્લીઝ આ વિડિયો અમારાં પેરેન્ટ્સને ના મોકલશો." અજયે કરગરતા કરગરતા જ કહ્યું.

"અજય તારે કંઈ પણ બહાનું બતાવી આ કોલેજમાંથી તારું એડમીશન કેન્સલ કરાવવું પડશે" પ્રિન્સિપલે કહ્યું.

"પણ સર એડમીશન શા માટે કેન્સલ કરાવવું?" અજયે પૂછ્યું.

"જો તું ઈચ્છતો હોય કે આ વિડિયો તારાં પેરેન્ટ્સ સુધી ના પહોંચે તો કોલેજ તારે બદલવી પડશે" પ્રિન્સિપલે કહ્યૂં.

" ઠીક છે સર. હું કોલેજ બદલવાં તૈયાર છું." અજયે કહ્યૂં.

" શાબાશ અજય. મને તારી પાસેથી આજ જવાબ સાંભળવાની ઇચ્છા હતી. અને દિવ્યા તારે ઍડ્મીશન કેન્સલ કરાવવાની કઇ જરુર નથી. તું બિંદાસ અહિ રહી શકે છો. અને જો તુ પણ ઍમ ઇચ્છ્તી હોય કે આ વિડિયો તારા પેરેંન્ટ્સ સુધી ના પહોચે તો.. જેવી રીતે તે અજયની ઇચ્છાઓ પુરી કરી બસ ઍવીજ રીતે અમારી ઇચ્છઓ પણ કરવી પડશે” પ્રિન્સિપલઍ કહ્યું.
 
" પ્રિન્સિપલના આ શબ્દો સાંભણીને અજયે પોતાના મન પરથી કાબુ ગુમાવી દીધો. અને ઉચા અવાજ માં પ્રિન્સીપલને કહ્યુ.
 
“સર તમારા શબ્દોને સંભાણીને રાખો. આમ, બોલતા તમને જરાયે શરમ નથી આવતી?”
 
“બેટા! અજય અમને શેની શરમ? અમેતો છેલ્લા કેટ્લાય વર્ષથી આજ કરીયે છીયે. ઍમ કહુ તો અમારો ધંધો જ આ છે. અને તમારી સેક્સ વિડિયો રેકૉર્ડિંગ પણ અમેજ કર્યુ છે.” પ્રિંસિપલે આમ કહ્યું અને ત્યારબાદ પ્રિંસિપલ,પ્રો.આનંદ વર્મા અને પ્રો.શિવ હસવા લાગે છે. જાણે કે આ ઍમની માટે ઍક નાનકડો મજાક જ હોય.
 
ઍક બાજુ અજય અને દિવ્યા પરેશાન હતા. કે પોતાની ઍક ભુલ અમનેજ માથે પડી રહિ છે. જોવ જઇએ તો શતરંજની આખી બાજી અત્યારે પ્રિંસિપલ અને બંને પ્રોફેસરોના હાથ મા હતી. અજય અને દિવ્યા બંને જાણતાજ હતા. કે જો પોતાનું સેક્સ વિડિયો રેકૉર્ડિંગ પોતાના પેરેંન્ટ્સ સુધી પહોચી જશે તો મરવા સીવાય કોઇ રાહ નથી. દિવ્યા પણ પ્રિંસિપલની શર્ત સાંભળી ડઘાય ગઈ હતી. તેની પાસે પણ પેરેંટ્સથી સત્ય છુપવવા માટે હવે બીજો કોઇ રસ્તો ન હતો. ઍટલે તેણે પણ મજબુરીમા ના ઇચ્છવા છ્તા પ્રિંસિપલની શર્ત નો સ્વિકાર કરી ઍમની રખેલ બનવુ પડે છે. અજય અને દિવ્યા પાસે પોતાના પ્રેમને ઍક સ્વપ્ન સમજવા સીવાય બિજો કોઇ રસ્તો ન હતો.
દિવ્યાની જિંદગીમા પ્રિંસિપલે અત્યારે અહીં ઍવો વળાંક મુકી દીધો હતો કે દિવ્યા જાણે હવે પ્રિંસિપલ, પ્રો.આનંદ વર્મા અને પ્રો.શિવના હાથની અેકમાત્ર કટપૂતલી જ બનીને રહી ગઇ હોય. પહેરેલા કપડા સહીતની ઇજ્જ્તને દિવ્યાઍ ઍક જ પળમા કોલેજના નરાધમોને હવાલે કરી દીધી હતી. 
     
         દિવ્યા અને અજય્ બન્ને વિખુટા થયા અને દિવ્યાની જિંદગી બરબાદ થઇ તેને લગભગ એક સપ્તાહ થવા આવ્યુ હતુ.

