પ્રેત સાથે ઈશ્ક ભાગ-૧૬

વીનય પ્રીન્સીપલનો મોબાઈલ પોતાનાં હાથમાં લઈ વીડીયો જોવે છે. પરંતુ વીડીયોમાં પોતે અને રાધી બંને જ છે અને એ પણ હોસ્ટેલમાં સેક્સની મજા માણી રહેલાં. વીડીયોમાં આ દ્રશ્ય જોતાંની સાથે જ વિનય અને રાધીની આંખો ફાટી ને ફાટી જ રહી જાય છે. શ્ર્વાચ્છોશ્ર્વાસની ક્રિયામાં થઈ રહેલો વધારો વીનય અને રાધીનાં હોંશ ઉડાડી રહ્યો હતો.

"સર. આ...વીડીયો...." વીનયે બસ આટલું જ પુછ્યું

"હા.આ વીડીયો. તમે બંને જ છો ને આ વીડીયોમાં. જો ને કેવી રાસલીલા ચાલી રહી છે. બહુ મજા કરી તમે! બંને ને જેટલી ઈચ્છાઓ હતી એ ઉમળકાભેર પુરી કરી દીધી" પ્રીન્સીપલે કહ્યું.

"સોરી. સર અમે બંને એકબીજાને ખુબ પ્રેમ કરીએ છીએ. પણ આ બધું ભુલથી..." વીનય રડતાં રડતાં પોતાનાં મુખમાંથી માત્ર આટલાં જ શબ્દો બોલી શક્યો.

"તમે બંને તો હજી બાળક છો. તમે એકબીજાને પ્રેમ કરો છો એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી અને તમે સેક્સ માણ્યો ઐનાથી પણ. પરંતુ આ વીડીયો તમારાં મમ્મી-પપ્પા સુધી પહોંચાડવો એ અમારી ફરજ છે. એટલે પ્રોફેસર શિવ અત્યારે જ વીનય અને રાધીના મમ્મી-પપ્પાને આ વીડીયો મોકલો અને જાણ કરો." પ્રીન્સીપલે કહ્યું.

" પ્લીઝ સર પ્લીઝ. આ વીડીયો અમારાં મમ્મી-પપ્પાને ના મોકલશો. એ ચહેરો બતાવવાં લાયક નહીં રહે. સર પ્લીઝ. હવે પછી આવી ભુલ ક્યારેય નહીં થાય." વીનય પોતાનાં બચાવ માટે પ્રીન્સીપલની સામે બંને હાથ જોડી માફી માંગે છે.

પરંતુ હવસનાં એ ત્રણેય પુજારીઓનાં દિલમાં જરાયે લાગણી ન મળે. અહીં એક ગુરૂ પોતાની માનમર્યાદા વટાવી ચુક્યો હતો. પ્રોફેસર અને પ્રીન્સીપલ તો માત્ર નામના જ હતાં. બાકી આ ત્રણેય જણાં બલાત્કારીઓથી ઓછાં ન હતાં. જો કે આ ત્રણેયને બલાત્કારી કહેવાં જ યોગ્ય લાગે. કારણ કે વિધ્યાર્થીઓની એકાંત પળોનું વીડીયો રેકોર્ડિંગ કરી પ્રીન્સીપલ, પ્રો.શિવ અને પ્રોફેસર આનંદ વર્મા તેમને બ્લેકમેલ કરી રહ્યાં હતાં. જ્યારે મજબુરીનાં કારણે વિધ્યાર્થીઓ પણ કંઈ કરી શકતાં ન હતાં.

"અમે આ વીડીયો તમારાં મમ્મી-પપ્પાને નહીં મોકલીએ. પરંતુ તેમ કરવાં માટે તમારે અમે જેમ કહીએ તેમ કરવું પડશે" પ્રીન્સીપલે કહ્યું.

"શૂં કરવું પડશે સર?" રાધીએ કહ્યૂં.

"જેવી રીતે તે વીનયની ફીલીંગ ને પુરી કરી એ જ રીતે અમારી ફીલીંગને પણ પુરી કરવી પડશે" હજુ તો પ્રીન્સીપલ આટલું જ બોલ્યાં હતાં ત્યાં જ વચ્ચે રાધીએ તેમને અટકાવતાં કહ્યું.

"એવું ક્યારેય નહીં બને અને તમને બોલવાનું જરાયે ભાન નથી? તમને ખબર પણ છે તમે શું બોલી રહ્યાં છો?"

