krossing ગર્લ ‌‌‌‌‌‌‌- 35

 
                મીરા મલિક, તેના દાદીએ એ જમાનામાં હિન્દુ છોકરા સાથે લવ મૅરેજ કરેલા. આખો વિસ્તાર કોમી આગમાં ભડકે બળેલો. જો કે એ બંને ભાગી ગયેલા. તેમનામાં આવેલી બળવાખોરી શિક્ષણને આભારી હતી. ભણતાં ભણતાં પ્રેમમાં પડેલા દાદા અને દાદીએ આજીવન સરકારી નોકરી કરી. મહત્વના અને ઉચ્ચ કહી શકાય તેવા હોદ્દા પર દેશભક્તિ અને દેશદાઝના ઉદાહરણો તેમના નામે બોલતાં હતાં.

 બંનેએ નક્કી કરેલું. છોકરો આવે તો મમ્મીને પસંદ હોય એ નામ આપવાનું. છોકરી આવે તો પપ્પાને પસંદ હોય એ. તેની દાદી પર વિનોભા ભાવેનો વિચારોની ખાસ્સી અસર હતી. એટલે તેના પપ્પાને નામે આપ્યું વિનોદ બીજા સંતાન તરીકે છોકરી જન્મી. તેનું નામ આયેશા રાખવામાં આવ્યું. આયેશાએ એક ફેન્ચ છોકરા સાથે લગ્ન કર્યા. તે હંમેશા માટે ફ્રાન્સમાં જ સ્થાઈ થઈ ગઈ. જ્યારે મીરાના પપ્પા કાશ્મીરી પંડિત છોકરીના પ્રેમમાં પડ્યા. તે કાશ્મીરમાં ટ્રૅનિંગ માટે ગયેલા ત્યારે શરૂ થયેલો આ સંબંધ લગ્નમાં પરિણમ્યો. તે બંનેએ પણ આગળની પરંપરા ચાલુ રાખી. છોકરી જન્મતાં જ તેને મીરા નામ મળ્યું.  મીરા મલિક એવું નામ સાંભળતા ત્યારે લોકો વિચારે ચડી જતાં. આજે મીરાનો બર્થ ડે હતો. તે 17 વર્ષ પૂરા કરવાની હતી. તેના પપ્પાની ટ્રાન્સફરને લીધે તેના બે વર્ષ બગડ્યા. હતા. તેના જન્મ દિવસની પાર્ટીમાં મારે રાહુલને અને હેપ્પીને જવાનું હતું. રાહુલને મીરા મુસલમાન હતી. તેથી ઘરેથી પરમિશન ના મળી. હેપ્પી પણ કુટુંબના લગ્ન પ્રસંગમાં બહાર હતી. આમ તો તેનો જન્મ દિવસ 12 ફ્રેબુઆરી એ આવતો પરંતુ તે વસંત પંચમીના દિવસે જન્મી હતી. તેથી વસંતપંચમી એ જ પોતાનો જન્મ દિવસ ઉજવતી.

                                તેના ઘરે જ મોટી પાર્ટી રાખવામાં આવી હતી. મને મીરાની પસંદગી વિશે ખ્યાલ નહોતો. બીજા છોકરાની જેમ હું પણ એ બાબતે બહુ કેરલેસ હતો. મેં હેપ્પીને ફોસલાવી. સ્પેશ્યલ ટ્રીટ આપવાની શરતે મીરાની પસંદગી અને શું ગિફ્ટ આપી શકાય તે જાણી લીધું. સાગર સાથે જઈને મસ્ત વાદળી એન્ડ વ્હાઈટ કલરનું વન પીસ ગાઉન લીધું. જે લેટેસ્ટ ફેશન હતા.

