krossing ગર્લ - 24


પેપર દઈને હું ઘરે આવ્યો. મારો સામાન પેક કર્યો. ઘરે જવા માટે જબરદસ્ત ઉત્સાહ હતો. સાગરને ફોન જોડ્યો. તે અત્યારે હિમાલયના જંગલોમાં રખડતો હતો. મેં ઘરે જવાની વાત કરી. તેણે એક વાર મધુમાસી પાસે જઈ આવવાનું કહ્યું. આમ પણ હું કાલે સવારે નીકળવાનો હતો. એટલે આજે રાત્રે ત્યાં જમવા જવાનું  હતું. તેની સતત આવનજાવનથી હું ટેવાઈ ગયો હતો. તે ઘરે ના હોય ત્યારે એક જાતનો ખાલીપો ચોક્કસ વર્તાતો. જે કોઈથી પૂરી શકાય તેમ નહોતો. મેં ઘરે બધાને દિવાળી ગિફ્ટ તરીકે આપવા એક-એક વસ્તુ લીધી. થોડી મીઠાઈઓ પણ લીધી. ચાર વાગે ખરીદી પુરી થઈ.. બધું કોકટેલની ઑફિસમાં મૂકી ગ્રાન્ડ એફ.એમ.માં ફરવા માટે ચાલ્યો ગયો.

આ નવું મસ્ત મજાનું ગાર્ડન કાકાની કીટલીની બાજુમાં જ હતું. હજુ કામ ચાલુ હતું. સાગર અહીંયાં બહુ આવતો. વડીલોના ટોળાની ચર્ચાઓ અને વાતચીતો વિશે તે ક્યારેક વાતો કરતો. તેમનું જ્ઞાન અને અનુભવો દેશ માટે બહુ ઉપયોગી બની શકે તેમ હતા.

હું અંદર ફરી રહ્યો હતો. બધા અલગ-અલગ ગ્રૂપ જમાવીને બેઠા હતા.

સાગર ક્યાં રખડે છે હમણાં દેખાતો  નથી...” આ શબ્દો મને કાને પડ્યા. થોડું વિચારી આગળ વધવા ગયો ત્યાં પાછું કોઈ બોલ્યું,

ક્રિષ્નાતને જ પૂછું છું. તું ભલે મને ના ઓળખે પણ હું તને સારી રીતે ઓળખું છું.” મેં પાછળ ફરીને જોયું. આ તો પ્રો. પવન દેસાઈ હતા. હું તેમની પાસે ગયો. તેમને પ્રણામ કર્યા.

તે હિમાલયના જંગલોમાં છે અત્યારે. કોઈ પ્રોજેક્ટના રીસર્ચ માટે ગયો છે.” મેં કહ્યું.

ફરી પાછી એ જ વાતો. તેને રીસર્ચ માટે ખુદ જવાની શું જરૂર પડી. આ છોકરો જોજે ક્યારેક બહુ મોટી મુસીબતમાં મુકાવાનો છે તેને ખબર નથી તે કોની સામે ટક્કર લઈ રહ્યો છે.” પ્રોફેસર બોલ્યા.

પ્રોફેસરમને કંઈ સમજાયું નહીં.” મેં પૂછ્યું.

તેમને લાગ્યું કંઈ વધારે પડતું બોલાઈ ગયું હતું. રેવા દે અત્યારે તારે એ વિશે વિચારવાની જરૂર નથી. તારી ભણવાની ઉંમર છે. શું ચાલે છે ફ્યુચર લૅબમાં બીજું ?”

કંઈ નહીં. આજે જ એક્ઝામ પૂરી થઈ. હવે ઘરે જવાનો. દિવાળી પછી અમને હ્યુમન લૅબમાં એન્ટ્રી મળશે ?” મેં કહ્યું.

આ વિસ્મય ટાગોરે પણ કેવડું સામ્રાજ્ય ઉભું કરી દીધું પોતાની બધી મૂડીજમીન વેચીને આમાં રોકાણ કર્યું. એ પણ પોતાના વતન બંગાળને બદલે અહીંયાં. કંઈ સમજાય એવું નથી.” મહેફિલમાંથી એક વડીલ બોલ્યા.

