પ્રેત સાથે ઈશ્ક ભાગ- ૫

આગળના પ્રકરણમાં આપણે વાંચ્યું કે કૃપાલીના કોલેજ ગં પછી વીધ્યાની સાથે અજીબ ઘટનાઓ ઘટે છે ત્યારબાદ તે ફ્રેશ થવાં માટે વોશરુમમાં જાય છે ત્યાં પાછળથી તેના ખભા પર કોઈ હાથ મુકે છે હવે આગળ વાંચો.......

વીધ્યા પાછળ ફરીને જુવે છે તો બે દિવ્ય શક્તિઓ તેની સામે પ્રગટ થઈ તેની તરફ આવતી હોય છે. તે દિવ્ય શક્તિઓ પાસે પોતાનું શરીર ન હતું પરંતુ તે માત્ર એક કલ્પના સમાન જ હતી. એ બંને દિવ્ય શક્તિઓમાં એક છોકરો અને એક છોકરી હતી. શરીર એમની પાસે ના હતું એટલે તે પોતાની ઈચ્છા પ્રમાણે વીધ્યા સામે પ્રગટ થયા હતા વીધ્યા સીવાય બીજું કોઈ એમને જોઈ શકે નહી. 

             તે બંને જેમ જેમ વીધ્યા ની નજીક આવતી હતી તેમતેમ વીધ્યા ધબકારા વધવામાં ઉત્સાહીત થઈ રહ્યા હતા. એક સાથે બે બે ધબકારા ધબકી રહ્લા હતા..વીધ્યા હજી તો શું કરવું એજ વીચારી રહી હતી ત્યાં તો બંને દિવ્ય શક્તિઓ વીધ્યાની એકદમ સામે આવીને ઉભી રહી. તેમાંથી એક દિવ્યશક્તિએ પોતાનો જમણો હાથ વીધ્યાને સ્પર્શવા માટે આગળ લંબાવ્યો પરંતુ તે હાથ વીધ્યાને સ્પર્શ કરે એ પહેલાજ.....

કોણ છો તમે......મને બહાર જવા દો.........વીધ્યા ડરતા ડરતા જેવું હોઠ પર આવ્યું તેવૂં બોલી ગઈ.

વીધ્યા અમે તને હાની પહોંચાડવાં નથી આવ્યા. અમારે તારી હેલ્પની જરૂર છે પ્લીઝ તું ડર નહી......એક દિવ્ય શક્તિએ કહ્યું..

મારે કોઈની હેલ્પ નથી કરવી....મને અહીંથી જવા દો.....વીધ્યા બોલી.

વીધ્યા તું અમારી એકવાર વાત તો સાંભળ.....અમારે ખરેખર તારી હેલ્પની જરૂર છે...આ કોલેજમાં માત્ર તું એકજ છો જે અમારી મદદ કરી શકે.......

મેં કહ્યૂં ને મારે કોઈની હેલ્પ નથી કરવી.....અને તમે છો કોણ અને આવી રીતે ધુમાડાના સ્વરૂપ માં કેમ છો......વીધ્યાએ પુછ્યું.

વીધ્યા અમે બંને એકબીજાને ખુબ પ્રેમ કરતાં હતાં. પરંતુ અમારાં પ્રેમને કોઈની નજર લાગી ગઈ હતી.....આમ કહી તે બંને દિવ્ય શક્તિઓએ એકબીજાની સામે જોયૂં આંખોમાં આંખો પરોવી એકબીજાના હાથ પોતાના હાથમાં લીધા અને બંને એ પોતાના હોઠ એકબીજાના હોઠ સાથે સ્પર્શ કર્યા...

