નકામો, આળશું, બેદરકાર, બેફિકરો, એવા ઉપનામો મારા નામની આગળ લાગતા હતા! જીવનનું કોઈ ધ્યેય નોહતો, કોલજમાં એવું કોઈ સેમિસ્ટર નહિ હોય જેમાં મને એટિકેટી ન આવી હોય! આજદિન સુધી કોઈ પણ નોકરી પર દશ દિવસથી વધારે ટકી નથી શકયો, લોકો જેમ વોટ્સએપમાં ડી.પી બદલાતા હોય છે એમ હું નોકરી બદલતો હતો. મારી મનોસ્થિતિ સમજવવા વાળુ કોઈ ન હતું. મારો ડર મારો ભય હજું કોઈ જાણી નોહતું શક્યું! હું કામના સ્થળે ખૂબ ઘભરાઈ જતો હતો. મારામાં લોકોનો સામનો કરવાની આવળત નહતી. હું નોકરી પર રૂંધાયા કરતો હતો.વિચારોની વમળમાં ફસાઈ જતો, મને કરવું ઘણું હતું પણ કરી નોહતો શકતો. મને એ દિવસ આજે પણ યાદ છે. લગભગ મારી પેહલી એવી જોબ હતી. જ્યાં હું બે મહિના ટકી ગયો હતો.જોબના કારણે ભુજમાં રેહવા માટે એક ગેસ્ટ હાઉસ મળ્યું હતું. અહીં હું સાવરે કોલેજ જતો, બપોર પછી રાત સુધી જોબ કરતો હતો. હું ક્રિકેટને ખૂબ મિસ કરતો હતો.સાલું અહીં ડ્યુટીનું ટાઈમ પણ એવું કે હું ક્રિકેટ રમવી તો દૂર જોઈ પણ નોહોતું શકાતું. બસ પછી શું? છટકવા માટે હું બહુ તલપાપડ થઈ રહ્યો હતો. ઘરે ભાગવાના મોકોએ શોધતો હતો.અને થયું પણ એવું છટકવા માટે મને સુંદર બહાનુ મળ્યું! મારા રૂપ પાર્ટનરને વ્હેમ હતું કે અહીં કોઈ ચુડેલ થાય છે. તે રાત્રે દરવાજા પર ટકોરા કરે છે. હું એક રાત્રે રૂમ પર એકલો હતો ભૂત તો ન દેખાણો પણ ઘરે ભગવાના ભૂતે ફરી એક કારસ્તાન કરવા મજબુર કર્યું !
"આપણો લાડકો ફરીથી નોકરી મૂકીને આવ્યો છે." મમ્મી પપ્પાને જીવંત માહિતી આપી રહી હતી.જાણે તે આજતકની સંવાદદાતા હોય અને આ બ્રેકીંગન્યુઝ સ્ટુડિયો સુધી પોહચવી અનિવાર્ય હોય! હું મોઢું વિલું કરી બેઠો હતો. પણ મનોમન ખૂબ ખુશ અને ઉત્સાહિત હતો. મારો ઉત્સાહ પ્રયત્ન પૂર્વક હું બહાર નોહતો લાવી રહ્યો. હું ખૂબ સારો એક્ટર હતો.મને જોઈને લોકોને એવું જ લાગે બહુ દુઃખી છે બહુ ચિંતતિ છે પણ પરિસ્થિતિ વિપરીત હતી. હું ગામડે આવી ખૂબ જ ખુશ હતો. મનમાં જે ઉત્સાહ હતો બસ આ નાટકો પતે એટલે હું ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ ભણી જાઉં.
"મમ્મી હું ત્યાં નહિ જાઉં, ત્યાં ભૂત થાય છે."
"ભૂત? આ જમાનામાં ભૂત ક્યાં જોઈ ગયો તું?"
"મમ્મી રાતના બાર વાગ્યા પછી ત્યાં કોઈ લાંબાવાળ વાળી સ્ત્રી જેનું મોઢું ન દેખાય એ દરવાજા પર ટકોરા કરે છે."
