krossing ગર્લ - 40


જિંદગી મારા માટે કેટલુંય કુરબાન કરી રહી હતી. મને અત્યારે તેમાં મા ના દર્શન થતા હતા. દરરોજ સવારે ઊઠીને મળતાં સરપ્રાઇઝ, મારી ડ્રીમગર્લ સાથેની હમણા શરૂ થનારી ટુરમીરા જેવા સ્પેશિયલ સંબંધોસાગર... રાહુલ... શું હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ હતો. વરસ દિવસ પહેલાં ગામડાની શેરીઓમાં ચોરના માથાની જેમ રખડનાર હું આજે રાજકોટના દરેક યાદગાર ઉત્સવમાં ભાગ લઈ ચૂક્યો હતો. અત્યારે સ્કૂલમાં ભણવાના પ્રેશર કરતાં સાગરની ટ્રેનિંગ વધારે આકરી લાગતી હતી. કારણ કે એમાં પરફોર્મન્સનું પ્રેશન નહોતું. ખુદ સાથે લડીને ખુદને બહેતર બનાવવાની એક સાધના હતી. એ મને જિંદગીને કોઈ અલગ અંદાજથી જીવતામાણતા અને ઉજવતાં શીખવાડતો હતો. જે મને મારી અંદર રહેલા ડર સામે જ બળવો પોકારવા મજબૂર કરી રહ્યો હતો. હું બહુ ઝડપથી અને સતત પરિવર્તન પામતો હોય તેવું લાગતું હતું.

'તિતલી' સાથે મારી વિચારયાત્રાની પણ બ્રૅક લાગી. માથે ટોપીકાળા ગોગલ્સજીન્સટીશર્ટગળે ચૂંદડીખભા પર નાનું બેગ અને પગમાં સાદા બૂટ.  એન્જલ નિયત સમયે નક્કી કરેલી જગ્યા પર મારી રાહ જોતી ઉભી હતી. મેં ચહેરાથી ઈશારો કરી પાછળ બેસી જવા જણાવ્યું. તેને ઇશારાથી મને પાછળ બેસવા જણાવ્યું. મારી ના મરજી છતાં મારે બેકસીટ પર બેસવું પડ્યું. તેને 'તિતલી' ને પોતાના કંટ્રોલમાં લીધી. મારે શું બેકસીટ પર જ બેસવાનું હતું. પહેલાં ઇશીતા પછી મીરા અને હવે આ.....સવારના દસ વાગ્યા અમારી ટુર ચાલુ થઈ.

આવડા મોટા શહેરમાં મોટાભાગના ટ્રાફિક સિગ્નલ કામ નથી કરતા.” તે બોલી.

અહીં એની કોઈ જરૂર નથી. આ શહેરને નિયમમાં કેદ કરી શકાય એવું નથી. તને ખબર છે ગાંધીજી નિયમો તોડવાની ટૅકનિક શીખવા જ અહીં ભણેલાં.” મેં કહ્યું.

ફની જોક. એ સમયે રાજકુમાર કૉલેજ બેસ્ટ સ્કૂલ હતી. અહીંની હવામાં કશુંક અલગ છે જે તમને ખેંચી રાખે છે. બધું જ નિયમો વગર. ભગવાન ભરોસે ચાલતું હોય તેવું. બસ મજા પડે તેવું. બહુ ઓછા શહેર પાસે આ ચાર્મ હોય છે.” તે બોલી.

મોજ માં રેવું રે’ આ રાજકોટનું અનઓફિશિયલ સિટી સ્લોગન છે. ખિસ્સામાં પાંચ રૂપિયા હોયતું આવી હોય ઉછીના-ઉધાર કરી લેબાકી તારી મહેમાનગતિમાં કાંઈ ઘટવા નો દે. બધા થોડા મનમોજી છેક્યાંક તોછડાઈ છે. કંઈક બતાવી દેવાની દાદાગીરી પણ છે. છતાંય મિજાજની રંગીનિયત કાયમ અલ્લડ અને બિન્દાસ જ હોય છેતારી જેમ.

તું કેટલું સારું વિચારી શકે છે. સહજતાથી બોલી પણ શકે છે. મને ખબર નથી કેમ હું અજાણ્યા શહેરમાં અજાણ્યા છોકરા સાથે હું સાવ બેફિકર બનીને ફરી રહી છું.” તે બોલી.

ડોન્ટ વરી. હું તારી સાથે કંઈ એવું તેવું કામ નહીં કરું. તું મારી મહેમાન છે. તને સાચવવી મારી ફરજ છે.” હું બોલ્યો.

બસબસબહુ મસ્કા મારવાની જરૂર નથી. અમેરિકાથી અહીં એકલી આવી છું. કેટલું ડેરિંગ હશે એ તો તું સમજી જ ગયો હોઈશ.” તે વળાંક લેતાં બોલી.

હું તેનાથી થોડું સલામત અંતર રાખીને બેઠો હતો. જેને સમાજ સ્ત્રી સન્માનની દૃષ્ટિએ જોતો. પરંતુ હું હજુ એટલો સહજ ફીલ નહોતો કરી રહ્યો આ એની નિશાની હતી. સંબંધોમાં સહજતાનો ઉંબરો વટાવી દો પછી મર્યાદાની લક્ષ્મણરેખા આંકવાની જરૂર રહેતી નથી. સાગર અને ગીતાના ફિલોસોફીના ડોઝનું ઓવર રિએક્શન મારા વિચારોમાં વ્યક્ત થઈ રહ્યું હતું.

એન્જલઆપણે ક્યાં જવાનું છે ?” મેં પૂછ્યું.

ડોલ્સ મ્યુઝિયમમાં.” તે બોલી.

ડોલ્સ મ્યુઝિયમએ ક્યાં આવ્યું રાજકોટમાં જ છે ?” મને આ નામ સાંભળીને નવાઈ લાગી.

વોટ નોન સેન્સ, તું રાજકોટમાં રહે છે તો પણ ડોલ્સ મ્યુઝિયમ ક્યાં આવ્યું એની ખબર નથી ?” તે નવાઈ પામતા બોલી.

છોકરીઓ પાસે પોતાનું અજ્ઞાન વ્યક્ત કરવું એનાથી મોટી મૂર્ખતા બીજી એક પણ નથી હોતી. કારણ છોકરાઓ છોકરીઓ સાથે લગભગ બહુ સિરિયસ વાતો કરતાં નથી પણ છોકરીઓ તેમની દરેક વાતો સિરિયસલી લઈ લેતી હોય છે.” સાગર શેખ છોકરીના છપ્પામાં આવું બ્રહ્મજ્ઞાન સતત મળતું રહેતું.

ના મને ખબર છે પણ.... કઈ જગ્યાએ આવ્યું એ નથી ખબર. અમારા ઘર પાછળ કાશીનાથ બાપુના આશ્રમમાં પણ આવી એક જગ્યા છે એટલે હું થોડો કન્ફ્યુઝ્ડ થઈ ગયેલો.” મારું અજ્ઞાન છુપાવવા હું પહેલી વાર ખોટું બોલ્યો.

અરે યારઇન્ડિયામાં ઓન્લી ટુ ડોલ્સ મ્યુઝિયમ છે. એક દિલ્હીમાં ને બીજું રાજકોટમાં. યારતમને તો આ માટે પ્રાઉડ ફીલ થવું જોઈએ. તમે વિશ્વ સમક્ષ કશુંક અનોખું હોવાની પહેચાન બનાવી રજૂ કરી શકો.” તે બોલી.

ના હોયઆવડા મોટા દેશમાં બે જગ્યાએ જ થોડા હોય બીજે પણ હશે. અહીં અમુક બાબતોમાં કોઈની મોનોપોલી સહન નથી થતી.” મેં કહ્યું.

ઇન્ટરનેટ તો બે બતાવે છે પછી ક્યાંય હોય તો આઈ ડોન્ટ નો.” તે બોલી.

યાજ્ઞિક રોડ પર આવેલા ડોલ્સ મ્યુઝિયમમાં અમે પ્રવેશ્યા. હું તો પહેલી વાર આવા કોઈ મ્યુઝિયમની મુલાકાત લેતો હતો. નાનો હતો ત્યારે પ્રવાસમાં ગયેલો પણ મોટેભાગે તો મંદિરો કે દરિયો જ ફરવાના લીસ્ટમાં હોય. અમે મ્યુઝિયમમાં એન્ટર થયા.

કેટકેટલી અદ્દભુત ઢીંગલીઓ હતી. ફોરેનના દેશનો ઢીંગલીઓનો ખજાનો હતો. જેમાંના કેટલાય દેશોના તો મેં નામ પણ નહોતા સાંભળ્યાં. હું જોતો રહ્યો.

"એન્જલ અમેરિકામાં પણ આવા મ્યુઝિયમો છે ?". મેં પૂછ્યું.

"તું આખો મહિનો ફર્યા કરે તો પણ જોઈ ના શકે... એટલા વિશાળ અને અફલાતૂન મ્યુઝિયમો છે." તે કેમેરાની ક્લીક કરતાં બોલી.

"ઇતિહાસ કે વિજ્ઞાન માટે તો સમજ્યા પણ આવું ઢીંગલીનું મ્યુઝિયમ બનાવવાની શું જરૂર.... આઈ મીન આનો મોટિવ શું ? આ બધા માટે પૈસા બરબાદ કરવાનો શું અર્થ ?" મને આવા મ્યુઝિયમોમાં ફરવામાં કોઈ રસ નહોતો.

" ધેટ્સ ધ પોઇન્ટ... બસ આજ ફર્ક છે ઇન્ડિયામાં અને અમેરિકામાં ! જે ખરેખર જાણવા, શીખવા કે સમજવા જેવું છે ઇન્ડિયા તેમાં ફાયદા શોધી તેને નજરઅંદાજ કરે છે. જ્યારે અમેરિકા આવા નજરઅંદાજ કરેલાં બાબતોમાંથી જ પ્રોફિટ કમાય છે." તે એક ઢીંગલીની ડિટેઇલ વિગતો વાંચતાં બોલી. 

" જ્ઞાનની દેવી એન્જલ, મારે એ બધું નથી જાણવું... પણ આ ઢીંગલીના મ્યુઝિયમ બનાવી તમારો કયો ઇતિહાસ સચવાય છે. એના પર પ્રકાશ પાડશો તો તમારી મહેરબાની !" હું ધીરે ધીરે ખુલી રહ્યો હતો.

તે મારા સામે જોઇને બોલી. " ચાઈલ્ડહૂડ... બાળપણની યાદોને જીવંત રાખવા દરેક શહેરમાં આવી પ્લેસ હોવી જોઈએ. માણસને શૈતાન બનતો અટકાવવા એના બાળપણ યાદો સતત તેની સાથે જોડાયેલી રહે એ બહુ જરૂરી છે. દરેક વ્યક્તિનો મહાન બનવાનો બીજ એના બાળપણમાં જ રોપાઈ જતાં હોય છે."

  મારા  વિચારોમાંબાળપણની યાદો ઘેરો ઘાલવા માંડી. મનમાં ઘરઘર રમવાના પ્રસંગોમારો ઘોડો ને ગીતાની ઢીંગલીબાજુની હેતલ રસોડું સંભાળતીહું ખેતી અને દુકાન... એ નિર્દોષ રમતો જીવવાની જડીબુટ્ટી હતી. માનવસહજ કે પ્રકૃતિસહજ સોંપેલા કામોથી રૂબરૂ થવાની શરૂઆત હતી. મને શેરીની છોકરીઓ કાગળીયાના ડુચ્ચા કે કપડાંના ટુકડાઓને સોયદોરાથી સીવીને ઢીંગલીઓનો આકાર આપવાનો પ્રયત્ન કરતી. તે બની જાય પછી તેના શરીર પર વિવિધ ચિતરામણ કરી તે રૂપાળી કે હસતી દેખાય તે માટે બહુ મહેનત કરતી. જો ઢીંગલી ખરેખર સારી દેખાતી હોય તો બેનપણી આગળ ફૂલીને ફાંકડો થઈને ફરતી. નજર સામે બદલાતાં ઢીંગલીના રંગરૂપ સાથે મારી બાળપણની યાદો પણ મોટી થવા લાગી. તેમાંથી નિર્દોષતા અને સહજતા ગાયબ થવા લાગી હતી. તેનું સ્થાન સાવચેતી અને મૂંઝવણે લઈ લીધું હતું. દુનિયદારીની વાસ્તવિકતામાં મારું અસ્તિત્વ ટકાવી રાખવા હું સંઘર્ષ કરી રહ્યો હતો.  જ્યારે એન્જલ પોતે જીવી રહેલી દરેક ક્ષણોને કૅમેરામાં કેદ કરી રહી હતી.

કોણ વધુ નસીબદાર હતુંજે જીવી જાણતો હતો એ કે જે સંઘરી જાણતો હતો એ...


***

Rate & Review

Heena Suchak 1 month ago

V Dhruva 2 months ago

Nipa Upadhyaya 3 months ago

Balkrishna patel 3 months ago

Shailesh Panchal 3 months ago