ડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 15પુલકીત ને આજે જ અહેસાસ થાય છે કે તેને પલક જોડે પ્રેમ થઇ ગયો છે.અને તે પલક ને આજે આ રીતે ઝેન સાથે જોઇ ને દુખી થાય છે.તે પોતાનું દુખ કોઇની સાથે વહેંચી ને હળવું કરવા માંગે છે.તેને કઇ જ સુજતુ નથી તેના મન માં એક નામ આવે છે.તે તેને ફોન કરી ને કોફી શોપ માં બોલાવે છે.

પુલકીત કોફી શોપ મા બેસી ને તેની રાહ જોવે છે.અને તે આવે છે પુલકીત ની સામે બેસે છે.પુલકીત તેના માટે કોફી મંગાવે છે.

" સોરી અને થેંક યુ જીયા આમ મારા એક વાર બોલાવવા પર આવવા માટે" પુલકીત

" ઇટસ ઓ.કે તુ દુખી કેમ છે આટલો ?" જીયા

તે પલક નું અને ઝેન નું નામ લીધા વગર તેને બધું જ જણાવે છે.
" હું  શું  કરું મને કઇજ સમજ નથી  પડતી? "પુલકીત

" એક તો એ છોકરી ની સગાઇ થઇ ગઇ છે અને છતા પણ તે બીજા સાથે રોમાન્સ કરે છે.કેન્ડલ લાઇટ ડેટ પર જાય છે.ઓહ પુલકીત રોંગ ચોઇસ ફોર ફર્સ્ટ લવ" 
જીયા

" ના તે રોંગ નથી તે તો બહુજ સારી છે.મને લાગે છે કઇંક અલગ જ વાત હશે શું હું તેની સાથે વાત કરું ડાયરેક્ટ?" પુલકીત

" ના આવી છોકરી ના કોઇ ભરોસા ના થાય તે તને પણ હા પાડશે મારું માન ભુલી જા તેને" જીયા

" ના તે શક્ય નથી તેને ભુલવી પુરા દીવસ તે મારી સામે હોય છે.પછી તેના જ વીશે વીચાર આવે છે." પુલકીત

" તો પછી પલક થી દુર જતો રહે થોડા દીવસ " જીયા ની વાત સાંભળી પુલકીત ચમકે છે.

" કેવી છોકરી  છે સગાઇ થઇ ગઇ છે.છતા ઝેન ની પાછળ પડે છે.અગર તે ના આવતી ને તો મારા અને મારા ઝેન ની સગાઇ અને લગ્ન  ઓડીશન પછી થઇ જ જતા પણ તેને મારા ઝેન ને મારાથી દુર કર્યો છે." જીયા ગુસ્સા માં  હોય છે.

" શાંત જીયા શાંત પણ મને કહે હું  શું  કરું ?"પુલકીત

"સોરી હું  તારા પ્રોબ્લેમ ની વચ્ચે મારો પ્રોબ્લેમ લઇ આવી.તું થોડા દીવસ આ બધાં થી દુર કયાય જતો રહે બ્રેક લઇ લે" જીયા

" પણ કામ ?" પુલકીત

" કામ ની ચિંતા છોડ હવે તો મને ફાવી ગયું છે.તું રીલેક્ષ થા અને તેને ભુલવા નો પ્રયત્ન કર.આમ પણ તું કયારેય વગર કારણે રજા નથી  લેતો તો કોઇ વાંધો નહીં આવે." જીયા.

" આઇ થીંક તું  સાચું  કહે છે.મારે થોડા દીવસ રજા લેવા ની જરૂર છે.મારી જાત ને  થોડો સમય આપવો જોઇએ.આમ પણ એકઝામ આવે છે.અને ગામડે થોડું કામ પણ છે તો હું  કાલેજ સવારે નીકળી જઇશ તું  પાક્કુ સંભાળી લઇશ ને?" પુલકીત

" યસ અફકોર્સ ચલ જઇએ." જીયા

જીયા અને પુલકીત બન્ને એકબીજા ને બાય કહી ને છુટા પડે છે.જીયા પલક વીશે જાણી ને ખુશ છે.

" પલક ની સગાઇ થઇ ગઇ છે છતા પણ તે ઝેન ની સાથે છી કેવી છોકરી છે .પણ પલક હવે તારો ખરાબ સમય શરૂ તને બચાવવા વાળો પુલકીત પણ હવે અહીં નથી  હવે તને ડાન્સ અને ઝેન થી દુર કરી ને જ રહીશ." 

********

બીજા દીવસે પલક રોજ ની જેમ ઘરે થી એક્સટ્રા કલાસ ના બહાને ડાન્સ એકેડેમી માં જતી રહે છે.

તેના ગયા પછી તરત જ ફોરમ આવે છે.હાથ માં  ડબ્બા લઇ ને.

" કેમ છો કાકી ? ‍કેમ છો કાકા?અા લો મમ્મી એ મોકલ્યું છે." 

" બસ મજા માં બેટા તું  કેમ છે ? " મહાદેવભાઇ

"મજા માં તારે નથી એક્સટ્રા કલાસ આ પલક ની જેમ એકઝામ ના લીધે " ગૌરીબેન

" ના તો કોલેજ નો એજ સમય છે.કોઇ એક્સટ્રા કલાસ નથી .આતો આ ડબ્બા આપવા ના હતા હવે અહીં થી કોલેજ જઇશ " ફોરમ..

ફોરમ ની વાત સાંભળી ને ગૌરીબેન અને મહાદેવભાઇ ચોંકે છે.

" પણ પલક તો રોજ એક્સટ્રા કલાસ માટે થઇને વહેલી જાય છે ઘરે થી."

ફોરમ ને હવે પોતાની ભુલ નો અહેસાસ થાય છે.તે વીચારે છે 
"પલક ફસાઇ ગઇ મારે તેને આ વાત જણાવવી પડશે અને અહીં થી નીકળવું પડશે." 

" બની શકે હોય કાકી મને નથી ખબર હું જાઉં મારે લાઇબ્રેરી જવું છે." ફોરમ ત્યાંથી નિકળી જાય છે.

મહાદેવભાઇ આ વાત પર બહુ ધ્યાન નથી આપતા પણ ગૌરી બેન નું મન ચકરાવે ચઢે છે.તે એ વાત પર જાય છે જે મહાદેવભાઇની તબિયત બગડતા અટકી હતી.તેમને વિશ્વાસ થાય છે કે નક્કી કઇંક તો છે જે પલક છુપાવે છે.અને તે તેની તપાસ કરવા નું  વિચારે છે જેથી લગ્ન માં કોઇ તકલીફ ના થાય.


*******
અહીં  પલક ડાન્સ એકેડેમી માં  આવે છે તે સીધી પુલકીત ની કેબીન માં જાય છે.પણ ત્યાં તેને પુલકીત ની જગ્યાએ જીય મળે છે.

" હાય જીયા અમ્મ પુલકીત નથી ?" પલક

તેને જોઇ જીયા ને ગુસ્સો આવે છે.પણ તે કંટ્રોલ કરતા તે સ્માઇલ  આપે છે તેને.

" હાય પલક સોરી પુલકીત તો નથી  તે આજ થી રજા ઉપર છે.બાકી મને કઇજ ખબર નથી તારે કઇ એકેડેમી ને લગતુ કામ હોય તો કહે મને.એની જગ્યાએ હું  કામ જોઇ રહી છું ." જીયા 

પલક નીરાશ થઇ ને કેબીન ની બહાર નીકળે છે.તે પુલકીત ને ફોન કરે છે.જે સ્વીચ ઓફ આવે છે.તે રીર્હસલ માટે જતી રહે છે.

તેટલાં મા પલક ને મળવા ફોરમ આવે છે.જેને જીયા જોઇ જાય છે.તે તેને રોકે છે.

" કોણ છે તું  ? કોનુ કામ છે ? અા કોઇ ટુરીસ્ટ પ્લેસ નથી " 

" મારે પલક ને મળવું છે.બે મિનિટ નું જ કામ છે " ફોરમ ડરી જાય છે.

" ઓ.કે વેઇટ હું બોલાવુ છું ." જીયા ત્યાંથી જતી રહે છે.
થોડીવાર માં પલક આવે છે તે ફોરમ ને જોઇ ને ખુશ થઇ જાય છે.તેને ગળે લાગવા જાય છે.ફોરમ તેને અટકાવે છે.

" હું  કોઇ મેળમિલાપ કરવા નથી  આવી તારી સાથે વાત કરવી છે."

તે પલક ને બધી વાત જણાવે છે જે તેના ધરે થઇ હતી.જે સાંભળી ને પલક ડરી જાય છે.

" હજી સમય છે પાછી આવી જા તારા પપ્પા ને ખબર પડશે ને આ ડાન્સ કોમ્પીટીશન અને એકેડેમી વીશે તો ભુકંપ આવશે.અટકી જા અહીં થી બંધ કર આ બધું ." એમ કહી ફોરમ ત્યાંથી  નિકળી જાયછે.

ફોરમ ના આવા વ્યવહાર થી તે ગુસ્સે થાય છે.

" પાછા વળવું  એ શક્ય નથી  હવે આ ડ્રીમસ્ટોરી તો પુરી થઇ ને જ રહેશે." તે ત્યાંથી  પગ પછાડી ને જતી રહે છે.

સંતાઇ ને સાંભળી રહેલી જીયા ના હાથ માં જાણે જેકપોટ લાગ્યો છે.તેને આશ્ચર્ય પણ થાય છે અને ખુશી પણ.

" માય ગોડ પલક આટલી મોટી ચાલબાજ છે.જે પોતાના સગા માબાપ થી આટલી મોટી વાત છુપાવે છે.વાઉ તને તો ધારી હતી તેનાથી પણ તું  ચાલાક નિકળી.

પલક હવે તારો આ એકેડેમી ને અને ડાન્સ ને બાય કહેવા નો સમય આવી ગયો છે.મને ખબર છે મારે શું  કરવા નું  છે." 

તે કોઇ ને ફોન કરી ને કઇંક  તૈયાર કરાવડાવે છે.અહીં ગૌરી બેન પણ પલક ની પર નજર રાખવા નું  વિચારે છે.તે પણ કઇંક  વિચારી ને કોઇક ને ફોન કરે છે.

અહીં  પુલકીત પલક થી દુર જઇ રહ્યો  છે. બીજી બાજુ ગૌરીબેન અને જીયા પલક ના સપના થી તેને દુર કરવા જઇ રહ્યા છે.શું પલક બચી શકશે? 
જાણવા વાંચતા રહો.
***

Rate & Review

Patel Fiza 3 months ago

Rutvi Chaudhari 3 months ago

Bhargil Joshi 3 months ago

Swati 4 months ago