"તે દરવાજો ખોલ્યો હતો?"
"નહિ!"
"તો તને કેમ ખબર પડી કે એ સ્ત્રી જ હતી."
"મેં એને રાતના બારી પાસે જોઈ, એ મારી સામે જોઇને હસતી હતી."
"તને જોઈને તો બધા હશે, તું એના સામે હસ્યો?"
"મમ્મી તું પણ યાર!"
મમ્મી જાણતી હતી કે હું ફરી એક નોકરી છોળીને આવ્યો હતો. દરેક વખતના બહાનાની જેમ મને આ વખતે ભૂતથી તકલીફ હતી. પણ મમ્મી કઈ બોલી નહિ!
*****
મોટાપપ્પાએ મને ખરા ધંધે લગાડયો હતો. ત્રણ સો રૂપિયા એક દિવસના હિસાબે મારે ત્રણ દિવસ અહીં કામ કરવાનું હતું. મોટાપપ્પાનો મને ભુતકાળમાં બહુ સારો અનુભવ હતો. એ માણસના ખિસ્સામાંથી પૈસા બહુ સરળતાથી નીકળે નહિ,
નવી નવી મિત્રતા ને છોડી જંગલ જેવા વિસ્તારમાં હું આવ્યો હતો.
અંતરાળ ગ્રામ્ય વિસ્તાર, ભુજ શહેરથી પચાસ એક કિલોમીટર દૂર હતું. વારંવાર ફોન ચેક કરતો હતો. પણ ફોનનું નેટકવર્ક જાણે મારાથી નારાજ હોય, હું અગાઉ પણ આવ્યો હતો. અને આજ હાલત હતી. ગામડાની રેહણી કેહણી એવી હતી જાણે અમે ટાઈમ ટ્રાવેલિંગ કરી પચાસ વર્ષ ભૂતકાળમાં આવી ગયા હોઈએ!
નરીયાળા ઘર, ઘરેઘર મોટા આંગણાઓ, ગાયો ભેંસો, બળદગાડાઓ, ખેતીના સાધનો, આસપાસ એરંડા, જુવારના ઉભા પાકો, ગામના પાધરે વિશાળ વડલો! બેઠક માટે વડને ફરતે ઓટલો, પાણીનું માટલું જેની આસપાસ ગુણનો અસ્ત્ર, જે પાણીમાં ભીંજાયલો હતો.
ઊંઘ ઊડતી ન હતી. આંખ ઘેરાતી હતી. એલાર્મનો કર્કશ અવાજ હું પથારી પર પળખાઓ ફેરવી રહ્યો હતો. કેમ હું અહીં આવ્યો મારી મતી મારી ગઈ હતી. વહેલી સવારે પાંચ વાગ્યે સાલું કોણ નવરુ હોય! પ્રયત્ન પૂર્વક આંખ ખુલ્લી, ઉપર દેશી નળિયાઓ દેખાઈ રહ્યા હતા. આંખોમાં બળતરાઓ થઇ રહી હતી. મકાનની બિલકુલ પછીત પર એક ગાય ભેંસનો તબેલો હતો જ્યાંથી અતિ તીવ્ર દુર્ગંધ આવતી હતી.
