યોગ સંયોગ - ભાગ 4 in Gujarati Novel Episodes by Bhumi Joshi "સ્પંદન" books and stories Free | યોગ સંયોગ - ભાગ 4

યોગ સંયોગ - ભાગ 4

અદ્વિકા પોતાના લેપટોપ સ્ક્રિન પર પોતાનો અન્વય સાથેનો  ફોટો જોઈ ભાવવિભોર બની ગઈ.તેની નજરો સમક્ષ અન્વય સાથેના ભૂતકાળના પ્રેમભર્યા સંગાથના દિવસો તરવરવા લાવ્યા.

************

અદ્વિકા, અન્વય જેવા પ્રેમાળ પતિને પામીને ખુશ હતી.
ખૂબ સોહામણો દેખાતો. અન્વય એક સફળ બિઝનેસમેન હતો. ખૂબ નાની ઉંમરમાં તે બિઝનેસની દુનિયાનો બુલંદ સિતારો હતો. દેશમાં તો શું વિદેશમાં પણ તેની કંપનીનો ડંકો વાગતો.  મોટા મોટા બિઝનેસમેન તેની કંપની સાથે ટાયપ કરવા તત્પર હતા. આટલો મોટો બિઝનેસમેન હોવા છતાં તેને બિલકુલ પણ અભિમાન ન હતું. તેનો સ્વભાવ એટલો સરળ અને લાગણીશીલ હતો કે દરેકના દિલમાં વસી જાય.  અન્વયના સ્વભાવની બીજી એક ખાસિયત હતી.તે ખૂબ હસમુખો હતો.જ્યાં જાય ત્યાં જીવંતતા છવાઈ જાય. તેની આસપાસ ઉદાસી દૂર દૂર સુધી ન દેખાય.

સામે અદ્વિકા પણ સુંદરતા અને સંસ્કારોનો ભંડાર હતી. તેનું નખશીખ સૌંદર્ય જોઈ કોઈનું પણ દિલ ધડકી ઉઠે. અદ્વિકા ઘરની સાથે સાથે અન્વયની ઓફિસમાં પણ મદદ રૂપ થતી.
અદ્વિકાનો કોમળ અને શાંત સ્વભાવે ઘરમાં રહેનારના મન મોહી લીધા હતા. અન્વયના મમ્મી - પપ્પા પણ અદ્વિકા જેવી પુત્રવધુ પામી અનહદ ખુશ હતા.

અન્વય અને અદ્વિકા જાણે સારસ બેલડી.બંને એકબીજાને ગળાડૂબ પ્રેમ કરતા. અન્વયના શ્વાસોની સરગમ એટલે અદ્વિકા !  અને અદ્વિકાના જીવનનું સંગીત એટલે અન્વય !

લગ્નને એક વર્ષ થવા આવ્યું હતું પણ બંનેને હનીમૂનનો નશો હજુ ઉતરતો ન હતો. અન્વયની દરેક  સવાર, અદ્વિકાના હૂંફાળા પ્રેમભર્યા આલિંગનથી થતી. 

પણ છેલ્લા બે દિવસથી અદ્વિકા નારાજ હતી. લગ્નના આટલા સમય બાદ પ્રથમવાર તે અદ્વિકાને લીધા વગર બિઝનેસ મિટિંગમાં જઈ રહ્યો હતો. ફોરેન ડેલીકેટ્સ સાથે તેને અગત્યના પ્રોજેકટ માટે જવાનું હતું.

તે દિવસે સાંજે અન્વય ઘરે  આવ્યો,  અદ્વિકાના રોજ હસતા, ખીલતા ચહેરા પર વિષાદ જોઈ અન્વય તેને પાછળથી હગ કરતા બોલ્યો, "અદ્વિ,  મારી જાન હું જાણું છું પ્રથમ વાર તને એકલી મૂકીને જઈ રહ્યો છું. માટે તું નારાજ  છે. હું જાણું છું આવતા વિકે આપણી પ્રથમ મેરેજ એનિવર્સરી છે. હું કોઈ પણ સંજોગોમાં એ દિવસે સાંજે તને મારા પ્રેમમાં મદહોશ કરવા આવી જઈશ."

"જાનું, તારા આ સુંદર  ચહેરા પર નિરાશાની લકીરો મારાથી ન જોવાય. તું મારી પ્રેરણા છો.મારો લકી ચાર્મ છો. તારા વગર હું અધુરો. તારા વગર તો મારુ મોત પણ અધૂરું."

વાક્ય પૂરું થાય એ પહેલાં અદ્વિકાએ પોતાના રસીલા હોઠ , અન્વયના હોંઠ પર રાખી દીધા.  કેટલીય વાર સુધી બે પાગલ દિલ એકમેકના પ્રેમમાં ખુદને ભીંજવી રહ્યા.

અદ્વિકા બોલી, "અન્વય આજ પછી કદી આવું ન બોલશો. તમે જાવ છો  પણ દિલ તમને જવાની  રજા નથી આપતું.
ખબર નહીં કેમ પણ તમારા જવાના વિચારથી મન મુંજાય છે. બસ એટલે ન ચાહવા છતાં વિષાદ ઘેરી વળે છે. પણ તમે જાઓ હું તમારો ઇન્તઝાર કરીશ. "

અદ્વિકા મન ન માનવ છતાં અન્વયને મિટિંગ માટે જવાની  સંમતિ આપે છે.

અન્વય ના ગયા પછી અદ્વિકા તેનો પાછા આવવાનો ઇન્તઝાર કરે છે. તે ખુદને મનાવી મનાવી  દિવસો પસાર કરે છે.

આખરે અદ્વિકાનો ઇન્તઝાર પૂરો થવાનો હતો. અદ્વિકા અને અન્વયની આજે પ્રથમ મેરેજ એનિવર્સરી હતી. છેલ્લા એક વિકથી બિઝનેસના કામથી બહાર ગયેલ અન્વય આજે આવવાનો હતો. અદ્વિકાની ખુશીની કોઈ સીમા ન હતી. અદ્વિકાના દિલનો ધબકાર એવા અન્વયનો તે બેસબરીથી ઈન્તઝાર કરી રહી હતી.  એક એક પળ કાઢવી તેના માટે મુશ્કેલ હતી. અન્વયે દિવસને યાદગાર બનાવવા માંગતો હતો. પોતે અદ્વિકાથી માઈલો દૂર હતો પણ ખુદ અદ્વિકાની સાથે હોય તેવો અહેસાસ તે તેને કરાવવા માંગતો હતો.

એટલે જ તેણે આજની એક અગત્યની કોન્ફરન્સ કેન્સલ કરી કોઈ પણ સંજોગોમાં અદ્વિકા પાસે પહોંચવાનું નક્કી કર્યું હતું. એ વાતથી બે ખબર કે ઈશ્વરને કંઈક અલગ જ મંજુર  હતું.  દર એક કલાકે અદ્વિકાને એક  સરપ્રાઈઝ ગિફ્ટ મળે તેવું ત્યાં રહીને જ આયોજન કર્યુ હતું.

એ દિવસે અદ્વિકા હજુ ઉઠીને નીચે આવી કે તરત ડોરબેલ વાગ્યો. અદ્વિકાએ દરવાજો ખોલ્યો. દરવાજાની બહાર એક મોટો બુકે અને એક સુંદર કાર્ડ પડ્યું હતું. ઉપર મોટા અક્ષરે અદ્વિ લખ્યું હતું.અદ્વિકા તો તે જોઈ ઉછળી પડી.  તેણે તે હાથમાં લઈ આમતેમ ફેરવ્યું. તો નીચે સાઈડમાં ફ્રોમ અન્વય લખ્યું હતું.  અદ્વિકાની ખુશી જોઈ નિશાબેન બોલ્યા, " અદી, બેટા શુ થયું ?  અન્વયનો કોઈ ફોન આવ્યો ?  ક્યારે  આવવાનો છે ?"

અદ્વિકા પોતાના હાથમાં પાછળ છુપાવેલ બુકે બતાવતા કહ્યું,  "મમ્મી આ બુકે અન્વયે મોકલેલ છે. મને એમ લાગે છે તે પહોંચવા આવ્યા છે."

તે  સાંભળી નિશાબેન પણ ખુશ થઈ ગયા. તે બોલ્યા,  "અદી , અન્વય તારા લગ્ન પછી પ્રથમ વાર આટલા દિવસ તને છોડીને ગયો છે.બેટા હું તારી મનોસ્થિતી સમજી શકું છું. આજે તો અન્વય આવે એટલી વાર છે. હું તેના કાન ખેંચીને કહીશ,આજ પછી મારી અદીને છોડીને જશે તો તેની ખેર નથી.જ્યાં જવું હોય ત્યાં તને લઈને જાય. જોને એક  અઠવાડિયામાં તો તારા ચહેરાનું નૂર ઉતરી ગયું. મારી ચહેકતી અદી સાવ મૂરજાઈ ગઈ.

"બેટા, તું બધું કામ છોડી જલ્દીથી તૈયાર  થઈ જા. કદાચ અન્વય સાંજના બદલે હમણાં જ આવી જાય તો ? અને તું તો જાણે છે તેને સરપ્રાઈઝ દેવાની આદત પણ છે અને શોખ પણ !"

હા મમ્મી , "તમારી વાત સાચી છે. અન્વયનું કંઈ નક્કી નહીં."

અદ્વિકા ઉપર જઈ અત્યંત સુંદર રીતે પોતાને સજાવવા લાગી. રેડ અને બ્લેક કલરની નેટ વાળી સાડી પહેરી તે મનમોહક લાગતી હતી. તેના ગોરા વર્ણ પર બ્લેકબોર્ડર વાળી સાડી કાજળના ટપકા જેવી શોભતી હતી. સપ્રમાણ ઊંચાઈ સને સુંદર દેહકાયા પર સાજ શણગાર દીપી ઉઠતા હતા. તેની મોટીમોટી આંખોમાં આંજેલ કાજલ અન્વયને  ઘાયલ કરી દેતું હતું. સુંદર ,કાળા,રેશમી લાંબા વાળમાં તેણે અન્વયની પસંદની વેણી નાખી.જે તેની સુંદરતાને ચાર ચાંદ લગાવતા હતા.

આજે તો અદ્વિકા પોતાના પિયુને મળવા બેતાબ બની હતી.તેની દરેક સાજ સજાવટમાં અન્વયની પસંદને પ્રાધાન્ય હતું. પણ ભાવિના ગર્ભમાં કઈંક અલગ જ છુપાયું હતું.
કદાચ  અન્વયને મળવાના તેના યોગ પુરા થઈ ગયા હતા.
સંજોગો વિપરીત બની પોતાનો ખેલ  રચવા લાગ્યા હતા.
પ્રેમના એ યોગ સંયોગ આજે અદ્વિકાના જીવનમાંથી વિદાય  લેવા તત્પર બન્યા હતા. આ બધી બાબતોથી બે  ખબર  અદ્વિકા દરવાજે ઉભી અનિમેષ નજરે અન્વયની રાહ  દેખતી હતી.

ક્રમશઃ
શું અન્વયનો, અદ્વિકા સાથેનો  પ્રેમનો યોગ આટલો જ હતો ?
જાણવા માટે  વાંચતા રહો.

Bhumi joshi." સ્પંદન"


Rate & Review

Pradyumn

Pradyumn 4 days ago

Bijal Patel

Bijal Patel 1 week ago

Bhakti

Bhakti 2 months ago

Indu Talati

Indu Talati 2 weeks ago

Vishwa

Vishwa 2 weeks ago