Rudrani ruhi - 109 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-109

રુદ્રની રુહી... - ભાગ-109

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -109

"હા રુચિ બોલ."શોર્યે કહ્યું.

રુચિએ જણાવ્યું આદિત્યના ફોન વિશે અને બધું જ સાચું કહીને પુછી લીધું.
"શોર્ય ,તે તો એમ કહ્યું હતું કે તને હવે મારા પ્રેમ અને આપણા બાળક સિવાય બીજી કોઇ વાતમાં રસ નથી.તો આ બધું શું છે?"રુચિએ પુછ્યું.

"રુચિ,‍અાપણા લગ્ન થયા તેના બીજા દિવસે મને તારા પિતાના માણસોએ ખુબજ માર્યો અને તેમણે મને એ શરતે જ છોડયોકે હું તેમનું એક કામ કરીશ.તો તેમણે મને મુંબઇ બોલાવ્યો અને આદિત્યના ઘરે ચોરી કરવા કહ્યું."આટલું કહી શોર્યે મુંબઇમાં બનેલી તમામ વાતકહી તે પણ સાચે સાચી.

"રુચિ,હા મે તારી સંપત્તિની લાલચે લગ્ન કર્યા હતા તારી સાથે પણ હવે મને લાલચ છે કે આપણું બાળક જલ્દી આ દુનિયામાં આવે અને હું બાપ બનું.આ એક સમાચારે મને બદલી નાખ્યો."શોર્યે કહ્યું.

રુચિને રાહત થઇ અને તેના ચહેરા પર હાસ્ય આવ્યું.
"મારા બુદ્ધુ શોર્ય,પુરા નવ મહિના લાગશે.આ બાળકને આ દુનિયામાં આવતા.બાય ધ વે શોર્ય તને શું જોઇએ છે?દિકરો કે દિકરી?"રુચિએ શોર્યના આલીંગનમાં સમાતા કહ્યું.

"અમ્મ,કઇપણ આવશે તે બસ હેલ્થી હોય.હા પણ તારા જેવી સ્વિટ અને ક્યુટ દિકરી હોય તો ખુબજ ગમશે."શોર્યે કહ્યું.રુચિને હસવું આવ્યું.

*****
તિરાડમ‍ાંથી અંદરનું દ્રશ્ય જોઇ રહેલી અદિતિના પગ નીચેથી જમીન નિકળી ગઇ.રૂમમાં લાઈટો તો બંધ હતી બસ એક નાનકડી કેન્ડલનો પ્રકાશ હતો અને તેની સુગંધ પુરા રૂમમાં પ્રસરી ગઇ હતી.પલંગ પર ફુલોથી સજાવટ કરવામાં આવેલી હતી મધુરજની માટે.

જે દ્રશ્ય જોઇને અદિતિના હોશ ઉડી ગયા તેની પર તેની આંખોને વિશ્વાસ નહતો આવી રહ્યો.મનોજ અને માયા મધુરજની માટે શણગારવામાં આવેલા પલંગ પર એકબીજાના આશ્લેષમાં હતા.મનોજની ખુલ્લી પીઠ પર માયાના હાથ વિંટળાયેલા હતા.

આગળ અહીં ઊભા રહીને જોવાની હિંમત તેનામાં નહતી.તે તેના સ્વભાવ વિરુદ્ધ વર્તી સામાન્ય રીતે આ સ્થિતિમાં તે ખુબજ જોરજોરથી ઝગડે પણ તે આંખોમાં આંસુ અને ડુસકા સાથે પોતાના રૂમમાં જતી રહી.

આજે તે ખુબજ જોરજોરથી રડી તેને ચીસો પાડવાનું મન થતું હતું પણ તે શક્ય ના થયું.તેની પોતાની જ ભુલો અથવા તો પોતાના કર્મોનું ફળ તેને મળી ગયુ હતું તેવું તેને લાગ્યું.આજે તેને સમજાયું કે રુહી અને રુચિની જિંદગી સાથે પણ તે આજ રમત રમી હતી.ત્યારે રુહીને કેવું લાગ્યું હશે.આજે તે અદિતિ આદિત્યની બહેન તરીકે નહીં પણ એક સ્ત્રી તરીકે વિચારી રહી હતી.

