ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 8" ઝેન ના દીમાગ મા શું ચાલી રહ્યું છે ? તેનું બેલેન્સ જાય તે  વાત મારા માનવા માં  નથી આવતી .શું  તે મારી સાથે પરફોર્મ નથી કરવા માંગતો.તે સમજે છે શું  પોતાની જાત ને મારાથી સારી તે કોઇ શોધી નહીં શકે." જીયા ખુબ જ ગુસ્સા માં  હોય છે.તેને ઝેન પર શંકા થાય છે.

અહીં જીયા ની જેમ ડાન્સ એકેડેમી ના બીજા કોચીસ અને સ્ટુડન્ટ ને પણ આ વાત માનવા માં નથી આવતી.

" કમ ઓન યાર હું  કઇ ભગવાન નથી માણસ છું  મારું પણ બેલેન્સ જાય અને મારાથી પણ ભુલ થાય હવે આ બધું છોડો અને જીયા નું રીપ્લેસમેન્ટ શોધો.મે તેને કહી તો દીધું કે તારા જેવી ઘણી મળશે પણ સાચી વાત તો એછે કે તેના જેવી મળવી મુશ્કેલ છે." ઝેન

બિજા દિવસે પણ કોઇ ને જીયા નું રીપ્લેસમેન્ટ નથી મળતું .અચાનક ઝેન નું ધ્યાન રીર્હસલ કરતી પલક પર જાય છે.અને તે તેના ડાન્સ ને જોવા માં ખોવાઇ જાય છે.તેને પલક ને જીયા ની જગ્યા આપવા નો વીચાર આવે છે.
" ન‍ા તેણે તો ના પાડી હતી મારી સાથે ડાન્સ કરવા ની હું ફરીથી તેને નહીં પુછુ." તે કઇંક વિચારે છે હસે છે 

અને પલક રિર્હસલ કરતી હોય છે ત્યાં  ઉદાસ થઇ ને બેસી જાય છે.પલક નું રિર્હસલ પતતા તે ઝેન  ને જોવે છે અને તેની પાસે જાય છે.તેના સુંદર ચહેરા ને ઉદાસ જોઇ પલક તેને પૂછે છે.

" હાય ઝેન કેમ છો? એની પ્રોબ્લેમ ?"

" હાય પલક આઇ એમ ફાઇન બટ નોટ ફાઇન મને જીયા નું રીપ્લેસમેન્ટ નથી મળ્યું કોઇ અને જો જલ્દી નહી મળે તો આ વખતે આપણી ઇન્સ્ટિટ્યુટ માંથી હું  જ પાર્ટીસીપેટ નહી કરી શકું " ઝેન ઉદાસ સ્વરે બોલે છે.

" ઓહ " પલક ને ખરાબ લાગે છે તે વિચારે છે કે કાશ તે મદદ કરી શકે પણ તેણે તો પોતાના પગ પર જ કુહાડી મારી દીધી છે.

" અગર મારી કોઇ હેલ્પ જોઇએ તો કહેજો" પલક

" સાચે ના પણ રહેવા દો " ઝેન

" અરે શું થયું બોલો ને" પલક

" મને લાગ્યું કે જીયાની જગ્યા એ તમે મારા પાર્ટનર બની જાઓ મારા પરફોર્મન્સ માં  તો પણ તમે તો મને ના પાડી હતી તો રહેવા દો."

" હું કરીશ તમારી સાથે પરફોર્મ " પલક 

" સાચે પણ બે પરફોર્મન્સ સંભાળી શકશો એકસાથે?" ઝેન પોતાની ખુશી ને છુપાવતા બોલે છે.

" હા હું કરી શકીશ ડાન્સ મારી પુજા છે અને મારા જીવન નું  લક્ષ્ય પણ તો એ મારા માટે સરળ છે.હું મેનેજ કરી લઈશ." પલક

" ઝેન ખુશી ના માર્યા ઉછળે છે અને પલક ને ગળે લગાવી દે છે.પલક અચાનક ઝેન ના આ વર્તન થી ગભરાઇ જાય છેતે ઝેન ને પોતાના થી દુર કરે છે.

" સોરી " ઝેન

" હું જઉ મંડે થી પ્રેક્ટિસ શરૂ કરીશું ."

પલક કોલેજ જવા માટે નીચે જાય છે.અને જોવે છે કે તેના એકટીવા મા પંચર હોય છે.