વીધ્યા તે બંને દિવ્ય શક્તિઓને પોતાની નજર સમક્ષ કીસ કરતાં જોઈને અચંબીત થઈ જાય છે જેનાથી વીધ્યાને વધુ ડર લાગે છે અને તે બંને દિવ્યશક્તિઓની નજર ચુકાવી ને ધીમેથી દરવાજો ખોલી બહાર જતી રહે છે

આ બાજુ કોલેજમાં પ્રથમ લેક્ચરમાં તો કૃપાલીને બધું નવૂ નવૂ જ લાગતું હતું કારણ કે તેની ચારેય તરફ નવા ચહેરાઓ જ હતાં ત્યાં તે કોઈને ઓળખતી ન હતી. છતાં ક્લાસમાં ત્રીજી બેંચ એક ગર્લ્સ એકલી જ બેઠી હતી એટલે કૃપાલી તેની પાસે જઈને બેસે છે.....

હેલ્લો.....મારૂં નામ કૃપાલી છે હું આ કોલેજમાં નવી જ છું શું હું તમારી બાજુમાં બેસી શકું છું.....? કૃપાલીએ પુછ્યું.

યા અફકોર્સ....અને મારૂં નામ દિવ્યા છે.........

લેક્ચર ચાલું થાય છે પહેલા તો કૃપાલીને આ ક્લાસ રૂમની ચાર દીવાલો જોવામાંજ મજા આવે છે એટલે તે એક પછી એક દીવાલ પર નજર નાખે છે અને સાથે સાથે એક પછી એક ગર્લ્સ અને બોય પર નજર નાખ છેે અને તેની નજર ચોમેર ફરતી ફરતી ક્લાસમાં છેલ્લી બેંચ પર બેઠેલા આશીષ પર પડે છે આશીષ નો ચહેરો વીનયના મૃત્યૂ પછી નો એકદમ શાંત હતો. ક્લાસ બીજા કોઈ છોકરાને વીનયના મૃત્યૂથી ફર્ક પડયો ન હતો એટલે બધાનું ધ્યાન પોતપોતાની સ્ટડીમાં હતું.

એકપળ માટે કૃપાલી વીચારમાં પડી જાય છે કે આ કેમ ઉદાસ છે.....પરંતુ હજી તે આવો વીચાર કરતી હતી ત્યાં જ પ્રોફેસરનો અવાજ તેના કાને અથડાયો....

થડ બેંચ.......

પ્રોફેસરનો અવાજ પોતાના કાને પડતાની સાથેજ કૃપાલી જબકી ગઈ....હા....સોરી સર.....કૃપાલીએ કહ્યૂં.

તારૂં ધ્યાન ક્યાં છે....?...પ્રોફેસરે પુછયું.

સોરી સર મારો આ કોલેજમાં પહેલો દિવસ છે.......એટલે જરા......કૃપાલીએ કહ્યું.

ઓકે પરંતુ આગળથી ધ્યાન રાખજે........એમ કહી પ્રોફેસર ભણાવવાં લાગે છે.

કોલેજના પ્રીન્સીપલ અને પ્યૂનને રણવીર સીંહ પતાના પોલીસ સ્ટેશનની કાળી ઓરડીમાં લઈ જાય છે ઓરડી પોલીસ સ્ટેશનની હતી એટલે ચાર માંથી ત્રણ બાજુએ પત્થરની ત્રણ દિવાલ હતી એને ચોથી બાજુએ લોખંડની જાળી હતી. ઓરડીની મધ્યમાં એક લાકડાની ચેર હતી અને તેની એક્જેટ ઉપરની બાજુએ એક યલ્લો કલરનો પ્રકાશ પાથરતો બલ્બ લોખંડની સાકળ વડે બંધાઈને લટકતો હતો. બલ્બની નીચે થોડી જગ્યામાં અંજવાળૂં રહેતું બાકી આખી ઓરડીમાં અંધારું પથરાતું હતું.

સૌ પ્રથમ રણવીર સીંહ કોલેજના પ્રીન્સીપાલને આ ઓરડીની હવાનો આનંદ લેવા માટે બોલાવે છે. રણવીર સીંહની સાથે અહીં તેના બે અંગત હવાલદાર જ હતાં પોલીસ સ્ટેશનના બીજા કોઈ વ્યક્તિને અહીં આવવાની મનાઈ હતી.