તેને હવે સમજાયું કે પોતાનું વર્તન પોતાને અનહદ પ્રેમ કરતા પતિથી દુર લઇ ગયું.તેણે નિશ્ચય કર્યો કે સવારે તે મનોજના પગે પડીને માફી માંગશે.
બીજા દિવસે સવારે તેણે વહેલા ઊઠીને બધાં માટે બ્રેકફાસ્ટ બનાવવાનું નક્કી કર્યું.રસોડામાં જઇને જોયું તો માયા પહેલેથી ઘણુંબધું બનાવી ચુકી હતી.તે ગુસ્સે થઇ ગઇ.
"માયા,હું તને નહીં છોડું.તે મારાથી મારો મનોજ છિન્વયો છે.આજે તો તારા હાડકા તોડી નાખીશ"અદિતિ માયાનો હાથ મરોડતા બોલી.
માયાએ ઝટકા સાથે હાથ છોડાવીને તેને એક લાફો માર્યો.
"ચુપ,મને અબળા ના સમજીશ અને એક વાત સાંભળી લે ગઇકાલે રાત્રે મે મનોજને સંપૂર્ણપણે મારો બનાવી લીધો અને જલ્દી જ તને આ ઘર અને તેના જીવનમાંથી ઉખાડીને ફેંકી દઇશ.તે તારો સંસાર તારા હાથે ખરાબ કર્યો છે."માયા બોલી.

બ્રેકફાસ્ટ ટેબલ પર પ્લેટો ગોઠવી રહેલી અદિતિને જોઇને મનોજને સુખદ આશ્ચર્ય થયું.
તેણે રુચિ અને રુહીને કોન્ફરન્સ કોલ કર્યો.
" રુચિજી,આપણો પ્લાન તો એક જ દિવસમાં ધાર્યું પરિણામ આપી રહ્યો છે.તમને ખબર છે અદિતિ આજે વહેલી ઉઠીને કામકરી રહી છે."મનોજે કહ્યું.
"હા મનોજ,પણ અદિતિને હળવાશમાં ના લેશો.તેની અંદરની બુરાઇ બહાર કાઢવા આપણે હજીપણ ઘણું કરવાનું છે.આ ફિલ્મી કહાની જેવું નાટક ચાલું જ રાખવાનું છે અને તેનું ડિફીકલ્ટી લેવલ વધારવું પડશે."રુહીએ કહ્યું.
"એટલે હું સમજ્યો નહીં."મનોજે પુછ્યું.
"એટલે તું માયાના પ્રેમમાં ખોવાઇ રહ્યો છે તે તારે જાહેરમાં અદિતિને દેખાડાવું પડશે.તે માટે આ નાટક થોડું રિયલ લાગે તેના માટે તારે માયા સાથે રોમાન્સ કરવો પડશે તેની સામે.જેનાથી તે વિશ્વાસ આવે અને તે બદલાઇ રહી છે તે જાણીને તારે ઢીલુ નથી પડવાનું.અગર તું ઇચ્છે કે તે બદલાય તો થોડું કડક થવું પડશે."રુચિએ આગળનો પ્લાન તેને જણાવ્યો.

બધાં બ્રેકફાસ્ટ ટેબલ પર બેસ્યા માયાની સાથે અદિતિ પણ બધાને સર્વ કરી રહી હતી.
"મમ્મીજી-પપ્પાજી અને મનોજ,હું મારા આજસુધીના વર્તન પર પસ્તાવો થાય છે.હું હ્રદયપુવર્ક તમારી માફી માંગુ છું.હવે માયા અને મનોજ એક થઇ ગયા છે તો હું તેને અહીંથી જવા નહીં કહી શકું પણ શું મનોજ તેની સાથે મને પણ તારી પત્ની તરીકે અહીં રહેવા દઈશ?શું મને પણ તારો પ્રેમ આપીશ."અદિતિએ થોડુંક પસ્તાવા સાથે અને થોડું નાટક કરતા કહ્યું.