" હે ભગવાન હવે હું કોલેજ સમયસર કઇ રીતે પહોંચીશ?" 
તેટલાં માં  પાછળ થી અવાજ આવે છે
" ફિકર નોટ બચ્ચા પુલકીત ધ લાઇફસેવર ઇઝ હીયર " 

" ઓહ પુલકિત " પલક ને રાહત થાય છે.

" કોલેજ આપણે સાથે જઇશુ મારી બાઇક ઉપર અને એકટીવા ની ચિંતા ના કર તે રીપેર થઇ ને કોલેજ પહોંચી જશે"

" ઓહ થેંક યુ" પલક

પલક પુલકિત ની પાછળ બેસે છે.તે પુલકિત ના ખભા પર હાથ મુકે છે અને જાણે પુલકિત ને ઝટકો વાગેછે.તે માંડ માંડ પોતાનું બેલેન્સ રાખી શકે છે.

" તે વિચારે છે આ મને શું થઇ રહ્યું છે?" 

" શું  થયું પુલકિત?" પલક

" કઇ નહીં  આ તો ખાડો હતો આગળ તો .પલક હું એમ કહું છું  કે કોલેજ માં થોડો ટાઇમ છે તો એક કપ ચા થઇ જાય " 

" અમ્મ" પલક ને ખચકાટ થાય છે.

"પ્લીઝ ખાલી એક કપ ચા મા કોઇ વાંધો નહી આવે ચાલ આજે તને એક મસ્ત જગ્યા ની ચા પીવડાવુ કોફી તો તે બહુ પીધી હશે આજે ચા પી."પુલકિત

" ઓ.કે " પલક

તેઓ કોલેજ પાસેજ એક કીટલી પર બેસે છે.

" પલક એક વાત પુછુ ખરાબ ના લગાડતી ?"પુલકિત

" તે શું ?" પલક ને આ સવાલ થી અાશ્ચર્ય થાય છે

" ડી.જે એકેડેમી એ ખુબ મોટી અને નામચીન એકેડેમી છે જયાં એડમિશન મળવું સરળ નથી ત્યાં તને આટલી સરળતાથી એડમિશન મળ્યું .ઝેન સાથે પરફોર્મન્સ નો મોકો મળ્યો તો પણ તું ખુશ નથી જણાતી કઇંક તને તકલીફ હોય તેવું લાગે છે તું અંદર થી દુખી છે.એમ લાગે છે.તને યોગ્ય લાગે તો તું મારી સાથે તારી તકલીફ શેયર કરી શકે છે." પુલકિત

" ઘણી વાર તમારા સપના ની કિંમત તમારે બહુ મોટી ચુકવવી પડે છે.બસ બીજું હું તને હાલ કશું નહી કહી શકું " પલક ની આંખ ના ખુણા માં  આંસુ હોય છે.

તેટલાં મા ચા આવે છે.તે લોકો ચા પીવે છે.

" થેંક યુ અને હા ચા બહુ મસ્ત હતી મને લાગ્યું હતું કે ખાલી મારી મમ્મી જ સારી ચા બનાવે છે.આ તો તેનાથી પણ સરસ હતી બાય " 

તે લોકો ચા પી ને ત્યાંથી છુટા પડે છે.પુલકિત તેને જતા જોઇ રહ્યો છે.

" કેમ તને દુખી જોઇ ને મને તકલીફ થઇ રહી છે આ શું  થઇ રહ્યું છે.મને કાયમ તને પ્રોટેકટ કરવા નું  જ મન થાય છે."

પલક પુલકિત સાથે સમય વીતાવી ને થોડી રીલેક્ષ હોય છે.તેને રાહત થાય છે કે તેની પાસે એક ફ્રેન્ડ છે જે તેની સાથે છે તેને પ્રોટેકટ કરવા માટે .

********
 અંતે રવીવાર નો દિવસ આવી જાય છે.પલક ની લાઇફ નો મોટો દિવસ એક સમજોતા ના સ્વરૂપે તેની સામે આવે છે.મહાદેવભાઇ ની તબિયત હવે સારી હોય છે તે ઝભ્ભો ચુડીદાર મા શોભી રહ્યા છે.ગૌરી બેન સુંદર સાડી અને ઘરેણાં પહેરી ને તેમની સાથે શોભી રહ્યા છે.