પ્રીન્સીપાલ કોલેજમાં જ્યારે તમારી સાથે પુછતાછ કરતો હતો ત્યારે તમારી જીભ લથડીયા ખાઈ રહી હતી ત્યારથી જ મને તમારી ઉપર શક ગયો છૂ એટલે હવે તમે તમારી રીતે સાચી હકીકત કહી દો તો તમારી માટે વધારે લાભદાયક રહેશે નહીંતર આજ કાળું પીળું અંજવાળું આખી જીંદગી જોવું પડશે.......રણવીર સીંહે કહ્યું.

પરંતુ સર મેં જે કંઈ પણ કોલેજમાં કહ્યૂં તે સાચુંજ કહ્યૂં છે અને વીનય મારી કોલેજનો સ્ટુડન્ટ છે તો હું તેની હત્યા શું કામ કરું.........પ્રીન્સીપાલ હજુ આટલું જ બોલ્યા હતા ત્યાં જ રણવીર સીંહે તેને અટકાવ્યા..

પરંતુ મેં તમને એમ કહ્યુંજ નથી કે વીનયની હત્યા તમે કરી છે મેં તો માત્ર હકીકત જણાવવાનું કહ્યૂં છે. તમે તમારી જાતે જ આ કેસમાં વધારે ને વધારે ઉંડા ઉતરતા જાવ છો પ્રીન્સીપાલ......રણવીર સીંહના આ શભ્દો સાંભણીને પ્રીન્સીપલ ના ચહેરા પર પરસેવાના રેલા ઉતરી આવ્યાં અને તે શું બોલવું એવા વીચારમાં ગયા.

તમારા ચહેરા પર નીકળતો આ પરસેવો તમારો આ કેસમાં કોઈ હાથ છે એના તરફ આંગળી કરે છે..એટલે જે પણ બોલો વીચારીને બોલજો......રણવીર સીંહે કહ્યૂં.

સર હું સાચું જ કહું છું આ કેસમાં મારો કોઈ હાથ નથી. હું માત્ર કોલેજનો પ્રીન્સીપલ જ છું હું તો વીનયને જાણતો પણ નથી અમારી કોલેજમાં હજારો સ્ટુડન્ટ છે તો એ બધાંને છોડી હું માત્ર વીનય વીશે શૂં કહી શકું ....?....પ્રીન્સીપલ આકુળવાકુળ થઈને ફટાફટ બોલી ગયાં. અને તે કંઈક વીચારતા વીચારતા પોતામી આંખની કીકીઓ આમતેમ ફેરવી રહ્યા હતાં.

અચાનક રણવીર સીંહ ને કંઇક લીકવીડ જેવું પોતાના પગ સાથે સ્પર્શ થયું હોય એવું લાગ્યૂં. તે નીચે પગ તરફ જુવે છે તો એ લીક્વિડ પ્રીન્સીપલના પગમાંથી આવી રહ્યું હતું...

અરે પ્રીન્સીપલ આ તમારું પેન્ટને કેમ ભીનાશ લાગી ગઈ એમ કહ્યું અને રણવીર સીંહનો ગુસ્સો લગભગ આકાશને આંબી ચુક્યો હતો.,

હજી એકવાર કહું છું પ્રીન્સીપલ સત્ય હકીકત જણાવો નહીંતર મારી આ લાકડી પણ બોલવા લાગશે.......રણવીર સીંહે કહ્યૂં.

           Loading.......

શૂં કૃપાલી આશીષના દુ:ખને સમજી શકશે........?

આખરે પ્રીન્સીપાલનાં પેન્ટને કેમ ભીનાશ લાગી ગઈ........?

તમે મારી પ્રથમ સ્ટોરી ખામોશી જેમાંથી પ્રેત સાથે ઈશ્ક કન્ટીન્યુ છે તે પણ વાંચી શકો છો.

***

Rate & Review

Sapna 4 months ago

Vijay Kanzariya 5 months ago

Ajaysinh Chauhan 6 months ago

Anita 6 months ago

Nikita 6 months ago