એક મોટા ખુલ્લા વાળાની અંદર મંડપ બાંધ્યું હતું. ગણપતીની લાકડાની મૂર્તિને મકાનના આગળના ભાગમાં જમીનની અંદર અને થોળી બહાર રાખવામા આવી હતી. તેની ઉપર લીલા રંગનો કપડું લગાવ્યું! અહીંની મહિલાઓ પરંપરાગત ગીતો ગાઇ રહી હતી. કન્યાઓ જેના લગ્ન હતા તેઓ ગણપતિને પુંખવા માટે આવી, મેં કેમરાથી પાંચ-સાત મિનિટની વીડિયો ગ્રાફી કરી લીધી.આસપાસ ખૂબ જ મોકરાણ હતી. ખુલ્લાં ખેતરો હતા. અહીંનું વાતવરણ ઘોંઘાટ વિનાનું હતું. એ દિવસે કઈ ખાસ હતું નહીં ગામની અંદર ઘણા બધા લગ્ન હતા. તેની બીજી રસમો પણ થતી હતી. બીજો દિવસ અમારા માટે સામાન્ય રહ્યો, લગ્નના બીજા દિવસે અમે કેટલીક ફોટોગ્રાફી કરી દુલહનના પોઝ લીધા, તેઓની મહેંદી, હલદી જેવી રસમોમાં ફોટા પાડ્યા! તેઓના રાત્રે દાંડીયાનું આયોજન હતું ત્યાં ફોટો ગ્રાફી કરી! હવે હતું ફાઇનલ ડે, લગ્ન દિવસ વહેલી સવારથી જ મહેમાન આવવાનું શુરું થઈ ગયું! એ લોકોને ચા પીતા પિતા પણ ફોટા જોઈતા હતા. વીડિયો ગ્રાફી કરવી હતી. ટાસ્ક અઘરા હતા. ચોલીના મંડપ સણગાવ્યો હતો. તેની વીડિયો ગ્રાફી થઈ, હું જોકે મારા સંબધીઓના લગ્નમાં પણ ગયો હતો. પણ આટલી માથાપચીઓ નોહતી કરી, આ મારા માટે એકદમ નવો અનુભવ હતો. મને દરેક વિધિ સમય હાજર રેહવાનું ફરજીયાત હતું. અમીને હું સાવ ભૂલી ગયો હતો! મારા ફોને મને અમીને ભૂલવા માટે મજબૂર કર્યો હતો. કામની વચ્ચે આ ભાગદોળની વચ્ચે અમીને યાદ કરવા માટે ટાઈમ કાઢવો પણ ખૂબ જ મુશ્કેલ હતું.
લગ્ન, લગ્ન પછી વર-વધુ, વિદાય બધાની વીડિયો અને ફોટોગ્રાફી કરી! હું આમ શરમાળ ઓછો એક્સપ્રેસિવ હતો પણ અહીં કામ લેવું ફરજિયાત હતું. અહીં અમને દરેક સ્થળે હાજર રહેવું ફરજિયાત હતું. આ લગ્નએ મને લોકોની વચ્ચે રહેતા શીખવું હતું.
હવે મને ઉતાવળ હતી, ભુજ જવાની ઘરે જવાથી વધારે ઉતાવળ અમીને મળવાની હતી. બાઇક હવે ભુજ તરફ ગતિ કરી રહી હતી. નેટકવર્કમા આવતા ધબકાર વધી ગયા હતા. હજુ સુધી ફોનમાં કોઈ મેસેજ ટોન સંભળાઈ નહિ ન વોટ્સએપ પર કોઈ મેસેજ હતું.
રસ્તાની વચ્ચે બાઇક ઊભી કરી મેસેજ કર્યો, હું આવું છું. ડબલ રાઈટ થયું મેસેજ ડિલિવર પણ હજુ જોયો ન હતા. મેં બાઇક સ્ટાર્ટ કરી, જેમ રસ્તો પસાર થતો હતો, જેમ જેમ હું ભુજની નઝદીક જતો હતો હૃદય વધારેને વધારે ધબકતું હતું. પેહલી વખત ઘરે જવા માટે હું ખુશ હતો. મારા ઘર અને ભુજ શહેર વચ્ચે સાત કિલોમીટરનું અંતર હતું. પણ મેં ઘરે જવાના બદલે ભુજ તરફ વધ્યો, સામે હવે ભુજિયો ડુંગર દેખાઇ રહ્યો હતો. આથતો સૂરજ ભુજિયો ડુંગરની પાછળથી ડોકિયું કરી રહ્યા હતા. બસ ભુજ નઝદીક હતું પણ અમારી મુલાકાત કેટલી નઝદીક?
ક્રમશ