" વાહ મારા ગૌરીખુબ જ સુંદર લાગો છો" મહાદેવ ભાઇ ગૌરી ને વ્હાલ થી ગળે લગાવે છે.ગૌરીબેન શરમાય જાય છે 

" થેંક યુ દેવ તમે પણ ખુબ જ હેન્ડસમ લાગો છો.ચાલો પલક તૈયાર થઇ કે નહી જોઇએ અને આપણે જલ્દી બેન્કવેટ હોલ પહોંચવુ જોઇએ બધાં મહેમાનો જલ્દીજ આવશે."

તેઓ પલક ના રૂમમાં તરફ જાય છે 

" પલક બેટા ચાલો "

પલક પરપલ કલર ના ઇન્ડો વેસ્ટર્ન ગાઉન મા તૈયાર થઇ ને  બહાર આવે છે.મહાદેવભાઇ તેને જોઇને ચોંકે છે

" આ શું  છે ? ગૌરી મે તમારા ઉપર બધી જવાબદારી સોંપી હતી તમે આ શું લઇ આવ્યા ?" 

" અરે તમને ના ખબર પડે આ આજ ના જમાના ની ફેશન છે અને આટલું સરસ તો છે." ગૌરી બેન

" જેમ તમને કરવું હોય તેમ કરો આમ પણ આજ કાલ તમે મા દિકરી તમારું ધાર્યું જ કરો છો મને ગમે કે ના ગમે." મહાદેવભાઇ પલક ના ડ્રેસ થી નારાજ હોય છે.

તેઓ બધાં બેંકવેટ હોલ પર પહોંચે છે.જયાં થોડા સમય મા નીવાન  તેના પરીવાર સાથે પહોંચે છે.મહાદેવભાઇ અને ગૌરીબેન  તેમનું સ્વાગત કરે છે.

"મહાદેવભાઇ કેમ છો તમે હવે તબિયત સારી ને?"નીવાન ના પપ્પા.

" એકદમ સરસ હવે." મહાદેવ ભાઇ

નીવાન તો પલક ની સુંદરતા જોવા માં ખોવાઇ ગયો છે.તેને વિશ્વાસ નથી થતો કે તેની સગાઇ પલક સાથે થવા ની છે.પલક નીવાન ના મમ્મી પપ્પા ને પગે લાગે છે.

પાર્ટી શરૂ થાય છે .મહેમાનો આવવા ના ધીમેધીમે શરૂ થાય છે.પલક ને અને નીવાન ને સ્ટેજ પર બેસાડવામાં આવે છે.બેંકવેટ હોલ અત્યંત સુંદરતા પુર્વક સજાવવા માં આવેલો છે.મોંઘા ફુલો અને ડેકોરેટીવ આઇટમસ થી.સ્ટેજ પર મુકવામાં આવેલી ચેયર અને ટેબલ તો એકદમ રોયલ હોય છે.

બસ બધાં મહેમાનો માં એક જ ગુસપુસ હોયછે.કે પલક અને નીવાન ની જોડી સારી નથી  લાગતી.મહાદેવભાઇ જેવા સમાજ ના મોભી જમાઇ શોધવા માં કાચા પડ્યાં .એવું તો શું હશે કે તેમણે આવા સામાન્ય દેખાતા છોકરા જોડે પલક ની સગાઇ કરાવી.

પલક પણ ખુબ દુખી છે અંદર થી તે પોતાના જીવનસાથી માટે જોયેલા સપના તુટવાથી દૂખી છેપણ જીવન ના એકમાત્ર સપના ના પુરા થવાથી ખુશ પણ છે.

પાર્ટી મા ઘણાબધા મહેમાનો આવે છે.અચાનક એક મહેમાન આવે છે અને તે સ્ટેજ પર જાય છે.જેને જોઇને પલક અને પલક ને જોઇ ને તે મહેમાન ચોંકી જાય છે.

કોણ છે તે? શું પલક નો ઝેન સાથે ડાન્સ કરવા નો નિર્ણય તેને ભારે પડશે? જાણવા વાંચતા રહો.

***

Rate & Review

Verified icon

Dharmi 2 weeks ago

Verified icon

Daksha 2 months ago

Verified icon

Anju Patel 2 months ago

Verified icon

Parita Chavda 2 months ago

Verified icon

Hardi Vithlani 2 months ago