Chandani - 52 in Gujarati Love Stories by Bhumi Joshi "સ્પંદન" books and stories PDF | ચાંદની - પાર્ટ 52

ચાંદની - પાર્ટ 52

રાજે મિસ્ટર વાગલેના હાથમાંથી ફાઈલ અને ફોલ્ડર લઈ ઓપન કર્યું. તેમાં રહેલ રિપોર્ટ અને ફોટા જોઈ તે સ્તબ્ધ થઈ ગયો.

હવે આગળ...

રાજે મિસ્ટર વાગલેએ આપેલ ફોલ્ડરને ખોલ્યું. તેને જોતા જ તેના હોશ ઉડી ગયા. તે ફોલ્ડરમાં રહેલ ફોટો અનુરાગ અને તક્ષવીની સગાઈનો હતો. ફોલ્ડરમાં બે ફોટા હતા બંને ફોટો અનુરાગની તક્ષવી સાથેની સગાઈ ના જ હતા. એક ફોટોમાં અનુરાગ અને તક્ષવી એકબીજાને રીંગ પહેરાવતા હોય તે. અને અન્ય એક તસવીરમાં અનુરાગ અને તક્ષવીની સાથે આર.કે. , જે.ડી. તેમજ અંજલી અને તેના મમ્મી રેણુકાબેન પણ ઊભેલા હતા.

રિપોર્ટ મુજબ આ ફોટો ચાંદનીનું એક્સિડન્ટ થયું તેના એક વિક બાદ ના હતા. આ રિપોર્ટ મુજબ અનુરાગ આર.કે.ની સાથે હતો અને તેણે તક્ષવીની અનુરાગ સાથે સગાઈ કરાવી હતી. પરંતુ આજે આ ઘટનાને પાંચ વર્ષ બાદ અનુરાગ ક્યાં છે, તે વાગલે જાણી શક્યા નહોતા.

રાજના મનમાં આ બધું જાણ્યા બાદ અત્યંત અજંપો થવા લાગ્યો. તે જેટલું ચાંદનીના ભૂતકાળની નજીક જવાની કોશિશ કરતો. તેટલું જ બે ડગલા પાછળ ધકેલાતો હતો. અનુરાગને શોધવા માટે થોડી વધુ મહોલત માંગી. તેના માટે પણ આ કેસ એક ચેલેન્જ સમાન હતો.

મિસ્ટર વાગલે અત્યાર સુધી કેટલાય કેસની જાસૂસી કરી હતી. અને તેના સત્યને ઉજાગર કર્યું હતું. પણ આ કેસની કડીઓ તેમને ખુદને પણ ગૂંચવતી હતી.

હવે તેને એટલું તો સમજાઈ ગયું હતું કે આ કેસની મુખ્ય કડી ચાંદની નહીં પણ અનુરાગ છે. એકવાર અનુરાગ મળી જાય તો, દરેક રહસ્યો પરથી પડદો ઊંચકાઈ જાય.

રાજ અને મિસ્ટર વાગલેએ આ કેસને લગતી અગત્યની વાત કરી છુટા પડ્યા. વાગલે રાજને હાથ મિલાવતા બોલ્યા,

"રાજ, હવે તું મને કોલ ના કરતો. હવે પછીની આપણી મુલાકાત ત્યારે જ થશે જ્યારે મારા હાથમાં ચાંદીનીના પાસ્ટના દરેક રહસ્યો એક ખુલ્લી કિતાબના રૂપમાં હોય. અને હા, મિસ્ટર અનુરાગની દરેક માહિતી હું ખૂબ જલ્દી મેળવી લઈશ.

વાગલેની વાત સાંભળી રાજને થોડી રાહત થઇ. કેમ કે રાજ મિસ્ટર વાગલેની કામ કરવાની શૈલીથી માહિતગાર હતો. કોઈ પણ સંજોગોમાં મિસ્ટર વાગલે, રાજને કદી નિરાશ નહીં કરે, એવો ભરોસો રાજને તેના પર હતો. બધી વાતચીતના અંતે રાજ અને મિસ્ટર વાગલે બન્ને છુટા પડ્યા.

************************

યુ.કે.નું ખૂબ સુંદર શહેર એટલે લંડન...
લંડનમાં આજે ઘણા દિવસો બાદ વરસાદ બંધ થતાં સૂરજ દાદા ધીમે ધીમે પોતાની હાજરીનો પુરાવો આપી રહ્યા હતા.
લંડનના ગોરાઓ તો આ દ્રશ્ય જોઈ ગાંડાતુર થતા. કોઈ સૂરજની આ લાલીમાને ફોટોમાં કેદ કરવા તો કોઈ સૂર્યસ્નાન કરવા નીકળી પડતા.

વરસાદ અને કાતિલ ઠંડીના કારણે સુનમુન થયેલ રસ્તો આજે લોકોની ચહલપહલથી ચહેકવા લાગ્યો હતો.
મોટા ભાગના લોકો આજે ઓફિસેથી રજા લઈ ખુલ્લા આકાશ તળે સુરજદાદા સંગ જુમવા માંગતા હતા.

લંડનની એક 30 માળની હાઇરાઈઝ કોર્પોરેટ બિલ્ડિંગના 26 માં માળ પર આવેલી એક અત્યંત આલીશાન ઓફિસની વિન્ડોમાંથી તે બહાર રસ્તા પર લોકોની ભીડને જોઈ રહ્યો હતો. જે રીતે લોકો તાપને જોઈ પાગલ થયા હતા તે જોઈ તેને જાણે કંઈક યાદ આવી રહ્યું હતું.

ડાર્ક બ્લુ કલરનો શર્ટ અને ઓફ વાઈટ બ્લેઝર, જેલ લગાવી સેટ કરેલા સ્ટાઈલિશ વાળ, થોડી ટ્રીમ કરેલી દાઢીમાં તે ખૂબ આકર્ષક લાગતો હતો. આંખ પર એક દમ પાતળી ફ્રેમના ચશ્મા તેની આંખમાં છુપાયેલ દર્દને છુપાવી શકતાં ન હતા.

તે બારીની બહાર એકીટશે એક કપલને જોઈ રહ્યો હતો. જે દુનિયદારીને બાજ પર છોડી એકમેકના હાથમાં હાથ પરોવી એકબીજામાં ખોવાયા હતા. તેની આંખો સામે ભૂતકાળનું એક ચિત્ર દસ્તક દઈ ગયું. આંખના ખૂણે છુપાયેલ એ આંસુ આખરે ટપ કરતું તેની આંખમાંથી વહી તેના હાથ પર પડ્યું.

તેના દર્દને પામી જતા તેની દોસ્ત મનસ્વી બોલી, "અનુરાગ ક્યાં સુધી આ દર્દને ઝીરવીશ ? તું ચાંદનીથી સાત સમંદર પાર દૂર છો. પણ તારા દિલની એક એક ધડકન એક એક પળે તારી પાસે હોવાનો અહેસાસ કરાવે છે. પાંચ પાંચ વર્ષથી તું ચંદનીથી દૂર છો પણ, તારા દિમાગ અને દિલથી તે દૂર નથી થઈ શકી. આટલો અનન્ય પ્રેમ ! "

"આટલા સમયથી લંડનમાં રહેવા છતાં તું એક એક પળે તેની યાદોથી જોડાયેલ છો. " મનસ્વી બોલી.

મનસ્વીની વાત સાંભળી અનુરાગ બારી પાસેથી સહેજ ખસી મનસ્વી તરફ ફરતા બોલ્યો, "મનસ્વી, અમારો પ્રેમ તો જીવતો રહેશે પણ ચાંદનીના દિલમાં નફરત બનીને અને મારા દિલમાં તેની મીઠી યાદ બનીને, હું અને ચાંદની નદીના એવા બે કિનારા છીએ કે જે કદી એક ન થઈ શકે."

અનુરાગે પોતાના ચશ્મા ઉતાર્યા. તેની છલકતી આંખો જોઈ મનસ્વી બોલી, " અનુરાગ, મને યાદ છે આજથી એક મહિના પહેલા ચાંદની જ્યારે તેના સ્ટેજ શો માટે આવી હતી ત્યારે પડદા પાછળ રહી આખા શોની પબ્લિસિટી તે કરી હતી. ત્યારે ચાંદનીનો સિગિંગ સ્ટેજ શો હાઉસફુલ થયો અને ખૂબ સફળ થયો તેનો બધો શ્રેય તને જાય છે અનુરાગ."

