ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 22પલક બોલે છે.
" પણ હવે મારા લગ્ન થવાના છે નીવાન સાથે અને મારા થવાવાળા પતિ એ મને પરમીશન આપી છે"

" કોણ પતિ ? કેવો પતિ ?આ સબંધ હું  તોડુ છું .હવે કઇ પરમીશન કેવી પરમીશન?" મહાદેવભાઇ જોર થી હસે છે.

"પણ હું આ સગાઇ નહીં તોડુ અને એના ડાન્સ થી મને કે મારા પરીવાર ને  કોઇ પ્રોબ્લેમ નથી .અંકલ પ્લીઝ" નીવાન પોતાનો ગુસ્સો મન માં દબાવતા બોલે છે.

" નીવાન હું કોણ છું અોળખે છે મને? ના પણ હું  તારા ભુતકાળ અને વર્તમાન જાણું છું અને ભવિષ્ય હું નક્કી કરીશ તારા પલક સાથે લગ્ન કરવા માંગે છે.એ પણ અને એ કારણ જ પતી જાય તો એટલે કે " પુલકીત તેમને વચ્ચે અટકાવતા બોલે છે.

" સર સોરી તમારી વાત અટકાવી પણ પ્લીઝ પલક નો રસ્તો ખોટો હતો પણ તેનો ઇરાદો ખોટો નથી અને તે ખુબ જ ટેલેન્ટેડ છે.તે ચેમ્પિયનશિપ જીતી શકે છે."

"જો બેટા હું તારી ખુબ જ રીસ્પેકટ કરું છું તું પ્લીઝ આ વાત મા વચ્ચે ના પડતો.હું નથી ઇચ્છતો કે મારે તારી સાથે ખરાબ વર્તન કરવું પડે."પુલકીત તો ચુપ થઇ જાય છે પણ એ પલક પાસે જાય છે.

ધીમે થી તેને કહે છે.
" આજે ચુપ ના રહીશ .તું  બોલ તારા પપ્પા ને સમજાવ કોઇ તારો સાથ દે કે ના દે હું તારી સાથે જ છું ."
પલક તેની મમ્મી પાસે જાય છે.

"  મમ્મી પ્લીઝ મને સપોર્ટ કર શું તું ઇચ્છે છે કે તારા સપના ની જેમ મારા પણ સપના પપ્પા ની જિદ સામે હારી જાયઅને મારો વિશ્વાસ કર હું  કશું જ ખોટું નથી કરતી.પ્લીઝ મમ્મી."

ગૌરીબેન ની આંખ માં આંસુ હોય છે.તે પોતાની દિકરી ને સપોર્ટ કરવા માંગે છે.પણ તે પોતાના પતિ ને સારી રીતે ઓળખે છે.તે જાણે કે તેઓ આ શક્ય નહીં થવા દે.

" પલક હું  એમ નથી  કહેતો કે ડાન્સ શીખવો ખોટો છે.પણ મને નથી  મંજુર તો તું  નહી શીખે અને અગર અમારી ના ઉપર થઇ ને શીખીશ તો આપણો સંબંધ હંમેશા માટે ખતમ .નીવાન પછી તું  ઇચ્છે તો લગ્ન કરી શકે છે પલક સાથે. હા સંબંધ  કટ એટલે મિલકત માં  પણ કોઇ ભાગ નહીં હું  એ બધું  દાન કરી દઇશ. વીચારી લે નીવાન."

મહાદેવભાઇ ની વાત થી નીવાન ની બોલતી બંધ  થઇ જાય છે.તેને યાદ આવે છે જયારે તે પલક ના ડાન્સ માટે તેના પિતા ની પરવાનગી લેવા ગયો હતો ત્યારે

" પપ્પા પ્લીઝ મને પલક બહુ ગમે છે પ્લીઝ હા પાડી દો ને."
" તને તો દર બીજી છોકરી ગમી જાય છે.પણ પલક ની વાત અલગ છે.હા છે મારી જા કે તેને તેનો શોખ પુરો કરે.કેમ કે તેની પાછળ તેના પિતા નો પુરો ખજાનો આપણી પાસે આવશે.આપણી પુરી સાત પેઢી બેસી ને રાજ કરશે.
આમ પણ લગ્ન પછી તો તેને ઘરે જ બેસવા નું છે." 
ઘર તેમના અટ્ટહાસ્ય થી ગુંજે છે.

અને અત્યારે મહાદેવભાઇ ની વાત સાંભળી ને તે વીચારે છે.આ લગ્ન  તો હું  મહાદેવભાઇ ની ઇચ્છા વિરુદ્ધ ના કરી શકું અને મહાદેવઅંકલ ને હું  પસંદ નથી .તેની સંપત્તિ વગર તો પલક સાથે લગ્ન કરવા નો કોઇ ફાયદો જ નથી .પલક જેવી સુંદર તો બીજી ઘણી મળશે.તે પલક પાસે જાય છે.અને તેના હાથ માંથી રીંગ કાઢી ને લઇ લે છે.પોતાના હાથ માંથી રીંગ કાઢી ને પલક ને આપે છે.

" સોરી પલક પણ તારા પિતા ને હું  પસંદ નથી .અને તેમના આશિર્વાદ વગર હું  આ લગ્ન  ના કરી શકું .સોરી.મહાદેવઅંકલ મારી કોઇ વાત નું  ખોટું ના લગાવતા."

હવે પલક ને લાગે છે.કે હવે બધું ખતમ કેમ કે પપ્પા હવે તેને ઘરે લઇ જશે હંમેશા માટે.કેમ કે નિયમ પ્રમાણે તેનું એડમીશન ખતમ.

" ઝેન પલક નું એડમીશન તો કેન્સલ થઇ ગયું આપણા  એકેડેમી ના નીયમ પ્રમાણે." જીયા અંદર થી ખુશ થાય છે.તેનું  તીર સાચા નીશાન પર લાગ્યુ છે.જાણીને.

" પુલકીત આ જીયા શું  કહે છે.કે મારું એડમીશન કેન્સલ શું નીયમ મા ફેરફાર ના થાય? મારા ટેલેન્ટ નું  શું તેની કઇ જ કીંમત નહીં ? " પલક ની વાત નો પુલકીત પાસે કોઇ જ જવાબ નથી .

" સોરી પલક પણ જીયા સાચું  કહે છે.અને નીયમો એટલે  ના બદલી શકાય કેમ કે ડી.જે એક ખુબ જ મોટી ડાન્સ એકેડેમી  છે.અને આ બધું કાયદાકીય છે.તો સોરી પલક જીયા સાચું  કહે છે."પુલકીત ખુબ જ દુખી થઇને કહે છે.

" પલક ખોટું  બોલી ને પસંદ કરેલો રસ્તા નો અંત અને એવો જ હોય છે.ચલ હવે ઘરે તારા માટે બીજો છોકરો શોધી કાઢીશુ ચલો ગૌરી." મહાદેવ ભાઇ ને જીત ના ગર્વ સાથે હસે છે.

" ના મમ્મી પ્લીઝ." 

" હું  આપીશ મારી દિકરી નો સાથ બસ દેવ હવે બહુ થયું .હું  તેને પરમીશન આપીશ.લાવ તારું  ફોર્મ સાઇન કરું ." મહાદેવભાઇ ને બાજી હારેલી લાગે છે.તે કઇંક વીચારે છે.

" ગૌરી અગર તમે તેનો સાથ આપીશ તો મારો સાથ ગુમાવ્વો પડશે.ગૌરી તો પલક ની સાથે તમારી સાથે પણ મારો સબંધ  ખતમ ." ગૌરીબેન તેમના પતિ  ને ખુબ પ્રેમ કરે છે.તે કઇં જ આગળ બોલી શકતા નથી

 " ચલો તો જઇશુ." મહાદેવભાઇ જીયા પાસે જાય છે તેના માથે હાથ મુકે છે.

" થેંક યુ દિકરી તારી મદદ  વગર આ શક્ય નહતું .આભાર ." મહાદેવભાઇ

ઝેન ,પલક ,પુલકીત જીયા ની સામે ગુસ્સે થી જોવે છે.તેઓ આધાત પામે છે.

" અરે આમ શું જોવો છો.તેણે કઇ જ ખોટું નથી  કર્યું તે મારા નાનપણ  મીત્ર અનુપમ ની દિકરી છે જે વર્ષો થી વીદેશ મા છે.બે વર્ષ પહેલા અહીં  આવી છે.બસ એક વાર મળી છે મને અને કેટલી મોટી મદદ કરી."

" મદદ કઇ રીતે આ તમે શું  કહો છો? કઇ રીતે મદદ  કરી.? મારે જાણવું છે બધું ." ગૌરીબેન ને મહાદેવભાઇ ના વર્તન પર શંકા જાય છે.

જીયા અને મહાદેવભાઇ એકબીજા ની સામે જોઇને હસે છે.બધાં  પુરી વાત જાણવા આતુર હોય છે.

તમે શું  માનો છો ? અગર હું ઇચ્છતો તો આ નાટક પલકે ડાન્સ એકેડેમી જોઇન કરી તેના બીજા જ દિવસે ખતમ કરી દેત પણ મારે તેને અહીં સુધી આવવા દેવી હતી પછી ઝટકો અાપવો હતો જેથી તેને પણ અહેસાસ થાય કે પોતાના થી ખોટું બોલીએ તો તેમને કેટલું દુખ થાય.

જીયા સાથે તારો પહેલા દિવસે ઝગડો થયો હતો ને તે તને ત્યારે જ ઓળખી ગઇ હતી કેમ કે તે મારી ઓફિસ માં આવી હતી ત્યારે તેણે આપણા બધાં નો ફોટો જોયેલો હતો.તેણે મને ફોન કર્યો અને તે જ દિવસ થી તેણે રેગ્યુલર તારી પર નજર રાખી મને હરેક પળ ની માહીતી આપી.પણ અફસોસ તેનો પગ ભાંગ્યો છતા પણ તેને બે અઠવાડિયા પછી ઓફિસ વર્ક ના બહાને ડી.જે જોઇન કર્યુ.

બસ મારે એજ જાણવું હતું કે તેને એડમીશન માટે પરમીશન કોણે આપી.કેમ કે જીયા એ આ એકેડેમી ના નીયમો થી મને માહીતગાર કર્યો હતો.તેણે પુલકીત ના આસિસ્ટન્ટ તરીકે જોઇન કર્યું  પણ તેને કશું જ જાણવા ન મળ્યું .

અને પેલુ ઇન્વીટેશન કાર્ડ મારા કહેવા થી જ મોકલ્યું હતું .કેમકે તેણે પલક ની અને ફોરમ ની વાત સાંભળી હતી.મને ખબર પડી કે ફોરમ પણ આ વાત જાણે છે.પણ તે પલક નો સાથ નથી  આપી રહી.

ઇન્વીટેશન કાર્ડ મોકલવા નું  કારણ તમે હતા ગૌરી મને તમારા ઉપર શંકા હતી કે તમારી છત્રછાયા માં જ તે આ કરી રહી છે.પણ તમારા ચહેરા ના હાવભાવ જાણી ને મને ખબર પડી કે તમે કશું જ નથી જાણતા અને પછી ફોરમ છેલ્લો ઉપાય સત્ય જાણવા નો તેને કામ પર લગાવી અને સત્ય જાણવા મળી ગયું .
તારી બેસ્ટ ફ્રેન્ડે જ તને દગો આપ્યો પલક." મહાદેવભાઇ પોતાની વાત ખતમ કરે છે.

બધાં હતપ્રભ હોય છે.ગૌરીબેન પોતાના પતિ દ્રારા દગો મળ્યો હોય તેવી લાગણી અનુભવે છે.તે કઇંક નિર્ણય લે છે અને આગળ આવે છે બોલવા માટે.

શું મહાદેવભાઇ જાણી શકશે કે જીયા ના મન મા રહેલી પલક માટે ની નફરત અને તેના દ્રારા કરાયેલા ષડયંત્ર વીશે? જાણવા વાંચતા રહો.

***