manasvi - 4 in Gujarati Novel Episodes by Alpesh Barot books and stories PDF | મનસ્વી - ૪

મનસ્વી - ૪

હમણાં હમણાં અમારી વચ્ચે સંબધ સારા ન હતા. હું એને બાળપણથી ઓળખું છું. એ મારો ત્યારથી મિત્ર છે જ્યારે મને આ મિત્રતાની પણ સમજણ ન હતી. અમે પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ વિદ્યાલયમાં સાથે હતા.કોલેજમાં પણ સાથે જ છીએ. શાળામાં અમારી વચ્ચે નિખાલસ મિત્રતા હતી.તે જીદ્દી,મનમોજી હતો. તેમ છતાં અમારી મિત્રતાથી વિશેષ કોઈ જ નોહતું! પણ કોલેજમાં પરિસ્થિતિ બદલી હતી. હવે અમારી વચ્ચે પંકજની ઘણી મૈત્રીઓ આવી ચૂકી હતી. એ ફક્ત કોલેજ મારા સાથે આવતો પછી કોઈ બીજાનો થઈ જતો. તેનો સ્વભાવ હમણાં હમણાં ઉગ્ર થઈ ગયો હતો. એવા અનેક કિસ્સાઓ હતા.વાત લગભગ ગઈ નવરાત્રીની છે. નવરાત્રીના પર્વ પર કચ્છમાં માતાના મઢ પદયાત્રિકોનો જનસેલાબ ઉમટી પડ્યું હતું. છેક મુંબઈથી તો કોઈ કોઈ તેનાથી પણ દૂરથી સાઇકલ કે પગપાળા માતાના મઢે શ્રદ્ધાથી આવતા! આખો મહિનો કચ્છની ધીંગી ધરા પર પદયાત્રિકો આવતા હતા.આમાં માતાના મઢ જવામાં અમે પણ બાકત નોહતા રહ્યા! અમે પણ દર વર્ષે માતાના મઢ જતા હતા. નવરાત્રીના પહેલા નોરતાએ અમને માતાના મઢ પોહચવાનું રહેતું! ત્રણ દિવસ પહેલા મારૂ ગ્રુપ રવિન, પ્રકાશ,શત્રુઘ્ન, ભરત, શૈલષ, અશ્વિન તો કોઈ કોઈ વખત ગામના બીજા છોકરાઓ પણ સાથે આવતા હતા.
હાથમાં ધજાઓ, અને મુખમાં માતાજીની જય જય કાર, ખૂબધાર્મિક અને ભગતીમય વાતવરણ બની જતું હતું.
મને એ દિવસ હજુ યાદ છે. અમે ઘરેથી સાંજના પાંચ વાગ્યાની આસપાસ નીકળ્યાં હતા. લગભગ રાત્રે બે વાગ્યાની આસપાસ અમે સમાત્રાના ટી.વી ટાવર પાસે પોહચ્યા હતા. આંખ ઘેરાઈ ગઈ રહી હતી. એમાં પણ પ્રકાશ રસ્તમાં કયાંક વિચિત્ર રીતે ગાયબ થઈ ગયો. તેનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો.અમને જાણ થઈ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. અમે બધા આટલા કિલોમીટર ચાલ્યા છતાં અડધી રાત્રે તેને દરેક કૅમ્પએ પાછા ફળીને ચાર-પાંચ કિલોમીટર સુધી પાછળ ગયા. મારા મિત્રો સામાત્રા ટી.વી ટાવર પાસે ઉંઘતા હતા. અમે પોહચ્યા ત્યારે મોટા ભાગના લોકો સુઈ રહ્યા હતા. મારા પગ અત્યંત સુજેલા જણાતા હતા.
"આપણે અહીં થોડીવાર બેસીએ પછી આગળ વધીશુ!" પંકજે કહ્યું.
"ઠીક છે પણ મારા પગ બહુ દુઃખે છે." પાર્થિવે કહ્યું.
"ભરત તારી પાસે સ્પ્રે છે ને? તે પાર્થિવના પગ પર કરી દે..." પંકજે કહ્યું.
પગના તળિયા, પગના નીચેના ભાગ પર ફૂલો પળી ગયો હતો તો પગ સુજેલા જણાતા હતા. એક કલાક પછી મારા અને રવિ સિવાય લગભગ બધા જ ચાલવા માટે તૈયાર હતા.

"ચલો આપણે નીકળવું જોઈએ હવે?" ભરતે કહ્યું.
"ભાઈ મારી હાલત બહુ ખરાબ છે." પાર્થિવે કહ્યું.
પંકજે હાથ તપાસ્યો "તાવ તો છે. શરીર ગરમ લાગે છે. આપણે નખત્રાણા સુધી ચાલીએ સવારે ત્યાં પોહચી જઈશું, હાલ આપણે જવું જોઇએ"
"નહિ હું નહિ ચાલી શકું, મારી સ્થિતિ એટલી સારી નથી.તમેં લોકો જાવ, પ્રકાશનો કોલ લાગશે તો હું તેને પણ સાથે જ લેતો આવીશ! "
"સુવા દે, આપણું નહિ માને" ભરતે કહ્યું.
"તું સુવાની જીદ કરીશ એક એક કરીને પછી બધા પણ જીદ કરશે સમજ્યો.."પંકજે કહ્યું.
"હું પણ નહિ ચાલી શકું, હું પણ અહીં સુવાનું પસંદ કરીશ મારાથી નહીં ચલાય" રવીને કહ્યું.
" સાલા **** તું અહીં મર્યો રે" અશ્વિને પાર્થિવને ગાળ આપતા કહ્યું. " ચાલ પંકજ આપણે જઈએ આ લોકોને મરવા દે ,પડ્યા રહો ****"તણે ફરી એક ગાળ ઉચ્ચારી
" અશ્વિન આ તારી કોઈ બોલવાની રીત છે?"
"હવે તું અમને રીત નહિ સમજાવ , તારા માટે તે ઉચિત રહેશે !" પંકજે કહ્યું.

તે લોકો નીકળી ગયા! કચ્છનો આ વિસ્તાર હરીયાળીથી ભરપૂર હતો. અહીંની સોનેરી સવાર થઈ, પેઇન કિલરે પગમ રાહ આપી હતી. સોજો હળવો થયો હતો.

"ગુડ મોર્નિંગ ભાઈ, હેપ્પી બર્થ" રવીએ હગ કરતા કહ્યું.
"સોરી યાર, રાતના પ્રકાશના ચક્કરમાં બધું ભુલાઈ ગયું." "ઇટ્સ ઓકે. તને યાદ છે. એ પણ મારા માટે ખૂબ મોટી વાત છે." કહેતા પાર્થિવ હસ્યો.

"તને યાદ છે લાસ્ટ ટાઈમ તારો બર્થડે હતો ત્યારે પણ આપણે માતાના મઢ જઈ રહ્યા હતાં." રવિને કહ્યું.
"ત્યારે શ્રેસ્ટ વાત એ હતી કે આપણે હજુ સુખપર હતા. સુખપરમાં પટેલ આઈસ્ક્રીમ વિશ્વપ્રસિદ્ધ છે." પાર્થિવે કહ્યું.
"હા, કિશન તું અને હું, આપણે બ્રશ કર્યા વગર જ કૂલ્ફી, જ્યુસની મજાઓ માણી હતી."રવિએ કહ્યું.
"કાસ અહીં કિશન હોત તો મજા આવત!" પાર્થિવે કહ્યું.
પાર્થિવના બર્થડે અને નવરાત્રીઓન આ તહેવારનો ગઝબ ગઠબંધન હતું. સાથે સાથે એક કુતૂહલ જેવી વાત એ હતી. આટલા વર્ષોમાં આટલો ખાસ મિત્ર હોવા છતાં પંકજ જન્મદિનની ક્યારે પણ શુભેચ્છાઓ પાઠવતો કોલ મેસેજ ક્યારે ભૂલથી પણ ન કરતો. પાર્થિવ તેના વર્ષમાં આવતા બને બર્થડે પર કોલ પણ કરતો અને મેસેજ પણ, ઘણી વખત તે કોલના જવાબ પણ ન આપતો! વર્ષમાં બે વખત જન્મદિન આવવું તેની પાછળ પણ એક ભેદી રહસ્ય જ હતું. જે ફક્ત હું જાણતો હતો.