અનુરાગ અને મનસ્વી વાત કરતા હતા ત્યાં મિસ્ટર મિતલ ત્યાં આવ્યા. તે બોલ્યા, "હા અનુરાગ, મનસ્વી સાચું કહે છે. ચાંદની આજે સ્ટાર બની છે તે પણ તારા કારણે ! ચાંદનીને સ્ટાર બનાવવા પાછળ તે અથાગ પ્રયાસ કર્યો. બે વર્ષની તારી સખત મહેનત બાદ એક પ્રસિદ્ધ ગાયિકા ચાંદનીનો જન્મ થયો છે."

"અહીંયા રહીને ઇન્ડિયાના દરેક પ્રદીદ્ધ સંગીતકાર સુધી તે ચાંદનીના અવાજને પહોંચાડ્યો. દરેક એવા પરિબળ ઉભા કર્યા કે ચાંદની માટે ગાયિકા બનવાનો રસ્તો સાફ થતો ગયો. પૈસાને તે પાણીની જેમ વ્હાવ્યા અને ચાંદનીના પિતાનું પોતાની દીકરીને ગાયિકા બનાવવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. ઇન્ડિયામાં તેની સફળતા બાદ ઇન્ટરનેશનલ લેવલે તે પહોંચે, સંગીતની દુનિયામાં તે એક ચમકતો સિતારો બને તે માટે, તે મારા દ્વારા અહીંયા તેના સ્ટેજ શોનું આયોજન કરાવ્યું. આખા લંડનમાં તેના હોર્ડિંગ્સ લગાવ્યા. આખા શોનું લાઈવ ટેલિકાસ્ટ થાય તે બધું તે ગોઠવ્યું. બધો ખર્ચ પણ તે ઉઠાવ્યો. ચાંદનીની સફળતાનો જે શ્રેય મને મળ્યો છે તેનો અસલી હકદાર તો તું છે."

મિસ્ટર મિતલની વાત સાંભળી અનુરાગ બોલ્યો, મી. મિતલ , ચાંદનીએ જે ખોયું છે તેના બદલામાં આ કશું જ નથી. ચાંદની હમેંશ ખુશ રહે એ જ મારી ઝંખના છે."

પણ, અનુરાગ તે દિવસે મને ખુબ ડર લાગેલો જે દિવસે ચાંદનીના, અહીંયાના સ્ટેજ શો માં તું આવ્યો હતો. અને શો પૂરો થતી વખતે ચાંદનીને કદાચ તું દેખાયો પણ હતો. પણ તારા હુડી વાળા જેકેટે તને બચાવી લીધો. ચાંદનીની નજર તારા પર પડતા જ તે હુડીથી તારો ચહેરો ઢાંકી લીધો. અને ચાંદની તારી પાસે ન પહોંચે એટલે જ મેં સિક્યોરિટીને ઈશારો કરતા તે થોડીવાર માટે ખસી ગયા અને ફેન્સનું એક ટોળું ચાંદનીને ઘેરી વળ્યું. ચાંદની એ બધાને ખસેડતી આગળ વધે એ પહેલાં તું ત્યાંથી જતો રહ્યો." મિસ્ટર મિતલ બોલ્યા.

"ત્યાર બાદ જ્યાં સુધી ચાંદની ત્યાં રહી ત્યાં સુધી તને શોધતી રહી. તે સમજી ન શકી કે તને અપલક નજરે જોયો તે હકીકત હતી કે પછી ભ્રમ!" મિસ્ટર મિતલ બોલ્યા.

અનુરાગ અને મિસ્ટર મિતલ વાત કરતા હતા ત્યાં તેના મોબાઈલમાં રિંગ વાગી. અનુરાગે જોયું તો તક્ષવી કોલિંગ હતું.

ક્રમશઃ
Bhumi joshi "સ્પંદન"

અનુરાગ રાજને કેવી રીતે ઓળખે છે ?
શું મિસ્ટર વાગલે જાણી શકશે કે અનુરાગ લંડનમાં છે ?
શું અનુરાગે તક્ષવી સાથે લગ્ન કરી લીધાં?
જાણવા માટે વાંચતા રહો.Rate & Review

Heena Suchak

Heena Suchak 5 months ago

Amritlal Patel

Amritlal Patel 6 months ago

Neepa

Neepa 6 months ago

Parash Dhulia

Parash Dhulia 6 months ago

Reena

Reena 7 months ago