રામાપીરનો ઘોડો - ૪


કાનજી ભાગતો ઘરે પહોંચ્યો. ઘરનું બારણુ ખુલ્લું હતુ. એ સીધો અંદર ગયો. ચારે બાજુ એની નજર જયાને શોધી રહી.

“થયું સે હુ? આટલા હાંફોસો કાં?" જયાની મમ્મીએ કાનજીને હાંફળો ફાફળો થઈને ભાગતો આવતો જોઈને પૂછ્યું.

“જયા? એ ક્યાં ગ​ઈ? ઘરે આવેલી?" ઓફિસેથી કામ પતાવીને ભાગતા ઘરે આવેલા કાનજીએ એની પત્નીને પૂછેલું.
 
“હા, એ બારે કપડા હુક​વ્યાસે ઇ લેવા ગ​ઈ સે."

જયા કપડા લ​ઈને અંદર આવી. કાનજીએ એની સામે નજર કરી, એના હોઠ હજી બરફ ગોળાથી રંગાયેલા કેસરી રંગના હતા. તેને પેલી ઘટના પાછી યાદ આવી ગ​ઈ. તે જોરથી તાડુક્યો, 

 “તારો દુપટ્ટો ક્યોં ગયો સોડી? નાની છું હ​વે? જરીએ ભાન પડેસે કે?" કાનજીએ આજે પહેલી અને છેલ્લી વાર જયા પર હાથ ઉઠાવ્યો.
 
 મમ્મી વચ્ચે આવી ગ​ઈ.

 “આમ હુ કરો સો? જુવાન છોડીને આમ." એણે કાનજીનો હાથ પકડી લીધો. “લાલી, એ કપડા અહિં નાખ ને, બાજુમાં જઈને કડ​વીમાંને વાટકી કઢી આપતી આવ જોઈએ." 

 કં​ઈ બોલ્યા વગર ચાલી ગઈ અને એની મમ્મીએ કહેલું એમ કર્યું. એ જ્યારે બહાર નિકળી ત્યારે ખભા ઉપર દુપટ્ટો નાખેલો હતો, એ જોઇને કાનજી રડી પડ્યો!

 “હુ વાત સે? બોલી નાખો જટ."
 
“મારી જયા... હલકટ કુતરાઓની નજરે ચડી ગ​ઈ! આ ભોળી કબુતરા જેવી મારી છોકરી ને એ કપાતરો ઉઠાવી જવાની વાતો કરે છે."

 “કોણ સે ઇ?"

 “છે એક, મોટો સાહેબ!" 

 જયા પાછી આવી ગ​ઈ. માબાપ વચ્ચેની વાતો અટકી પણ, ચિંતા વધી. ત્રણેય જણાની. જયાએ બારણા બાહરથી એના માબાપની વાતો સાંભળી લીધેલી. રાતે ત્રણેય જણા પથારીમાં આડા પડ્યા પણ,  નિંદરરાણી આજે કોઇના પર મહેરબાન ના થ​ઈ.

જયા આમતો બહાદુર હતી છતાં, થોડી ડરી ગ​ઈ! આજ સુંધી ટીવીમાં, પિચ્ચરોમાં જે દ્રશ્યો જોયેલા, છેડતીના એવુ કંઇ એની સાથે પણ બની શકે એવુ આજ દીન સુંધી એણે ક્યારેય કલપ્યુ પણ ન હતુ. એ બધાની લાડલી લાલી, હોંશિયાર વિદ્યાર્થીની, વહાલી સખી-બેન, એક કહ્યાગરી દીકરી હતી આજ સુંધી, તો આજે આ નવા કોણ લોકો આવી ગયેલા? શા માટે? અને એના જ જિવનમા કેમ? એણે કોઇનુ શું બગાડ્યું હતુ? 

 સ​વાલ! બહુ બધા સ​વાલ હતા ત્રણેયના મનમાં પણ, જવાબ એકનોય ન હતો. જેમ તેમ પડખા ફેર​વી રાત વીતાવી.  સ​વારે નોકરીએ જતા પહેલા કાનજીએ પત્નીને ઘરમાં જ રહેવાનું અને જયાનું ધ્યાન રાખ​વાનું કહેલું. જયા સાથે વાત કર્યા વગર જ એ નિકળી ગયેલો. દીકરી પર હાથ ઉગામ્યો એનો પસ્તાવો તો ઘણો હતો પણ, જો એ કોઇ સ​વાલ પૂછી બેસે તો? જ​વાબ નહતો એના બાપ પાસે! 

કાનજી ઓફિસે ગયો એવા તરત જ સમાચાર મલ્યા કે, સાહેબ બોલાવે છે. કાંપતા દિલે એ ગયો. 

 “અંદર આવુ?"      
     
“હા હા આવ ને ભાઈ! ક્યારનોય તારી જ રાહ જોતો હતો. સાહેબે સહાનુભુતીથી વાત ચાલુ કરી, કાલે જે પણ થયુ એ માટે હું દિલગીર છું. મને ખબર છે, તને ખોટું  લાગયુ છે પણ, હું શું કરત? એ વખતે એણે મને ધમકી આપેલી. જો હું એને રોકત તો એ મને ખોટો ફસાવી દેત."
  
“હશે એ બધુ. હાલ શું કામ  છે?” કાનજીને કાલનો પ્રસંગ યાદ આવતાજ ગુસ્સો આવી ગયો હતો.

“મારે તને મદદ કર​વી છે. એ મયંક સીધો નહીં રહે. આ જો અહીંના સ્ટાફને ભચાઉ જવાનો ઓર્ડર છે. કોઇ દિલ્હીથી આવ​વાનુ છે, એની સરભરા કરવા. ત્યાં હકિકતમાં કશું કામ નથી. તને અહિંથી દુર કર​વાનું બહાનું છે. તું ના હોય પછી જયા..,” સાહેબે વાક્ય અધુરું રાખી કાનજી સામે થોડી ક્ષણ જોયુ.

“હું તને ગાડી આપુ. ડ્રાઇવર સાથે. તું જયા બેટીને એની મમ્મી સાથે તારા ગામ ભેગી કરી દે. તું ભચાઉ જતી બસમાં બેસી જજે બધાની સાથે. પાછળ જ મારી ગાડી જયા અને એની મમ્મીને લઈને નિકળશે. મયંકને આ બધી ખબર પડે એ પહેલા જયા અહિંથી નિકળી ગ​ઈ હસે. સમજી ગયોને?" 
 
કાનજીએ હકારમા ડોકુ ઘુણાવ્યું. જયા એમના ગામ ભેગી થઈ જાય તો પછી કાનજીને કોઈ વાતની ફિકર જ ન રહે. ત્યાં બાપા હતા, ભાઈ હતો એક હોંકારો થાય ને લાકડી લઈને દોડી નીકળે એવા ગામના ઓળખીતા માણસો હતા.

“સરસ! ચાલ તું ઘરે જ​ઈને બધી તૈયારી કરીલે. પહેલા તારી બસ છે એટલે, તારે પહેલા જ​વું પડશે. પછી જયા અને એની મમ્મીને માટે તારા ઘરે જ ગાડી  આવી જસે. કોઇ ચિંતા ના કરતો. મારે પણ ઘેર દીકરી છે હું તારુ દુ:ખ સમજુ છું." કાનજીને વિચારે ચડેલો જોતા સાહેબે કહ્યું. 

આ બાજુ જેવો ખુશ થતો કાનજી ઘરે જ​વા નિકળ્યો કે તરત સાહેબે મયંકભાઇને ફોન જોડ્યો. 

 “ડન, એ માની ગયો." 

 કાનજીએ ઘરે જ​ઈને જે બન્યુ એ તેની પત્નીને જણાવ્યુ. જયાને કહેવામાં આવ્યુ કે ગામડે જ​વાનુ છે, જટ તૈયાર થાય. એક નાની બેગમા થોડાં કપડાં અને બીજી જરુરી વસ્તુઓ કાનજીએ ભરી. જયાએ એક નાના થેલામા એના પરીણામપત્ર, બીજા જરુરી કાગળો અને કેટલીક બીજી વસ્તુઓ મુકી. 
 
“મમ્મી હુ કડ​વીમાંને કેતી આવું કે ઘરનું ધ્યાન રાખે." મમ્મીના જ​વાબની રાહ જોયા વિના જયા બહાર નિકળી ગ​ઈ. 
 
“હંધુય  સારું  થ​ઈ જશે, તમે હિંમત રાખો." ધ્રુજી રહેલી પત્નીએ પતિને કહ્યું.
  
“મારે જ​વુ પડશે. બધાને કોઇ કામે ભચાઉ જ​વાનુ છે. નહી જ​ઉં  તો કોઇને વહેમ થશે. તું જયાને જરીકે એકલી ના મુકતી." કાનજીએ પત્ની આગળ પેટછૂટી વાત કરી.

“તમે ચિંતા કરો મા! માતાજી સૌ સારાવાના કરશે. મારી જયા નસીબદાર સે!"

“પણ જયાને આવતા આટલી વાર કેમ થ​ઈ?" .બાપનું દિલ ફફડી રહ્યું હતું.

 “વાતો કરતી ઊભી હશે તમે ફિકર મેલો, હું જોવુસું." 

જયાની મમ્મીએ બહાર નિકળી જયાને બુમ પાડી. જયા તરત બાજુના ઘરમાંથી બહાર આવ

“કેટલી વાર કરી લાલી? જટ હાલ્ય તારા પપ્પાને મોડુ થાયસે."

કાનજીએ જતા પહેલા જયાના માથે હાથ ફેર​વી કહ્યુ, કાલે મેં ગુસ્સો કરેલો. મારી ભુલ,

“આ શું કહો છો પપ્પા? તમે મને હજાર વાર બોલો, મારો તમારો હક છે. ઇ બધુ તમે મારા હાટુ જ કરો છોને?” જયાએ એના પપ્પાને વચ્ચે જ અટકાવી એમની છાતી પર માથુ ઢાળી રડતાં રડતાં કહેલું. 

કાનજી બહાર નીકળ્યો ત્યારે એની જ બિલ્ડીંગમાં રહેતો સાહેબનો ડ્રાઈવર ગાડી લઈને નીકળી જ રહ્યો હતો. એણે કાનજીને પોતાની સાથે આવવા કહ્યું. એ સાહેબને લેવા એમના ઘરે જઈ રહ્યો હતો અને બસ સ્ટેશન પણ ત્યાં જ પડતું હતું. કાનજી ગાડીમાં બેસી ગયો. સાહેબનું ઘર આવી જવામાં જ હતું કે એ ડ્રાઈવરે વાત કરતા કહ્યું કે, 

“હું સાહેબને  એકલાને ગાડીમાં લઈને ભચાઉ આવવાનો છું. બાકીના બધાં લોકો બસમાં આવશે." 

કાનજીએ એને પૂછેલું કે, “જયા અને એની મમ્મી માટે સાહેબે બીજી ગાડી કરાવી છે? તું ભચાઉ જઈશ તો પછી એ લોકોને જુનાગઢ મુકવા કોણ જશે?"

“જૂનાગઢ જવાનું છે? શેના માટે?" એ ભાઈએ કહ્યું કે, સાહેબે પોતાને આવી કોઈ વાત કરી. બીજી કોઈ ગાડી કે ડ્રાઈવર પણ બોલાવ્યો નથી.

હવે કાનજીનું મગજ ફટોફટ વિચારવા લાગ્યું. આમેય એ કાલ સાંજનો ખુબ સતર્ક થઇ ગયો હતો. સતર્ક થયા વગર ચાલે એમ પણ ક્યાં હતું! વાત એમની વહાલસોઈ દીકરી જયાના ભવિષ્યની હતી. એણે તરત જ વિચારી લીધું, જો સાહેબે કોઈ બીજો ડ્રાઈવર કે ગાડી મોકલાવી નથી. તો પછી જયાને જુનાગઢ કેવી રીતે પહુંચાડશે? ઓફિસના બન્ને પટાવાળા અને બે ક્લાર્ક, એમ ચારે માણસો ભચાઉ જ​ઈ રહ્યા છે, એટલે કે અહિં જયા અને એની મમ્મી જેવી બીજી સ્ત્રીઓ અને બાળકો જ હશે. જયાની મમ્મીને તો મેં જ કહેલુ કે સાહેબ ગાડી મોકલ​વાના છે. એતો કોઇ પણ ગાડીમાં બેસી જશે. શું ખબર એ ગાડી પેલા મયંકીયાએજ મોકલી હોય!

હે, ભગ​વાન! દાવ થ​ઈ ગયો! ગાડી છેક સાહેબના ઘર પાસે આવેલા બસ ડેપો પાસે આવી ગ​ઈ હતી.                

“એક મિનિટ ગાડી રોક. જલદી પાછી લ​ઈલે. મારે હાલ જ ઘરે જ​વુ પડશે."

“અરે યાર મારે મોડુ થ​ઈ જશે."
 
“નહિં થાય ભ​ઈલા! મને ઘરે ઉતારીને તું તારે નિકળી જજે." કાનજીએ હાથ જોડ્યા.
 
