તે વ્યક્તિ બીજું કોઇ નહીં પણ પુલકીત છે જે પલક ને આવી રીતે ઉપાડી ને લઇ જાય છે.તે તેને ટેરેસ પર લઇ જાય છે.ત્યાં ફુલો થી શણગારેલો હિંચકો હોય છે જેના પર પલક ને બેસાડે છે.
તે ધીમે થી પલક ની આંખો પર થી પટ્ટી હટાવે છે. અને પલક ટેરેસ નો નજારો જોઇને અભીભુત થઇ જાય છે.તેની આંખો ખુશી થી ભીની હોય છે.તે પોતાના મોઢા પર થી પટ્ટી હટાવે છે.
એક સુંદર ટેરેસ ગાર્ડન ફુલો થી મઢેલા ક્યારાઓ,હિંચકો,એક કાઉચ , બ્યુટીફુલ કેન્ડલસ અને દિવાલ પર લટકતી વેલો.જમીન પર ફુલો ની પાંદડી થી આઇ લવ યુ અને આઇ એમ સોરી લખેલુ છે.આવો અદભૂત નજારો જોઇ પલક અવાચક થઇ જાય છે.
" પલક આઇ એમ સોરી તને હર્ટ કરી આઇ લવ યુ સો મચ થેંક યુ ફોર બીંઅીંગ ઇન માય લાઇફ " પલક ધુટણીયે બેસી તેને રીંગ પહેરાવે છે.
" ઇટસ ઓ.કે આમ તો જે થયું તે સારું જ થયું આપણ નવા જીવન ની શરૂઆત મા બધાં ડાઉટ ક્લિયર થઇ ગયાં હું તને તે દિવસ બનેલી વાત જણાવુ.હું તને મળવા જ આવતી હતી અને અચાનક નીવાન આવી ગયો .તેણે કીધું કે મમ્મી પપ્પા એ મને તેમના ઘરે જવાનું કીધું છે.નાછુટકે મારે તેમની સાથે જવું પડ્યું પણ ઘરે લઇ જવા ની જગ્યાએ તે મને કઇંક અલગ જ જગ્યાએ લઇ ગયો હું તેને ગુસ્સે થઇ એટલે તે મને ઘરે લઇ આવ્યો.
અને ઝેન તેણે મને કહ્યું કે સેલીબ્રેશન છે મને લાગ્યું બધાં જ હશે પણ આ તો ખાલી અમે બે જ એ પણ કેન્ડલ લાઇટ ડિનર એ દિવસે પણ હું અનકમર્ફટેબલ ફીલ કરી રહી હતી." તે ઉદાસ થઇ જાય છે.
" હેય મારે કોઇ ક્લેરિફીકેશન નથી જોઇતા.આઇ એમ સોરી મે તારા પર શંકા કરી.પલક મારી સાથે ડાન્સ કરીશ."
" મ્યુઝિક કયાં છે?" પલક
" છે ને અા હવા નું મ્યુઝિક , પત્તા ઓનુ મ્યુઝિક પ્લીઝ ના ન પાડીશ."
પલક અને પુલકીત રોમેન્ટિક ડાન્સ કરે છે.પુલકીત પલક ને પોતાની પાસે ખેંચે છે.અને તેને કીસ કરે છે .પલક ત્યાંથી શરમાઇ ને જાય છે.પુલકીત તેને ફરીથી પકડે છે અને કીસ કરે છે.તે તેને પોતાના બે હાથો થી ઉંચકે છે અને તેને કાઉચ પર સુવાડે છે.પલક ના હદય ના ધબકારા વધી જાય છે.તે પુલકીત ની આંખો મા જોયા કરે છે.કેન્ડલસ બુજાઇ જાય છે.પુલકીત અને પલક એકમેક માં ખોવાઇ જાય છે.એકબીજા ને પોતાના પ્રેમ મા તરબોળ કરી દે છે.
સવાર ની પહેલી કિરણ પલક ના સુંદર ચહેરા પર પડે છે અને તેને વધારે સુંદર બનાવે છે.પલક પુલકીત ને હગ કરી ને સુઇ ગયેલી હોય છે.તે બન્ને ની આંખ ખુલે છે.
" ગુડ મોર્નિંગ ડાર્લિંગ ઉઠ ચલ નીચે જઇએ આપણ ને બધાં શોધતા હશે " પુલકીત
" અમ્મ ગુડ મોર્નિંગ ઓહ માય ગોડ નીચે ના મને શરમ આવે છે." પલક પુલકીત ના છાતી મા માથું રાખી ને શરમાય છે.
" ઓહ કમોન તો અહીં જ રહીશ ચલ હવે તું મારી પત્ની છો આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએતો શરમાવા નું કેમ?"
તે બન્ને નીચે જાય છે પલક પુલકીત ના રૂમમાં બાથરૂમ મા નાહવા અને ફ્રેશ થવા જતી રહે છે.પુલકીત પણ બીજા બાથરૂમ માં જતો રહે છે.અનીતાબેન અને ગૌરીબેન રસોડા મા નાસ્તો બનાવે છે.પુલકીત ના પપ્પા ન્યૂઝપેપર વાંચે છે.
નાસ્તા માટે બધાં ભેગા થાય છે.લગભગ બધાં ચુપચાપ નાસ્તો કરી રહ્યા છે.પુલકીત ના પપ્પા અને પુલકીત એકબીજાની સામે જોવે છેઅને એકબીજાની સામે જોઇને હસે છે.ઇશારા માં તેમને તેમનો જવાબ મળી જાય છે.
પલક જવા તૈયાર થાય છે
" ઉભી રહે પલક મે તારા માટે એક સરપ્રાઇઝ મંગાવી છે.બસ આવતી જ હશે.હા આવી ગઇ ચલો બધાં બહાર ."
