" પુલકીત શું તું મારી પલક સાથે લગ્ન કરીશ?" ગૌરીબેન
" આ પ્રશ્ન હું તને તું અનીતા નો દિકરો ના હોત તો પણ પુછવા ની હતી.મે જોયું એકેડેમી માં તે જે રીતે પલક નો પક્ષ લીધો.તેની ચિંતા કરી.તારા ચહેરા પર ચોખ્ખુ દેખાય છે કે તું પલક ને પ્રેમ કરે છે.એક સ્ત્રી ની નજર આ વાત જાણી ગઇ તે મહાદેવ નો ડર રાખ્યા વગર તેમને સત્ય જણાવ્યું .સાચું બોલ "
ગૌરીબેન ના અચાનક આ પ્રસ્તાવ થી બધાં ચોંકે છે.પુલકીત કશું બોલી શકતો નથી.
" હા આંટી કરું છું હું પ્રેમ પલક ને પહેલા દિવસે જયારે કોલેજ મા સીડીઓ પરથી પડતા બચાવી હતી ને ત્યારથી .પણ પછી સમય જ એવો આવ્યો કે મારો પ્રેમ મન માં જ દબાઇ ગયો."
" હે ભગવાન થેંક યુ .અનીતા જીજાજી શું મારી પલક ને બધું જાણ્યા પછી તમારા ઘર ની વહુ બનાવશો? તમને ના પાડવા નો પુરો અધિકાર છે મારી દિકરી છે એટલે હા પાડવી જરૂરી નથી પુલકીત કોઇ જ દબાણ નથી તારા પર."
બે મિનિટ મૌન છવાઇ જાય છે.બધાં ના ચહેરા ગંભીર હોય છે.
" સોરી ગૌરી." પુલકીત ના પપ્પા
" કોઇ વાંધો નહીં " ગૌરીબેન
" અરે સોરી પણ અનીતા આજે તો હું મિઠાઈ ખાઇશ તું ના પાડીશ તો પણ ખાઇશ અને ગૌરી સોરી તમને ખોટું લાગે તો પણ તમને મારા હાથે થી મિઠાઈ ખવડાવીશ.જા ઓય બુધ્ધુ મિઠાઈ લઇને આવ જાને તારી મા સામે ના જોઇશ આજે હું નહીં ડરુ તેનાથી ." પુલકીત ના પપ્પા.
પુલકીત મિઠાઈ લઇને આવે છે.બધાં મિઠાઈ ખાઇ ને મોઢું મીઠું કરે છે.
" ગૌરીબેન કેવી વાતો કરો છો જે થયું તેમા પલક નો વાંક નથી કે નથી મહાદેવભાઇનો સંજોગો જ એવા હતા કોઇ શું કરે .પલક ની જગ્યા એ કોઇ પણ છોકરી હોય મારો દિકરો તેને પ્રેમ કરે છે એ વાત મારા માટે મહત્વની છે.અને આમ પણ અમે આજીવન એક દિકરી માટે તરસ્યા છે." પુલકીત ના પપ્પા.
" પણ આંટી પલક ની મંજુરી વગર હું આ લગ્ન નહીં કરું .હું તેને પ્રેમ કરું છું તે પ્રેમ તેના પર થોપવા નથી માંગતો."પુલકીત
" તેની પણ સ્વીકૃતિ છે.તું તેની ચિંતા ના કર.હા કદાચ તને પ્રેમ ના કરતી હોય પણ પસંદ ખુબ કરે છે.અને તારા જેવા છોકરા ને કોઇ છોકરી કયાં સુધી પ્રેમ ના કરે.અને એ પણ મારી પલક તારા પ્રેમ માં તો એ સરળતાથી પડી જશે."
પુલકીત થોડો શરમાઇ જાય છે.
" અનીતા આ તો શરમાય છે." બધાં હસે છે.
" પુલકીત કદાચ તને મારો નિર્ણય સ્વાર્થ ભર્યો લાગે તેના માટે હું માફી માંગુ છું પણ હું સ્વાર્થી છું .જયારથી તને પલક ની સગાઇ મા જોયો હતો ત્યારથી હું અને મહાદેવ એવું જ ઇચ્છતા હતા કે કાશ નીવાન ની જગ્યા એ તું અમારો જમાઇ બનતો.તેમને પણ તું પસંદ છે.શોધવા થી પણ તારા જેવો સારો પતિ મારી દિકરી ને ના મળે.તમે બન્ને બેસ્ટ ફ્રેન્ડ્સ છો ને બેસ્ટ લાઇફ પાર્ટનર પણ બનશો."
" સોરી ના કહો મારે થેંક યુ કેહવુ જોઇએ અને લગ્ન પછી પણ અમે બેસ્ટ ફ્રેન્ડ્સ તો રહીશુજ"
" ચલો સુઇ જાઓ બધાં કાલે સવારે મોટો દિવસ છે." અનીતાબેન
બીજા દિવસે સવારે ચા નાસ્તો કર્યા પછી પલક અને ગૌરીબેન રૂમમાં આવે છે.ગૌરીબેન તેમની લગ્ન ની સાડીઅને ઘરેણા લઈને આવે છે અને તે પલક ને આપે છે.
" આ શું છે મમ્મી? તારા લગ્ન ની સાડી અને દાગીના પણ કેમ ?" પલક
" આ મારી મમ્મી ના દાગીના છે અને સાડી મારી પણ આજ થી એ તારું છે જા અને તૈયાર થઇ જા ?" ગૌરીબેન
" પણ કેમ?" પલક
" કેમ કે એક કલાક પછી તારા લગ્ન છે." ગૌરીબેન પલક ને ઝટકો આપે છે.
"શું ? લગ્ન ? કેમ કોની સાથે અને આમ અચાનક ?"પલક ને કઇ જ સમજ પડતી નથી .
"શાંત હું જે પણ કરું છું તારા ભલા માટે આગળ કોઇ સવાલ નહીં તે કાલે જ વચન આપ્યું છે કે હું તારા વતી નિર્ણય લઇ શકું છું .ખુશી ખુશી તૈયાર થા મારી દિકરી આજે મોટો દિવસ છે.જો તને તૈયાર કરવા કોણ આવ્યું છે."
દરવાજો ખુલે છે.ફોરમ તૈયાર થઇને આવી છે.પલક તેને જોઇને ખુશ થાય છે.પણ અંદર થી કઇંક તેને ખુંચે છે.તેને વિશ્વાસ છે તેની મમ્મી તેના સારા માટે જ બધું કરશે ગૌરીબેન તૈયાર થઇને આવે છે.
" ફોરમ તું પલક ને તૈયાર કર હું સીધી લગ્ન ના સ્થળે જ મળુ."ગૌરીબેન
" પલક મને માફ કરી દે પણ મે જે કર્યું તે અંકલ ના કહેવા પર મારી મજબુરી હતી."
પલક તેના મો પર હાથ મુકે છે.અને તેને ગળે લગાવે છે.
"સોરી ના કહે મને વિશ્વાસ છે તારા પર કે તું મારા માટે કયારેય ખરાબ નહીં વિચારે.તું મારી બેસ્ટી અને બહેન બન્ને છો."
પલક બહાર ના રૂમમાં જાય છે.પણ આખા ઘર મા કોઇ જ નથી હોતું .
" કમાલ છે અચાનક બધાં કયાં જતા રહ્યા ." પલક અંદર આવી ને તૈયાર થાય છે.
અહીં ગૌરીબેન રીક્ષા મા ગૌરીભવન એટલે કે પોતાના
ઘર પાસે આવી ને રીક્ષા ને ઉભા રહેવા કહે છે.
તે દરવાજે બેલ વગાડે છે મહાદેવભાઇ દરવાજો ખોલે છે.અને ગૌરીબેન ને જોઇ ને હસે છે.
" અાવો ગૌરી આવી ગયા એક જ રાત માં બહાર ની દુનિયા નુ સત્ય સમજાઇ ગયું . "
" ના પાછી નથી આવી.હું પલક ના પપ્પા ને મળવા આવી છું મહાદેવ ઇન્ડસ્ટ્રી ના માલિક ને નહીં .બોલાવો તેમને." ગૌરીબેન
" આ શું મજાક છે ગૌરી.જે બોલવું હોય તે જલ્દી બોલો પણ ડાન્સ ની વાત નહીં ."
" હા ડાન્સ ની વાત નથી હું તો પલક ના પપ્પા ને બોલાવવા આવી છું કેમ કે આજે અને અત્યારે જ તેમની દિકરી ના લગ્ન છે.એક સુંદર ,સમજદાર અને ડાહ્યા છોકરા જોડે ."
" શું લગ્ન કોની જોડે અને હું પરમીશન નથી આપતો તમને જાઓ." મહાદેવભાઇ ગુસ્સે થાય છે
" પુલકીત નામ છે તેનું કદાચ એ છોકરો પલક ના પપ્પા ને પણ ગમે છે .શોધવા જશો તો પણ આટલો સારો છોકરો નહીં શોધી શકો.અને પરમીશન નથી માંગતી .હું તો એટલે આવી છું કેમકે એક પિતા નુ સપનુ હોય ને જે તે તેનાથી દુર ના થાય તેના માટે અને એ છે કન્યાદાન તો પ્લીઝ એક સામન્ય પિતા ની જેમ આવો હું બહાર રીક્ષા મા તમારી રાહ જોઉ છું દસ મિનિટ પછી જતી રહીશ.
અને હા આ લગ્ન રોકવા ની કે અડચણ નાખવા ની કોશિશ ના કરતા." ગૌરીબેન સડસડાટ બહાર નિકળી ને જતા રહે છે.
મહાદેવભાઇ અવાચક થઇને ગૌરીબેન નું આ નવું સ્વરૂપ જોતા રહી જાય છે.
પલક તૈયાર થઇ જાય છે ખુબ જ સુંદર લાગી રહી હોય છે.
" વાહ પલક આ લે કાળો ટીકો લગાઇ દઉં નજર ના લાગે તને.મારા થવાવાળા જીજાજી તો તને જોઇ ને બેભાન થઇ જશે."
પલક ચુપ હોય છે તેને ખબર નથી પડી રહી કે કેમ તેને ખુશી નથી થઇ રહી શું ખુટે છે તેના જીવન માં ."
બહાર બેસેલી ટેક્ષી મા બન્ને જણા મંદિર મા પહોંચે છે.
જયાં પહેલે થી પુલકીત ના મમ્મી પપ્પા આવેલા છે અને તૈયારી કરાવી રહ્યા છે.પલક તેમને પગે લાગે છે.સહેરા ની પાછળ રહેલા દુલ્હા ને જોવા તે સહેજ પણ ઉત્સુક નથી કોઇક બીજા ને જ તેની નજર શોધે છે.અને અહીં પલક ને આ રીતે જોઇ પુલકીત ને વિશ્વાસ નથી આવતો કે તે સપનુ જોવે છે.કે હકીકતમાં આ થઇ રહ્યું છે.
તેટલા માં ગૌરીબેન આવે છે.
" મમ્મી તું કયા ગઇ હતી ?" પલક ને કશું જ સમજ નથી પડતી તે તેની મમ્મી નો હાથ પકડી લે છે.પોતાની દિકરી ને દુલ્હન ના રૂપમાં જોઇ તેમની આંખ મા હર્ષ ના આંસુ હોય છે.
" ગોર મહારાજ વિધી શરૂ કરો."
" વરરાજા આવો અને કન્યા ના માતા તો હાજર છે પણ પિતા કયા છે?" મહારાજ ના સવાલ થી પલક ઉદાસ થઇ જાય છે.
" આ રહ્યા પિતા અહીં જ છે. ચાલો વિધી શરૂ કરો હું આવી ગયો ચાલો ગૌરી." મહાદેવભાઇ ને જોઇ પલક ખુશ થાય છે મહાદેવભાઇ પલક ને જોઇ ને ખુશ થાય છે પોતાની દિકરી ને દુલ્હન બનેલી જોવું તેમનું સપનુ હતું .લગ્ન ની વિધી શરૂ થાય છે પલક ને પુલકીત સાથે થયેલી મુલાકાત અને બધું જ યાદ આવે છે.
વિધી શરૂ થાય છે.મહાદેવભાઇ અને ગૌરીબેન મહારાજ ના કહ્યા પ્રમાણે વિધી કરે છે.
"કન્યા પધરાવો"
અંતરપટ નું કપડુ સરકે છે.અને પલક ની સામે આવે છે પુલકીત નો ચહેરો જેણે સહેરો હટાવી લીધો છે.પલક ના ચહેરા પર જાણે હાસ્ય પાછુ આવી ગયું .
" પુલકીત તું ?" તે પોતાની હસી અને ખુશી રોકી નથી શકતી.એક જ પળ માં તેને અહેસાસ થાય છે કે શું ખુટતુ હતું .તેના પ્રેમ નો અહેસાસ થાય છે.
" હા હું પલક કેવી લાગી સરપ્રાઇઝ?" પલક શરમાઇ જાય છે.
લગ્ન ની તમામ વિધી સંપન્ન થાય છે.પુલકીત પલક ને સીંદુર અને મંગળસુત્ર પહેરાવી ને તેને પોતાની પત્ની બનાવી લે છે.નવ પરણીત દંપતિ મહાદેવભાઇ ના આશિર્વાદ લેવા જાય છે.તેઓ તેમને પગે લાગે છે.
" તારા જીવન નો અત્યંત મહત્વ નો નિર્ણય આટલો સરસ લેવા માટે ગૌરી ને આભાર અને ધન્યવાદ હું ઇચ્છતો તો પણ આવો સારો વર તારા માટે ના શોધી શકતો .બન્ને ખુબ સુખી થાઓ.મને વિશ્વાસ છે કે પુલકીત તને ખુશ રાખશે.બસ મારી ફરજ પુરી હવે મારી તરફ થી આશા ના રાખતી ગુડ બાય " આશિર્વાદ આપી ને તે જતા રહે છે.
" ચિંતા ના કર તે નારાજ જરૂરછે પણ તને ખુબ પ્રેમ કરે છે પલક એક દિવસ તને કામયાબ જોઇને સૌથી વધારે ખુશ એ જ થશે.પલક પુલકીત બાકી બધાં ના આશિર્વાદ લો "
તેઓ બધાં ને પગે લાગે છે. ફોરમ લગ્ન ના ફોટો લઇને આવે છે.
" લો આ મે અર્જન્ટ કોપી કઢાવી છે.અને આ વકીલ સાહેબ છે કાયદાકીય વિધી તેઓ પતાવી દેશે તમે ખાલી સહી કરી દો." ફોરમ
" પલક પુલકીત જાઓ કપડા બદલો અને ડી.જે એકેડેમી માં જાઓ આગળ શું કરવા નું છે તે તમને ખબર જ છે."
પલક અને પુલકીત એકબીજાની સામે જોવે છે
કેવો લાગ્યો આજ નો આ પાર્ટ ?એ પણ એક દિવસ વહેલો.
તમામ વાચકો ને સ્વતંત્રતા દિવસ ની અને રક્ષાબંધન ની શુભેચ્છા .
જય હિંદ...
કેવો રહેશે ઝેન નો પ્રતિભાવ આ લગ્ન વીશે જાણી ને ? કેવુ હશે તેમના લગ્ન નું અને પલક ના સપના નું ભવિષ્ય જાણવા વાંચતા રહો.