પ્રકાશનો વહેલી સવારે ફોન આવ્યો " ક્યાં છો?"
"સામત્રા ટાવર પાસે" પાર્થિવે કહ્યું.
"હું સામત્રા ગામની અંદર છું. બસ આવું છું."
"હા ભાઈ, તારી રાહ જોઈએ છીએ."
અમે લગભગ રવાપર પોહચતા એ લોકોની સાઈડ કાપી ચુક્યા હતા. જ્યારે તેઓનો કોલ આવ્યો ત્યારે એ લોકો હજું ઊગેડી ગામમાં હતા.
"રવાપર આપણે તેઓની રાહ જોઈએ તો કેવું રહે?"રવિએ કહ્યું.
"ના ભાઈ કાલ રાત્રે જેવું વર્તન કર્યું છે એ લોકોએ મારે એની રાહ જોવાની કોઈ જરૂર જણાતી નથી."

માતાના મઢ માતાજીનો અમે પ્રસાદ લઈ બેઠા હતા. પંકજ અને આખી ટોળકી આવી અને અમને જોઈને મોઢું ફરાવી લીધું. " જોયું રવિ, ભૈ'સાબનો એટીટ્યુડ?"
રવિ હસ્યો.
"સાલા એકથી ઉપર એક ઘમંડી ભર્યા છે."પ્રકાશ ખધું હસ્યો.
"એમનો ઈગો આપણા માટે પોગો" પાર્થિવે કહ્યું. ત્રણે ખડખડાટ હસ્યાં!

રિટર્ન બસની ઉપર ખૂબ મજા આવી, બસની ઉપર એક થ્રિલ અનુભવ થાય, પાણીના પાઉચના જે ફટકાઓ પડે, સાલું મોઢું સુજી જાય, અને થયુએ એવું,એક પદયાત્રિકે પાણીની બોટેલ ફેંકી જે સીધી પાર્થિવની આંખ પર વાગી, ખબર નહિ આ પાણીની બોટેલ અને પાઉચ ફેંકવાની પરંપરા કોણે શુરું કરી હશે? માન્યું અહીં કરોડો લોકો પૈસાનું દાન કરે છે પણ શું સેવા માટે લોકોએ આપેલી વસ્તુઓનો દુરુપયોગ કરવું જરૂરી છે?શું તમે ક્યારે બે રૂપિયાનો પાઉચ ક્યારે ખુદના પૈસાથી ખરીદીને ફેંક્યું છે? પાર્થિવની આંખ સુજી ગઈ, તે એક આંખે જોઈ નોહતો શકતો.
ત્યાર પછી કોલેજના દિવસો પાર્થિવ આવતો પણ પંકજ તેનાથી દૂર દૂર જ બેસી રહેતો, મોઢું ચડાવીને ફરતો, મોટા ભાગ્યે ઇગ્નોર કરતો, તેની આસપાસ આજકલની નવી મિત્રો સાથે તે ખુશ હતો. શૂરવાતી પ્રયત્નો પછી પાર્થિવે જેવા સાથે તેવા બનવાનું નક્કી કર્યું!

ક્રમશ


Rate & Review

Munjal Shah

Munjal Shah 1 year ago

Neepa

Neepa 1 year ago

Rajiv

Rajiv 1 year ago

Nirali

Nirali 2 years ago

K.T.

K.T. 2 years ago