 હું કમિશનરના બંગલામાં પ્રવેશ્યો. ઘણા vip મહેમાનો આવવાના હોવાથી સિકયુરિટી ખાસ્સી હતી. તેના મમ્મી પપ્પાએ વેલકમ ડ્રિન્કથી મારું સ્વાગત કર્યું “ક્રિષ્ના, મીરા આખો દિવસ તારા ગુણગાન ગાતી ફરતી હોય છે. મે કહ્યું તું એને પાર્ટીમાં બોલાવજે. મારે એને મળવું છે. મીરાના મમ્મી બોલ્યા. તેમની ખૂબસૂરતીમાં કાશ્મીરના પહાડી સૌદર્યની ઝલક દેખાઈ આવતી હતી. હું હસ્યો. શું જવાબ આપવો એ સમજાયું નહીં, 

" આન્ટી એવું કંઈ નથી. હું પણ બીજા જેવો જ સામાન્ય સ્ટુડન્ટ છું. તે મારી પાર્ટનર છે. એટલે કદાચ વધુ પડતાં વખાણ કરે છે." મેં હસતાં ચહેરે કહ્યું.

                “માય બોય મીરા કોઈના વખાણ એમ જ ના કરે, એનામાં કંઈ ક્વોલિટી તો હોય જ. તેની દોસ્તીના ગિફ્ટ પણ નસીબદાર હોય એને જ મળી શકે. આઈ થિંક આપણે પહેલાં ક્યાંય મળી ચૂક્યા છીએ” મીરાના પપ્પાએ પૂછ્યું.

                “યસ ACP સર. તમે મારા ફ્રૅન્ડ રાહુલ પંડિતના પેઈન્ટિંગના ઍક્ઝિબિશનમાં આવેલા.રાહુલના પપ્પા સાથે  ચર્ચા ચાલતી હતી ત્યારે હું બાજુમાં ઉભો ઉભો સાંભળતો હતો.” મેં તેમની આંખોમાં જોઈને કહ્યું.

   “યસ, યાદ આવ્યું, રાહુલ તમારો ક્લાસમૅટ છે નહીં ! તું અને મીરા એને સંભાળજો. તે ખરેખર બહુ ડિપ્રેશનમાં રહે છે. તમે બંને તેને હિંમત આપતાં રહેજો. તે જો ડૉક્ટર નહીં બની શકે તો તેના પપ્પા ગમે તે હદ સુધી જવા તૈયાર થશે. મારી આખી લાઈફમાં પોતાના ચાઈલ્ડ થકી પોતાનું સપનું પૂરું કરવા આટલી હદે પસેઝિવ બાપ કોઈ દિવસ નથી જોયો.” ACP વિનોદ મલિક બોલ્યા.

   “પણ સર, મને નથી લાગતુ રાહુલ ડૉક્ટર બની શકે. તેના ઘરે પેઈન્ટિંગ મેં જોયા છે. તે ગોડ ગિફ્ટ આર્ટીસ્ટ છે. તેને દોરવા માટે કશો પ્રયત્ન નથી કરવો પડતો પીછી હાથમાં લે એટલે બધુ આપ મેળે સર્જાતુ જાય છે.” હું બોલ્યો.

   “ આઈ નો, આવી ટૅલેન્ટ બહુ રેર હોય છે. આપણે સમયસર તેની કદર નથી કરી શકતા. દેશને તેના કામ પ્રત્યે મૃત્યુ પછી કાં તો વિશ્વ જ્યારે નોંધ લે ત્યારે અહોભાવ જાગે છે. આટલો મુક્ત પ્રાચીન વારસો ધરાવતા દેશ માટે આનાથી  મોટો કમનસીબી બીજી એકેય ના હોઈ શકે.” તેમના ચહેરા પર ગ્લાની વર્તાઈ આવી.

બીજી મહેમાનો ACP સર પાસે આપી પહોંચ્યા. તેઓ મને 'એક્સકયુઝ મી' કહી તેમના સ્વાગતમાં વ્યસ્ત બન્યા. હું મીરાને શોધવા લાગ્યો. પાર્ટીમાં વેજ-નોનવેજના અલગ કાઉન્ટર હતા.  પાર્ટી માત્ર ખાસ આમંત્રીત મહેમાનો માટે જ હોય તેવું લાગ્યું. કેટલાય છોકરાયો જાણે મહત્વનો પ્રસંગ હોય તેમ સજીધજીને આવ્યા હતા. પાર્ટીમાં કાકા અને પ્રો. પવન દેસાઈ પણ હતા. ઘરના લોનના એરીયામાં વચ્ચે કેકનું ટૅબલ ગોઠવાયેલું હતું. એક બાજુ ધીમું ધીમું સંગીત વાગી રહ્યું હતું. મેં પાર્ટીમાં અજબનો નશો અનુભવ્યો. કશુંક સ્પેશિયલ હોય એવું ફીલ થવા લાગ્યું. સામાન્ય ખેડૂતનો છોકરો થઈને હું શહેરના vip  માણસો સાથે પાર્ટી માણી રહ્યો હતો.

 એટલામાં લોનના ગ્રાઉન્ડની લાઈટો બંધ થઈ. ઘરનો દરવાજો ખૂલ્યો. ગોલ્ડન કલરની લાઈટ દરવાજા પર ફોકસ થઈ. મીરા તેની ફ્રૅન્ડસ સાથે ગ્રાઉન્ડ તરફ આવી રહી હતી. બ્લૅક કલરના ડ્રેસમાં તે અપ્સરા કહેવાય તેવી સુંદર લાગતી હતી. હું માની નહોતો શકતો. આટલી સુંદર છોકરી રોજ મારી સાથે કલાસમાં બેસીને ધીંગામસ્તી કરતી. ખરેખર હું નસીબદાર હતો. કૉલ્ડ્રિંક્સનો ગ્લાસ હાથમાં એમ જ રહી ગયો. હું સતત તેને જ જોઈ રહ્યો હતો તે પોતાના હાસ્ય સાથે સુંદરતા વિખેરતી આગળ વધીને કેકના ટૅબલ પાસે પહોંચી. બધી લાઈટો ચાલુ થઈ. બર્થડે ગર્લને બધાએ તાળીથી વધાવી.

કુછ તો ખાસ હે ધરતી પર, તભી યહાં આતી હોગી

તભી તો મીરા જેસી હૂર યહાં આતી હોગી.

ખુશનસીબ હોતે હૈ ઈનકા સાથ પાનેવાલે

જમાને ભી દેખે હે ઈનકે લિયે અપ્સરાઓં કા પ્યાર ઠુકરાનેવાલે.

 શાયરના અંદાઝમાં બર્થ-ડે ની મહેફીલ રંગ જમાવી રહી હતી. બધા વાહ વાહ સાથે આફરીન પોકારી ઉઠ્યા. કેકનું ટૅબલ શણગારાઈ રહ્યું હતું. મીણબત્તીઓ પ્રગટાવવામાં આવી. મીરાની નજર મારી સાથે મળી. તેની આંખોમાં એક ચમક ઉપસી આવી. હું કાકા સાથે વાત કરી રહ્યો હતો. તેને મને ઈશારાથી પાસે આવવા જણાવ્યું. મને થોડો સંકોચ થતો હતો. બધા છોકરાં મીરાને એકીટશે જોઈ રહ્યા હતા. મે આંખોથી હા પાડીને થોડીવારમાં આવવાનું કહ્યું. તેને એક કાતિલ સ્માઈલ મારી તરફ ફેંકી. હું કાકાના ગ્રૂપની વાતો સાંભળતો આજુબાજુ નજર ફેરવી રહ્યો હતો. હું તો સાદુ જીન્સ અને ટીશર્ટ પહેરીને જ ગયો હતો.

ફરીથી બધી લાઈટ બંધ થઈ. બધા ગોળ સર્કલમાં કેક ના ટૅબલ ફરતે ગોઠવાઈ ગયા. શી...શી...ઘડામ...શી...ધૂમ જેવા અજવાજ સાથે આકાશ ફડાકડાઓની રોશનીથી ઝગમગી ઊઠ્યું. રોશનીની આતશબાજી ચાલુ જ હતી. હુ મીરાએ બોલાવ્યો છતાં સાવ તેની પાસે નહોતો ગયો. દૂરથી ઉભો ઉભો બધું જોઈ રહ્યો હતો. મીરાએ કેક કાપી ઓરકેસ્ટ્રાના બર્થ ડે સોંગ સાથે મહેમાનો પણ તાલીઓનો તાલ મિલાવી  રહ્યા હતા. મીરા કેક કાપીને પોતાના મમ્મી પપ્પાને ખવડાવી. તે બંનેએ પણ મીરાને કેક ખવડાવી. મીરાએ બૂમ પાડી “ક્રિષ્ના પ્લીઝ અહીંયા આવ. આમ શરમાઈને દૂર દૂરના ભાગ.” બધા તેની આ વાત સાંભળી હસી પડ્યો. મારે પરાણે જવું પડ્યું.

 હાથમાં ગિફ્ટ લઈને હું આગળ વધ્યો. મીણબત્તીઓના આછા પ્રકાશ અને ફટાકડાની આતશબાજીમાં તેનો ચહેરો કોઈ અજબ નૂરથી ચમકી રહ્યો હતો. આંખોમાં મે પહેલીવાર દોસ્તીના બદલે લાગણીના બદલાતાં રંગો જોયા. તેને મને પ્રેમથી કેક ખવડાવી. "હેપ્પી બર્થડે માય બેસ્ટી એન્ટ ડિવાઈને બ્યુટી" સાગરે ગોખાવેલું હું બોલી ગયો. પણ કેકનો એક પીસ તેના મોંમાં મૂક્યો. તેને પાછું મને મોં ખોલવા કહ્યું આ વખતે તેના હાથમાં મોટો પીસ હતો. તેને મને ખવડાવાને બદલે મારા મો પર કલરની જેમ ચોપડી દીધો. બધાને ખબર હતી આવું થવાનું જ છે. હું એક જ બીજાની જેમ આ ચાલાકી તેના રૂપમાં પાગલ બની સમજી નહોતો શક્યો. બધા ફરીથી તાળીઓ પાડીને હસી પડ્યાં. મીરાએ બધાની વચ્ચે મને ગળે લગાડ્યો. "થેંક્યુ અહીંયા આવીને મારો બર્થડે સ્પેશિયલ બનાવવા માટે." મેં કંઈ ઉત્તર ના આપતાં તેને બર્થ ડે ગિફ્ટ આપી. અમારી આંખો વચ્ચે પ્રથમ વખત મૌનનો સંવાદ રચાયો. તેની આંખો મારી હાજરીની ખુશીથી ચમકી રહી હતી.  ફરીથી તેને કેક કાપી બધા મહેમાનો નાના પીસ કરી ખવડાવવાનું ચાલુ કર્યું.

                                લાઈટો શરૂ થઈ બીજો છોકરાઓ મને જોઈને ઈર્ષ્યાથી સળગી રહ્યા હતા. મેં અંદર જઈને ફ્રેશ થઈ મોઢું સાફ કર્યું. બહાર આવ્યો ત્યારે ડાન્સ પાર્ટી શરૂ થઈ ચુકી હતી. મીરાના મમ્મી-પપ્પા કપલ ડાન્સ કરી રહ્યા હતા. મીરા તેની બહેનપણી સાથે ઉભી હતી. ઘણા છોકરાઓ તેની સાથે વાત કરવા કે ડાન્સ કરવાની ઓફર કરી રહ્યા હતા. પરંતુ મીરા તેમને કશુંક કહી વિવેકથી ટાળી રહી હતી. તેને મને ઈશારાથી તેની પાસે આવવા જણાવ્યું.

   “કાના ઘણા સમય પછી મારા ડેડી આજે રીલેક્સ મૂડમાં છે. ચારેક વર્ષ પહેલાં તેમણે આ રીતે કપલ ડાન્સ કર્યો હતો. જો આજે તે કેટલા ખુશ લાગે છે.”તેને મારો હાથ પકડી લીધો.

                મીરા મારું ઇશિતા બ્રૅકઅપ થઈ ગયું. મેં તેના હાથનો સ્પર્ષ પામતાં જ કહ્યું.