"હા તું અહીં રહી શકે છે પણ મારો પ્રેમ તો હવે માયાને જ મળશે.સમાજની સામે મારી પત્ની તું રહીશ અને બાકી બધી રીતે માયા."મનોજે કડક સ્વરમાં કહ્યું.અદિતિ સમસમી ગઇ.તેણે નક્કી કર્યું કે તે આદિત્યને આજે મળશે અને આનો ઉપાય કઢાવશે.

થોડીક વાર પછી તે આદિત્યે આપેલા સરનામા પર જબ્બારભાઇના ઘરે જઇ રહી હતી.ત્યાં મનોજના બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો અને ત્યાંથી હસવાનો અવાજ આવી રહ્યો હતો.તેણે છુપાઇને જોયું.તો મનોજે માયાની કમર ફરતે હાથ વિટાળ્યાં હતા અને તે બન્ને એ રીતે હતા કે જાણે એકબીજાને ચુમી રહ્યા હોય.અદિતિ ગુસ્સામાં સમસમી ગઇ.
"હદ થઇ ગઇ બેશરમીની..હવે તો આ બન્નેને નહીં છોડું."
તેણે દરવાજો ખખડાવ્યો.
"મનોજ હું મારી સહેલીને ત્યાં જઇ રહી છું.હું રાત સુધીમાં આવી જઇશ.મનોજ,હું તને પ્રોમિસ આપું છું કે હવે હું દારૂ નહીં પીવું."તે મનોજની પાસે જઇ ભાવુક થઇને બોલી.
મનોજને તેનીઆંખોમાં અલગ ભાવ દેખાયો મનોજ ભાવુક થઇ ગયો પણ તે ચહેરા પર ના આવવા દીધો.
"હા જા મારે શું? તારે જે કરવું હોય તે કર."મનોજે કહ્યું.

અદિતિ પગ પછાડતી પછાડતી જતી રહી.

*****

અહીં બીજી રાત્રે સમયે આદિત્યનો ખાસ માણસ હરિદ્વાર રુદ્રની હવેલીની આસપાસ જ હતો.તેણે સવારથી નજર રાખી હતી.તેને સમજ આવી ગઇ હતી કે આ હવેલીમાં આગળની બાજુએ બે સિક્યુરિટી ગાર્ડ હતા અને બાકી ફરતે વાડ હતી અને સીસીટીવી કેમેરા હતા.
તેણે એક ટ્રિક વાપરી અને પોતાની બંદૂકમાંથી ગોળી છોડી અને સંતાઇ ગયો.તે બન્ને સિક્યુરિટી ગાર્ડ અને ઘરના તમામ સભ્યો ત્યાં આવી ગયા તેમણે જોયું કે ત્યાં કોઇ હતું નહીં.આદિત્યના ખાસ માણસે પોતાના મોઢે રૂમાલ બાંધેલો હતો અને કપાળ પર પણ રૂમાલ બાંધેલો હતો.તેની આંખો સિવાય તેના ચહેરાના એકપણ ભાગ દેખાતા નહતા.

રુદ્ર,અભિષેક અને શોર્ય ત્યાંજ ગેટ બહાર હતા.ઘરની લેડિઝ પણ ત્યાં એકસાથે હતી.તે બધાંનું ધ્યાન અલગ જ દિશામાં હતું અને તેનો લાભ લઇને તે માણસ અંદર ધુસી ગયો.તેણે બ્લુટુથ લગાવીને આદિત્યને ફોનકર્યો.
"હ‍ા સર,હવે કયા રૂમમાં જઉ.આ તો મહેલ છે.કેટલા બધાં રૂમ છે.તેમા કયા રૂમમાં જવાનું છે."તે ધીમા અવાજે બોલ્યો.