આ દિવસે બપોરે કોલેજ છુટ્યાં પછી પ્રિન્સિપલ પોતાની ઓફિસમાં દિવ્યાની સાથે બેઠો હતો અને એશ ઐયાશી કરી રહ્યો હતો. તે દિવ્યાનાં રૂહની મોજ મજા માણી રહ્યો હતો. કેટલાંયે સમયથી મનગમતી એ ખુશ્બુનો એ આનંદ લઈ રહ્યો હતો. પ્રિન્સિપલ દિવ્યાને પોતાની બાથમાં ભીડીને પોતાની ખુરશી પર બેઠો હતો અને ત્યાં જ ઓફિસનું બારણું ખોલી વિનય અને રાધી બંને અંદર દાખલ થાય છે. વિનય અને રાધીને પ્રિન્સિપલે જ પોતાની ઓફિસમાં બોલાવ્યાં હતાં. વિનય અને રાધીના પ્રિન્સિપલની ઓફિસમાં દાખલ થયાંની સાથે જ પ્રો.આનંદ વર્મા અને પ્રો.શિવ પણ ઓફિસના બીજા દરવાજે થી આવે છે. જે દરવાજો સ્ટાફરૂમને જોડતો હતો.

ઓફિસમાં ચાલી રહેલો પ્રિન્સિપલના રોમેંસનો સીન જોઈ વિનય અને રાધી બંને શરમ અનુભવે છે. કોલેજના વિધ્યાર્થીઓની સામે પ્રિન્સિપલ ઐયાશી કરી રહ્યો હતો. અને એ પણ કોઈપણ પ્રકારની શરમ રાખ્યાં વીના જ. પરંતુ વિનય અને રાધીના આવતાંની સાથે જ પ્રિન્સિપલ દિવ્યાની સાથે રોમેંસ કરતો અટકી જાય છે અને દિવ્યાને ઓફિસ માંથી બહાર જવા માટે કહે છે. એટલે દિવ્યા તરત જ ત્યાંથી દોડતી દોડતી ઓફિસ રૂમની બહાર નીકળી જાય છે. પરંતુ ઓફિસમાં શું ચાલી રહ્યૂં છે? તે બધું જોવા માટે દિવ્યા ઓફિસ રૂમનાં દરવાજાની આડે છુપાઈ રહે છે.

પ્રિન્સિપલે હોસ્ટેલનાં દરેક રૂમની અંદર ખુપીયાં સીસીટીવી કેમેરા લગાવેલાં હતાં. જેની જાણ કોલેજ કે પછી હોસ્ટેલમાં રહેતાં એક પણ વિધ્યાર્થીને ન હતી. જેની કારણે પ્રિન્સિપલ પોતાની ઈચ્છા પ્રમાણે હોસ્ટેલમાં રહેતી છોકરીઓ સાથે ઐયાશી કરી રહ્યો હતો. જેનો લાભ પ્રોફેસર આનંદ વર્મા અને પ્રોફેસર શિવ પણ ઉઠાવી રહ્યાં હતાં. કેટલાયે સમયથી ચાલી રહેલાં પ્રિન્સિપલના આ કાળા કામની કોઈને આંગળીના ટેરવાં જેટલી પણ ખબર ન હતી પડી.

જેમ દિવ્યા અને અજયનાં સેક્સનું વિડિયો રેકોર્ડિંગ થયૂં હતું. તેવી જ રીતે વિનય અને રાધીના સેક્સનું પણ વિડિયો રેકોર્ડિંગ કરાયૂં હતું. રાધી કે વિનય બંનેમાંથી એકપણ હોસ્ટેલમાં રહેતાં ન હતાં. પરંતુ કોલેજમાં અભ્યાસ કરતી રાધીની બહેનપણી હોસ્ટેલમાં રહેતી હતી. એટલે રાધી એજ પોતાની બહેનપણીના રૂમમાં વિનય સાથે એકલતાંમાં અમુક સમય પસાર કરવા માટે પ્લાન બનાવ્યો હતો. જેથી તેમની પણ સેક્સ વિડિયો રેકોર્ડિંગ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

" સર તમે અમને અહિં શા માટે બોલાવ્યાં હતાં?" વિનય અકળાતા અકળાતા જ પુછે છે.

પ્રોફેસર શિવ ધીમે ધીમે રાધી પાસે આવે છે અને રાધી સાથે જાણી જોઈને હળવેકથી અથડાય છે.

" ઓહ! સોરી." જાણી જોઈને અથડાયાં બાદ ભુલથી અથડાયો હોય એવો પ્રો.શિવ દેખાવ કરે છે. જ્યારે તેનો ઈરાદો'તો રાધીને ટચ કરવાનો જ હતો. મનમાં ભરેલાં આવાં નીચ વિચારો વાળાં પ્રોફેસરો અત્યારે કોલેજના વિધ્યાર્થીઓની જીંદગીને એક મજાક બનાવી રમી રહ્યાં હતાં. આ ત્રણેયના માનસમાં વીકૃત વિચારો જ ભરેલાં હતાં.

" ઈટ્સ ઓકે સર" પ્રોફેસર શિવની વિરુદ્ધ દિશામાં ચહેરો ફેરવી રાધીએ કહ્યું.

" વિનય સૌથી પહેલાં તો તમે બંને આ વિડિયો જુવો. કદાચ તમને પસંદ આવી જાય અને મારાં ખ્યાલથી તો આ વિડિયો તમને ખુબજ ગમશે." આમ કહી પ્રિન્સિપલે પોતાનાં મોબાઈલમાં વિડિયો શરૂ કરી મોબાઈલ વિનયનાં હાથમાં આપ્યો.

***

Rate & Review

Sapna 3 months ago

Vijay Kanzariya 4 months ago

Ajju Patel 4 months ago

Balkrishna patel 4 months ago

Ajaysinh Chauhan 5 months ago