Rudrani ruhi - 31 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ 31

રુદ્રની રુહી... - ભાગ 31

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -31

શોર્ય અને રુચિ ડ્રાઇવ પર જઇ રહ્યા હતા અને તે લોકો રુચિના ફાર્મહાઉસ પર જવાના હતા.

"રુચિજી,તમને વાંધો ના હોય તો આપણે દરિયાકિનારે જઇને બેસીએ.મારી બહુ ઇચ્છા હતી દરિયાકિનારે જવાની."શોર્યે કીધું.

" હા.જેમ તમે કહો."રુચિ બોલી.
રુચિ શોર્યને એક સુંદર અને શાંત દરિયાકિનારે લઇને ગઇ.

"આ મારા મિત્રનો પ્રાઇવેટ બીચ છે.તો શોર્યજી તમે રુહીને કઇ રીતે ઓળખો છો.તમારી તેની સાથે દુશ્મની કઇરીતે છે?"રુચિએ મુદ્દાની વાત કરી.

"રુહી મારા મોટાબાપાનો દિકરા રુદ્રની પત્ની છે."શોર્ય બોલ્યો.

"વોટ!!?"

"હા એટલે તે પતિપત્ની નથી પણ તે રીતે રહે છે."શોર્યે કહ્યું

રુહી રુદ્રને પાણીમાં ડુબતી મળી હતી.ત્યારથી લઇને રુદ્રએ તેને ઠિક કરી તેની સારવાર કરાવી.તે કદાચ તેના ઘરે પાછી આવતી હતી.ત્યારે અમે તેને કીડનેપ કરી કેમકે અમને એવું લાગતું હતું કે તે રુદ્રની પત્ની છે.
તમારા જાણ ખાતર કહી દઉં કે અમારા અને તેની વચ્ચે અમારા દાદાની સંપત્તિને લઇને દુશ્મનાવટ છે.અમે જ્યારે તેને કિડનેપ કરી હતી.રુદ્રએ તેનેઆવીને બચાવી.તેના કારણે રુદ્રએ મારા પિતાજીના કપાળ પર બંદૂક તાણી.રુદ્રએ રુહીને ખુબ જ તાલીમ આપી.બંદૂક ચલાવવાની,ફાઇટ કરવાની.એક વાર તો તેણે મારા પગ પર પણ ગોળી ચલાવી.મારો વાંક શું હતો? તે સુંદરથી પણ વધારે સુંદર છે.તો મારું મન જરાક મચલી ગયું અને હું તેને મારી બનાવવા માંગતો હતો.મારા કપાળ પર બંદૂક રાખીને મને મારી નાખવાની ધમકી પણ આપી.અત્યારે રુદ્રના વિદેશી ડેલીગેટ્સ આવેલા છે.જેનો ફાયદો ઉઠાવીને અમે તેના ઘરે ધુસ્યા છીએ.તેના ડેલીગેટ્સને અમે ખોટું કહ્યું કે રુહી રુદ્રની પત્ની છે પણ તે વાત સાચી નથી.એક વાત કહું? અમારા આ જુઠાણાને કારણે તેઓ પતિપત્નીની જેમ એક જ બેડરૂમમાં રહે છે.અમે તેમને બરબાદ કરવા માંગીએ છીએ."શોર્યે તેની કથા કહી.રુહીની સુંદરતાના વખાણ સાંભળી રુચિને જલન થઇ.

"ઓહ,મારી વાત તો તમે જાણો જ છો.શોર્યજી એક વાત પુછું?રુહી અને મારામાં વધારે સુંદર કોણ?"રુચિ એ અણધાર્યો સવાલ પુછ્યો.

"અફકોર્ષ રુહીનું, શું અદભુત સોંદર્ય છે તેનું!રુદ્ર જેવો રુદ્ર જે આજદિન સુધી કોઇ સ્ત્રીની સામેજોતો પણ નહતો.તે પણ તેના પ્રેમમાં પડી ગયો હોય તેમ લાગે છે."રુહીનું નામ સાંભળતા જ શોર્યની નજરની સામે રુહીની અદભુત સુંદરતા આવી ગઇ.અચાનક તેને ધ્યાન ગયું કે તે શું બોલી ગયો અને કોની સામે.રુચિને ખોટું લાગ્યું અને તે ગુસ્સે પણ થઇ.

"રુહી રુહી રુહી....હું કંટાળી ગઇ છું તેનાથી.તેણે મારા આદિત્યને મારાથી છિનવી લીધો હતો.હવે હું તેને કોઇની પણ સાથે ખુશ નહીં રહેવા દઉં.શોર્યજી મારી સાથે હાથ મિલાવશો રુહીને બરબાદ કરવા માટે?"રુચિ ગુસ્સામાં ધુંઆપુઆ થતા બોલી.