ડ્રાઇવરે ગાડી પાછી વાળી, કાનજીને પાછો ઘર આગળ ઉતાર્યો ને એ નિકળી ગયો. કાનજી ઘર તરફ પગ ઉપાડ​વા જ જતો હતો કે પાછળથી એને કોઇક ટેણિયાનો અવાજ સંભળાયો. પહેલા તો અવાજને અવગણીને કાનજી ઘરે ભાગ​વા ગયો પણ, પછીથી એક ક્ષણ રહીને કાનજીના મનમાં બત્તી થઇ, એ ટેણીયાએ કહેલું કે, 
“કાકા, જયાબેન અને કાકી તો ગયા...મોટી ગાડીમાં બેસીને!" કાનજીના  પગ આપોઆપ થંભી ગયા. 

“ક્યારે ગયા?"
 
ટેણિયો હસ્યો. એનુ મોંઢુ કશાકથી ભરેલું  હતું એને એ  શક્ય એટલુ મોંમા એકબાજુ ઠુંસીને  બોલ્યો, 
 
“થોડીવાર પેલ્લાજ ગયા, એક ગાડીમાં બેસીને..."
 ટેણિયાની થોડીવાર એટલે સાચુકલી  કેટલીવાર એ વિચારીને મગજ બગાડ્યા વગર કાનજી ભાગયો.  
 
એના ઘરની આગળથી એક જ રસ્તો જતો હતો. એ રસ્તાની ડાબી બાજુએ જતાં ત્યાં  બધી ઓફિસ આવેલી હતી, જમણી બાજુ બઝાર હતું અને ત્યાંથી આગળ એ હાઇવે તરફ જતી. એ જમણી તરફ ભાગયો. આખી જિંદગીમાં ના દોડ્યો હોય એવી ગતીએ મુઠીઓ વાળીને એ ગાંડાની જેમ ભાગતો જ રહ્યો. થોડેક આગળ એને એક રિક્ષા જતી દેખાઇ. એણે હાથ હલાવ્યો રિક્ષા એની બાજુમા આવીને ઉભી રહી. એ લગભગ કુદકો મારીને પાછલી સીટ પર ફસડાઇ પડ્યો. “સીધી જ​વાદે, જલદી ચલાવ."

એ સખત હાંફી રહ્યો હતો. આંગળીથી ઇશારો કરીને એણે આગળ જ​વા જણાવ્યુ. થોડેક આગળ જતા જ એને રસ્તાની એક બાજુ એક ગાડી ઉભેલી દેખાઇ. કાનજીના મગજમા જબકારો થયો આ એજ ગાડી છે, જે સ​વારે એ જ્યારે ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે એમના કંપાઉન્ડની બહાર ઉભી હતી. કાળી રેનોલ્ટ ડસ્ટર, ઓ મારી માવડી! આતો પેલા મયંકીયાની જ ગાડી છે. ઇવડો  ઈ આજ ગાડી લ​ઈને તો આવેલો કાલે ઓફિસે! કાનજી આગળ કંઈજ વિચારી ના શક્યો, એણે રિક્ષાને એ ગાડી પાસે લઇ લેવા કહ્યું.

એ ગાડીમાંથી બે બહેનો નીચે ઉતરીને જોર જોરથી ગાડીવાળા સાથે કંઇક માથાકૂટ કરી રહી હતી. ગાડીવાળાએ ફરીથી ગાડી પુર ઝડપે એનાએ રસ્તે આગળ જ​વા દીધી.

કાનજીએ એ બહેનો પાસે જ​ઈને રિક્ષા ઉભી રખાવી. એ જયા કે એની મમ્મી બન્નેમાંથી કોઇ ન હતુ પણ, એ એમનીજ બાજુમાં રહેતી બે મહિલાઓ હતી. કડ​વીબા અને એમની પુત્રવધુ!

“ અરે  મા તમે લોકો અહિં ક્યાંથી?  અને મા, મારી જયા.. જયા ક્યાં?" કાનજીએ ગળગળા સાદે પુછ્યુ.  
  
“સલામત છે! કડ​વીમાએ વિશ્વાસથી, હસતા મુખે કહ્યુ, તારી જયાનો વાળ પણ વાંકો નાં થાય. સાક્ષાત માતાજી એનું રખોપું કરે!"
       
કડ​વીમાના આ શબ્દો કાનજીને મધ જેવા મીઠા લાગયા. 
                    

***

Rate & Review

Verified icon

Heena Suchak 2 months ago

Verified icon

Alpa Shah 3 months ago

Verified icon

Bhavika Parmar 3 months ago

Verified icon

Sweta Desai Patel 4 months ago

Verified icon

Sonal Mehta 5 months ago