બધાં બહાર જાય છે.સામે કંપાઉન્ડ મા એક નવું એકટીવા ઉભેલુ છે.જેની ચાવી પુલકીત પલક ને આપે છે.
" આ આપણા મેરેજ ની ગિફ્ટ તારા માટે ખાસ ગમ્યુ ને."
" વાઉ પુલકીત મને બહુ જ ગમી થેંક યુ."
પલક તેના નવા એકટીવા પર જવા નિકળી જાય છે.કાલે તેના સોલો પરફોર્મન્સ નું ઓડીશન હોય છે.
******
અહીં મહાદેવભાઇ ની સાથે નાસ્તા ના ટેબલ પર જીયા અને ઝેન બેસેલા છે.
" જીયા તે પલક ની સાથે જે કર્યું તેના માટે હું તને માફ કરું છું બસ મારું એક કામ કરી દો તમે બન્ને અને ઝેન જે પ્રાઇઝ મની છે તેનાથી ચાર ગણી રકમ તારી.બસ પલક આ ચેમ્પીયનશીપ ના જીતવી જોઇએ." આ વાત સાંભળી ને તે બન્ને ચોંકે છે.
"હું ખાલી પ્રાઇઝ મની માટે પાર્ટીસીપેટ નથી કરતો.મારે જીતવુ છે મારી મમ્મી નુ સપનુ પુરુ કરવા માટે આ ટાઇટલ જીતવા માટે .સોરી સર આ નહીં થાય."
" તું ખાલી રૂપિયા માટે જ જીતવા માંગે છે.તારી પુરી જન્મકુંડળી કઢાવી છે.તો નાટક ના કરીશ તું ના પાડીશ તો આ કામ હું કોઇ બીજા જોડે કરાવીશ તો તારા હાથ માંથી બેવ વસ્તુ જશે." મહાદેવભાઇ નાસ્તો કરતા.
" ઠીક છે અમે તમારી ઓફર સ્વીકારીએ છીએ." ઝેન
" થેંક યુ તમે વીચારતા હશો કેવો બાપ છું હું પણ હું નથી ઇચ્છતો કે ડાન્સ ના કારણે મારી દિકરી મારાથી દુર જાય આજે એના લગ્ન આટલા સરસ છોકરા જોડે થયા છે તો હું ઇચ્છુ છું કે તે અને પુલકીત મારી મહાદેવ ઇન્ડસ્ટ્રી સંભાળે. ધ્યાન રાખજો કે પલક ને કોઇ તકલીફ ના પહોંચે ." મહાદેવભાઇ
" અમે રજા લઇએ " ઝેન અને જીયા ત્યાંથી બહાર નિકળે છે.
" આ તો ઠીક તો કર્યું ને " જીયા
" હા જીયા આ રકમ મળી જાય તો લાઇફ સેટ.ડી.જે ની બ્રાન્ચ આપણે પુરા વિશ્વ મા ખોલીશુ.યુ.એસ મા લગ્ન કરી ને સેટ થઇ જઇશુ.આઇ લવ યુ જીયા." તે જીયા ને હગ કરે છે.જીયા ખુશ હોય છે હવે પલક ને નફરત કરવા નું તેની પાસે કોઇ કારણ નથી પણ હવે તે આ રૂપિયા માટે કરે છે.
અંતે પલક ના સોલો પરફોર્મન્સ ના ઓડીશન નો દિવસ આવી જાય છે.તેનું અદભૂત પરફોર્મન્સ જોઇ જજીસ તેને ડાયરેક્ટ ટોપ ૧૦ મા સ્થાન આપે છે.
પુલકીત , ઝેન અને અન્ય કોચ તથા સ્ટુડન્ટ તેને અભીનંદન આપવા જાય છે.ઝેન જીયા ને લઇને આવે છે.
" પલક જો કોણ મળવા આવ્યું છે તને"ઝેન
" આ કેમ આવી છે હવે " પલક ગુસ્સે થાય છે.
"પલક તેને અફસોસ છેજે કર્યું તેના માટેતે માફી માંગવા માંગે છે અને આ ચેમ્પીયનશીપ માં તે તારી મદદ કરવા માંગે છે.કેમ કે આ બધું તને લાગે છે તેટલું સહેલુ નથી .જીયા જેવું દીમાગ જોઇએ ત્યાં ટકવા માટે." ઝેન પલક ને સમજાવે છે.
"હા પલક ઝેન સાચું કહે છે.આઇ એમ સોરી હું સાચા દિલ થી તારી મદદ કરવા માંગુ છું ." જીયા
" પલક ઝેન અને જીયા સાચુ કહે છે.અગર જીયા અાપણી સાથે હશે તો ચેમ્પીયનશીપ મા ટકવુ સરળ થઇ જશે." પુલકીત
પલક હા તો પાડે છે પણ તેને જીયા પર વિશ્વાસ નથી .
રાત્રે પલક અને પુલકીત તેમના રૂમમાં બેસેલા છે.
" પુલકીત આ જીયા પર વિશ્વાસ નથી બેસતો કઇંક ગડબડ કરશે તો "
" ડોન્ટ વરી સ્વીટહાર્ટ હું છું તારી મમ્મી હશે અમે કઇજ ખોટું નહીં થવા દઇએ.પણ હવે દોઢ મહીના તું માત્ર ભણવા વીશે જ વિચારીશ કેમ કે આપણી ફાઇનલ એકઝામ આવી રહી છે તું બહાર આવ મારે બધાં ને કઇંક કહેવું છે."
તે બહાર આવે છે બધાં ને બોલાવે છે.
શું જીયા અને ઝેન પલકને તેના સપના થી દુર કરી શકશે? જાણવા વાંચતા રહો.