"હું શું બોલી રહ્યો છું? તેની ખબર મને હોય કે ના હોય. તેની સાથે આપણે કંઈ જ લેવાદેવા નથી. તમે બંને જો એમ ઈચ્છતા હોવ કે આ વિડિયો તમારાં મમ્મી-પપ્પા સુધી ના પહોંચે તો તમારે અમારી વાત માનવી પડશે અને ચુપચાપ અમે જેમ કહિએ તેમ કરવું પડશે. નહિંતર આ વિડિયો તમારાં પેરેન્ટ્સ સુધી પહોંચતા એક મિનિટ પણ નહીં થાય અને અત્યારે તમારી પાસે અમારી વાત માનવાં સીવાય બીજો કોઈ જ રસ્તો નથી." પ્રિન્સિપલે કહ્યું.

" રસ્તો છે. પ્રિન્સિપલ. તમે ત્રણેયે કરેલાં વિધ્યાર્થીઓ પરના અત્યાચારની સજા તમને ચોક્કસ મળશે. ભલે અમારી બંનેની જીંદગી બરબાદ થઈ જાય પણ તમને હવે જેલની હવા ખાતાં કોઈ નહીં રોકી શકે. બીજાં કેટલાંયે નીર્દોષ વિધ્યાર્થીઓની તમે ત્રણેયે મળીને જીંદગી છીનવી લીધી છે. પણ હવે તમારી આ કાળી કરતુતોનો અંત આવે છે. હું અત્યારે જ પોલીસ સ્ટેશનમાં જઈને તમારી વિરૂદ્ધ ફરિયાદ લખાવું છું. બસ એટલું સમજી લેજો કે કાલથી તમારો સુરજ જેલની અંદર જ ઉગશે." આમ કહી વીનય ઇન્સ્પેક્ટરને ફોન લગાવવા માટે પોતાનો મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢી નંબર ડાયલ કરવા જાય છે ત્યાં જ પ્રો.શિવ વિનયના હાથમાંથી મોબાઈલ આંચકી લે છે અને જોરથી જમીન પર પટકે છે. જોરદાર પ્રહારથી મોબાઈલ જમીન પર ઘા થવાને કારણે તુટી જાય છે.

" લગાવ બેટા ફોન લગાવ. અત્યાર સુધી કોઈ અમારું કંઈ જ નથી બગાડી શક્યું. તો તું શું ઉખાડી લેવાનો? અમે અમારી હવસ પુરી કરવા માટે અત્યાર સુધીમાં કેટલીયે છોકરીઓનો ઉપયોગ કર્યો છે. પરંતુ તેમાથી આજ સુધી કોઈ ફરિયાદ નથી કરી શક્યું. કારણ કે તેઓએ શાંતિથી અમારી વાતનો સ્વીકાર કરી લીધો હતો અને જો તમે બંને અમારી વાત નહિં માનો તો અમારે બીજો જ કંઈક ઉપાય વીચારવો પડશે" પ્રિન્સિપલે કહ્યું.

" મોબાઈલ તોડી નાખવાથી શું થવાનું? હું પોલીસ સ્ટેશનમાં રૂબરુ જોઈને તમારી વીરુદ્ધ ફરિયાદ નોંધાવીશ" આમ કહિ વિનય પોલીસ સ્ટેશન જવા માટે ઓફિસના મેઈન દરવાજાં તરફ જાય છે. ત્યાં જ અચાનક પાછળથી પ્રો.શિવ વિનયને પોતાના બંને હાથ વડે બળજબરીથી પકડી લે છે. પ્રો.શિવની પકડ એટલી મજબુત હતી કે વિનય તેમાંથી છુટવાની ખુબ કોશિશ કરે છે પરંતુ તે છુટી શકતો નથી. વિનય પોતાનું પુરેપુરું બળ લગાવી દે છે. પ્રો.શિવની પકડ માંથી છુટવા માટે પરંતુ તેનું જોર પ્રો.શિવના હાથમાંથી પોતાને છોડાવવાં માટે અસમર્થ હતું. વિનય ખુદને પો.શિવની પકડ માંથી છોડાવી શકતો નથી માટે રાધી વિનયની મદદ કરવાં બંને હાથ વડે પ્રો.શિવને હટાવવાંની કોશિશ કરે છે. પરંતુ તે પણ ત્યાં કંઈ કરી શકતી નથી અને પ્રો.આનંદ વર્મા રાધીને પકડીને પ્રિન્સિપલના ટેબલ તરફ ધક્કો લગાવી દે છે. પ્રિન્સિપલ, પ્રો.શિવ અને પ્રો.આનંદ વર્માએ થોડીવાર પહેલાં જ એપ્પલ ખાધું હતું અને એપ્પલ કાપવા માટે છરી પણ મંગાવી હતી. ટેબલ સાથે અથડાંતાની સાથે જ રાધીની નજર એપ્પલની થાળીમાં પડેલી છરી પર જાય છે. એટલે તે કંઈપણ વીચાર કર્યા વગર એ છરી ઉઠાવે છે અને ફરીવાર વિનયને છોડાવવાં માટે જાય છે. પરંતુ પ્રો.આનંદ વર્મા રાધીનો હાથ પકડી તેને પોતાની તરફ ખેંચી લે છે અને તેના હાથમાં રહેલી છરી જબરદસ્તીથી પોતાનિ હાથમાં લઈ રાધી પોતાના બચાવ માટે કોઈ પ્રયાસ ના કરી શકે એટલાં માટે છરી રાધીના ગળા પર રાખી દે છે. જેનાં કારણે રાધી પોતાના બચાવનો પ્રયત્ન કરી શકતી નથી.