"હા પણ આગળ કરવાનું શું છે?શોર્યએ પુછ્યું.

"કઇંક એવું કે રુહીની પાસે ગંગામૈયામાં ડુબી મરવા સિવાય કોઇ રસ્તો ના બચે.પ્લાન મારી પાસે તૈયાર જ છે પણ અત્યારે તે છોડો.આ દરિયાની લહેરોનો આનંદ લો."રુચિ આટલું બોલીને શોર્ય પણ પાણીની છોળો ઉડાડવા મંડી.

"રુચિ સ્ટોપ.હું તને નહીં છોડુ."રુચિજી અને તમેની ફોર્માલીટી છોડી શોર્ય બોલ્યો અને તેની પાછળ ભાગ્યો.

આદિત્ય કામ પરથી વહેલો ઘરે અાવ્યો.હવે તેને ઘરે આવવાનું મન નહતું થતું.આરુહ અને રુહી તેના ઘરે આવવાનું કારણ હતું તે માને કે તે માને રુહીના જવાથી તેનું જીવન બેજાન થઇ ગયું હતું.તે નાનપણથી રુચિના પ્રેમમાં હતો તેની સાથે લગ્ન કરવું તેનું એક સપનું હતું.
રુહી સાથે લગ્ન કર્યા પછી પણ તે રુચિને છોડી ના શક્યો.તેના અચાનક રુહી સાથેના લગ્નના નિર્ણયને કારણે રુચિ નારાજ થઇ હતી પણ આદિત્યએ તેને પોતાના પ્રેમથી મનાવી લીધી.લગ્નેતર સંબંધ માટે પણ આદિત્યે રુચિને મનાવી લીધી હતી.રુચિ આદિત્ય સાથે લગ્ન કરવા માંગતી હતી પણ તે માઁ બનવા નહતી માંગતી.જે એક જ વાત રુહીને આદિત્યના જીવનમાં લઇ આવી.

આજે જ્યારે તેનું નાનપણનું સ્વપ્ન પુરું થવામાં હતું તે જેટલો ખુશ હોવો જોઇએ તે નહતો.આરુહને હરપળ તે યાદ કરતો.તે હંમેશાં વિચારતો કે તેણે રુહી સાથે ઠીક નથી કર્યું.તે રુહીના વર્તનથી આશ્ચર્યમાં હતો કેમકે પોતાના એકવાર ના પાડવાથી તે માની ગઇ અને પોતાને અને આરુહને ભુલીને હરિદ્વારમાં જ વસી ગઇ.

તેને રુહીને પોતાના જીવનમાં પાછી લાવવી નહતી ,પણ તેને જાણવું જરૂર હતું કે તે શું કરે છે અને આવું વર્તન કેમ કરી રહી હતી?

"રુહીએ બીજી વાર મને ફોન પણ ના કર્યો કે ના મને હાથ જોડીને વિનંતી કરી.તે અહીં પાછી કેમ નથી આવતી? તેણે તેના મમ્મીપપ્પાને પણ આ સત્ય ના જણાવ્યું કે તે જીવે છે.જાણવું તો પડશે જ.શું તેને કોઇ મળી ગયું છે?"આદિત્ય ગુસ્સે થઇ ગયો આ વિચારથી.

તે એકલું અનુભવતો હતો તેણે રુચિને ફોન કર્યો.અહીં રુચિ શોર્યની સાથે દરિયાકિનારે લહેરોનો આનંદ લઇ રહી હતી.તે ખુબ જ ખુશ હતી.અત્યારે તેના મનમાં બીજું કશુંજ નહતું.શોર્યની કંપની તે ખુબ જ એન્જોય કરી રહી હતી.આદિત્યના ફોનની રીંગ આજે તેના માટે ડિસ્ટર્બ કરવા વાળી લાગી.

"હા બોલ આદિત્ય,શું કામ હતું?"રુચિ કંટાળા સાથે બોલી.શોર્ય તેની બાજુમાં ઊભો રહી ગયો.

"કામ શું હોય ડાર્લિંગ.હું બહુ લો ફિલ કરું છું.ઘરે હું સાવ એકલો છું.ચલને ક્યાંય જઇએ.જલ્દી ઘરે આવી જા પછી બહાર જઇએ."આદિત્યે પ્રેમથી કહ્યું.

"સોરી પણ હું એક અર્જન્ટ મીટીંગમાં બીઝી છું.નહીં આવી શકું.દરવખતે તું કહે એટલે મારે બધું છોડીને આવી જવાનું તે શક્ય ના હોય સમજ્યો?"રુચિ ગુસ્સા સાથે બોલી અને ફોન મુકી દીધો.રુચિ આદિત્ય પર ગુસ્સે હતી તેને ડિસ્ટર્બ કરવા માટે.ફોન મુકીને તેણે શોર્યનો હાથ પકડ્યો અને તેની આંખોમાં જોયું.

"ચલો ડિનર કરવા આજે હું તમને મારું ઘર બતાવું."રુચિ પ્રેમથી બોલી.શોર્ય કઇંક અલગ જ વિચારી રહ્યો હતો.

રુચિ તેને કઇંક વધારે પડતું જ એટેન્શન આપી રહી હતી.તેનું પોતાના તરફ આ રીતે દેખવું અને તેનો હાથ પકડવો.તે સમજી ગયો હતો કે રુચિ તેની તરફ આકર્ષિત થઇ હતી.તે રુચિને ભાવ આપવા નહતો માંગતો તેણે રુચિને ટાળવાનું નક્કી કર્યું.

"રુચિ,કાલે રાખીએ તો?આજે હું ખુબ જ થાકી ગયો છું.મારે સુઇ જવું છે પણ તે પહેલા મારે કસરત પણ કરવાની છે જીમ જઇને.આ હોટેલની જીમ સરસ છે.આપણે કાલે મળીશું.આમપણ તમારો પ્લાન જાણવાનો છેને કાલે.તોજઇએ?મને લાગે છે કે તમારે તમારા થવાવાળા પતિ પાસે જવું જોઇએ."શોર્ય ઠંડે કલેજે રુચિનો પ્રસ્તાવ ઠુકરાવતા બોલ્યો.રુચિ આઘાત પામી જાણે કે તેને પહેલી વાર કોઇએ ના પાડી હતી.

"સારું."તેણે આદિત્યને ફોન કરીને કહ્યું કે તે આવી રહી છે.

* * *

રુહીએ કાકીમાઁ સાથે થયેલી વાત રુદ્રને જણાવી.

"હું શું કરું? તેમણે એટલા પ્રેમથી કહ્યું કે હું તેમને ના પણ ના પાડી શકી.તેમની સાથે વાત કરીને આજે મને મારી મમ્મીની યાદ આવી ગઇ.હું તેમનું હ્રદય તોડવા નથી માંગતી પણ આ પુજા તમારી સાથે કરવો તેનો મતલબ પણ ખુબ ગાઢ થાય.હું આ બધામાં ખુબ જ માનુ છું.શું કરું રુદ્ર?" રુહીએ તેની દુવિધા રુદ્રને જણાવી.

"રુહી,તમને જેમ ઠીક લાગે તેમ કરો.કાકીમાઁ એ તેમના અને મારા સંબંધ પર ક્યારેય પણ કાકાસાહેબની અને મારી દુશ્મનનીની અસર નથી પડવા દીધી.મારી માતાના મૃત્યુ પછી તેમણે મને ઘણો સપોર્ટ આપ્યો.તેમનું હ્રદયતો હું પણ તોડવા ના માંગું.તે મને પોતાના દિકરા શોર્ય કરતા પણ વિશેષ માને છે,એટલે જ તે ઇચ્છે છે કે હું લગ્ન કરીને સેટ થઇ જઉં.
આ પુજામાં તમારું મારી સાથે બેસવું ના બેસવું તમારી મરજી છે.હું તમારી ખુબ જ રિસ્પેક્ટ કરું છું." આટલું કહીને રુદ્ર તો જતો રહ્યો.

અભિષેક આવ્યો અને બોલ્યો,
"રુહી,તારી અને રુદ્રની વાત સાંભળી મે.એક વાત કહું ?"

"હમ્મ બોલ અભિષેક."રુહી બોલી.

"તારા લગ્ન આદિત્ય સાથે પુરી વીધીપુર્વક થયા હશેને?"અભિષેક.

"હા તો?" રુહી.

"તો તે તેની સાથે ફેરા ફર્યા હશે,તેણે તને મંગળસુત્ર પહેર‍ાવ્યું હશે ,સીંદુર ભર્યું હશે તારા સેંથામાં અને અગ્નિની સાક્ષીએ વચન લીધા હશે.તો શું તે વચન,મંગળસુત્ર અને સીંદુરની મહામુલી કિંમત તે જાણી શક્યો?તે વચન પાળ્યા?ના તે કોઇ બીજી સ્ત્રીને તારી શોક્ય બનાવી તારા જીવનમાં તુરંત જ લઇ આવ્યો જે તને અત્યાર સુધી ખબર નહતી.

હું એમ નથી કહેતો કે તારું આ પુજામાં બેસવું યોગ્ય કહેવાય કે નહીં પણ તારા આ એક નાનકડા પગલાંથી કાકીમાઁને ખુશી મળતી હોય તો તે કરવામાં કઇ ખોટું નથી.બીજી વાત આ રીતે પુજામાં સાથે બેસવાથી રુદ્ર તારો પતિ નહી બની જાય કે તું તેની પત્ની નહી બની જાય.

અંતિમ નિર્ણય તારો રહેશે.આમપણ તું આદિત્યને ડિવોર્સ તો આપી જ રહી છે."અભિષેક આટલું કહીને હસીને જતો રહ્યો.

રુહી બોલી.

"થેંક યુ અભિષેક.તારી વાત સાચી છે કે મારું પુજામાં બેસવાથી કોઇને ખુશી મળે તો ખોટું નથી અને સાથે પુજા કરવાથી રુદ્ર મારો પતિ નહીં થઇ જાય."
રુહી મંદિરમાં ગઇ.સાડીનો છેડો માથે ઓઢ્યો.

તે ગોલ્ડન યલો કલરની સિલ્કની સાડીમાં સુંદર લાગી રહી હતી,માથામાં અંબોડાને રુદ્રના બગીચાના સુંદર ગુલાબે ઢાંકી દીધા હતા.તે પુજામાં બેસી ગઇ અને ઇશારો કરીને રુદ્રને બેસવા કહ્યું.રુદ્ર આશ્ચર્ય સાથે પુજામાં બેસ્યો.રુહી અભિષેક સામે જોઇને હસી.રુહીને પોતાની વાત માનતા જોઇ કાકીમાઁ અંતરથી ખુશ થયાં.પુજારીજીએ પુજા શરૂ કરી.તે પુજાનું મહત્વ સમજાવતા જતા હતા અને ખુબ જ સરસ રીતે પુજા કરાવતા હતા.

રુદ્ર અને રુહીએ ખુબ જ સરસ રીતે પુજા કરી.પુજા સંપન્ન થઇ.

"રુદ્ર અને રુહી આ પવિત્ર પુજાના જળને તમારે આપણા કુળદેવીના મંદિર પાસેના પવિત્ર વૃક્ષને અર્પણ કરવાનું છે.આજે જ નિકળી જાઓ તો કાલે આ વીધી થઇ જશે.રુદ્ર અને રુહી જાઓ બેટા.તમારો એક દિવસનો સામાન મે મુકાવી દીધો છે.ત્યાં આપણું જે ઘર છે ત્યાં મે કાકાને કહી વ્યવસ્થા કરાવી દીધી છે."કાકીમાઁ બોલ્યા.

"અભિષેક,તું પણ ચલને મજા આવશે.નાનપણની યાદો તાજી કરીશું."રુદ્ર બોલ્યો.

"ના તું જા મારે કાલે અહીં થોડું કામ છે બાય." અભિષેકે ના પાડી.રુદ્ર અને રુહી રુદ્રની ગાડીમાં નિકળી ગયાં.

* * *

રુચિ આદિત્ય પાસે આવી ગઇ ,આદિત્યએ તેને ગળે લગાવી ક્યાંય સુધી.

"હેય આદિ શું થયું?આરુહની યાદ આવે છે?એક કામ કરીએ પરમદિવસે શનિવાર છે આપણે તેને મળવા જઇએ અને બે દિવસ તેની સાથે મહાબળેશ્વર ફરીએ."રુચિએ કહ્યું.રુચિની વાત સાંભળીને આદિત્યને સારું લાગ્યું.તે હવે સારું અનુભવી રહ્યો હતો.

"ઓહ રુચિ આઇ લવ યુ માય જાન.તને મારા વિશે બધી જ ખબર હોય છે.તું જ છે જે મને સારી રીતે ઓળખે છે.મારા કરતાં પણ વધારે મને ઓળખે છે.ચલ કોઇ મસ્ત રેસ્ટોરન્ટમાં ડિનર કરીએ."આદિત્યએ કહ્યું.આદિત્ય અને રુચિ જવા માટે નિકળ્યા.રુચિ ગાડીમાં જઇને બેસી ગઇ.તેટલાંમાં એક કુરિયર અાવ્યું.લિગલ ડોક્યુમેન્ટ જોઇને આદિત્ય ચિંતામાં આવી ગયો.તે પેપર્સ જોઇને ગુસ્સા સાથે તેને ફેંક્યા અને બોલ્યો,

"રુહી..."

રુહી અને રુદ્રની આ પુજા અને કુળદેવીના મંદિરની ટ્રીપ તેમને નજીક લાવશે?આદિત્યને રુહીના મોકલેલા ડિવોર્સ પેપર્સ મળ્ય‍ા પછી તેના શું રીએકશન હશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Sweety Jansari

Sweety Jansari 1 month ago

maya shelat

maya shelat 3 months ago

sandip dudani

sandip dudani 1 year ago

Jinu Kapuriya

Jinu Kapuriya 1 year ago

Bhimji

Bhimji 1 year ago