અહીં બહાર કશુંજ ના મળતા તે બધાં ફરીથી અંદર આવ્યાં.
"આ કોણ હોઇ શકે આમ ગોળી ચલાવીને જતું રહ્યું."રુહી બોલી.
"ખબર નહીં જે પણ હોય પણ હવે બધાં ભેગા થયા છે તો આઇસ્ક્રીમ પાર્ટી થઇ જાય."રુચિ બોલી

"હા મને પણ બહુ જ મન થયું છે."રિતુએ કહ્યું.

આ બધું છુપાઇને તે માણસ સાંભળી રહ્યો હતો.
"બોસ,ગુડ લક આપણી સાથે છે કે બધાં નીચે આઇસ્ક્રીમ ખાવા બેઠા છે.નહીંતર હું કામના કરી શકત.હવે કયા રૂમમાં જઉ."તે માણસે પુછ્યું.
"તું મે જે ફોટો મોકલ્યો હતો તે ફોટો જે રૂમમાં હોયને ત્યાં શોધ."આદિત્યે કહ્યું.
"એક સીડી લાલ કવરમાં હશે."આદિત્યે કહ્યું.
"સારું સર,હું તમને નહીં પુછુ કે તે સીડીમાં શું છે? પણ મારો વિશ્વાસ કરજો સાહેબ અગરમને તે સીડી મળીને તો હું સીધી તમારી પાસે લઇને આવીશ."તે માણસે કહ્યું.
"ચલ જા શોધહવે".આદિત્યે કહ્યું.

લગભગ ત્રણેક જેવા રૂમમાં ફર્યા પછી તેને એક રૂમ મળ્યો જેમા તે ફોટો હતો.તેણે આદિત્યને વીડિયો કોલ કર્યો.
"હા બસ આ જ રૂમ હશે.જલ્દી શોધ.ગમે તે સમયે તે અંદર આવશે."આદિત્યે કહ્યું.

તે માણસના નસીબે બધાં કબાટના લોક ખુલ્લા હતા તેણે રૂમમાં બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું.કબાટની અંદર લોકર ,ચોર ખાનું બધું જ જોઇ લીધું પણ કશુંજ ના મળ્યું.

"સર,કશુંજ નથી."
આદિત્યે વિચાર્યું,
"તે સીડીતો શોર્ય પાસે જહોવી જોઇએ એટલે જ હેત ગજરાલે આટલા કોન્ફિડન્સ સાથે કહ્યું કે સીડી બતાવો."
"અરે યાર ઠીક થી શોધ.ત્યાં જ હશે."આદિત્ય ગુસ્સે થયો.
"સર,આખો રૂમ જોઇ લીધો પણ કશુંજ નથી.સર કોઇ આવી રહ્યું છે.હવે હું શું કરું હું પકડાઇ જઇશ.તો તમે પણ ફસાશો."તે માણસે ડરીને કહ્યું.
આદિત્યે કઇંક વિચાર્યું.
"ભાગ અને બાલ્કનીમાંથી કુદી જા પણ કુદતા પહેલા...."‍ આદિત્યે તેને કઇંક સુચના આપી જે સાંભળીને તે માણસ છક થઇ ગયો.
"સર,આ તમે શું કહી રહ્યા છો?" તે માણસને આઘાત લાગ્યો.
"હવે જબ્બારભાઇ સાથે રહીને થોડી તો તેમની અસર આવેને."આદિત્યે અટ્ટહાસ્ય કર્યું.

અાદિત્યની આ ચાલ આ વખતે શું રુચિ અને રુહીને બરબાદ કરશે?
અદિતિને રુચિ અને રુહીનો આ પ્લાન સુધારી શકશે કે નહીં ?
જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 3 months ago

Bhimji

Bhimji 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Pannaben Shah

Pannaben Shah 1 year ago

Babubhai Jodhani