 “તમારી વચ્ચે ક્યાં એવા રિલેશન જ હતાં કે બ્રૅકઅપ કરવું પડે. આ બ્રૅકઅપમાં તું ઉદાસ કરતાં ખુશ વધુ થયો હોય એવું લાગે છે.” તે મારી આંગળીઓ સાથે રમી રહી હતી.

   મને મસ્તી સૂઝી. “તને આજે તૈયાર થયેલી જોઈને મારી બધી ઉદાસી ગાયબ થઈ ગઈ. ખરેખર આજે તારી સુંદરતા જોઈને હું તારા પ્રેમમાં પડતો માંડ માંડ બચ્યો.” તેને મારી કમર પર પોતાના હાથની મુઠ્ઠી મારી.

                “વાયડા તને કેક શું ખવડાવી… મારી સાથે જ ફલર્ટિંગ ચાલુ કરી દીધું. મારા પ્રેમમાં પડતાં પહેલાં વિચારી લેજે. તે એકવાર ઈઝહાર કરી દીધો. પછી હું આજીવન તારો પીછો નહીં મુકું, યાદ રાખજે. એટલે ગમે ત્યારે પ્રપોઝ કર ત્યારે સમજી વિચારીને કરજે” તેને પણ મસ્તી ચડી હતી.

                "ઓહો બાપ રે મીરું તું ધમકી આપે છે. કે મને ઈનડારેકટલી પ્રપોઝ કરે છે” મેં પૂછ્યું.

                “તારે જે સમજવું હોય તે. છોકરીઓને સામેથી પ્રપોઝ કરવાની ક્યારેય ઈચ્છા ના હોય. ભલે ને તે દિલ ફાડીને પ્રેમ કરતી હોય. તે પોતાનો પ્રેમ વાતોમાં ઈશારામાં જતાવતી રહેતી હોય પણ મને નથી લાગતું તું લાઈફમાં કોઈને પ્રપોઝ કરવાનું ડેરિંગ કરી શકે ?”તેને મારી ફીરકી લેતાં કહ્યું.

                  “જોઈ લેજે. મારી ચૅલેન્જ છે. જે કરીશ તે ખુલ્લે આમ કરીશ. કોઈનો ડર રાખ્યા વિના. ચોરી ચોરી ચૂપ કે ચૂપ કે આપણને ના ફાવે.” મેં કહ્યું.

                                તેને મારી આંખોમાં જોઈને કહ્યું "લવને રુલ્સના કોઈ ફોરમેટમાં ફ્રેમમાં કેદ ના કર. તે જે દિવસે થશે તે દિવસે તારા બધા રુલ્સની ધજ્જિયાં ઉડી જશે. એ બસ એમ જ થઈ જશે. તારે કશું કરવું નહીં પડે. રિમેમ્બર, પ્રેમ સાચો હશે તો તે આપમેળે મંઝીલ સુધી. પહોંચવાનો રસ્તો કરી આપે છે. પછી શું કરવું એ તમારા હાથની વાત છે."

હું તેને નિહાળી રહ્યો. કશું બોલ્યા વિના તે મારો હાથ પકડી લોનમાં ડાન્સ કરી રહેલાં કપલ વચ્ચે દોરી ગઈ.  હાજર રહેલા તમામ લોકો અમારી સામે જોઈ રહ્યા હતા.મારી પાસે તેની સાથે ડાન્સ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ઇશીતને લીધે હું સારો ડાન્સર બની ચુક્યો હતો.

સંગીતની ધૂન સાથે અમારા પગ પણ તાલ મિલાવી રહ્યા હતાં. મીરાની નાજુક આંગળીઓ અને કમરના સ્પર્શને લીધે હું ભાન ભૂલવાની કગાર પર હતો. મારા અને મીરાના ફીલિંગ વેવ્સ એકબીજા સાથે મેચ થવા પ્રયત્ન કરી રહ્યા હતાં.

 


 

 

 

***

Rate & Review

Heena Suchak 3 months ago

V Dhruva 4 months ago

Nipa Upadhyaya 5 months ago

Shailesh Panchal 5 months ago

Shahin Bhatt 5 months ago