krossing ગર્લ - 17


 સાગર તું મને ક્યાં લઈ જાય છે ?” મારી આંખો પર રૂમાલ બંધાયેલો હતો.

હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તારે રૂમાલ બાંધી રાખવાનો છે. ખોલવા માટે કોઈ ચાલાકી કરવાની જરૂર નથી.” તેણે બુલેટની સ્પીડ વધારી. 

સાગર ક્યારેય ખૂલીને કશું કહેતો નહીં. તે મૂડમાં હોય તો વાતો કરતો.કામમાં મશગૂલ હોય ત્યારે જાણે તમારું અસ્તિત્વ જ ના હોય એ રીતે વર્તતો. ઘણી વાર બે-ત્રણ દિવસ સુધી એક પણ શબ્દ ના બોલતો. તેને સમજવો બહુ અઘરો હતો. ઘરમાં તમારી સાથે કોઈ રહેતું હોય તો આમ સાવ મૂંગા કઈ રીતે રહેવું હું ઘણી વાર અકળાઈ ઊઠતો ત્યારે ફરિયાદ કરતો.

"મારા સિવાય પણ દુનિયામાં ઘણું એવું છે જેની સાથે જીવી શકાયજેને પ્રેમ કરી શકાયઉજવી શકાય અને અફકૉર્સ નફરત પણ કરી શકાય.જિંદગીમાં કોઈ એક વ્યક્તિ પર નિર્ભર ક્યારેય ના રહેવું. અને પ્રેમમાં તો બિલકુલ નહીં." હું ગીતાથી માંડ છૂટ્યો ત્યાં સાગર મળ્યો. આના પણ ફિલસૂફીના ડોઝ સતત ચાલુ રહેતા. તેની મોટા ભાગની વાતો સાચી અને તર્કબદ્ધ લાગતી. હું તો તેના જ્ઞાન અને બોલવાની સ્ટાઈલથી પહેલેથી જ અંજાયેલો હતો.

બુલેટ બ્રેકના આંચકા સાથે ઉભું રહ્યું. મારી વિચારયાત્રા અટકી. તે મને ઉતારી થોડી વારમાં પાછો આવ્યો. મારાથી રહેવાતું નહોતું. મને આંખો પરનો રૂમાલ ખોલવાનું મન થઇ આવ્યું. તેણે કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ મને તેની સાથે ચાલવાની કહ્યું. આજુબાજુમાં લોકોની વાતચીતનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ધ્યાનથી સાંભળો તો સંગીતના બીટ્સના ધબકારા સાંભળી શકાતા હતા. મને કોઈ બીગ સરપ્રાઈઝ મળવાની આશા હતી. આખરે તેણે મને ઉભો રાખ્યો. મારી પાછળ જઈ મારી આંખો પરથી રૂમાલ હટાવ્યો. મેં પણ કશુંક નવું અને અલગ જોવા મળશે એવી આશા સાથે ધીમે ધીમે આંખો ખોલી.

 

FREEDOM BOX

પાંચ માળ ઊંચી ઇમારત જેવડા અક્ષરો હતા. સફેદ કલરનાં આ અક્ષરો જાણે જીવવાની આઝાદી આપતા હોય તેવું લાગતું હતું. બ્લૂ કલરની સ્ફટિક જેવી દીવાલમાં તે જડેલા હતા. ફ્રીડમ અને બૉકસ વચ્ચેથી એક લાલ કલરની પટ્ટી પસાર થતી હતી. બ્લૂ કલરના એ બૉક્સમાં ડાર્ક બ્લૂ કલરના પાણી જેવા રેગાળા સતત નીચે ઉતરતા હોય તેવું લાગતું હતું. ક્યારેક એ ડિઝાઈન ક્રિસ્ટલ બોલ જેવી બની જતી. તો કયારેક વળી બીજું કંઈક... માનવ મનની વિચારોની જેમ  આ રંગો અને ડિઝાઇનનું મિશ્રણ સતત બદલાતું રહેતું હતું. આ ભવ્યતા જોઈને મારી આંખો અંજાઈ ગઈ.

 સાગરો થોડા આગળ જઈ મને એક જગ્યા પર ઉભો રાખ્યો. જમીન અવાજ સાથે ઉંચી થઈ. હું કોઈ ખુલ્લી લિફ્ટમાં ઉપર જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું.લિફ્ટ ઉપર ચડતાની સાથે જ મારી ચારે બાજુ કમ્મર સુધી ગ્લાસની પારદર્શક દિવાલ બની ગઈ. જેમ જેમ મારી ઊંચાઈ વધતી જતી હતી તેમ તેમ બૉક્સની વિશાળતાનો ખ્યાલ આવતો જતો હતો. આખરે એક ઊંચાઈ પર જઈને એ અટકી.

