પલક ફોન ઉપાડે છે.
" બોલ ઝેન હવે શું સંભળાવવા નું બાકી રહી ગયું ?"
" સોરી પલક .સોરી કહેવા ફોન કર્યો હતો.આજે મારું વર્તન ખરાબ હતું .હું ટેન્શન માં હતો.જીયા ને લઇને પરેશાન હતો.પ્લીઝ માફ કરી દે મને .અને હા તને અને પુલકીત ને હાર્ટલી કોન્ગ્રેચ્યુલેશનસ.ચલ બાય"
" થેંક યુ બાય" પલક ફોન મુકી ને પુલકીત ના રૂમમાં જાય છે ગભરાતા .
" હાય તને ખબર છે અત્યારે ઝેન નો ફોન હતો એણે સોરી કીધું અને કોન્ગ્રેચ્યુલેશનસ પણ .એ કહે છે કે એ જીયા ના કારણે પરેશાન હતો."
પુલકીત માત્ર હસે છે.તેટલા માં ફરીથી પલક ના ફોન ની રીંગ વાગે છે.આ વખતે ફોરમ હોય છે.
" બોલો ફોરમ મેડમ" પલક વાત કરતા બહાર જતી રહે છે.
" મે તો ત્યાં ના શું હાલ છે એ જાણવા ફોન કર્યો છે."
" બસ જમવા નું પતી ગયું . મમ્મી અને અંકલ આંટી લોંગ ડ્રાઇવ પર ગયાં છે." તે પુલકીત ના મમ્મી સાથે થયેલી વાત કહે છે.
" હા તો બસ જા રાહ શેની જોવે છે.પુલકીત પાસે જા પોતાના પ્રેમ નો ફરીથી એકરાર કર અને તેની મન ની વાત જાણ શરમાઇશ નહીં આવો ચાન્સ ફરીથી નહીં મળે."
પલક અંદર જાય છે.પુલકીત તેની બુકસ માં બીઝી હોય છે.
" હાય પુલકીત શું તું આ બુકસ મુકીશ તો મારે કઇંક વાત કરવી છે." પલક ના કહેવા થી પુલકીત બુકસ મુકી દે છે.
" પુલકીત તું કયાં જતો રહ્યો હતો આમ અચાનક જ તને ખબર છે મે તને કેટલો શોધ્યો તારા બેસ્ટ ફ્રેન્ડ ને પણ પુછ્યું ,જીયા ને પણ પુછ્યું પણ તારી કઇજ ખબર ના મળી.આવી રીતે કોઇ જતું રહે? મે તને કેટલો મીસ કર્યો.તારી યાદ માં હું રોજ એ ચાની કિટલી પર જતી.જયારે આજે સવારે મમ્મી એ કીધું ને કે લગ્ન કરવા ના છે ત્યારે પણ મારી આંખો અને મન તને જ શોધતા હતા.લગ્ન ના મંડપ સુધી આવી પણ કોઇ ઉત્સાહ નહતો.પણ જયારે તારો ચહેરો જોયો ને સામે ત્યારે લાગ્યું પુરી દુનિયા ની ખુશી મળી ગઇ.અને મને ખબર પડી આ બધી ફીલીંગ્સ બીજું કઇ નહી પણ પ્રેમ હતો મારો
આઇ લવ યુ પુલકીત ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ ."
પુલકીત ના ચહેરા પર કોઇ ભાવ જ નથી હોતા તે અંદર થી ખુશ છે .પણ કઇંક વાત છે તેના મન માં .
" પલક પહેલા નીવાન જેની સાથે તે સગાઇ કરી ડી.જે મા એડમીશન માટે ,ઝેન ની ડાન્સ પાર્ટનર બને ચેમ્પીયનશીપ જીતવા માટે .સવારે તું મને મેસેજ કરે કે સાંજે મળજે મારે કઇંક કહેવું છે અને સાંજે તું નીવાન ની ગાડી માં બેસી ને કોફી પીવા જાય.બીજા દિવસે રાત્રે ઝેન સાથે કેન્ડલ લાઇટ ડીનર કરે ડાન્સ કરે.
હું શું કરું આ બધું જોઇને મને તકલીફ થતી હતી.એ શું હતું મને નથી ખબર પણ એ જોઇ ને હું દુખી હતો અને એ દુખ દુર કરવા જ હું થોડા દિવસ ગામડે જતો રહ્યો .તને ભુલવા .આ પ્રેમ છે તો એ શું હતું પલક?"
" તું મને ભુલવા માંગતો હતો પણ કેમ ? અને આ બધું જે પણ થયું શું એક વાર પણ તે મને પુછ્યું ? તને આ બધી સલાહ કોણે આપી જીયા એને ? એને એનો પ્રેમ ના મળ્યો એટલે એ બીજા બધાં ના પ્રેમ પણ છીનવવા માંગે છે. કેમ પુલકીત કર્યું તે આવું ?"
" કેમ કે હું તને પ્રેમ કરતો હતો."
" હતો? કાશ એક વાર તે મને પુછ્યું હોત તો આ હતો નહીં કરું છું હોત." પલક રડતા રડતા બહાર જતી રહે છે.
" હે ભગવાન શું થઇ જાય છે મને. કેમ આવી રીતે વાત કરી શું મન માં દબાયેલો રોષ બહાર નિકળ્યો.મે પલક ને કેટલી દુખી કરી.આજે ખાસ દિવસે મે તેને રડાવી દીધી ." પુલકીત ને પોતાના બોલેલા પર અફસોસ થાય છે.
પલક બહાર બેસી ને રડી રહી છે.તેટલાં માં બેલ વાગે છે.તે આંસુ લુછી મોઢું ધોઇ ને દરવાજો ખોલે છે.ગૌરીબેન અને અનીતાબેન અંદર જતા રહે છે.પણ પુલકીત ના પપ્પા પલક ની આંખો જોઇ ને સમજી જાય છે.
" આ આટલા બધાં ટાઇમપછી આટલી વાર માટે ગાડી ચલાવી ને પગ દુખ્યા .લાગે છે વોક પર જવું પડશે.ઓય પુલકીત ચાલ મારી સાથે વોક પર."
પુલકીત અને તેના પપ્પા વોક પર જાય છે.
" બેટા મને ગોળ ગોળ વાતો કરતા નથી આવડતી સીધી વાત પુછીશ સાચો જવાબ જોઇએ.પલક કેમ રડી ? શું તમારે કોઇ ઝગડો થયો ? બેટા હજું તો તમારા લગ્ન જીવન ની શરૂઆત છે અને આ બધું શું છે? મને લાગ્યું કે હું ચહેરા પર હાસ્ય જોઇશ .જે પણ હોય તારો દોસ્ત સમજી ને મને જણાવ આખરે આ મારા દિકરા ના જીવન નો સવાલ છે."
પુલકીત હકાર માં માથું હલાવે છે.અને શરૂઆત થી લઇને બધી જ વાત શેયર કરે છે.
" એક લાફો મારવા નું મન થાય છે તને ખબર છે કેમ ? કેમકે પલક તો શું કોઇ છોકરી નીવાન જેવા છોકરા થી બચી જાય તો ભગવાન નો આભાર માનવા નો હોય અને ઝેન તો નીવાન નો જ ભાઇ લાગે છે મને.તે બન્ને ના કારણે તે પલક ની પર શંકા કરી તેની વાત સાચી છે એક પણ વાર તે તેને ના પુછ્યું અને આના કરતા તો તમે અલગ થઇ જાઓ આખી જિંદગી દુખી થવા કરતા થોડો સમય દુખી થાઓ.અને જો પ્રેમ છે એ પણ સાચો તો જા સોરી કે મનાવ તેને અને કયારેય તેની પર શંકા ના કરતો અને શંકા ને નાખ કચરા ની ડોલ માં વિશ્વાસ અને પ્રેમસાથે તારા લગ્નજીવન ની શરૂઆત કર.કાલ સવારે નાસ્તો કરતી વખતે જવાબ મળી જવો જોઇએ."
પુલકીત અને તેના પપ્પા ઘરે આવે છે.તેના પપ્પા તેમના રૂમમાં સુવા જતા રહે છે .પલક અને તેની મમ્મી પુલકીત ના રૂમમાં સુઇ ગયા છે.પુલકીત બહાર ના રૂમમાં તેના માટે પાથરેલી પથારી મા બેસે છે અને તેના પપ્પા ની વાત પર વિચાર કરે છે.
******
અહીં મહાદેવભાઇ ને તેમનાં જ સમાજ નાં વડીલો મળવા આવેલા છે.
" અભીનંદન મહાદેવભાઇ દિકરી ના લગ્ન માટે પણ આમ અચાનક?"
" હા નીવાન ની સત્ય હકીકત બહાર આવી તે માત્ર પલક સાથે મારી સંપત્તિ માટે લગ્ન રહ્યો હતો તો અમે એ લગ્ન ફોક કર્યા અને પુલકીત ગૌરીની નાનપણ ની સહેલી નો દિકરો છે સભ્ય ,સંસ્કારી અને સારું ભણેલો બધી રીતે સારો છોકરો છે.અને આમ પણ પલક ની એકઝામ આવી રહી છે.તો " મહાદેવભાઇ પણ આ લગ્ન થી ખુશ છે.
" અને હા પલક દિકરી ને અને તમને અભીનંદન વર્લ્ડ ડાન્સ ચેમ્પીયનશીપ માં પોતાનું સ્થાન પાક્કુ કરવા. તેણે પુરા સમાજ નું નામ રોશન કર્યું છે.સમાજ ની જુની માન્યતા તોડી ને તમે તેને પરવાનગી આપી ભાગ લેવા માટે તેના માટે તમને ધન્યવાદ .તમે સમાજ ને માટે એક ઉતમ ઉદાહરણ પુરું પાડયું છે.આ ભાભી નથી દેખાતા તેમને પણ અભીનંદન આપી દઇએ."
" એ એમના સહેલી ના ઘરે ગયા છે બહુ વર્ષો પછી મળ્યાં છે તો."
" ચલો તો અમે રજા લઇએ.આવજો." તે લોકો મિઠાઈ અને ફુલો મુકી ને જાય છે.
તેમનાં ગયાં પછી મહાદેવ ભાઇ વિચારે છે.
" પલક ને સાથ ના આપી ને મે બરાબર કર્યું છે?શું મારે તેનો સાથ દેવો જોઇતો હતો?" અચાનક તેમને કઇંક યાદ આવે છે.
" ના મે જે કર્યું તે બરાબર જ છે.એ બધું ફરીથી સહન કરવા ની શક્તિ નથી .પલક ને તો હું રોકી ને જ રહીશ અને મને ખબર છે કોણ આમા મારી મદદ કરશે." તે કોઇક ને ફોન કરી ને સુચના આપે છે.
****
અહીં અડધી રાત્રે પલક પુલકીત નાં રૂમમાં સુઇ રહી છે.અચાનક તે રૂમ ના ગેલેરી નો દરવાજો ખુલે છે ચુપકે થી.કોઇ ચોર પગલે પલક પાસે જાય છે.તે જાગતી હોય છે તે ડરી જાય છે.કઇ બોલવા જાય તે પહેલા તેના મોઢેં પટ્ટી મારી દે છે તેની આંખ અને હાથ બાંધી ને તેને ઉઠાવી ને લઇ જાય છે તે છુટવા માંગતી હોય છે .પણ નિષ્ફળ પ્રયાસ તે વ્યક્તિ તેને લઇ જાય છે.
મહાદેવભાઇ ની નફરત અને પલક નો પ્રેમ કોણ જીતશે? પલક અને પુલકીત ની પ્રેમકહાની નો શરૂ થયા પહેલા જ અંત?
જાણવા વાંચતા રહો.