દરેક સવાર નવી તાજગીઓ લઈને ઊગે છે. કેટલી તાજગીઓ અનુભવી કે કેવી લાગણીઓ સાથે દિવસ પસાર કરવું તે સંપૂર્ણ તે વ્યક્તિની ઉપર આધાર રાખે છે. ઘણી વખત સાંભળેલું ,જોયેલું છે. કોઈ એવી વ્યક્તિનો ચેહરો જોઈએ દિવસ બની કે બગડી શકે છે.ઘણી વખત મન ગમતું ગીત સાંભળી લઈએ એટલે દિવસ ખુશનુમાં નીકળી જાય! તેના બોલ આખો દિવસ મોઢે રહે છે. પાર્થિવ મીઠા સપનાઓમાંથી બહાર આવી ચુક્યો હતો. તે આંખ ખૂલવા માટે પ્રયત્નો કરતો! આળસ અને ઊંઘ તેને એવું કરતા રોકતા હતા. પથારી પરની તેની એ મુસાફરીનો અંત ઉર્વીના મેસેજથી આવ્યો!
"ગુડ મોર્નિંગ" મેસેજ સાથે ચા, હગ અને ચુંબનવાળા બે ઇમોજી પણ ખરા!
"ગુડ મોર્નિંગ પાટર્નર!" પાર્થિવે લખ્યું.
"આજે તું ચા મિસ કરવાનો છે. કદાચ સમાચાર સાંભળી તને હાર્ટએટેક પણ આવી શકે છે!"
"મારવા જ બેઠી છે. જલ્દી બોલી દે, નહિતર સાંભળ્યા પહેલાં જ મરી જઈશ" પાર્થિવે કહ્યુ.
"મારી મામાંની છોકરીના લગ્ન છે. સુરત જવું પડશે!" ઉર્વીએ કહ્યું.
"રાતોરાત મેરેજ નક્કી થઈ ગયા?" પાર્થિવે ટીખળ કરી.
"નહિ, મને ખબર જ હતી, પણ તને કેહવાનું ભૂલી ગઈ હતી. હું સુરત નીકળું છું. લગભગ સાત-આઠ દિવસ પછી પાછી આવીશ!"
"બહુ સારું, ફોન કરતી રહેજે!"
"ચોક્કસ પ્રયત્ન કરીશ!"
"પ્રયત્ન?"
"બાપા સમય મળશે તો કરીશ!"
"સમય મળશે તો?"
"કરીશ પાકું! હવે મુકું?"
"હા, મુકો! "
ચુસ્તી હવે સુસ્તીમાં પરિણમી! રોજ સવારે મળવું ચા પીવુ!એક સાથે ખાવું! સાથે બેસીને કલાકો સુધી વાતો કરવી!સાત-આઠ દીવસ ઉર્વી વિના કેવી રીતે વીતશે તે વિચારી વિચારીને કંટાળો આવી રહ્યો હતો.
"હૈ ગુડ મોર્નિંગ ચોમુ, હજુ બીઝી છે?" અમીનો મેસજ આવ્યો!
"ગુડ મોર્નિંગ" તેણે ફીકી ઇમોજી સાથે મેસેજ મૂક્યું!
"મેં મેળો વાંચી લીધી!" અમીએ કહ્યું.
"ઓહ! ખરેખર?" પાર્થિવે કહ્યું.
"હા, જ્યોતિ અને દિપક બને ગમ્યા! દીપકના પ્રેમમાં પડી ગઈ! કેટલો સારો છોકરો છે."અમીએ કહ્યું.
"મને પણ જ્યોતિ ગમે છે." પાર્થિવે કહ્યું.
"અફસોસ, આપણે બંનેને દિપક કે જ્યોતિમાંથી કોઈ નથી મળવાનું! પણ એક બીજું કામ થઈ શકે છે.આપણે એકબીજાને મળી શકીએ! ખરું ને? "
"ભુજમાં મને કાંટાળો આવે છે. બહાર તું મારી સાથે ચાલવાની નથી." પાર્થિવે કહ્યું.
"કે.ટી.એમ લઈને આવજે, બાઇક પર ટ્રાવેલિંગની કરવાની મજા આવશે !" અમીએ કહ્યું.
"કે.ટી.એમ જ કેમ, ડુગાટી જ કહોને મેમ! મારા બાપા આ ભુજ પર રાજ કરતા હતા. તમે ખાલી હુકમ કરો!"પાર્થિવે ચિડાઈને બોલ્યો!
"હા હવે બગડ નહિ! હું તારી એ એક્ટિવા પર પણ આવીશ! મને લઈ જા, હું જ્યુબિલી પોહચુ છું." અમીએ કહ્યું.
વાઈટ કલરનું પ્લેન કોલર વાળુ ટી-શર્ટ, વાળ
વ્યવસ્થિત પોની વાળેલા હતા. બ્લુ જીન્સ! અને ચેહરા પર રેબનના ગોગલ્સ! હાઈફાઈ લુકના અમી જ્યુબિલી ઉભી હતી.
પાર્થિવે બ્લેક પલ્સર ૨૨૦લઈને પોહચ્યો!
"ઓહો ! પલ્સર ૨૨૦ કોની માંગીને લાવ્યો છે?"
"મારા બાપા ભલે ભુજના રાજા ન હોય પણ મામલતદાર કેચેરીમાં કલાર્ક હતા. સરકાર એટલું પગાર આપે છે કે અમે પલ્સર ખરીદી શકીએ!"
"આજકલ કેમ ચિડાયેલો ચિડાયેલો આવે છે?" અમીએ કહ્યું.
" બાળપણથી આવો છું."
"તારી સાથે આરગ્યુમેન્ટમાં નહિ પોહચું! તું તારી વકીલાતની પ્રેક્ટિસ પણ મારી ઉપર જ કરજે!" તે ખધું હસી!
"તારું પતી ગયું હોય તો જઈએ?"
"ક્યાં લઈ જાય છે?"
"ભગાડીને લઈ જાઉં છું."
"બહુ સારું હું તૈયાર છું."
પલ્સર ૨૨૦નો ભારે ઇન્જેન સ્પોર્ટ રેસની બાઇકો જેવું અવાજ કરતો! રણ વચ્ચેથી એકલી જ પસાર થઇ રહી હતી.આસપાસ સ્પર્ધાઓ કરવા માટે કોઈ વાહનો હતા નહી નહિતર માત દેવાની મજા આવે!
"આપણે ક્યાં જઈએ છીએ?"
"ધોળાવીરા!"
"ઓહ, તને એ અવશેષો જોવામાં રસ છે?"
"મને આર્ટિકલ લખવું છે કામનું કામ અને ફરવાનું ફરવું!"
"ફોટોગ્રાફી કરીશું?"
"હા ચોક્કસ!"
"પહેલેથી કહ્યું હોત તો બે-ચાર ટી-શર્ટ બેગમાં મૂકી દીધા હોત."
"એટલે જ ન કહ્યું! અમે લોકો એક ટી-શર્ટમાં મિત્રોના આખા લગ્ન કાઢી નાખીએ છીએ! તું તો જસ્ટ મારી સાથે ફરવા આવી રહી છે." પાર્થિવે કહ્યું.
"આ વિસ્તારમાં તું શું શોધવાનો છે?"
"આ ખડીર બેટ વિસ્તાર છે. ચારેતરફ રણ છે. મીઠાળું રણ છે. અહીં ધોળાવીરા એ પ્રાચીન સિંધુ-સરસ્વતી સભ્યતા સમયનો મોટો શહેર હતું."પાર્થિવે કહ્યું.
અમે ધોળાવીરા પોહચી ચુક્યા હતા.અહીં ફક્ત એક વિશાળ અભ્યતાના અવશેષો બાકી હતા.કુદરત પણ કમાલ કરે છે. જયારે જયારે માણસ વિચારે છે કે અમે કુદરતથી આગળ છીએ. ત્યારે ત્યારે કુદરત તેને નેસ્ત નાબૂદ કરી નાખે છે. પછી તે ડાઈનોસોર્સ હોય, ઇજિપ્ત- રોમની પ્રાચીન સભ્યોઓ હોય કે પછી સિંધુ-સરસ્વતી સભ્યતા! કુદરત સામે માનવ પાંગળો બની જાય છે.
"આ સભ્યતા સિંધુઘાટી કે સિંધુ-સરસ્વતી સભ્યતાના નામે જાણીતી છે. તેનો સમય ગાળો ઈશ.પૂર્વ-3300થી ઈશ પૂર્વ 1700 માનવામાં આવે છે.આ સભ્યતાઓનો વિકાસ ધધ્ધર,હાકડા(પ્રાચીન સરસ્વતી નદી) કીનારે થયો હતો. આ સભ્યતાના મુખ્ય શહેરો મોહે-જો-દડો,કાલીબંગા,લોથલ,રાખીગઢી, ધોળાવીરા, અને હડપપ્પા હતા."પાર્થિવે કહ્યું.
"ઓહ બાપ રે! મને રસ પડી રહ્યો છે. મને આ વિશે હજુ જાણવું છે." અમીએ કહ્યું.
અમે ટેકરીના ઉપરના ભાગમાં આવ્યા અને ત્યાં કેટલાક ખારકુવાઓ હતા.
"અમી, આ તે સમયની ગટર છે. આ નાળાઓમાં શહેરના દરેકની ગટર પેહલા શહેર પછી વિસ્તારમાં પછી પુરા શહેરની ગટર એક સાથે ભેગી થઈ અને પવનની જ દીશામાં આગળ વધતી! તેઓએ એવી વ્યવસ્થાઓ કરી હતી જેથી કોઈને તકલીફ ન થાય, સરળતાથી નિકાલ થાય! અને સાફ સફાઈ પણ!" પાર્થિવે કહ્યું.
ત્યાંર પછી અમે એક વિશાળ ચોગાનમાં આવી ગયા. ત્યાં એક પ્રવશે દ્વારા જેવું હતું. ત્યાં દશ અક્ષરમાં કઈ લખેલું હતું.
"આ લિપિ હજુ ઓળખાયેલી નથી પણ કહેવાય છે કે, તે નગરનું નામ લખ્યું છે. અને આ નગરના રાજ મહેલનો પ્રવેશદ્વાર છે."
"તને ગાઈડની જરૂર નથી લાગતી!" અમીએ હસતા હસતા કહ્યું.
"મેં વાંચેલું છે. બસ આની ઉપર કોઈ આર્ટિકલ લખતા પહેલા મને અહીંની મુલાકાત લેવી હતી."
લગભગ કલાકો સુધી ધોળાવીરામાં એ કાઠમાળની વચ્ચે સમય વિતાવ્યા પછી! મારે અમીને પણ ખુશ કરવી હતી. જેથી હું સૂર્યાસ્ત જોવા માટે એકલના રણમાં લઇ જવાનો હતો.
રણની વચ્ચે આટલી સુંદર યુવતી પાછળ ભેટીને બેઠી હોય! દૂર દૂર સુધી કોઈ માણસ ન હોય! આટલી રોમાંચક પળ મેં ક્યારે અનુભવી ન હતી. અમી હવે પોતાની જાતને મને સમર્પિત કરી દીધી હતી.
અમે એકલના ખુલ્લા રણમાં આવી ચુક્યા હતા. દૂર દૂર સુધી માણસનો નામો નિશાન ન હતું. આ રણનો એવો ભાગ હતો જે પ્રવાસીઓ માટે અનુકૂળ ન હતું. અમે રણની અંદર દૂર સુધી બાઇક લઈ આવ્યો! પાછળ બાઇકના ટાયરોના નિશાન જ અમને પાછા જવા માટે મદદ કરવાના હતા. પાર્થિવે બાઇક પાર્ક કરી! બેગમાંથી એક આસનીયું કાઢી જમીન પર પાથર્યું!
એક ફ્રેંટાની બોટેલ અને મમરા, લકડીયા ગાંઠિયાનું પળીકૂ કાઢ્યું!
"ઓહ, શું વાત છે. નાસ્તો! પેટમાં ખરેખર ઉંદરળા દોળી રહ્યા હતા."
"તારા માટે જ છે."
અમી ખાઈ રહી હતી. પાર્થિવ તેને જોઈ રહ્યો હતો. આ એજ છોકરી હતી. જેના કારણે તેના જીવનમાં હમેશા ભૂકંપ જેવું અનુભવ થતું! લાઈફમાં કોઈ સ્થિરતા ન હતી. તેમ છતાં તે આ છોકરીને ચાહતો હતો.તેણે મહીનાઓ સુધી વાત પણ નોહતી કરી! તે પણ કોઈ કારણ વિના છતાં તે આજે મારી સાથે છે ક્યાર સુધી હશે તે પણ હું નથી જાણતો! હું તેને કેટલો પ્રેમ કરું છું. મન થાય છે કે આ રણની વચ્ચે ચીંખી ચીંખીને કહું અમી આઈ લવ યુ..આઈ લવ યુ...જેના પડઘા છેક સરહદની પેહલી પાર થરપાકરથી લઈને પુરા સિંધમાં સંભળાય! પણ અફસોસ હું એવું નથી કરી શકતો!
સૂરજ લાલસ ક્ષિતિજ રેખાને રતુંબળી કરતી હતી. તેની થોળી ઉપર સેફદ અસ્ત-વ્યસ્ત વાદળીઓ જાણે કોઈ ચિત્રકારની પેટિંગ હોય તેવી ભાસતી હતી. એક તરફ કાળી ચાદર સૂરજના વિદાયની રાહ જોઈ રહી હતી. રણની સફેદી સૂર્ય પ્રકાશની સાથોસાથ ધૂંધળી થઈ રહી હતી. અમીએ અને પાર્થિવ આ દ્રશ્યોને તેની નાનકડી આંખોમાં ઝીલી રહ્યા હતા. સૂરજ ડુબી ચુક્યો અંધકાર ફરી વળ્યું! મને દિગ્મૂઢ થઈને બેઠા હતા. હજુ પણ તે અવશેષોને તેની કલ્પનામાં ખાળતા! બનેનું મસ્તીસ આ અંધારને સ્વીકારી નોહતું શકતું! બંનેના હાવભાવ થીયેટરમાં કોઈ સારી ફિલ્મના અંતમાં થાય તેવી જ થઈ હતી.અમીએ આવો અનુભવ જીવનમાં ક્યારે નોહતો થયો! તેણે ત્યાં જ બેઠા એ જ અવસ્થામાં એક તસતસતું ચુંબન પાર્થિવના હોઠ પર કર્યું! પાર્થિવના શરીરમાં જાણે કરંટ ફરી વળ્યું! તે પોતાની જાતને ભુલાવી દીધી! ક્ષણવાર તેંનું મગજ જાણે આઘાતથી ડઘાઈ ગયું હોય! પણ બીજી જ ક્ષણે તેને અમીના હોઠોને પોતાની અંદર વધુને વધું સમાવવાની શૂરવાત કરી દીધી હતી. પાર્થિવે અમીના વાળમાં હાથ મૂકી ખુલ્લા કરી દીધા! રણની અંદર બને એકલા, આદમને ઈવની જેમ એકમેકમાં સમાઈ ચુક્યા હતા.
ક્રમશ