રતીલાલએમાં બહુ કંઈ વિચારવા જેવું નથી. એ છોકરો ધૂની છે. તેનામાં શિક્ષણસાહિત્ય અને દેશ પ્રત્યે ગજબનો લગાવ છે. તેણે બહુ લાંબી બુદ્ધિ દોડાવી છે. તમને નહીં સમજાય.” પ્રોફેસર બોલ્યા.

તમે કોઈ સમજાવો તો ખબર પડે. બાકી આજના છોકરાવના આવા કેટલાય ધંધા મગજમાં ઉતરતાં જ નથી.” બીજું કોઈ બોલ્યું.

તેણે શિક્ષણમાં આવનારો પરિવર્તનનો પવન પહેલાં જ પારખી લીધો છે. સાથે ટૅકનૉલૉજીનો કેમ ઉપયોગ કરવો તેની સારી સૂઝ છે. અત્યારે અબજોનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે આ ટૅકનૉલૉજીના ક્લાસરૂમ ઉભા કરવામાં. સાથે જ તેણે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધાવતાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સહિત સાયન્સ થિયેટરમ્યુઝિયમ જેવા કેટલાય એડવેન્ચર ઉભા કર્યા છે. અત્યારે સોફ્ટવેર પણ ગજબની સમજદારી અને સિક્યુરિટી સાથે વિકસાવ્યો છે. તે સ્કૂલ ચલાવવા સાથે લેટરપેડ વહેંચીને કે ફ્યુચર લૅબના આ સ્થળોની મુલાકાત કરાવીને પૈસા કમાય છે. તે વર્લ્ડનું સૌથી મોટું આઈમેક્સ થિયેટર અને આર્ટના પરફોર્મન્સ માટેનું એવું જ એક થિયેટર ડેવલોપ કરી રહ્યો છે. આ બધામાં વનટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. તેની રોયલ્ટી કે ટિકિટોની કલ્પના કરી જુઓ. પાંચ વર્ષમાં તેના બધા રૂપિયા ઊભા થઈ જશે. ગેરંટી સાથે કહી શકું.” પ્રોફેસર બોલ્યા.

હું વિચારે ચડ્યો. તેની વાત ખરેખર સાચી હતી. સ્કૂલની ફી નૉર્મલ હતી. સાયન્સ થિયેટરઅન્ડરગ્રાઉન્ડ મ્યુઝિયમપરફોર્મિંગ આર્ટમાં થતાં પ્રોગ્રામોમાં જોરદાર ધસારો રહેતો. દરેકનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ વર્લ્ડક્લાસ હતી. સર્વિસ તથા સાઉન્ડ ટૅકનૉલૉજી પર મન ખુશ કરી દે તેવી અવ્વલ દરજ્જાની હતી.. અત્યારે તો આખા દેશમાં લગભગ આ પ્રથમ જગ્યા હતી જે આ બધી સુવિધા એક સાથે ધરાવતી હતી.. તેથી ગુજરાતમાં ફરવા આવતા લોકો આની અચૂક મુલાકાત લેતા.

પ્રોફેસર સાહેબહું તો વર્ષોથી મારા સ્ટુડન્ટને કહેતીજેવી રીતે ડિઝનીએ એમ્યુઝમેન્ટ પાર્કનું સામ્રાજ્ય ખડું કર્યું છે તેમ આપણે પણ આપણા પૌરાણિક પાત્રો કે તેની થીમ પર આવા એમ્યુઝમેન્ટ પાર્ક બનાવી જ શકીએ. આપણી પાસે તો આ બધાનો ક્યારેય ખૂટે નહીં તેવો ખજાનો છે. એનું આકર્ષણ લોકોમાં ક્યારેય ઓછું નથી થવાનું. હાથોડું મહેનત અને રોકાણ માગી લે તેવું કામ છે પણ સફળતાની પૂરી ગેરન્ટી છે.” કોઈકે કહ્યું.

વર્ષાબેનદેશમાં બધાને સલામતી જોઈએ છેએડવેન્ચર નહીં. હજુ પણ લોકો ગરીબ છે. તેનું કારણ કામ ના મળવા કરતાં તેમની માનસિકતા છે. આજે સાંજે ખાવાના કમાઈ લે પછી કાલનું નથી વિચારતા. દારૂ, જુગાર કે અન્ય વ્યસનો તમે અંતરિયાળ ગામડાઓમાં જાવ એટલે ખબર પડે. ખાસ કશું બદલાયું નથી.” પ્રોફેસર બોલ્યા.

એ લોકોને જ કંઈ ના કરવું હોય તો તમે કેટલુંક કરી શકો. એડવેન્ચર પાર્ક દેશમાં ઉભા થશે ને તો ઘણો ફર્ક પડશે. લોકોને સમજાશે. મંદિરો કે ડેમસાઈટ પર પિકનીક કરવા સિવાય પણ ઘણી જગ્યાએ ફરી શકાય. અને તમે માનો છો માહોલ એટલો બધો પણ ખરાબ નથી. દસ-પંદર વર્ષ. એવું કંઈક સંશોધન થાય છે જે માનવજાત માટે ઉપયોગી બને છે. તેની જિંદગી બદલી નાખે છે. જે સમય પારખી તેને વહેલું અપનાવી લેપૈસા અને નામના બંને મેળવી શકે.” વર્ષાબેને કહ્યું.

હાસાગર જેવા કેટલાય માથાફરેલા છેજે મૂંગા મોઢે સંસ્કૃતિ અને નવા આઇડિયા માટે કામ કરતાં રહે છે. સફળતા ના મળે ત્યાં સુધી હાર માનતા નથી.” પ્રોફેસર બોલ્યા.

ફરીથી સાગરનું નામ આવતાં મારા કાન ચમક્યા.

મોબાઈલ વાઇબ્રેટ થઈ રહ્યો હતો. જોયું તો ઇશિતાનો ફોન હતો. મારે પરાણે ચર્ચાથી અલગ થવું પડે તેમ હતું. હું બધાની રજા લઈ પાછો મળવાનો વાયદો કરી ત્યાંથી નીકળ્યો. સાગર શું કામ કરતો હશે એ સંસ્કૃતિને બચાવવા માટે કામ કરતો હશે ?

મેં ઇશિતાને મળવાની ના પાડી દીધી. એક ઇમરજન્સી કામનું બહાનું બતાવી દીધું. તેને પણ ખબર કે હું ખોટું બોલતો હતો. મેં તેને સમીર ભાટિયાના નંબર આપી દીધા. અને કહ્યું કે મારે તેમની સાથે તારા વિશે વાત થઈ ગઇ છે.એ કંઈ ના બોલી. એણે મળવાનો કોઈ આગ્રહ ના કર્યો. મારે અત્યારે એટલું જ જોઈતું હતું.

જેમ દિવસો પસાર થતા હતા એમ સાગર મને વધુ રહસ્યમય લાગી રહ્યો હતો.

* * * * * * * * *

કાનીયાતું એકલો જ આવ્યો. પેલો સાગરો ક્યાં ગુડાણો ?” મધુમાસીએ ભજીયાં પાડતાં પૂછ્યું.

તે રીસર્ચ કરવા માટે જંગલમાં ગયો છે... એટલે કે કંઈક ગોતવા સારું.” મેં મધુમાસીને સમજાવતાં કહ્યું.

ખબર નહીં એ છોરો શું કરવાનો થ્યો છે. રોયાના પગ જ ઘરમાં નથી ટકતા. આખા વરહના રૂપિયા એક હારેય દઈ દે. હરામ જો ચાર મહિનાય ખાવા આવતો હોય તો.” માસી ચિંતાના સૂરમાં જલાયા.

માસીએ અસલ ધૂની છે. પાછો જબરોય ખરો એટલે બધા હારે ભળી જાય. આજે ભજીયાં બાકી એમ બન્યાં છે. માસીતમે આ બધું ક્યાંથી શીખ્યા. આ ઉંમરેય તમે ઢોસાં-મન્ચુરિયન કે પીત્ઝા પણ મસ્ત બનાવો છો.” દિનાએ પૂછ્યું.

પાંચમામાં હતી તે દિ’ રસોડામાં પેલી વાર પગ મૂક્યો. માએ રોટલી શીખવાડી. જેવી આવડી એવી ધરાર વણાવી. પછીના પાંચ વરસમાં તો હું માને રસોઈ શીખવતી થઈ ગઈ. મને રસોઈનો પેલેથી જબરો શોખ. પયણીને સાસરે આવી ત્યારે ગાગર એક પાણીના રોટલા કરતી. ભેગા ઢોરને વાહીંદાને દૂઝણાંય ખરાજેવી તેવીને તો સાંજે તાવ આવી જાય. એવું ગદ્ધા વૈતરું

 ભાગમાં આયવું છે. પછી તો દુકાળ પડ્યો. ઉપરાઉપરી તન વરસ. આયાં વઈ આયવા. આંયા આયવા પછીય આજુબાજુની છોરીયું પાંહેથી સંધુંય શીખી લીધું.

આજની છોકરીઓને તો રસોડામાં પગ નથી મૂકવો. આખો દિવસ બહાર રખડવું ને મોબાઈલ... બીજી કોઈ વાત નહીં.” દિનાભાઈએ કહ્યું.

દીકરા ઈ તો પવન જ એવો છે ઈ શું કરે આજે દેશમાં છોકરીઓનું ચારિત્ર્ય તેના પ્રેમપ્રકરણો પરથી નક્કી થાય છે. તેના આવડત કે સંસ્કારો પરથી નહીં. મારી સામે રે ઈ મંજુડીની છોકરી જુવાનજોધ. કોલેજે જાતી એમાં કોઈ છોરા હારે આંખ મળી ગઈ. ઘરે ખબર પડી ત્યારે જાણે મોટો ગુનો કર્યો એમ મારીમારીને અધમૂઈ કરી નાખી. 4 મહિના ઘરમાંથી બાંયણે નો નીકળવા દીધી. બાકી છોરીની ઘર સાચવવાની આવડત કે રસોઈ ચાખી લેવી. દીવો લઈને ગોતવા જાવ તોય ના મળે. એનો ભાઈ ગાડી લઈને છોરીયું ફેરવેઆખો દિ પાનની દુકાને બેઠોબેઠો જુગાર રઈમા કરેતો એના ઘરનાને કંઈ વાંધો નથી. એ છોકરી પણ કોઈની બેન-દીકરી તો હઈશે જ ને ! અરે એની ઉમર હતી. ભૂલ થઈ ગઈ. અત્યારે નાયતમાં કોઈ છોકરો એને પરણવા તૈયાર નથી. બિચારી વગર વાંકે બદનામ થઈ ગઈ.

મને ગીતા યાદ આવી. શું તેની હાલત પણ આવી થાશે કોઈ છોકરીને છોકરા સાથે પ્રેમ થાય તો એનો શું ગુન્હો જાણે આબરુ કે ઇજ્જત બધું છોકરીઓએ જ સાચવવાનું હોય. મારા મોઢામાં જતો કોળિયો અટકી ગયો.

કાં કાનિયાતુંય ક્યાંક આ પ્રેમના ચક્કરમાં તો નથી પડ્યોને સાચવજે હોં દીકરા ! આજના માબાપને છોકરા કરતાં પોતાની ઇજ્જત વધુ વાલી હોય છે.” મધુમાસીએ મારી ચોરી પકડી પાડી હોય એમ કહ્યું.

ના માસીએવું કંઈ નથી. આ તો ખાલી કંઈ યાદ આવી ગયું.” મેં જમવાનું ફટાફટ પૂરું કર્યું.

હું ફળિયામાં ટાઈગરને રમાડતો ખાટલે બેઠો. માસીકાલે હું ઘરે જાઉં છું. કોઈ કામ હોય તો કહો એ કરી આપું. મારે વેકેશન પડ્યું છે. પંદર દિ જવાનો છું.

કોઈ કામ નથી દીકરા. હવે થોડું ઓછું કરતી જાઉં છું. સારું છે સાગર ભેગો રઈને એના જેવો નથી થઈ ગયો. મારો હાળો સામેથી કામ માગે. ટાણે જ લટકાવે. એમાં એનોય વાંક નથી. પીટીયો કેટલે ઠેકાણે પોંચે. પાછા માવતર રે'ય નથી ને દિલથી ભાંગેલો. એને સાચવવાવાળી કોઈ છોરી જડી જાય ને એટલે ઘણું.

મેં માસીની વિદાય લીધી. રોજ સાગર વિશે નવી નવી વાતો જાણવા મળતી હતી. એવો તે કેવો ભૂતકાળ હશે તેનો અને તે કામ શું કરતો હશે બધા હવામાં જ વાતો કરે છે. કોઈ ખુલીને કંઈ કહેતું જ નથી.


***

Rate & Review

Heena Suchak 5 months ago

V Dhruva 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago