રુદ્રની રુહી... - ભાગ -21

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -21

રુહીનો વોઇસ મેસેજ સ‍ાંભળીને રુચિ અને અદિતિના હોશ ઉડી ગયા.તેમણે સહેજ પણ ધાર્યું નહતું કે રુહીમાં આટલી બધી હિંમત આવી  જશે અને તે આટલી મોટીમોટી વાત કરશે.રુચિને અદિતિ પર ગુસ્સો આવ્યો અને આ મેસેજીસ મોકલવા માટે પસ્તાવો થયો.તેને રુહીથી ડર લાગતો હતો.તેણે પોતાના હાથથી અદિતિનું મોઢું પકડ્યુ અને જોરથી દબાવ્યું.

"રુચિ,શું કરે છે?દુખે છે મને છોડ.આમા મારો શું વાંક?"અદિતિએ માંડમાંડ રુચિના હાથમાંથી પોતાનું મોઢું છોડાવ્યું.

"હા,તો ગુસ્સોતો એટલો આવે છે તારી ઉપર કે એક લાફો મારું પણ કંટ્રોલ કરું છું.આ તો એવું થયું કે આ બેલ મુજે માર.તે તો કહ્યું હતું મુર્ખ અને ડરપોક સ્ત્રી છે.
જો મારી વાત સાંભળ,રુહીએ કહ્યું છે તેમ તેણે કર્યુંને તો તું ના પિયરની રહીશ કે ના સાસરીની,રસ્તે રઝળતી કરી દઇશ હું તને."રુચિએ અદિતિને ધમકાવી.

અદિતિ તેની ધમકીથી ડરી ગઇ તેણે તેને મનાવવાની કોશીશ કરી.
"રુચિ,મને થોડી ખબર હતી કે તેને ગંગામૈયાની એક ડુબકી આટલી તાકાતવાળી અને બહાદુર બનાવી દેશે.હું તેને જેટલું ઓળખતી હતી તેમ તે એક ડરપોક સ્ત્રી હતી.આટલી બધી હિંમત તેનામાં કઇરીતે આવી તે ખબર નહીં?"અદિતિ પોતાનો બચાવ કરતા બોલી.

" હવે જે બાજી બગાડી છે તે તું જ સુધારીશ."રુચિએ બીજો પ્લાન બનાવતા કહ્યું.

"અને તે શું?" અદિતિએ પુછ્યું

" તું તપાસ કરાવ કે રુહી હરિદ્વારમાં ક્યાં છે? કોના ત્યાં છે?કોના ટેકાથી તેને આટલી બધી હિંમત મળી?તે વ્યક્તિની પુરી જન્મકુંડળી મને એક અઠવાડિયામાં જોઇએ."રુચિએ કહ્યું.

તેની વાત સાંભળીને અદિતિ ટેન્શનમાં આવી ગઇ.

*       *        *
" રુદ્ર મારા દિકરા કેમ છે તું ? જો તો ખરા મારી સાથે કોણ આવ્યું છે તારા ઘરે આગલા પંદર દિવસ રહેવા માટે? કાકાસાહેબ બોલ્યા.

રુદ્ર કઇપણ બોલે તે પહેલા તેમની પાછળ ઉભેલા લોકો પર તેનું ધ્યાન ગયું.તે રુદ્રના ફોરેન ડેલિગેટ્સ હતા જે યુ.એસથી આવ્યા હતાં.રુદ્રના ફોરેન ડેલિગેટ્સ મૂળ ભારતીય હતાં.તેમના પુર્વજો ભારતીય હતાં પણ તેમનો જન્મ ત્યાં જ ફોરેનમાં થયો હતો.

"મિ.એન્ડ મિસિસ પટેલ.પ્લીઝ કમ.વેલકમ સર એન્ડ મેમ."રુદ્રએ તેમના સ્વાગતમાં કહ્યું.

હરીશ પટેલ અને સરીતા પટેલ ઉર્ફે હેરી અને સેન્ડી,ચાલીસ વર્ષની આસપાસનું કપલ  જે ભારતીય સંસ્કૃતિ અને રીવાજોના ફોલોઅર હતાં.ફોરેનમાં રહેવાથી મોર્ડન તો હતાં પણ પોતાના સંસ્કાર હજી યથાવત હતાં.તેમની સાથે તેમનો મેનેજર વિલિયમ પણ હતો.

રુદ્રના કપાળ પર પરસેવો હતો,આજે કાકાસાહેબે રુદ્રને બરાબર ફસાવ્યો હતો.કાકાસાહેબ તેમની સાથે શું કરી રહ્યા હતાં તે સમજવામાં રુદ્ર અસર્મથ હતો.

"હેરીસર,તમે તો આવતીકાલે સવારે આવવાના હતાં."રુદ્રએ આશ્ચર્ય સાથે પુછ્યું.

"રુદ્ર,મે તારા મેનેજરને કીધું હતું કે હું વન ડે પ્રાયર અાવીશ.મે બી યુ ફોરગોટ.બટ યોર કાકાસાહેબ ઇઝ સો સ્વિટ.તે તેમના પુરા પરિવાર સાથે મને વેલકમ કરવા આવ્યા."હેરીએ કહ્યું.

રુદ્ર સમજી ગયો કે મેનેજર કાકાસાહેબના પૈસાથી ખરીદાઇ ગયો હતો.તે માહિતી તેણે કાકાસાહેબને આપી દીધી.

"કોન્ગ્રેચ્યુલેશન રુદ્ર.તારા કાકાસાહેબે કહ્યું કે તારા નવાનવા લગ્ન થયા છે.અમે તો એરપોર્ટ પરથી હોટેલ જતા હતાં પણ તેમણે અમને આગ્રહ કર્યો અહીં તારા ઘરે રોકાવા માટે.મે કીધું હેરીને કે તેના નવા નવા લગ્ન થયા છે તો તેને પ્રાયવસી જોઇએ.બટ કાકાસાહેબ અમને અહીં લઇ આવ્યા."સેન્ડી બોલી.તેની બોલીમાં યુ.એસના ઉચ્ચારણ સ્પષ્ટ ઝલકતા હતાં.

" અરે,હોય કાઇ તમે અહીં અમારા ઘરે આવ્યા તે ખુબ જ મોટી વાત છે અમારા માટે.પ્રાયવસીની ચિંતા ના કરો,અમારું ઘર ખુબ જ મોટું છે."અભિષેક પરિસ્થિતિ સંભાળતા બોલ્યો.

"ઓહ.સો સ્વિટ ઓફ યુ.તમારું ઘર ખુબ જ સુંદર અને મોટું છે."હેરી ઉર્ફે હરીશ પટેલ બોલ્યા.

"યસ,હેરી ઇઝ રાઇટ.તે તમારી વાઇફ છે રુદ્ર?શી ઇઝ સો પ્રીટી."સેન્ડી રુહી તરફ જોતા બોલી.
રુહી આ બધું આશ્ચર્યથી જોઇ રહી હતી.તે કઇપણ સમજી શકતી નહતી.


"હા તે છે રુહી રુદ્રાક્ષ સિંહ."રુદ્ર ગર્વ સાથે બોલ્યો.


"હરિરામકાકા મહેમાનોને ગેસ્ટ રૂમમાં લઇ જાઓ."અભિષેકે તેમને ઓર્ડર આપ્યો.
હરીશભાઇ,સુનીતા અને વિલિયમ જતાં રહ્યા.

"કાકસાહેબ,આ બધું શું છે?મારા ફોરેન ડેલિગેટ્સને  મળવાની તમારી હિંમત કેવીરીતે થઇ?તમે કરવા શું માંગો છો?"રુદ્ર ગુસ્સે થયો.

"શાંત રુદ્રબેટા,ધીમેથી બોલ તેમને સંભળાઇ ગયું તો તું જુઠ્ઠો લાગીશ તેમને કેમકે મે એમ કહ્યું છે કે તારો અને મારો સંબંધ એકદમ સગા બાપદિકરા જેવો છે.તેમણે જ આગ્રહ કર્યો કે."કાકાસાહેબ બોલતા બોલતા અટકી ગયાં.

"કે..શું ?"રુદ્રએ પુછ્યું.


"કે તે લોકો જ્યાં સુધી અહીં છે ત્યાંસુધી અમે બધાં પણ અહીં જ રહીશું."કાકાસાહેબ આટલું બોલીને હસ્યા.


"તે શક્ય નથી."રુદ્રએ ગુસ્સામાં કહ્યું.


"અચ્છા તો કહી દો તમારા સેન્ડી અને હેરીને બધું સત્ય અને ગુમાવી દો આટલો મોટો પ્રોજેક્ટ."શોર્યએ હસતા હસતા કહ્યું.

"શોર્ય."રુદ્ર ગુસ્સે થયો.શોર્યઐ તેની નજર રુહી પર નાખી જે રુદ્રથી સહન ના થઇ.અભિષેક વચ્ચે પડ્યો.

" હરિરામકાકા આમને પણ ગેસ્ટ રૂમમાં લઇ જાઓ."અભિષેક બોલ્યો.

કાકીમાઁ રુદ્રને માથે પ્રેમભર્યો હાથ ફેરવીને શોર્ય અને હરિરામકાકા સાથે જતા રહ્યા.કાકાસાહેબ રુદ્ર પાસે આવીને બોલ્યા.
"રુદ્ર,તું અને રુહી પતિ પત્ની નથી તે વાત હું જાણું છું પણ  આ વાત જો તારા ડેલિગેટ્સને જાણ થશે તો શું થશે?"

"તમે મને બ્લેકમેઇલ કરો છો?"રુદ્ર બોલ્યો

"ના ના દિકરા,તને બ્લેકમેઇલ નથી કરતો.હું તને પરેશાન કરવા આવ્યો છું એટલો પરેશાન કે તું આવીને મારા પગે પડીશ."કાકાસાહેબ આટલું બોલીને અંદર રૂમમાં જતાં રહ્યા.

તેમના ગયા પછી રુદ્ર અને અભિષેક રુહી સામે જોઇ રહ્યા હતાં.રુદ્રએ અભિષેક સામે જોયું અભિષેકે તેને કઇંક ઇશારો કર્યો.

"રુહી,તમારે મારા પત્ની બનીને રહેવું પડશે."રુદ્રએ ખચકાતા ખચકાતા કહ્યું.

"હા હા તમે ચિંતા ના કરો.હું તમારા મહેમાનોને સારીરીતે સાચવીશ.તેમનું ધ્યાન રાખીશ.તમે ઘણું કર્યું મારા માટે હું એટલું તો કરી જ શકુંને.કાકાસાહેબ અને શોર્યને પણ જોઇ લઇશ."રુહીએ પુરા વિશ્વાસ સાથે કહ્યું.

રુદ્રએ લાચારીથી અભિષેક સામે જોયું.અભિષેક સમજી  ગયો.તેણે માથું હકારમાં હલાવ્યું.તે રુહી પાસે આવ્યો.

"એમ નહીં રુહી,રુદ્રના કહેવાનો મતલબ તમે સમજ્યા નહીં." અભિષેક બોલ્યો.

"શું અભિષેક?"રુહીએ પુછ્યું.

"એ જ કે તમારે રુદ્રના પત્ની તરીકે વતર્વું પડશે બધાંની સામે એક નવ વિવાહીત યુગલની જેમ.તમારે રુદ્રના બેડરૂમમાં થોડા દિવસ રહેવું પડશે.તમારે બધાંની સામ એકબીજાના પ્રેમમાં હોય તેમ જતાવવું પડશે."અભિષેક થોડી નારાજગી સાથે બોલ્યો.
અભિષેકની વાતે રુહીને આચકો આપ્યો આ વાત તેના માટે ખુબ જ આધાતજનક હતી.

*             *           *
આરુહે સાંજ પડતા જ રુદ્રઅંકલના ફોનની રાહ જોવાની શરૂ કરી દીધી.સાંજના સાત વાગ્યે અહીં ડિનર   કરી લેવાનો નિયમ હતો તે ફોન તેના લોકરમાં મુકીને ડિનર કરવા ગયો.અહીં ડિનર માટે એક વિશાળ હોલ હતો જેમા ટેબલ ખુરશી લાઇનસર ગોઠવેલા હતા.ટેબલ પર થાળી વાટકી,ચમચી અને ગ્લાસ હતો.અહીં રોજ સાંજે સાત્વિક જમવાનું પિરસવામાં આવતું.

જમવાનું એઠું મુકવાનું મનાઇ હતું.આરુહને રોજ  મમ્મીના હાથનું ટેસ્ટી જમવાની આદત હતી.તે માંડમાંડ આ સાદું જમવાનું ખતમ કરી શક્યો.તે જમીને રૂમમાં આવ્યો ત્યાંસુધી તેનો રૂમ પાર્ટનર ત્યાં આવી ગયો હતો.

તે તેનાથી એક વર્ષ મોટો હતો.તે પણ મુંબઇનો જ હતો.તે ખુબ જ સરળ સ્વભાવનો છોકરો હતો.આરુહને પહેલા જ દિવસે તેની સાથે સેટ થઇ ગયું.તેનું નામ અંશુ હતું.

"આરુહ,હું તને કહી દઉં કે અહીં હોસ્ટેલમાં હોસ્ટેલના સરના નહીં પણ બોસના નિયમો ચાલે છે."અંશુએ આરુહને ચેતવ્યો.

"બોસ!!!"આરુહ થોડો ડરતા ડરતા બોલ્યો.

"હા બોસ,મોન્ટુ તે સિનિયર છે.તે તારી દરેક વસ્તુ પર એકસરખો હક કરશે.તે અગર આપવાની ના પાડી તો તારું રહેવું અહીં મુશ્કેલ બની જશે.હું તો તને એમ જ સલાહ આપીશ કે તેનો દોસ્ત બનીને રહેવામાં જ ફાયદો છે."

"તે તારો ઘરેથી આવેલો નાસ્તો,લેપટોપ,આ મોંઘુ શેમ્પૂ,સાબુ બધું તે યુઝ કરશે.તેનું હોમવર્ક કરવું,તેના કામ કરવા.શાંતિથી જીવવું  હોયને તો આદત પાડી દેજે  દોસ્ત."અંશુ બોલ્યો.

"હા બેટા એકદમ બરાબર બોલ્યો.એય ન્યુકમર શું નામ તારું હા આરુહ શેઠ બીજા એક મોટા ઘરનો લાડકવાયો.જોઇએ તો ખરા શું શું લઇને આવ્યો છે.તારી મમ્મીએ બનાવેલો નાસ્તો ક્યાં છે? લાવ ચલ આપી દે."મોન્ટુ અંદર આવતા બોલ્યો.

આરુહને એક પછી એક જીવનમાં કઠણાઇનો સામનો કરવો પડી રહ્યો હતો.જે મોન્ટુએ પુરી હોસ્ટેલના છોકરાઓને પોતાના દાબમાં રાખ્યા છે શું તે આરુહને મદદ કરશે?

તેવું તો શું છે કે મોન્ટુ પુરી હોસ્ટેલના છોકરાઓને પોતાના દાબમાં રાખે છે?

શું રુહી રુદ્રની વાત માનશે કે કોઇ બીજો રસ્તો કાઢશે?
જાણવા વાચંતા રહો.

Rate & Review

Rashmi

Rashmi 3 weeks ago

jyoti

jyoti 4 weeks ago

Mauli

Mauli 1 month ago

Kavita

Kavita 2 months ago

Nipa Upadhyaya

Nipa Upadhyaya 2 months ago