પોલીસને જાણ કરવા માટેનો કોઈ રસ્તો નથી. જો પ્રિન્સિપલની વાત નહી માનીએ તો વિડિયો પોતાના મમ્મી-પપ્પા પાસે પહોંચી જશે, અત્યારે આવાં વિચારો રાધીના મનમાં આવી રહ્યા હતાં. શૂં કરવું? રાધીને કોઈ માર્ગ સુઝતો ન હતો. એટલામાં જ અચાનક તેનું ધ્યાન પોતાનાં ગળા પર જીવન અને મૃત્યુની વચ્ચે રહેલી છરી પર જાય છે. છરી પર નજર પડતાંની સાથે જ તેનું માનસ વીચારતું સ્થગીત થઈ જાય છે. મનમાં કોઈપણ પ્રકારના વીચાર આવતાં બંધ થઈ જાય છે. મનમાં બસ "મને માફ કરી દેજે વિનય" આટલું બોલી રાધી છરીને પોતાનાં ગળા પર ચલાવી દે છે.

પોતાનાં હાથમાં રહેલી છરી ક્યારે રાધીએ પોતાનાં ગળા પર ચલાવી દીધી તેની પ્રો.આનંદ વર્માને જરાંયે ખબર ના પડી. આ જોતાંની સાથે જ પ્રો.શિવ, પ્રો.આનંદ વર્મા અને પ્રિન્સિપલના હોંશ ઉડી જાય છે. આનંદ વર્મા રાધીને પોતાની પકડ માંથી છોડી દે છે. છેલ્લાં શ્ર્વાસ લેતી રાધી એક જ ઝટકે જમીન પર પડી જાય છે. એક જ ક્ષણમાં તેનાં ધબકારાં ધબકતાં અટકી જાય છે. ને આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી જાય છે. આ દ્રશ્યમાં પ્રિન્સિપલ ઓફિસનું સઘણું વાતાવરણ શાંત થઈ જાય છે. જ્યારે એ જ શાંત વાતાવરણમાં વીનયના મુખમાંથી નીકળેલો અવાજ પડઘો બનીને આખી ઓફિસને ગુંજવી મુકે છે. વિનય પ્રો.શિવને ધક્કો મારી તેની પકડમાંથી છુટી જઈને રાધીના જમીન પર ઢળી પડેલાં દેહ પાસે જાય છે. પોતાનાં બંને હાથ વડે રાધીને જગાડવાની કોશિશ કરે છે. પરંતુ રાધીનું શરીર પુરેપુરું નિર્જીવ થઈ ચુક્યું હતું. તેના તરફથી કોઈ પ્રકારનો પ્રત્યુતર મળતો ન હતો.

" રાધી આંખો ખોલ, તને કંઈ નહીં થાય, હુંતને કંઈ નહીં થવા દઉં, રાધી આંખો ખોલ" રાધીના નિર્જીવ શરીરને પોતાની બાહોમાં ચાપી દઈ વિનય આક્રંદ ભર્યુ રડી રહ્યો હતો. પોતાની નજર સામે રાધીને છેલ્લાં શ્ર્વાસ લેતી જોઈ વિનયની આંખ માંથી ચોધાર આસુંઓની ધારાઓ વહી રહી હતી. અત્યારે વિનય પોતાનો શ્ર્વાસ ગણાતી રાધીને જોઈ આકરું રુદન કરી રહ્યો હતો. જ્યારે બીજી તરફ પ્રિન્સિપલ, આનંદ વર્મા અને પ્રો.શિવ આ હત્યાના ગુના માંથી બચવાનો ઉપાય શોધી રહ્યાં હતાં.

રાધીને પોતાનાં ખોળામાં લઈ વિનય પોતાનું દુ:ખ આસુંઓમાં વહાવી રહ્યો હતો. ત્યાં જ અચાનક પાછળથી પ્રો.શિવનો અવાજ આવ્યો.

"વિનય આ તે શું કર્યૂં. પહેલાં તે રાધી સાથે સેક્સની ઈચ્છા પુરી કરી અને પછી તેની હત્યા કરી નાખી!" પ્રો.શિવ એ પોતાની શૈતાની દિમાગથી પ્રો.આનંદ વર્માને બચાવવા માટે ઉપાય શોધી કાઢ્યો. તેણે એવી રીતે વિનયને ફસાવ્યો કે વિનયનું બચવું નામુમકીન હતું.

પ્રો.આનંદ વર્માએ રૂમાલ વડે છરી પર લાગેલા પોતાની આંગળીઓના નીશાન દુર કરી દીધા અને ત્યારબાદ પ્રિન્સિપલ, આનંદવર્મા અને પ્રો.શિવે છરી પર વિનયની આંગળીઓના નીશાન લઈ લીધાં. જ્યારે વિનય પણ પોતાના બચાવ માટે કંઈ પણ કરી શકતો નથી અને તેના એકલાં હોવાનો એ ત્રણેય નરાધમોએ યુક્તિ પુર્વક લાભ ઉઠાવ્યો. વિનયને એવી રીતે ફસાવ્યો કે તેનું મગજ પણ વીચારતું બંધ થઈ ગયૂં.

"મેં રાધીની હત્યા કરી છે, મેં મારાં જ હાથે મારાં પ્રેમની હત્યા કરી! મારાં મમ્મી-પપ્પાને જાણ થશે તો એ મને પોતાનો દીકરો માનવામાં પણ ઈન્કાર કરી દેશે, હું એક હત્યારો છું, મને જીવવાનો કોઈ અધિકાર નથી." અત્યારે વિનયના મનમાં વારંવાર આવાં જ વીચારો આવી રહ્યાં હતાં. તે પોતાની જાતને ધીક્કારવા લાગ્યો હથો. પોતાના બચાવનો હવે કોઈ જ ઉપાય નથી. એવું વિનય માનવા લાગ્યો હતો. ત્યારે તે રાધીના શબ પર ના રડતાં ત્યાંથી ચાલ્યો જાય છે.

વિનયના જતાં જ પ્રો.શિવે રૂમાલ વડે છરી પોતાના હાથમાં લઈ રાધીનો ચહેરો તદન ખરાબ કરી નાખે છે. જેથી આ ડેથ બોડી રાધીની છે. તેની ખબર ના પડી શકે. મુશ્કેલી અત્યારે વિનય પર તો આવી જ હતી પરંતુ સાથે સાથે પ્રિન્સિપલ, પ્રો.આનંદ વર્મા અને પ્રો.શિવ પર પણ આવી હતી.

પ્રિન્સિપલ ઓફિસની અંદર બનેલી આ દરેક ઘટનાનું દિવ્યાએ ઓફિસનાં બારણે છુપાઈને વિડિયો રેકોર્ડિંગ કર્યું હતું. છેલ્લી કેટલીક ક્ષણોમાં બનેલી દરેક ઘટના અત્યારે દિવ્યાના મોબાઈલમાં કેદ હતી. જ્યારે પ્રિન્સિપલ, પ્રો.આનંદ વર્મા કે પ્રો.શિવને આ રેકોર્ડિંગની ક્ષણીક પણ ખબર ન હતી. તેઓ તો મનમાં એમજ માની રહ્યાં હતાં કે આપણે સલામત છીએ.

***

Rate & Review

Sapna 4 months ago

Vijay Kanzariya 5 months ago

Ajju Patel 5 months ago

Balkrishna patel 5 months ago

Ajaysinh Chauhan 5 months ago