કેટલું અદભુત દ્દશ્ય હતું એ. વિશાળ આકારનું બ્લૂ કલરનું લંબચોરસ ખોખું હું જોઈ શકતો હતો. તેની ફરતી કોર વચ્ચેના ભાગમાં લાલ રિબીન બાંધેલી હતી. એ ચારેય રીબીનની પટ્ટી ભેગી થઈને વચ્ચેના ભાગમાં ફૂલ જેવી ડિઝાઈન બનાવતી હતી. એ ડિઝાઈનની બરોબર વચ્ચે દર મિનિટે કલર બદલતા ફ્રિડમ બૉકસ’ લખેલાં અક્ષરો જોઈ શકાતાં હતાં. 'ફ્રીડમ બૉક્સ'ના અક્ષરો અદભુત લાગતા હતા. બૉક્સની ઊંચાઈ આજુબાજુ દેખાતા હાઈરાઇઝ બિલ્ડિંગથી ઘણી વધુ હતી. હું મન ભરીને આ સુંદર દૃશ્ય માણી રહ્યો. અડધી રાત્રે રાજકોટનો આ નવો વિકસી રહેલો વિસ્તાર રોશનીથી કેવો ઝગમગતો હતો. થોડેદૂર પસાર થતો રોડ સોનેરી ઝાંયથી પોતાના અસ્તિત્વ પર અભિમાન કરી રહ્યો હોય એવું લાગતું હતું.

લિફ્ટ ફરી નીચે જવા લાગી, “કાનાકેવું લાગ્યું ?” સાગર મને હાથ પકડી આગળ લઈ જતાં બોલ્યો.

અદભુતશું છે આ જગ્યામાં કેવડી મોટી છે.” મેં પૂછ્યું. અમે આગળ જઈ રહ્યા હતા. સામે જ રહેલા ફ્રીડમ બૉક્સના અક્ષરોની ઉપર વિશાળ સ્ક્રીન સર્જાઈ ગઈ હતી. તેમાં કેટલીય જાહેરાતો સાથે મૂવીના ટ્રેઈલર પણ દેખાઈ રહ્યા હતા.

"હજુ અસલી ખજાનો જોવાનો તો બાકી જ છે." તે ચાલતાં ચાલતાં બોલ્યો.

મારે આજુબાજુ હજુ ધ્યાનથી જોવું હતું. મોટેભાગે અહીં યુવાનો જ જોવા મળતાં હતાં. કપલ્સ બિંદાસ બનીને ફરી રહ્યા હતા. પણ કોઈ જગ્યાએ ચેનચાળા કે અશ્લીલ હરકતો જોવા મળતી નહોતી. અહીંની હવામાં ખરેખર આઝાદ હોવાનું ફીલ થતું હતું. અમે બંને અંદર પહોંચ્યા. કોઈ હેવી સિક્યોરિટી ઝોનમાં પ્રવેશ્યા હોય એવું લાગ્યું. ચારેબાજુ cctv કેમેરા લગાવેલા હતાં જે 360 ડિગ્રી મૂવ થતાં હતાં.

એન્ટ્રી માટે ચાર વિશાળ દરવાજા હતાં. દરવાજા પર કોઈ સિક્યુરિટી ગાર્ડ નહોતાં. બધું ઓટોમેટિક ઓપરેટ થતું હતું. આ દરવાજામાં મારી એન્ટ્રી થતાં જ બીપ..બીપ..બીપ...નો અવાજ આવ્યો. દરવાજાની ફ્રેમમાં લાલ કલરની લાઈટ થઈ. નાનકડી હોલ જેવી જગ્યામાં પ્રવેશ્યા. જ્યાં ખૂણામાં એક મશીન હતું. સાગરે ત્યાં તેની સામે ઉભો રહ્યો. 10 સેકન્ડમાં મશીન ઓટોમેટીક ચાલુ થઈ ગયું. તેણે ઈશારાથી મને પાસે બોલાવ્યો, મને મશીનની પાછળના ભાગમાં રહેવા માટે કહ્યું. હું ત્યાં ઊભો રહ્યો. એ સાથે જ મશીનમાંથી નીકળેલા તરંગોએ મારું બોડી સ્કેન કરવા માંડ્યું. બે મિનિટમાં બધી વિધિ પૂરી થઈ. સાગર મારી પાસે આવીને બોલ્યો.

નેક્સ્ટ ટાઈમ તું જ્યારે આવ ત્યારે FBની સિસ્ટમ તને ઓળખી લેશે. તારે ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું કે તારી સાથે કોઈ હથિયાર ના હોવું જોઈએ, નહી તો લાઈફટાઈમ માટે આ બિલ્ડિંગમાં દાખલ થવું અશક્ય છે. બીજું અહીંયાં આવ ત્યારે પાકીટ કે બીજા કોઈ અગત્યના ડોક્યુમેન્ટ સાથે ના લાવવા. અને ખિસ્સામાં હોય તો ' ફ્રીડમ બોક્સ'ના લોકરમાં જમા કરાવી દેવા. બહાર નિકળીશ એટલે તને મળી જશે. તું અહીંયા મરજી પડે એ ખાઈ-પી શકે છે. અહીંની પેમેન્ટ સિસ્ટમ જુદી છે. જે તારે જાણવાની જરૂર નથી. તેણે બટન દબાવ્યું ને સામેનો વિશાળ દરવાજો ખુલ્યો.

ક્રિષ્ના પટેલ, ‘Freedom Box’ની જાદુઈ દુનિયામાં તમારું સ્વાગત છે. કોઈ મદમસ્ત અવાજે મારું સ્વાગત કર્યું. હૃદયના ધબકારા બેસાડી દે તેવું સંગીત જોરજોરથી વાગી રહ્યું હતું. લેસર લાઈટીંગ ટેકનોલોજી પોતાનો કમાલ બતાવતી માહોલને વધુ રંગીન બનાવી રહી હતી. બધા પોતાની મસ્તીમાં મદહોશ થઈને ઝૂમી રહ્યા હતા. સ્કૂલમાં 5Dની સફરમાં હું લાઈટિંગ અને ટૅકનૉલૉજી સાથે સારી રીતે પરિચિત થઈ ગયો હતો. 

અચાનક ચારે બાજુ અંધકાર છવાઈ ગયોસંગીત પણ અટકી ગયું. કેમેરાની લાઈટ જાણે મારા પર જ ફોકસ થઈ હોય તેમ સફેદ પ્રકાશમાં ફક્ત હું જ દેખાઈ રહ્યો હતો. હવામાં પરફ્યુમની સુગંધની અસર ધીમે ધીમે વધી રહી હોય તેવું લાગતું હતું. મારા વિશેની તમામ વિગતો સામે ઉભી થયેલી આભાસી સ્ક્રીન પર દેખાતી હતી. મારી ફરતે ટેકનોલોજીથી ઉભા કારેલ આર્ટિફિશિયલ ફુવારા મને વેલકમ કરી રહ્યા હતાં. કોઈ એવોર્ડ ફંક્શનનો સેલિબ્રિટી હોઉં એવું ફીલ કરી રહ્યો હતો. મેલ-ફિમેલના પ્રોફેશનલ ટ્રેઇન થયેલા વોઇસ મારો ઇન્ટ્રો આપી રહ્યા હતા. બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા. 

દોસ્તોમુજે એફ.બી. કી સબસે નન્હી જાન મેં બહુત સારી પોસિબિલિટીઝ નજર આ રહી હૈ. સાગર ઇસે ઉઠા કે લાયા હૈ. તો આપ સમજ હી ગયે હોંગે ઇસમેં જરૂર કોઈ ખાસ બાત હોગી. હમેં ઇસે ઔર બહેતર બનાના હે.

 ત્યાં બીજો વોઇસ બોલ્યો. “બસ અબ બંધ કરો અપની યે ફીઝૂલ કી બાતેં ઔર થિરકને દો ક્રિષ્ના કે સપનોં કો ઇન લમ્હોં કે સાથ.

પાછો અંધકાર છવાઈ ગયો. લેસર લાઈટની ટૅકનૉલૉજી પોતાનો કમાલ દેખાડી રહી હતી. જાણે કોઈ સેલીબ્રેશન માટે ધમાકો થયો હોય તેવું ધમાકેદાર સાથે મ્યુઝીક ચાલુ થયું. વિશાળ છતની વચમાં રહેલા વિશાળ લાઇટિંગ ક્રિસ્ટલ બોલ’ પોતાના કલર બદલવા માંડયાં. રાજાના દરબારમાં મારું સ્વાગત થઈ રહ્યું હોય એમ બદલાતી લાઈટો મારા પર ફોકસ થઈ રહી હતી. બદલાતા રંગો સાથે લોકોની ચિચિયારી અને સીટીઓના અવાજો પોતાના સાઉન્ડ ટ્રેક ચેન્જ કરી રહ્યા હતા. હું બાઘાની જેમ મારી જિંદગીમાં જાણે નવો જન્મ થયો હોય તેવું અનુભવી રહ્યો હતો. આ બધું મારી કલ્પના બહારનું હતું.

કાનજીઅહીંયાં આઇડિયા જ ભગવાન છે. એને રિયલ બનાવવા માટે ફ્રીડમ બૉક્સ તને પેશન અને ડેરિંગ બંને પૂરાં પાડશે. યાદ રાખજેઅહીંયાં એન્ટર થનાર દરેક વ્યક્તિ સ્પેશ્યલ છે. 'ફ્રીડમ બૉક્સ'ની આ દુનિયા બધાના નસીબમાં નથી.” સાગરના શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યાં હતાં. સાથે કેટલાક સવાલો પણ ......!

                          સાગર મને શા માટે અહીંયા લઈ આવ્યો ? શું  હું  આ માટે લાયક હતો ? અંદર1ફક્ત પાર્ટીઓ જ થતી હશે ? કે બીજી કોઈ એક્ટિવિટી પણ થતી હશે ?

                       


***

Rate & Review

Heena Suchak 5 months ago

V Dhruva 5 months ago

ashit mehta 6 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago