પ્રેત સાથે ઈશ્ક અંતીમ ભાગ

"સર તમે આ વિડિયો કેવી રીતે રેકોર્ડ કર્યું" રાજએ પુછ્યું.

"જ્યારે અમે ઘડિયાળ વીશે પુછતાછ કરવાં માટે પ્રિન્સિપલ ઓફિસમાં ગયાં હતાં. ત્યારે મને પ્રિન્સિપલ પર શક થયેલો એટલે ત્યારે જ પ્રિન્સિપલના ટેબલ નીચે અમે માઈક્રો કેમેરો લગાવી દીધો હતો. અને કેમેરો એવી રીતે લગાવેલો કે ઓફિસમાં બનતી દરેક ઘટના તેમાં દેખાય અને આ કેમેરાં વીશે કોઈને પણ ખબર ન હતી." ઈન્સ્પેક્ટર રણવિર સીંહે કહ્યું.

" સક્સેના આપણે અત્યારે જ કોલેજ જઈ પ્રિન્સિપલ, પ્રો.શિવ અને પ્રો.આનંદ વર્માને ગીરફ્તાર કરવા પડશે" રણવિર સીંહે કહ્યું.

"જી સર"

ઈન્સ્પેક્ટર રણવિર સીંહ, સક્સેના, ગોટલેકર, આશિષ અને રાજ તુરંત જ કોલેજ જવાં માટે નીકળે છે.

આ તરફ કોલેજમાં લેક્ચર પુરાં થઈ ચુક્યાં હતાં. વિધ્યા ચુપચાપ કોઈને પણ કહ્યા વગર ક્લાસરુમની બહાર નીકળી જાય છે અને પ્રિન્સિપલની ઓફિસમાં પહોંચે છે. જ્યારે કૃપાલી અને દિવ્યા ક્લાસરૂમમાં વિધ્યાને ન જોતાં તેને શોધવા નીકળે છે.

પ્રિન્સિપલ ઓફિસની અંદર પ્રિન્સિપલ, પ્રો.આનંદ વર્મા અને પ્રો.શિવ ત્રણેય હાજર હતાં. આ ત્રણેયને એમ જ હતું કે શિકાર ખુદ જાળમાં ફસવા માટે આવી રહી છે. આથી એ ત્રણેય પોતાની હવસ પુરી કરવાં માટે વિધ્યાની રાહ જોઈ રહ્યાં હતાં. પ્રો.શિવે પ્રિન્સિપલ ઓફિસ અને સ્ટાફ રૂમને જોડતો દરવાજો પહેલેથી જ બંધ કરી રાખ્યો હતો. જેથી બીજું કોઈ અંદર ન આવી શકે. પ્રિન્સિપલ ઓફિસનો મેઈન દરવાજો ખુલ્લે છે અને વિધ્યા ત્યાંથી અંદર પ્રવેશ કરે છે.

"આવ વિધ્યા આવ. અમે તારી જ રાહ જોઈ રહ્યા હતાં." વિધ્યાના અંદર આવતાંની સાથે જ પ્રો.શિવે કહ્યું.

"અને હું પણ તમને મળવા આતુર હતી"  વિધ્યા હજુ આટલું જ બોલે છે ત્યાં જ પ્રિન્સિપલ ઓફિસના બંને દરવાજા અંદર અને બહાર બંને તરફથી લોક થઈ જાય છે. વિધ્યાના વાળની બંધાયેલી ગુથો ખુલ્લી જાય છે અને વાળ છુટાં પડી જાય છે. અચાનક પ્રિન્સિપલ ઓફિસની અંદર બંધ બારણાંએ હવાનો જોરદાર ઝપાટો આવે છે. વિધ્યાની આંખોની બંને કીકીઓ સફેદ થાય છે. હાથ અને પગના નખોની લંબાઈ વધી જાય છે. આખા શરીર પર કરચલીઓ પડી જાય છે  અને વિધ્યા એક પ્રેત આત્માનું રૂપ ધારણ કરે છે. એકજ પળમાં આ બધું થતું જોઈ પ્રિન્સિપલ, પ્રો.આનંદ વર્મા અને પ્રો.શિવના છક્કાં છુટી જાય છે.

આ બધું જોઈ પ્રો.શિવ બોલ્યો. "વિધ્યા"

"વિધ્યા નહીં રાધી છું હું" વિધ્યાનાં શરીરમાં રહેલી રાધીની આત્માએ આક્રોશ ભર્યા અવાજે ઉતર આપતાં કહ્યું.

"ક...ક..કોણ રાધી?" એકસો એંશીની સ્પીડે આનંદવર્માનું હ્રદય અત્યારે ધબકવાં લાગ્યું હતું. માંડ માંડ તે આટલું બોલી શક્યો.

"એ જ રાધી. જેની તમે ત્રણેયે મળીને બેરહેમીથી હત્યા કરી હતી" આક્રોશ ભર્યા અને ગુસ્સા વાળા અવાજે રાધીની આત્માએ જવાબ આપતાં કહ્યું.

"રાધી અમારાંથી ભુલ થઈ ગઈ. અમે તારી હત્યા કરીને બહુ મોટી ભુલ કરી છે અમને છોડી દે." પ્રો.શિવે પોતાની શૈતાની ચાલ ચલવાની કોશીશ કરતાં કહ્યું.

"આજે તમારાં ત્રણેયનો અંત નીશ્ર્શ્રીત છે. કોલેજના વિધ્યાર્થીઓને તમારાં અત્યાચારોથી મુક્ત કરીશ. ત્યાર પછી જ અમારી આત્માને શાંતી મળશે. પ્રિન્સિપલ બોલ મેમરી કાર્ડ ક્યાં છે. ( દિવ્યાએ મેમરી કાર્ડ ફુલદાનીના કુંડામાં નાખ્યું હતું. જે કોલેજના સફાઈવાળાને મળી આવેલું અને તેમણે પ્રિન્સિપલને આપેલું.) 

"કયું મેમરી કાર્ડ? મને કોઈ મેમરી કાર્ડ વીશે ખબર નથી" પ્રિન્સિપલે જવાબ આપતાં કહ્યું.

"એમ નહી માને તું!" આમ કહી વિધ્યા જોરદાર ગતીએ પ્રો.શિવની એકદમ સામે આવીને ઉભી રહે છે. પોતાની ડોક મરડે છે અને પ્રિન્સિપલને પોતાના ધારદાર નખ વાળા હાથે જોરદાર ઝાપટ લગાવે છે. વિધ્યાની એક જ ઝાપટ પડતાંની સાથે જ પ્રિન્સિપલ સામ-સામેની બંને દિવાલ સાથે અથડાયને પાછો જમીન પર પડે છે. દિવાલ સાથે અથડાવાંને કારણે પ્રિન્સિપલની દરેક હડ્ડીઓ તુટી ચુકી હતી. વિધ્યા ફરી પ્રિન્સિપલ ઉપર એક જોરદાર હુમલો કરે છે. પ્રિન્સિપલને ગળેથી પકડી દિવાલ પર લટકી જાય છે. પ્રિન્સિપલ વિધ્યાની પકડમાંથી છુટવાનો ઘણો પ્રયાસ કરે છે. પરંતુ તે કંઈ જ કરી શકતો નથી. વિધ્યા પ્રિન્સિપલને પડતો મુકી પ્રો.આનંદ વર્મા અને પ્રો.શિવ બંનેને એકસાથે દબોચે છે. તે બંનેને એકસાથે પ્રિન્સિપલ પરફ ફેંકે છે. વિધ્યા આ ત્રણેયને બોલ બનાવીને રમી રહી હતી.

"મેમરી કાર્ડ ક્યાં છે?" ફરીવાર વિધ્યાએ પુછ્યું.

"અમને ખરેખર નથી ખબર કે મેમરી કાર્ડ ક્યાં છે" પ્રિન્સિપલે વિધ્યાના પ્રશ્ર્નનો ઉતર આપતાં કહ્યું.

"એ પ્રિન્સિપલ મેમરી કાર્ડ આપી દે નહીંતર આ આપણને જીવતા નહીં છોડે" શિવે કહ્યું.

"નહીં. મેમરી કાર્ડ આપી દીધું તો આપણી પોલ ખુલ્લી જશે. હું મેમરી કાર્ડ નહી આપું." હજુ તો પ્રિન્સિપલ આટલું જ બોલ્યો હતો એટલામાં ફરીવાર રાધીએ જોરદાર એટેક કર્યો અને પ્રિન્સિપલને ટેબલ સહીત દીવાલ તરફ ફેંકી દીધો.

રાધીને ફરી પોતાની તરફ આવતી જોઈ પ્રિન્સિપલ ફટાફટ ટેબલના ખાનાંમાંથી મેમરી કાર્ડ કાઢી વિધ્યા તરફ ફેંકે છે. જેનાથી રાધીનો ગુસ્સો થોડો શાંત થાય છે. રાધીને થોડી શાંત થતી જોઈ અને તેની નજર ચુકાવી પ્રો.શિવ ભાગવાની કોશીશ કરે છે. બારણાંનો અંદરનો લોક ખોલે છે. કે તરત જ રણવિર સીંહની બારણું ખોલવા માટે મારેલી લાત શિવને વાગે છે અને તે તરત જ ઓફિસની અંદર પાછો પડે છે. રણવિર સીંહની સાથે સક્સેના, ગોટલેકર, રાજ, આશિષ, કૃપાલી અને દિવ્યા પણ હતાં. શિવ ઓફિસની અંદર પાછો પડે છે કે તરત જ રાધીએ ટેબલને એક જ હાથે ઉઠાવી શિવ તરફ ઘા કર્યો. પરંતી શિવ ટેબલના વારથી બચી જાય છે.

"આશિષ કંઈપણ કરીને વિધ્યાને અટકાવવી પડશે. નહીંતર તે આ ત્રણેયને મારી નાખશે" રણવિર સીંહે કહ્યું.

"સર મને લાગે છે કે આ બધું વિધ્યા નહીં પણ વિધ્યાના શરીરનો ઉપયોગ કરીને રાધીની આત્મા કરી રહી છે" આમ, કહી કૃપાલીએ ટુંકમાં રાધી અને વિનયની આત્માવાળી આખી ઘટના રણવિર સીંહને કહી.

"તો હવે રાધીને અટકાવવી કઈ રીતે?" રણવિર સીંહે ચિંતાજનક પ્રશ્ર્ન પીછતાં કહ્યું.

"સર. રાધીને તો વિનય જ અટકાવી શકે" કૃપાલીએ ઉતર આપતાં કહ્યું.

"પરંતુ આપણાંમાંથી કોઈ વિનયને જોઈ શકતું નથી. તો તેની સાથે વાત પણ કેવી રીતે કરવી." રણવિર સીંહે પીછ્યું.

"વિનય!" આશિષએ પોતાની બંને આંખો બંધ કરી, હૈયાંને હળવું કર્યું અને દીલથી વિનયનું નામ લીધું. આશિષ અને વિનયની મિત્રતા પાક્કી હતી. આશિષના હ્રદયમાંથી નીકળેલા શબ્દો છેક વિનયની આત્મા સુધી પહોંચે છે અને એક જ ક્ષણમાં વિનયની આત્મા ત્યાં હાજર થાય છે. પરંતુ કોઈ તેને જોઈ શકતું નથી. પરંતુ વિનયની આત્મા ત્યાંની પરીસ્થિતીને સમજી જાય છે. એટલે તે તરત જ બોલે છે. " રાધી"

વિનયની આત્માનો અવાજ કાને પડતાંની સાથે જ વિધ્યાના શરીરની અંદર રહેલી રાધીની આત્મા શાંત થઈ જાય છે.

"રાધી આપણે ગુનેગારોને સજા આપી આપણાં પાપમાં વધારો નહીં કરીએ. આ નરાધમોને સજા અપાવવા માટે પોલીસને સબુત મળી ગયાં છે. અને આપણે જવાનો સમય પણ થઈ ગયો છે. આપણી અધુરી ઈચ્છા પુરી થઈ ચુકી છે. હવે કોલેજના બીજા વિધ્યાર્થીઓની સાથે અન્યાય નહીં થાય" વિનયની આત્માએ કહ્યું.

વિનયનાં શબ્દો સાંભણીને રાધીની આત્મા વિધ્યાનું શરીર છોડીને બહાર નીકળી જાય છે. તેનાં નીકળતાની સાથે જ વિધ્યા જમીન પર પડી જાય છે.

"ગોટલેકર વિધ્યાને ઝડપથી હોસ્પિટલ લઈ જાવ અને આ ત્રણેય નરાધમોને હાથકડી પહેરાવો. અને હા પ્રો.શિવ તમારી રોલેક્સની ઘડિયાળ અમારી પાસે જ છે." રણવિર સીંહે પ્રિન્સિપલ, પ્રો.શિવ અને પ્રો.આનંદ વર્માને ગીરફ્તાર કરવાનો આદેશ આપતાં કહ્યું.

ગોટલેકર પ્રિન્સિપલ તથા બંને પ્રોફેસરોને હાથકડી પહેરાવી લઈ જાય છે. જ્યારે વિનય અને રાધીની અધુરી ઈચ્છાઓ પુરી થઈ ચુકી હતી. તેથી તેઓને પૃથ્વીલોક પરથી વીદાય લેવાનો સમય થઈ ચુક્યો હતો. અંતમાં રાધી અને વીનયને પોતાની ઈચ્છાથી પોતાનું મૃત્યુ થયાં પહેલાંના સ્વરૂપમાં મનુષ્ય સમક્ષ જવાનો એકવાર મોકો મળે છે. તે બંને ઓફિસમાં હાજર રહેલાં લોકો સામે પોતાનાં અસલી સ્વરૂપમાં આવે છે. આશિષ, રાજ, દિવ્યા, કૃપાલી અને રણવિર સીંહ દરેક લોકો વિનય અને રાધીને જોઈ શકે છે. અત્યારે ઓફિસમાં હાજર રહેલાં દરેકની આંખોમાં લાગણીના આસુંઓ હતાં. જતાં જતાં વિનય-આશિષ અને રાધી વિધ્યામાં એમ એક પ્રકારે લાગણી સ્વરૂપે જીવંત રહી જાય છે.- સંપુર્ણ

મારી આ પ્રથમ રહસ્યમય નવલકથા હતી. જે વાંચકોએ આપેલાં સાથ અને સહકારથી અહીં પુર્ણ કરું છું. વાંચકોએ ઘણો બધો પ્રેમ આપ્યો છે જે હંમેશા મારાં દીલમાં જીવંત રહેશે.  ખરેખર વાંચક મારી માટે ઈશ્ર્વર સમાન છે. કે જેમની કારણે મારી નવલકથાને આટલી સફળતા મળી છે. કદાચ નવલકથામાં કોઈ ભુલ રહી ગઈ હોય તો દીલ સાફ કરી માફ કરી દેજો. હવે એક નાનકડી પ્રેમકહાની આપ સમક્ષ રજુ થવાં જઈ રહી છે. છેલ્લી બેંચ. આપ એ પ્રેમકહાનીને પણ તમારો પ્રેમ અને અભીપ્રાય આપી નવાજશો એવી મને આશા છે. - જયદિપ ભરોળિયા

***

Rate & Review

Soumyarajsinh Jadeja 2 months ago

Sapna 4 months ago

urmish patel 4 months ago

zenny kissu 5 months ago

👍

Vijay Kanzariya 5 months ago